બારી..એક ડોકિયું.. સ્વપ્નલોકથી વાસ્તવિકતાં સુધી..

(9)
  • 10.1k
  • 4
  • 4.4k

સૂરજના સોનેરી કિરણો પથરાતા જ ધરા આળસ મરડીને જાગી ઊઠી અને તેણે પહેરેલી હરિયાળી કુંપણો રૂપી ચુનર સમગ્ર સૃષ્ટિ ઉપર છવાઈ ગઇ, તેમાં મહેકતા ફૂલોની મધુર સોડમ અને પક્ષીઓના મધુર કલરવથી ગામની બરોબર વચ્ચે આવેલ ગગન વિલા ચહેકી ઉઠ્યું હતું. દેશ વિદેશના ફૂલો અને વૃક્ષોની હરિયાળી વચ્ચે સુશોભિત એવા તે બંગલાની સુંદરતા જોવા સૂરજ પણ જાણે થોડી ક્ષણો ત્યાં રોકાઈ જતો અને પોતાના કિરણોથી ગગન વિલાની ઝગમગાહટ વધારતો જતો. કોઈની પણ નજરને ઠંડક પહોંચે તેવો આહ્લાદક કુદરતી સૌંદર્યનો નજારો ગગન વિલામાં સર્જાતો. ગગન વિલાના એકમાત્ર વારસદાર એવો, રાજકુમાર જેવો સુંદર ગગન પોતાની મુલાયમ પથારીમાં નિંદ્રાધીન હતો. તેના ચહેરાની માસૂમિયત જોવા સૂરજની કિરણો છુપાઈને રૂમની બારીમાંથી ડોકિયું કરવા ધમપછાડા કરી રહી હતી પણ હવા સાથે મળીને બારી આગળ લગાવેલા પડદા તે કિરણોને પાછા બહાર ઠેલાવવા ભરપૂર પ્રયાસ કરી રહ્યા હતા.

Full Novel

1

બારી..એક ડોકિયું.. સ્વપ્નલોકથી વાસ્તવિકતાં સુધી.. - 1

સૂરજના સોનેરી કિરણો પથરાતા જ ધરા આળસ મરડીને જાગી ઊઠી અને તેણે પહેરેલી હરિયાળી કુંપણો રૂપી ચુનર સમગ્ર સૃષ્ટિ છવાઈ ગઇ, તેમાં મહેકતા ફૂલોની મધુર સોડમ અને પક્ષીઓના મધુર કલરવથી ગામની બરોબર વચ્ચે આવેલ ગગન વિલા ચહેકી ઉઠ્યું હતું. દેશ વિદેશના ફૂલો અને વૃક્ષોની હરિયાળી વચ્ચે સુશોભિત એવા તે બંગલાની સુંદરતા જોવા સૂરજ પણ જાણે થોડી ક્ષણો ત્યાં રોકાઈ જતો અને પોતાના કિરણોથી ગગન વિલાની ઝગમગાહટ વધારતો જતો. કોઈની પણ નજરને ઠંડક પહોંચે તેવો આહ્લાદક કુદરતી સૌંદર્યનો નજારો ગગન વિલામાં સર્જાતો. ગગન વિલાના એકમાત્ર વારસદાર એવો, રાજકુમાર જેવો સુંદર ગગન પોતાની મુલાયમ પથારીમાં નિંદ્રાધીન હતો. તેના ચહેરાની માસૂમિયત જોવા ...વધુ વાંચો

2

બારી..એક ડોકિયું.. સ્વપ્નલોકથી વાસ્તવિકતાં સુધી.. - 2

એક અનોખા વિશ્વમાં ડોકિયું કરવા ઉતાવળો બનેલો ગગન ઝડપથી રૂમનાં છેડે ઢાળેલા ભાંગ્યા તૂટ્યા એવા પલંગ ઉપર ચડી ગયો, ત્યાં આવેલી ઘરમાં રહેલ એકમાત્ર બારી આગળ જઈ બેઠો. ઘરમાં રહેલી તે બારી ગગન માટે ફક્ત હવા ઉજાસનું કારણ નહોતું, પણ તે બારી ગગનને તેની ઉદાસીન અને બેરંગ દુનિયાથી વિરુદ્ધ એવી, એક નવી દુનિયા અને તેની સુંદરતાનું દર્શન કરાવી તેના સપનાઓને ઑક્સિજન પૂરું પાડતી હતી. રોજ આજ સમયે એક કાર ગગનની ચાલી સમાન વસાહતની એકદમ પાછળ આવેલ વિશાળ જગ્યામાં ફેલાયેલ આલીશાન બંગલાની બહાર નીકળતી હતી. તેના એક અલગ પ્રકારના હોર્નના અવાજથી ગગનને તે કાર ત્યાંથી પસાર થવાનો ખ્યાલ આવી જતો ...વધુ વાંચો

3

બારી..એક ડોકિયું.. સ્વપ્નલોકથી વાસ્તવિકતાં સુધી.. - 3

ગગન હજુ સવારની મીઠી નિંદર માણી રહ્યો હતો ત્યાંજ તેના ઘરના દરવાજે ટકોરા પડ્યા. "મીના બહેન ઘરે સે કે?" સ્ત્રીનો મોટો અને તીણો અવાજ સાંભળીને ગગનની ઊંઘ ઊડી ગઈ. "સવારના પોરમાં ઊંઘ બગાડી નાખી, કોણ છે અત્યારે". બબડતો ગગન પથારીમાંથી ઊઠીને જોવા લાગ્યો ત્યાં સુધીમાં મીના દરવાજો ખોલી બારણાં આગળ ઊભી રહીને કોઈ સ્ત્રી સાથે વાત કરી રહી હતી. ગગને ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો પણ તેને બંનેની વાત સંભળાઈ નહિ, પણ પેલી સ્ત્રી સાથે વાત કર્યા બાદ મીના ખૂબ ખુશ જણાઈ રહી હતી. તેના મોં ઉપર ખુશીની ઝલક જરૂર કોઈ સારી વાત બની છે તેની ચાડી ખાઈ રહી હતી. ...વધુ વાંચો

4

બારી..એક ડોકિયું.. સ્વપ્નલોકથી વાસ્તવિકતાં સુધી.. - 4 - છેલ્લો ભાગ

ઘરના તમામ નોકરો દોડધામ કરી રહ્યા હતા અને બધા મુખ્ય હોલ તરફ જઈ રહ્યા હતા. દરેકના મોં ઉપર ગભરાહટ ગયેલ હતો. "તમને ઘર સંભાળતા ન આવડતું હોય તો સીધી રીતે કહી દો. પણ આમ કોઈ પણ જાતનું નુકશાન અને કામમાં બેદરકારી મને પોષાશે નહિ." બંગલામાં પ્રવેશતા જ ગગનના કાને મોટો અવાજ પડઘાયો. અંદર જઈને જોયું તો બધા નોકરો હોલની મધ્યમાં અદબવાળીને નીચું મોં કરીને લાઈનસર ઉભા હતા અને શેઠાણી પેલી વયસ્ક સ્ત્રીને ગુસ્સાથી જોઈ બરાડી રહી હતી. પેલી સ્ત્રી શેઠાણીને સમજાવવાની કોશિશ કરી રહી હતી પણ શેઠાણી કઈ જ માનવ તૈયાર નહોતી. તેની વાત પરથી ઘરની કોઈ કિંમતી વસ્તુ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો