વગડાનાં ફૂલો

(53)
  • 49.2k
  • 17
  • 24.5k

પોતાનાં જ સમાજના કુ રિવાજો સામે લડતી ત્રણ સ્ત્રીઓનાં જીવનની સંઘર્ષ અને સાહસની અદભુત કહાની. વગડાના ફૂલો. સીતાપુર ગામમાં અઢારેય વરણ એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેતા સંપથી રહે. રળિયામણું ગામડું. અને એમાંય ગામનાં મોભી એવા પરબતભાઈની સાખા એટલે ગામની આબરૂ ,ગામનું નાક કહેવાતું હતું. પરબતભાઈનું ઉજળું ખોરડું. એની ખાનદાની અને ગામનાં લોકોની કાળી રાતેય સહાયતા કરવાની એની ટેવનાં કારણે પરબતભાઇ ગામમાં પોતાનો મોભો ટકાવી રાખવામાં સફળ થયા હતા. નાની ઉંમરમાં પરબતભાઈને પરણાવી દીધા હતા. એટલે દીકરા દીકરી જુવાન થયાં છતાંય એના મોઢે ઉમર કાઈ થોડી દેખાઈ.

નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday

1

વગડાનાં ફૂલો - 1

પોતાના જ સમાજના કુ રિવાજો સામે લડતી ત્રણ સ્ત્રીઓની કહાની. ...વધુ વાંચો

2

વગડાનાં ફૂલો - 2

વહેલી પરોઢે પંખીઓના કલરવ સંભળાઈ રહ્યા હતા. સૂરજના સોનેરી કિરણો બારીમાંથી પ્રવેશી ઓરડામાં દાખલ થવા લાગ્યા. આંખોમાં આવતાં કિરણોને રોકવા હથેળી આડી કરી આંખોના બિડાયેલા પોપચાઓને બળજબરી પૂર્વક ખોલતી પૂનમ પથારીમાંથી ઉભી થઇ. આખી રાત કાર્તિકની રાહ જોવામાં કાઢી ક્યારે પોતાને નીંદર આવી ગઈ એ ખબર નાં રઈ. એણે બહાર નીકળી જોયું. કડવીબેન ફરિયું વાળી રહ્યા હતા. મેના ખાટલે સૂતી હતી. પુનમની નજર ઘરની ડેલીએ જઈને અટકી ગઈ. "કાર્તિક! " ઊંડા નિસાસા સાથે એ બોલતા અટકી. ઓસરીની કોરે ઊભેલી પૂનમને જોઈ કડવીબેન સાવરણાને જમીન પર પછાડી. માથે સાડીનો છેડો ...વધુ વાંચો

3

વગડાનાં ફૂલો - 3

પરબતભાઇ અને કાર્તિકની અંતિમક્રિયા પતાવી ત્રણે સ્ત્રીઓ પોતપોતાના ખૂણા પકડી બેઠી હતી. પરિસ્થિતિ કોણ કોને સહારો આપે એવી હતી. ત્રણેયે પોત પોતાની રીતે જીવતા શીખી લીધું. પંદર દડાનો સમય રેતીની માફક કેમ પસાર થઈ ગયો એ ખબર ન રહી. ત્રણેય એક બીજાના મોંઢા જોઈ બેઠી હતી. આંસુઓ ક્યારનાય સુકાય ગયા હતા. હવે તો કોરી ધાકાળ આંખોમાં જીવન કેમ પસાર કરવું એની ચિંતા દેખાતી હતી. કડવીબહેનનાં હોઠ પૂનમને કઈક કહેવા મટે ફફડ્યા ન ફફડ્યા એવામાં મોહનભાઈ હાથમાં ત્રિકમ અને કોસ લઈને આવ્યા. પાછળ લાકડીના ટેકે જમકુમાં પણ ચાલ્યા આવતા હતા. મોહનભાઈ અને જમકું માં નું આવવાનું ...વધુ વાંચો

4

વગડાનાં ફૂલો - 4

" ગોઝારી ને ભાયડો મર્યો ને પાંખો ફૂટી નીકળી. તે એની જાતની નપાવટ બાઈ . લાવ મારી લાકડી હમણાં તોડી નાખું એના. મૂઈ આ મરી ગઈ હોત હારું થાત. ડાકણી મારા દીકરાને ભરખી ગઈ. " જમકુમાની જીભ એના અસલી સ્વરૂપે આવી પહોંચી આખા ઘરમાં જમકુમાનો અવાજ પડઘાતો હતો. એના તોછડાઈ ભર્યા શબ્દોએ સવારના ખુશનુમા વાતાવરણને ડહોળી નાખ્યું. " બા અતારમાં કેની હારે લમણાંઝિક કરોસ. હુ થયું તે હવાર હવારમાં તમે આખ્યાન ચાલુ કરી નાખ્યું." મોહનભાઈ ઓસરીમાં આવી અધખુલ્લી આંખો ચોળતા બોલ્યા. " તે તારે ક્યાં કઈ સે નાક શરમ જેવું. રાતે કોથળીમારીને હુઈ ગ્યો તે હિધી ...વધુ વાંચો

5

વગડાનાં ફૂલો - 5

" બા હુ કામ ! " પૂનમ કડવીબેનના ખોળાને આંસુઓથી ભીંજવી રહી હતી. " કંચન! " કડવીબેન બોલતા અટકી " કોણ કંચન બા" પૂનમે કહ્યું . " તારા સસરાને એ ત્રણ ભાયું હતા. વચેટના ભાઈ રવજીભાઈની વહુ કંચન. રવાભાઈ તો ટીબી માં પરલોક સિધાવી ગયા. ને બાપડી કંચન! એક એક દી એના માટે વસમાં થઈ પડ્યા. સગા તો નોતા પરંતુ કાકાનાં ભાઈભાડું એ આવા વખતે સાથ છોડી દીધો. નાક આડું આવે ને! બચારી એ જીવતે જીવ ખાપણ ઓઢી લીધું . બે ઘડી કોઈના મીઠા શબ્દ હાંભળી લે તો યે બીસારી રાજી રાજી થઈ જાતી. આવા ...વધુ વાંચો

6

વગડાનાં ફૂલો - 6

કારમીણ પથ્થરો આડે બેસેલી કંચન ડરની મારે ધ્રૂજતી હતી. રાતનો તમરાઓનો અવાજ અને વરસાદી વાતાવરણમાં કંચનના પગનાં પોચા ઉપરથી સરકી ગયું." કોઈ જનાવર નિહરું લાગે સે. " કંચન ઊભી થઈ કૂવા સામે દોડી. કૂવાપાસે રાખેલ ફાનસનું અંજવાળું કરી જોયું ગોઠણ ગોઠણ જેવડા ઉગી નીકળેલા ઘાસની અંદરથી સળવળાટ થતો દેખાયો. "જનાવર હતું. અભાગણને ડંખે નાં માર્યો." કંચન છાતીએ હાથ પછાડતી કૂવાની પાળે બેઠી. રવજીની યાદોને સંભારતી એણે આંખો બંધ કરી . ત્યાં કોઈનો હાથ પોતાના ખંભે સ્પર્શ્યો. કંચન ઝબકી એનું સંતુલન ખોરવાયું અને સુધી કૂવામાં જઈ પડી.જોરદાર ધબાકો થયો. એ ધબકાનો આવજ રાતનાં શાંત વાતાવરણમાં ઘર સુધી ...વધુ વાંચો

7

વગડાનાં ફૂલો - 7

"વખતસંગભાઈના ખોરડે આજે તો કોઈ મહેમાનો ઉમટ્યા સે લાગે સે! એની કંચનનું નક્કી થઈ ગયું લાગે સે. જો બાઈ કેટલા મેમાન આવ્યા સે." ઓટલે બેસેલી, કે પછી શેરીમાંથી પસાર થતી મોરલા જેવી ડોકું ઉપરનીચે ફેરવી ઘરમાં શું થઈ રહ્યું છે એની ભાળ મેળવવા પાડોસણું અધીરયું બન્યું હત્યું. કોઈ તો વળી દીવાલની લગોલગ કાન માંડી સંભળાવા પણ ઊભી રેત્યું.. બારીમાંથી સહેજ દૂર ઊભ્યું રહી ડોકાઈ કંચનના થનાર ઘરવાળાને જોવા બહેનપણીઓ પડાપડી કરવા લાગ્યું. ખાટલે પાથરેલ રુએલ ધોરી, લાલ કિનારીઓવાળી રજાઈ ઉપર પગ ઉપર પગ ચડાવી બેસેલો રવજી રાજા રજવાડાની માફક શોભી રહ્યો હતો. શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં રવજીને ઉધરસનાં ...વધુ વાંચો

8

વગડાનાં ફૂલો - 8

રવજીનેં ખાસી ખાંસીને અધમૂઓ થઈ ગયો હતો. રવજીનાં મોઢામાંથી નીકળી રહેલાં ધોરા ચીકણા પ્રવાહીને કંચન ફાંટી આંખે જોઈ રહી. દવા પીવાય ગઈ હમણાં સારું થઈ જશે. તમે ચિંત્યા ન કરતા." રવજી ખાસીનાં કારણે આંખોમાં આવી ગયેલા ઝળઝળિયા લૂછતાં બોલ્યો." ઉકાળો તૈયાર સે. પી લો રાહત થઇ જાશે." કંચન ત્રાસી આંખે રવજીનાં મોંઢા સામુ જોઈ રહી. પછી હથેળીમાં ધૂળ ભરી ચિંકાણા પ્રવાહી ઉપર નાખી દાટી દીધું. કંચનની આ ગતિવિધિ જોઈ રવજીનું મન ખિન્ન થઈ ગયું. "હું આ ભોળી છોકરીને છેતરી રહ્યો છું. આનાં નિસાસા મારાથી નઇ સંભળાઈ. હું સાચું કહી દવ! છોકરીનું જીવતર ધૂળ થતાં અટકી જાય." રવજી મનોમંથન કરતો ...વધુ વાંચો

9

વગડાનાં ફૂલો - 9

કડવીબેન ઝબકયા. સામે કાળી ધાબળી ઓઢીને રવજી ઊભો દેખાયો. " ભાઈ તમે!""હું કંચન પાહે જાતો આવું."" અટાણે! કોઈ જોઈ તો? દેકારો કરશે.ભાઈ કાલે જાજો."" ના ભાભી કાલે બા લગનની તારીખું માંડશે. મારી પાહે બસ આજની રાત સે." " ફળીમાં મોહનભાઈ હુતા સે. એનું હું?" કડવીબેને શંકા વ્યક્ત કરી." એ તો એની દુનિયામાં લીન સે. એ નઇ ઉઠે.હું જાવ સુ.બાં જાગે તો તમે હંભાળી લેજો." રવજી કેતા'ક નીકળી ગયો. વાડામાં અંધારી રાતે આંસુ સારતી કંચનને પોતાના માં બાપની યાદ ઘડિકેય ઝંપવા નહોતી દઈ રહી.એ આકાશે સતત ટમટમતા તારલિયાઓમાં પોતાની જનેતાનો ચહેરો શોધવા પ્રયત્ન કરી રહી હતી. પોતાની બે ...વધુ વાંચો

10

વગડાનાં ફૂલો - 10

સગપણ થયાને પંદરમે દ'હાડે રવજી ઘોડે ચડી, જાજેરીજાન જોડી પરણવા ઉપાડ્યો. કંચન અને રવજીના મંગલ ગીતોના ગાન ગાતી જાનડિયું ન હતી. " શિવ પારવતીની જોડી સે." બાયું રવજી અને કંચનનાં દુખણાઓ લેતી આંગળાના ટચક્યા ફોડવા લાગી. પ્રથમ મીલનની રાતમાં બંને એક બીજામાં ઓતપ્રોત થઈ ગયા રવજી પોતાની સઘળી તકલીફો ભૂલી ગયો. અને મનોમન નિર્ધાર કર્યો "જ્યાં લગણ જીવીશ તા લગણ તારા હંધા ઓરતા પૂરા કરીશ." તે દિવસે કંચને રવજીના હોઠ ઉપર આંગળાના ટેરવા રાખી કહ્યું." હું પણ." કહેતા એ શરમાઈ ગઈ. રવજી પોતાના છેલ્લા બચેલા દિવસો કંચન સાથે સુખમય પસાર કરવા લાગ્યો. કંચન ...વધુ વાંચો

11

વગડાનાં ફૂલો - 11

જમકુમાં જાણે મહાકાળીનું રૂપ ધારણ કરી ઊભા હતા. લુહાર પાહે તાજા કતરાવેલા દાતરડામાંથી લોહી નીતરતું હતું. ભિમાનું કાંડુ જમકુમાંનાં પડ્યું હતું. ભીમો દર્દના મારે ભોંય પર પડ્યો બરાડતો હતો. "ભીમાભાઈ! ભાઇડો નથી એટલે હું કઈ નોંધારી નથી હમજ્યા. મારી જાતની રખેવાળી કરતા મુને આવડે સે. આવી ભડવાયુ કરવા મારી પાહે વખત નથી. હું અસલ જમકુ સુ. યાદ રાખજો." માં નું આવું ભયાનક રૂપ જોઈ પરબત અને રવજી ધ્રુજતાં હતા.તે દી માં બંને ભાઈઓને ખોળામાં બેસાડી જમકુમાં ખુબ રડેલા. ખેતરે ભાત દેવા આવેલી ભીમાની વહુ મોંઘી પોતાનું આખું ખેતર ખૂંદી વળેલી. પણ ક્યાંય ભીમો ન ...વધુ વાંચો

12

વગડાનાં ફૂલો - 12

. લગ્નનુ એક વર્ષ કંચન અને રવજીની જિંદગીના સોનેરી યુગ સમાન પસાર થઈ ગયું. ને સાથે કંચનને એકલી મૂકી પોતાની લીલા સંકેલી ગયો. કંચનના ડૂસકાં કડવીબેનના કાને પહોચ્યાં. ને કડવીબેન ભૂતકાળની યાદોને ખંખેરી વર્તમાન તરફ પાછા ફર્યા. " બેન! હું આપઘાત કરવા નથી પડી. તમારા દિયરે હમ દીધા સે. હું ક્યાંથી મરુ!"" તો! હુ.. થયું." કડવી બેનની આંખો પહોળી થઇ ગઈ." મોહનભાઈ! આયવા તા.""મોહન !!"" ભાભી એ ભાઈ ઠેકાણે થઈને... મારી ." કહેતા કંચનના ગળે ડૂમો ભરાઈ આવ્યો. હીબકા ભરતી કંચન કડવીબેનનાં ખોળામાં માથું મૂકી પેટ છૂટી વાત કરી." એને તો હું.." " ભાભી મારી આબરૂ!! ફજેતો કરશે બાં.." કહેતા ...વધુ વાંચો

13

વગડાનાં ફૂલો - 13

ઓટલાની પાછળ આવેલા મકાનની બારી પાસે ઊભો રવજીનો જીગરજાન ભાઈબંધ કાળું ભીમા અને મોહનની વાત સાંભળી રહ્યો હતો." રવજીનાં પાથરી આણે જ ફેરવી લાગે છે. કંચનભાભીની આબરૂ ઉપર હાથ નાખતા ખચકાયોએ નઇ નપાવટ! સંગત જ એવી કરી બેઠો સે." કાળું મનમાં બબડ્યો." જા ઘરે જઈને સુઈ જા. મનમાં કંઈ ભાર નો રાખતો. કઈ નઇ થાય જો જે ને." ભીમાંએ મોહનનાં માથે હાથ ફેરવતા કહ્યું. મોહન ત્યાંથી ચાલતો થયો. ડેલી ખોલી ઘરમાં પ્રવેશ્યો. સામે જમકુ માં કંચન ઉપર આકરા શબ્દોના પ્રહાર કરતા બોલી રહ્યા હતા. " હુ થયું સે બાં. શેની ત્રાડો પાડો સો." મોહન ખાટલે હાથ ટેકવી ...વધુ વાંચો

14

વગડાનાં ફૂલો - 14

જમકૂમાનાં આકરા વચનને, કંચન બંધ આંખે સાડલો કપાળ સુધી સરકાવી સાંભળતી હતી. પોતાના ઓરડાના ઢોલિયાના પાયાને રવજી કંચન પાયાનેબાથમાં લઈ વળગી. " ક્યાં ભવના બાકી હશે!" મનમાં આક્રંદ કરતી એને રવજીના શબ્દો યાદ આવ્યાં. " કંચન એ માં છે. મારી! પણ તારી નહિ." જમકુમાના ગયા પછી તરત કાળું ઘરમાં પ્રવેશ્યો. એના ચહેરા પરનું નુર ઉડી ગયું હતું. એ આવતો ત્યારે રવજી એને અચૂક ઓસરીના ખૂણે જોવા મળતો. ઓસરીના ખૂણા બાજુ કાળુંએ આછી એવી નજર ફેરવી. ત્યાં રવજીના ઓરડાના અધખુલ્લા દરવાજામાંથી ઢોલિયા પાસે કંચન બેઠી દેખાઈ. કંચનના ઝાંખા પડી ગયેલા ચહેરાને જોઇ કાળુંનું હદય ખિન્ન ...વધુ વાંચો

15

વગડાનાં ફૂલો - 15

ભીમો ને મોહન એક બીજાથી દુરી બનાવતા કોઈને શંકા ન પડે તેમ મોહનનાં ઘર તરફ જઈ રહ્યા હતા. ભીમા મોહન ઉપર ચાંપતી નજર રાખવા બજારના ઓટલે બેસેલો કાળું બંનેને એક બીજાની આગળ પાછળ ચાલતા જોઈ ગયો. " નક્કી બેય નો રસ્તો એક જ છે." કાળું પણ ધીમા પગલે ચાલતો બંનેની ગતિ વિધિ પર નજર રાખવા લાગ્યો. ભીમો મોહના ઘરથી સહેજ દૂર પોતાની નજર પહોંચે એ રીતે વડલાના છાયે બેઠો. મોહન ઘરમાં પ્રવેશ્યો. કડવીબેન, અને કંચન વાતો કરી રહ્યા હતા. મોહનને આવેલો જોઈ કંચન સાડલો માથે ઓઢી પોતાના ઓરડામાં ચાલી ગઈ. ફળિયામાં ખાટલો ઢળતા મોહન ...વધુ વાંચો

16

વગડાનાં ફૂલો - 16

દરવાજો ખોલાવવા માટે ધમપછાડા કરતો મોહનનો ચેહરો લાલઘુમ થઈ ગયો. દરવાજાના પછડાટનો આવાજ કાળુના કાન સુધી પહોંચ્યો. કાળું કૂવા હડી મેલતો ઘર તરફ આવ્યો. રવજીનાં ઓરડાની સામે મોહન દરવાજો ખોલવા ધમપછાડા કરી રહ્યો હતો. ભીમો ઓસરીની થાંભલી પકડી મફતની મજા માણી રહ્યો હતો. " એલા ખોલાવ દરવાજો. વધારે પાછડ, હમણાં સાંકળ ખુલી જાશે." ભીમો મોહનને પોરહ ચડાવતો બોલ્યો. " મોહન શું કરે છે તું? ને ભીમાકાકા તમે આય?" કાળું ગર્જ્યો. મોહન અચાનક આવી ચડેલા કાળુને જોઈને સહેજ ખચકાયો. છતાંય સામો રૂઆબ કરતા બોલ્યો." મારું ઘર છે! તું શું કરે છે આયા એ કે?" " મને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો