હરમન અને જમાલ પોલીસ કમિશ્નરની ઓફિસના વેઇટીંગ રૂમમાં બેઠા હતા અને ઇન્સ્પેકટર ચૌહાણના આવવાની રાહ જોઈ રહ્યા હતાં. ઇન્સ્પેકટર ચૌહાણે ફોન કરી સવારે હરમનને પોલીસ કમિશ્નરની કચેરીએ બોલાવ્યો હતો. પોલીસ કમિશ્નર એને મળી એની સાથે વાતચીત કરવા માંગે છે, એવું હરમનને એમણે કહ્યું હતું. ઇન્સ્પેકટર ચૌહાણની વાત સાંભળી હરમનને આશ્ચર્ય થયું કે શહેરના પોલીસ કમિશ્નરને મારું શું કામ પડ્યું હશે? પરંતુ ઇન્સ્પેકટર ચૌહાણની વાત સાંભળી હા પાડી અને એ બરાબર દસ વાગે પોલીસ કમિશ્નરની ઓફીસના વેઇટીંગ રૂમમાં આવીને બેસી ગયો હતો. ત્યારથી એના મનમાં આ પશ્ન ચાલતો હતો કે પોલીસ કમિશનરે મને મળવા શું કરવા બોલાવ્યો છે? લગભગ સાડા દસની આસપાસ ઇન્સ્પેકટર ચૌહાણ પોલીસ કમિશ્નરની ઓફીસના વેઇટીંગ રૂમના એરિયામાં દાખલ થયા અને એમણે હરમન અને જમાલને ત્યાં બેઠેલા જોયા.

Full Novel

1

જાસૂસની જાસૂસી - ભાગ 1

જાસૂસની જાસૂસી ભાગ-૧ અણીદાર સોય હરમન અને જમાલ પોલીસ કમિશ્નરની ઓફિસના વેઇટીંગ રૂમમાં બેઠા હતા અને ઇન્સ્પેકટર ચૌહાણના આવવાની રાહ જોઈ રહ્યા હતાં. ઇન્સ્પેકટર ચૌહાણે ફોન કરી સવારે હરમનને પોલીસ કમિશ્નરની કચેરીએ બોલાવ્યો હતો. પોલીસ કમિશ્નર એને મળી એની સાથે વાતચીત કરવા માંગે છે, એવું હરમનને એમણે કહ્યું હતું. ઇન્સ્પેકટર ચૌહાણની વાત સાંભળી હરમનને આશ્ચર્ય થયું કે શહેરના પોલીસ કમિશ્નરને મારું શું કામ પડ્યું હશે? પરંતુ ઇન્સ્પેકટર ચૌહાણની વાત સાંભળી હા પાડી અને એ બરાબર દસ વાગે પોલીસ કમિશ્નરની ઓફીસના વેઇટીંગ રૂમમાં આવીને બેસી ગયો હતો. ત્યારથી એના મનમાં આ પશ્ન ચાલતો હતો કે પોલીસ ...વધુ વાંચો

2

જાસૂસની જાસૂસી - ભાગ 2

જાસૂસની જાસૂસી ભાગ-2 ખૂનની તપાસ હરમન અને જમાલ ઓફિસે પહોંચ્યા અને ભોજન પતાવીને બંન્ને જણ કેસની ફાઈલ લઈને બેઠા હતાં. ‘જમાલ વારાફરતી બંન્ને ખૂન કેસની ફાઈલ વાંચવાનું તું શરૂ કરી દે અને એ લોકોનું મર્ડર કઈ રીતે થયું છે, એ તું વાંચી મને સંભળાય.’ હરમન ખુરશીમાં આંખ બંધ કરી જમાલ જે બોલે તે સંભાળવા તૈયાર થઇ ગયો. ‘સૌથી પહેલી વ્યક્તિનું ખૂન થયું એમનું નામ ચંદ્રકાંત શેઠ હતું. એમની ઉંમર 64 વર્ષની હતી. તેઓ પાલડી ચાર રસ્તા ક્રોસ કરતા હતા ત્યારે એમના પર આવી જ અણીદાર સોયથી હુમલો કરવામાં આવ્યો હતો અને એ સોય એમના હ્રદયની આરપાર નીકળી ...વધુ વાંચો

3

જાસૂસની જાસૂસી - ભાગ 3

જાસૂસની જાસૂસી ભાગ-3 " જર, જમીન અને જોરુ ત્રણે કજીયાના છોરુ " બાબુભાઈએ ઈશારો કરી સાધુશ્રીની નજીક બોલાવ્યો હતો. 'બાબુભાઈએ મને બધી વાત કહી છે. તમારે જે સવાલ પૂછવા હોય તે મને પૂછી શકો છો.' સાધુશ્રીએ હરમનને કહ્યું હતું. ‘સાધુશ્રી, ચંદ્રકાંત શેઠ અને દિપક દેસાઇ આપની સંસ્થાના ટ્રસ્ટીઓ છે. એમનું ખૂન કરવામાં આવ્યું છે એ વાતની આપને ખબર છે? એમનું ખૂન કોણ કરી શકે એ બાબતે આપ કશો પ્રકાશ પાડી શકો એમ છો?’ હરમને સાધુશ્રીને ખૂબ વિનમ્રતાથી પૂછ્યું હતું. 'આ બંને જણ અમારા સેવાશ્રમની અંદર સેવા આપતા હતા અને અમારી સંસ્થામાં ટ્રસ્ટીઓ પણ હતાં એમનું દુઃખદ મૃત્યુ થયું. ...વધુ વાંચો

4

જાસૂસની જાસૂસી - ભાગ 4

જાસૂસની જાસૂસી ભાગ-4 હથિયાર મળી ગયું હરમને કાગળ પર લખવાનું બાજુ પર મુક્યું અને જમાલ સામે જોયું હતું. 'જમાલ, વેચાય નહિ એટલા માટે ખૂન થઇ રહ્યા છે. ખૂની નથી ઇચ્છતો કે આ જમીન વેચાય કારણકે ચંદ્રકાંત શેઠ અને દિપક દેસાઇ આ જમીન વેચાઇ જાય એના પક્ષમાં હતાં માટે એમનું ખૂન થયું. નિમેષ શાહ આ જમીનમાંથી પોતાનું નામ કઢાવી નાંખશે એટલે ચોક્કસ નિમેષની હત્યા હવે ખૂની કરવાની કોશિષ નહિ કરે. હવે રહી વાત બાબુભાઇ અને પુષ્પાદેવીની. સવાલ એક જ છે કે બાબુભાઇ તો જમીન ના વેચાય એ તરફેણમાં હતાં છતાં બાબુભાઇ પર હુમલો કેમ કરવામાં આવ્યો? બસ આ સવાલ મારા ...વધુ વાંચો

5

જાસૂસની જાસૂસી - ભાગ 5 - છેલ્લો ભાગ

જાસૂસની જાસૂસી ભાગ-5 તીવ્ર દુર્ગંધ આશ્રમમાંથી બહાર નીકળ્યા બાદ હરમન અને ઓફિસે પહોંચ્યા હતાં. ઓફિસે પહોંચ્યા બાદ હરમને બાબુલાલના શર્ટને હાથમાં લીધું અને એનું નિરીક્ષણ કરવાનું ચાલુ કર્યું હતું. ખિસ્સા ઉપર જ્યાંથી સોય ખિસ્સુ ફાડીને તમાકુની ડબ્બીમાં ફસાઇ ગઇ હતી એ ખિસ્સાનો ભાગ ખૂબ વધારે ફાટી ગયો હતો. એ શર્ટને એણે નાક પાસે લઇ જઇ સૂંઘ્યો હતો અને કશાક વિચારમાં પડી ગયો હતો. "જમાલ, તું અહીં ઓફિસમાં મારી રાહ જોજે. હું એક કામ પતાવીને આવું છું." હરમને જમાલને કહ્યું અને તરત એ ઓફિસમાંથી બહાર નીકળી ગયો હતો. જમાલને નવાઇ લાગી હતી કારણકે હરમન એને લીધા વગર કશે જતો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો