આકાશ અને અવનીનાં લગ્ન જીવનનાં રથે એક પૈડુ ટ્રેક્ટરનું અને એક પૈડું સ્કુટરનું.. ડગુ મગુ થતા થતા ચાલ્યું અત્યાર સુધી તેનું કારણ અવનીનો આકાશ માટે નો આંધળો પ્રેમ..પણ હવે અવની ની આંખ ખુલી ગઈ હતી. હવે આકાશ કંઇ પણ કરે તેમાં તેને આકાશનો સ્વાર્થ જ દેખાતો અને કાયમ કહેતી તેં મારો લાભ જ લીધો છે હવે તે નહીં ચાલે. “તો શું કરીશ?” “મારુ ચલાવીશ” “ચાલે જ છે ને બધુ તારુ?” “ના એવી રીતે જ મને તુ ઠગે છે.જેટલી મેં ગુલામી કરી છે તેટલી હવે તારી પાસે પણ કરાવીશ” “એટલે?” “એટલે ખાટલે થી પાટલે બેસવાનું મારું કામ અને તારે હું કહું તે બધુ કરવાનું.”
Full Novel
કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 1
વિજય શાહ લજ્જા ગાંધી પ્રકરણ ૧ બુકીંગ થઇ ગયુ આકાશ અને અવનીનાં લગ્ન જીવનનાં રથે એક પૈડુ ટ્રેક્ટરનું એક પૈડું સ્કુટરનું.. ડગુ મગુ થતા થતા ચાલ્યું અત્યાર સુધી તેનું કારણ અવનીનો આકાશ માટે નો આંધળો પ્રેમ..પણ હવે અવની ની આંખ ખુલી ગઈ હતી. હવે આકાશ કંઇ પણ કરે તેમાં તેને આકાશનો સ્વાર્થ જ દેખાતો અને કાયમ કહેતી તેં મારો લાભ જ લીધો છે હવે તે નહીં ચાલે. “તો શું કરીશ?” “મારુ ચલાવીશ” “ચાલે જ છે ને બધુ તારુ?” “ના એવી રીતે જ મને તુ ઠગે છે.જેટલી મેં ગુલામી કરી છે તેટલી હવે તારી પાસે પણ કરાવીશ” “એટલે?” “એટલે ...વધુ વાંચો
કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 2
પ્રકરણ ૨ જવાનાં દિવસે… અવની ત્રણ બેગો ભરીને તૈયાર થઈ ત્યારે આકાશને નવાઇ લાગી “ આપણે કોઇનાં લગ્ન ઉપર જતા તે આટલી બેગો ભરી.” “ હું તો મારા લગ્ન ઉપર જઉં છું” અવની એ આકાશ સામે બરોબર તેજ રીતે આંખ મિચકારી જે રીતે આકાશે તેની સામે મિચકારી હતી. સાયનૉટ સ્વામીનારાયણ ટેંપલથી નીકળ્તી બસમાં બંને ગોઠવાયા. ભારતી મોટી બેગ લાવી હતી તે જોઇને આકાશે કહ્યું” શું ભારતી બેન તમે પણ અવની ની સ્પર્ધામાં ઉતર્યા છો કે શું?”“નારે ના આતો અઠવાડીયાની સફરનાં સાત ડ્રેસ અને ઠંડીનાં બે સ્વેટરર્થી જ ભરાઈ ગઈ.જે રીતે અવનીબેને કહ્યું હતું તેમ જ.” સાયનોટ થી ગેલ્વેસ્ટન દોઢ ...વધુ વાંચો
કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 3
પ્રકરણ ૩ મને છુટી કર અવની માં સાઠે બુધ્ધી નાસવાને બદલે આવી.હવે તે બધુ જોતી અને સમજતી થઈ. ખાસ પૈસાની બધીજ તાકાત સમજી ગઈ. આકાશની મિલ્કતની ૫૦ % હક્કદાર ત્યારે જ બને જ્યારે કાયદાકીય રીતે તેના આકાશ સાથે છૂટા છેડા થાય. ભારતની મિલકતો અને અમેરિકાનું રીટાયર ધન બંને ભેગા મળીને કરોડોમાં થતા હતા, અને તેને આકાશ ગમતો હતો પણ નિવૃત્ત થયા બાદ તેનામાં ઇર્ષા ઘર કરી ગઈ હતી. તેને ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે કરતા જોઇને કાયમ થતું કે તે પણ સીત્તેરની થઈ પણ નિવૃત્તિ હજી દુર હતી.તેના રસોડે રસોયણ આવે તેને મંજુર નહોંતુ અને ફફડતી ખુબ મહેનત થી ...વધુ વાંચો
કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 4
પ્રકરણ ૪- મારે ક્રુઝ દરમ્યાન તને સાંભળવી છે. આકાશ બોલ્યો “પણ મારે મારે ક્રુઝ દરમ્યાન તને સાંભળવી છે પણ જુગાર ના રમે તો” “ હું જીતુ છું અને હજી પણ જીતીશ. મને મઝા આવે છે અને જીતનાં નશાને મારે માણવો છે.હજીતો આ પહેલો દિવસ છે કાલે વાત કરીશું ને?” આકાશનું મો પડી ગયું. તે ઈચ્છતો હતો.કે અવની ના રમે. પણ વિનોદે એને રસ્તો બતાવ્યો હતો તેમ મોટી બેટ મુકીને તે પણ જેક પોટ મેળવવા માંગતી હતી. આકાશ તેને સમજાવવા માંગતો હતો કે લાસ વેગસમાં થયેલી જીત હારનો તેમની જિંદગી સાથે કોઇ જ લાગતુ વળગતુ નથી કારણ કે મશીનો એવીરીતે ...વધુ વાંચો
કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 5
પ્રકરણ ૫ સાત દિવસમાં હું જુગાર મારે પૈસે નહીં રમું બાથરુમમાં કોગળા કરતી અવની પાસે આવી આકાશે પુછ્યુ ” કે હારી?” “હારે છે મારી બલારાત! અત્યારે તો બસ્સો પ્લસમાં છું.” “મીના કહેતી હતી કે અવની બેન તો પાંચસોનું જેક પોટ જીત્યા!” “હા જીતી તો હતી પણ પાછા થોડાંક ખોયા…” “પ્લેમની તો ઓછા હતાને?” “હા પણ વિનોદ પટેલે દેખાડેલા રસ્તે ચાલવા માંડ્યુ તો પ્લેમની વધવા માંડ્યા” “ભલે હવે બહાર નીકળ તો હું ફ્રેશ થઇ જઉં” ” આકાશ હું પહેલા ફ્રેશ થઈશ પછી તારો વારો સમજ્યો?” “તને નહાઈને નીકળતા વાર લાગશે મને પહેલા જવા દે.” આડોડાઇ કરવી નહોંતી એટલે અવની એ ...વધુ વાંચો
કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 6
પ્રકરણ ૬ નારે મારે એક ભવમાં બે ભવ નથી કરવા બીજો દિવસ પણ દરિયામાં હતો અને તે દિવસે સીનીયર ગરબા હતા. તેથી ગુજરાતી ગરબાનાં વેશમાં સૌ હતા, આગળની જીતમાં થોડા પૈસા વધેલા હતા અને વિનોદ્ભાઇ કેસીનોમાં બેઠા બેઠા રમતા હતા એટલે અવની નજીકમાં મશીન શોધી રમવા બેસી ગઈ. આ વખતે તે એકલી નહોંતી પણ સાતેય જણા સાથે હતા.અને આ વખતે કોઇન પુશર ખાલી નહોંતુ તેથી એક દાવ પાંચ પૈસાનો શરુ કર્યો. બાકીનાં તો થોડુંક રમી ઉઠી ગયા પણ અવની તો ધીમે ધીમે દાવ મોટો કરતી ગઈ. જ્યારે દસ ડોલરનો દાવ શરુ થયો ત્યારે મોટો હજારનો જેક પોટ લાગ્યો. ચોથામાળે ...વધુ વાંચો
કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 7
પ્રકરણ ૭ હાર્યો જુગારી બમણું રમેને? બીજે દિવસે ,માઇકમાં એનાઉંસમેંટ થવા માંડ્યુ કે મોંટેગો બે આઠ વાગ્યે ઉતરવાનું છે,શીપથી દુર છે તેથી નાની બૉટમાં તમને મોંટેગો બે લઈ જશે,જમૈકાની રાજધાની એવા આ ગામનું નામ ફેર વેધર બે એ ક્રીસ્ટ્ફર કોલંબસે આપેલું હતુ ભારત શોધવા નીકળેલા કોલંબસે અમેરિકા આવતા પહેલા અહીં ઉતારો લીધો હતો. આખુ શીપ અહીં ખાલી થવાનું હતું તેથી થોડી શીપો દેખાતી હતી. માણસો ઉતરીને તે શીપોમાં ઠલવાતા હતા.ફળ લેવાની મનાઇ હતી તેથી દસ્મા માળે કૉફી અને હળવો નાસ્તો કરી સૌ ઉતરી રહ્યા હતા.મોટી બોટોમાં અંદાજે ૧૦૦ માણસો ને લઈ સામે કિનારે જતા હતા. અમે સાત જણ હતા ...વધુ વાંચો
કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 8
પ્રકરણ ૮ મીઠાખળી નો વિનોદ કાયમ જ જીતે અવનીને ૪૦૦ ખોયાનો અહેસાસ થતો હતો ત્યાં બીજો જેકપોટ ૫૦૦૦ ડોલરનો વિનોદ્ને લાગ્યો. તેનું મશીન બ્યુગલ વગાડી વગાડીને સૌને વધુ રમવા જણાવતું હતું. ભારતીને બીક લાગતી હતી તે બીક હવે અવનીને પણ લાગવા માંડી તેથી તે કચવાતા મને ઉઠી. એક અણજાણ્યો ભય તેને લાગવા માંડ્યો. આ બધુ તે આકાશની વિરુધ્ધ રહીને કરતી હતી. વિનોદની ટેકનીક થી થોડો સમય જીતી પણ અંતે તો આકાશ સાચો પડતો હતો. મશીનો એ રીતે કામ કરતા હતાં કે છેલ્લે તો કેસીનો જ જીતે. વિનોદ અત્યાર સુધી ત્રણ જેક પોટ જીત્યો હતે અને તેનો સરવાળો ૧૩૦૦૦ કરતા ...વધુ વાંચો
કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 9
પ્રકરણ ૯ પ્રદીપ અને મીનાની વાતો પ્રદીપ અને મીનાની વાતોથી આકાશ અંજાયો.છેલ્લા બાર વર્ષોથી બંને સમજુતી થી અલગ પડ્યા અમેરિકા આવવાની વાત ઉપર છોકરાનું ભવિષ્ય અને ભણતર અગત્યનાં હતા.પ્રદીપની સરકારી નોકરીમાં બાકીનાં પાંચ વર્ષ માં નાણાકીય નુક્સાન સહી શકાય તેમ નહોંતુ.એટલે પ્રદીપને ભારત રહેવું પડે તેમ હતુ અને વૈદેહી અને સંજયને સ્કુલ કરવી પડે તેમ હતી.તેથી કુટુંબે ભાગલા આવ્યા. પતિ અને પત્ની વિખુટા પડ્યા.સમજીને..વિખુટા પડ્યા પછી સમજણ મોંઘી હતી પણ પણ વરસ માં એક વખત મીના ભારત આવતી અને એક વખત પ્રદીપ અમેરિકા આવતો..બે ઘર થયા અને ખર્ચા બેવડાયા.રુપિયા ડોલરમાં મોકલવાનાં થયા પણ સંજય અને વૈદેહી ભણતા ભણતા ડોલર ...વધુ વાંચો
કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 10 - છેલ્લો ભાગ
પ્રકરણ ૧૦ મઝા કરવા આવો તો મઝા કરો અવની પૈસા ગુમાવતી હતી તે વાત આકાશ જાણતો હતો. પણ અવની તે હારનો ભાર ના લાગે તેવો પ્રયત્ન જરુર કરતો હતો. તે જાણતો હતો કે અવની પૈસા ગુમાવ્યાનો અફસોસ વધુ કરશે. પણ શ્રધ્ધા હતી કે તે મથ્યા કરશે છેલ્લા શ્વાસ સુધી પણ હાર નહીં સ્વીકારે. આવી જ છે અવની! છેલ્લા દિવસે સાંજે આગલે દિવસે પડાવેલા ફોટા જોવા આકાશે બહુ જોર કરી અવની ને પાંચમાં માળે સ્ટૂડીઓમાં લઇ ગયો.જો કે તે આકાશની ભુલ હતી કે અવનીનો મૂડ હતો નહીં કે તે ફોટા જુએ. ફીલ્મી અદાઓ અને જુદા જુદા વસ્ત્રોમાં ફોટા તો સરસ ...વધુ વાંચો