અધૂરો પ્રેમ-સીઝન ૨

(169)
  • 40.5k
  • 17
  • 15.5k

લેખક તરફથી: મારી નોવેલ અધુરો પ્રેમ જે બાર ભાગમાં છે એની આ બીજી season છે. એ વાંચ્યા પછી આ નોવેલ વાંચવામાં આવે, તો વધારે માણી શકાય. આ વાત છે સિદ્ધાર્થ અને તારાની. પહેલી નજરે એકબીજાના પ્રેમમાં પડેલા, તારા અને સિદ્ધાર્થ એક બીજાથી અલગ થઈ ગયા. પોતાના શહેરને, પોતાની નોકરીને, સિદ્ધાર્થને છોડીને તારા બીજા શહેરમાં આવી ગઈ. એણે એક નાની બાળકી ને દત્તક લીધી જેને નામ આપ્યું "સિતારા", સિદ્ધાર્થ અને તારાની "સિતારા".

Full Novel

1

અધૂરો પ્રેમ (સીઝન ૨) - 1

લેખક તરફથી: મારી નોવેલ અધુરો પ્રેમ જે બાર ભાગમાં છે એની આ બીજી season છે. એ વાંચ્યા પછી આ વાંચવામાં આવે, તો વધારે માણી શકાય. આ વાત છે સિદ્ધાર્થ અને તારાની. પહેલી નજરે એકબીજાના પ્રેમમાં પડેલા, તારા અને સિદ્ધાર્થ એક બીજાથી અલગ થઈ ગયા. પોતાના શહેરને, પોતાની નોકરીને, સિદ્ધાર્થને છોડીને તારા બીજા શહેરમાં આવી ગઈ. એણે એક નાની બાળકી ને દત્તક લીધી જેને નામ આપ્યું "સિતારા", સિદ્ધાર્થ અને તારાની "સિતારા". હવે આગળ:::: પોતાના માં બાપ અને સિતારા સાથે રહેતી તારા આજે પાંચ વર્ષ પછી પોતાની નોકરીમાં એક ઉચ્ચ મુકામ હાંસિલ કરી ચુકી હતી આજે એમની કંપનીમાં વાર્ષિક દિવસે એનું ...વધુ વાંચો

2

અધૂરો પ્રેમ (સીઝન ૨) - 2

અધૂરાં પ્રેમ (Season 2) ના પહેલા અંકમાં આપણે જોયુ કે વાર્ષિક દિવસ વખતે તારા અને અર્જુનના પ્રમોશન અને ટ્રાન્સફર, આમ બે જાહેરાત થઇ હતી. આ વાતથી તારા પાર્ટીમાં અપસેટ થઈ ગઈ હતી. હવે આગળ.... પાર્ટીમાંથી ઘેર પહોંચ્યા પછી તારા થોડી ડિસ્ટર્બ હતી. સિતારા ને સુવડાવ્યા પછી એ પોતાના માટે આદુવાળી ચા બનાવીને બહાર બાલ્કનીમાં આવી. કઠેડા પાસે ઉભા ઉભા એ વિચારી રહી કે એને શેનો ડર છે? એવું શુ છે જે એને પરેશાન કરી રહયુ છે? હજી તો સિતારા ઘણી નાની છે એટલે એને બીજી સ્કૂલમાં મૂકી દેવાશે. અને મમ્મી પપ્પાની તબિયત પણ હજુ ઘણી સારી છે એટલે એમને ...વધુ વાંચો

3

અધૂરો પ્રેમ (સીઝન ૨) - 3

અધૂરો પ્રેમ (Season 2) ના આગળના બે અંક માં આપણે વાંચ્યું કે પહેલી નજરે એકબીજાના પ્રેમમાં પડેલા સિદ્ધાર્થ તારા હવે એક બીજાની સાથે નથી. બન્ને એકબીજાને ખૂબ મિસ કરે છે. હવે આગળ?તારા સવારે ઊઠીને ફ્રેશ અનુભવે છે. મનથી મક્કમ થઈ એ આ પ્રમોશન અને ટ્રાન્સફરનો સ્વીકાર કરી લે છે. સિતારા હજી ઊંઘતી હોય છે ત્યારે તારા હોલમાં ચા પીતાં પોતાના મમ્મી-બાપ પાસે આવે છે અને એમને પોતાની ટ્રાનસફર વિશે વાત કરે છે. એના આશ્ચર્ય વચ્ચે બન્ને કહે છે કે અમને તો ખબર જ હતી કે તારી અંદર રહેલું ટેલેન્ટ તને અહિયાં વધારે ટકવા નહીં દે. આ નાની જગ્યા અને પોસ્ટ ...વધુ વાંચો

4

અધુરો પ્રેમ (સિઝન ૨) - 4

આગળના અંકમાં આપણે જોયુ, કે તારા, અર્જુન તેમજ સિધ્ધાર્થની મુંબઈ બદલી થવાની છે. તારા અને સિધ્ધાર્થ મુંબઇ જવા માટે છે. હવે આગળ........ખબર જ ના રહી કે આખું અઠવાડિયું ક્યાં પસાર થઇ ગયું. હેન્ડ ઓવર-ટેક ઓવરની બધી પ્રોસેસમાં તારા, અર્જુન અને સિદ્ધાર્થ ત્રણેય બીઝી થઇ ગયા અને ફાઈનલી એ દિવસ પણ આવી ગયો જયારે તારા અને અર્જુનની એમની ઓફિસમાંથી અને સિદ્ધાર્થની એની ઓફિસમાંથી ફેરવેલ થઇ ગઈ. ત્રણેય શનિવાર અને રવિવાર પોતપોતાના પરિવાર સાથે સરસ રીતે વિતાવવા માંગતા હતા. સિદ્ધાર્થ જવાના આગલા દિવસે એક વાર મન ભરીને ઑફિસની એ બધી જગ્યાએ જઈ આવ્યો જ્યાં એની અને તારાની યાદ જોડાયેલી હતી પછી એ પીકઅપ ...વધુ વાંચો

5

અધુરો પ્રેમ (સિઝન ૨) - 5

આગળના ભાગમાં જોયું કે, પોતાની નિયતીથી બેખબર, તારા અને સિધ્ધાર્થ ફરી એકવાર એકબીજા સાથે ટકરાવાના છે. ચાલો વાંચીએ આગળ.તારા અર્જુને મુંબઇ પહોંચીને હોટેલમાં ચેકઇન કર્યું. બન્ને રિસેપ્શન પર ફોર્મલિટી પુરી કરી રૂમ તરફ રવાના થયા. ચાર વાગે રિસેપ્શન પર ભેગા થવું એમ નક્કી કરીને બન્ને પોતાના રૂમમાં આવ્યા. તારાએ રૂમમાં આવતાની સાથે સીતારાને વિડિયો કોલ કર્યો અને બધા સાથે વાત કર્યા પછી ફ્રેશ થવા ગઈ.બાથરૂમમાં હતી કે ઇન્ટરકોમ પર ફોન આવ્યો. ફોન ઉપડતા જ તારા બોલી ન્હાવા તો દે, અર્જુન બોલ્યો, અરે યાર! તું ફોન મુક હું હમણાં આવું. તારા એને અધવચ્ચે અટકાવી બોલી, ફોન કેમ કર્યો છે? અર્જુન ...વધુ વાંચો

6

અધુરો પ્રેમ ( સીઝન ૨) - 6

પાછળના ભાગમાં આપણે જોયું કે પહેલી નજરમાં જ એકબીજાના પ્રેમમાં પડેલા સિદ્ધાર્થ અને તારા એક બીજાથી અલગ થયા પછી પહેલી વાર મળ્યા હતા. બને સ્થળ અને કાળનું ભાન ભુલીને એકબીજામાં ખોવાઈ ગયા હતા.હવે આગળ.......તારા અને સિદ્ધાર્થ એકબીજાના આલિંગનમાંથી છુટા પડે છે. તારા આગળ ચાલે છે અને સિધ્ધાર્થ એની પાછળ. રેસ્ટોરન્ટમાં બેઠેલો અર્જુન તારાને વેવ કરતા, તારા અને સિદ્ધાર્થ અર્જુનના ટેબલ તરફ જાય છે. સિદ્ધાર્થ, તારા માટે ખુરશી ખેંચે છે. તારાની બરાબર સામેની ખુરશી ખેંચી પોતે બેસી જાય છે.અર્જુન મોઢામાંથી સીટી મારતો પહેલા તારાને અને પછી સિદ્ધાર્થને જોઈ રહે છે અને પછી ગળામાં કંઈક ખરાશ બાઝી ગઈ હોય એમ ગળામાંથી ...વધુ વાંચો

7

અધુરો પ્રેમ ( સીઝન ૨) - 7

તારા સુતા પહેલા અર્જુનને ફોન કરવાનું વિચારતી જ હોય છે કે, ડોરબેલ વાગે છે. કીહોલમાંથી અર્જુનને જોતાજ તારા બારણું પૂછે છે કે તારી તબિયત બરબર છે ને? અર્જુન: મને તો એમ કે, તું મને ભૂલી જ ગઈ?મીરા: અર્જુન, તું મને ટોન્ટ કેમ મારે છે?અર્જુન: (ઉદાસ મોં બનાવીને), હવે એ હક પણ મારી પાસેથી લઈ લીધો. મીરા: (અર્જુનનો હાથ પકડીને અંદર લઇ જતા) ચાલ, મારે તારી સાથે વાત કરવી છે.મીરા અર્જુનને બેડમાં બેસાડી,પોતે સામે ખુરશીમાં બેસે છે. એનો હાથ પકડીને કહે છે કે, સિધ્ધાર્થ જ મારો પ્રેમ છે.મારો એ પ્રેમ જેને છોડીને પાંચ વર્ષ પહેલાં હું આ કંપનીમાં, આપણા શહેરમાં આવી ગઈ ...વધુ વાંચો

8

અધૂરો પ્રેમ (સીઝન ૨) - 8

પાંચ વર્ષ પહેલાં છૂટા પડી ગયેલા પ્રેમી સિધ્ધાર્થ અને તારા પાંચ વર્ષ પછી અનાયાસે મળી ગયા અને આ પાંચ લેખાજોખા કરવા બન્ને મળવાના છે.ચાલો વાંચીએ એમની મુલાકાત વિશે. તારાને ઓફિસથી પાછા આવતા ૭ વાગી ગયા હોય છે. અર્જુન ઓફિસથી સીધો બ્રોકર સાથે ફ્લેટ જોવા ગયો જેથી મમ્મીને બને એટલા જલ્દી બોલાવી શકે. તારા ઘરે પહોંચીને સિતારા અને પોતાના માતા-પિતા સાથે વાત કરે છે. તારા નંદાબેનને સિધ્ધાર્થ સાથેની આજની મુલાકાત વિશે કહે છે. નંદાબહેન તારાને ટોકતા કહે છે કે તું એને મળવા જરૂર જા, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે, તું જે દર્દ સહન કરી ચૂકી છે, એને ફરીથી તારી ...વધુ વાંચો

9

અધૂરો પ્રેમ (સિઝન ૨) - 9

પાંચ વર્ષ પછી થયેલ આકસ્મિક મુલાકાત પછી થયેલ પ્રેમભરી મુલાકાતમાં તારાએ સિધ્ધાર્થને, સીતારાની ઓળખાણ, અર્જુનની પુત્રી તરીકે આપી, પોતે સાથે લગ્ન કરીને, સીતારાને માં અને બાપ બન્નેનો પ્રેમ આપવા માંગે છે, એમ ઉમેર્યું! હવે આગળ...અર્જુન સાથે લગ્નની વાત સાંભળીને વ્યથિત થઈ ગયેલા સિધ્ધાર્થને, " તું સંભાળ રાખજે અને આજની આ પ્રેમભરી સાંજ મને જીવનભર યાદ રહેશે" કહીને, તારા રૂમમાંથી નીકળી ગઈ. પોતાની કિસ્મતને કોસતો, સિધ્ધાર્થ કેટલીય વાર સુધી એંઠા હાથે ત્યાંજ બેસી રહ્યો. સ્વયં સાથે સંવાદ કરતા બોલ્યો, મારી જિંદગી બસ આમ જ વીતી જશે! શુ હું એટલો બધો નાલાયક છું, કે મારા નસીબમાં પ્રેમ નથી! જ્યારે તારા, મારી સાથે હતી ...વધુ વાંચો

10

અધૂરો પ્રેમ (સીઝન ૨) - 10 - છેલ્લો ભાગ

પાંચ વર્ષ પછી આકસ્મિક રીતે મળેલા, સિધ્ધાર્થ અને તારા, આજે ખૂબ ખુશ છે, એમના પ્રેમસંબંધને હવે, એક નામ મળવાનું બન્ને હંમેશ માટે એક થવાના છે. સિધ્ધાર્થના નામ પાછળ, હવે તારાનું નામ જોડાવાનું છે. સિધ્ધાર્થ તારાને કપાળ પર વ્હાલ ભરેલું ચુંબન કરે છે. બન્ને ક્યાંય સુધી, એકબીજાના ખભેથી ખભા ટેકવીને બેસી રહે છે. રડતી સીતારાનો વિડિઓ કોલ આવે છે, જે તારા વોશરૂમમાં હોવાથી, સિધ્ધાર્થ ઉપાડે છે. સિધ્ધાર્થ ખૂબ સરસ રીતે, મમ્મા વોશરૂમમાં છે અને સિતારા એની સાથે વાત કરી શકે છે કહીને, એને ચૂપ રાખે છે. સીતારાને કોઈ પુરુષ સાથે વાત કરતા સાંભળીને, નંદાબેન સ્ક્રીન પર સિધ્ધાર્થની તરફ નજર નાખે છે. નંદાબેન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો