આ વાતાૅ સંપૂણૅપણે કાલ્પનિક છે. મારા વિચારોને મે શબ્દોમાં ઉતારવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. તેમાં રહેલ દરેકે દરેક પળને મે અનુભવીને લખી છે અને તે તમે પણ અનુભવી શકો તેના માટેના સંપૂર્ણ પ્રયાસ કરેલ છે આ કૃતિ ભવિષ્ય ની એવી સંભાવના દર્શાવે છે કે જે વિચારશક્તિ ના પરે છે કે જે કવચિત્ સાચી પણ ઠરે પરંતુ આ જરૂર તમને જરૂર કંઇક નવું આપશે. આ કૃતિ હું લખી શકયો તેના માટે તમામ લેખકોનો,મારા મિત્રોનો વિશેષ મારા પરિવાર અને ભગવાનનો આભારી છું.
નવા એપિસોડ્સ : : Every Tuesday, Thursday & Saturday
સમય ક્ષિતિજ - 1
આપણી વાતહું નામે વાણિયા અક્ષય અતુલભાઈ ૨૧ વષૅનો એક વિદ્યાર્થી છું. લેખનમાં રુચિ બાળપણથી રહેલ છે પરંતુ ઓનલાઇન પ્લેટફોર્મ તેની પૂતિૅ હાલના સમયે કરી રહ્યો છું. ગુજરાતી ભાષામાં જો મારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તેના માટે હું માફી માંગુ છું, ભાષા બગાડવાનો મારો કોઈ પણ અધિકાર નથી પણ ભાષામાં થયેલ ભૂલોને સુધારવી આપણા સૌની ફરજ છે.આ કૃતિના અંગે અભિપ્રાય આપવા આપ સર્વેને વિનંતી જેથી હું મારા લેખનમાં સુધારા લાવી શકું તેમ જ આપણા ગુજરાતમાં સાહિત્યમાં મારું થોડું ઘણું પણ યોગદાન આપી શકું. ઉપરાંત ફકત ભાષાની નજરે કૃતિને તોલવી અયોગ્ય છે તેમાં રહેલા વિચારોને પણ સમજશો તેવી ...વધુ વાંચો
સમય ક્ષિતિજ- ભાગ ૨
Chapter 2અજાણ્યા પંથેUnknown destiny એરોનની આંખ ખુલી દુખાવાના લીધે તેનું માથું ફાટી રહ્યું હતું સૂરજના કિરણો માથે ચઢી રહ્યાં તે મહાપરાણે બેઠો થયો હજુ તેની આંખો સંપૂર્ણ પણે ખુલી ના હતી. ઝાંખી દ્રષ્ટિને તે સરખી કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. દ્રષ્ટિ સામાન્ય થતાં તેને જોયું તો તે એક કંતાનના કોથળા ઉપર બેઠેલો હતો કદાચ આ કોઈ સાંકળી ગલી જેવી જગ્યા હતી. તેને આજુ બાજુ નજર કરી હા, આ કોઈ નાની ગલી જ હતી પરંતુ આ કેમ સામાન્ય લાગી રહી ના હતી?? તેના શહેરની માફક દીવાલો અહી રાતા રંગની ઈંટોની ના હતી ઉપરાંત જમીન પર ધૂળ પણ ના હતી અને ...વધુ વાંચો
સમય ક્ષિતિજ - ભાગ ૩
Chapter 3Blaze gangબ્લેઝ ગેંગ એરોનના મનમાં હજુ કશું સમજાઈ રહ્યું ના હતું હમણાં તો સાવ સામાન્ય દિવસ હતો આટલી માત્રામાં બરફ ક્યાંથી આવ્યો?? તેણે ઉપર નજર કરી તો તેને દેખાયું જેને તે શ્વેત આકાશ માનતો હતો તે એક કાચનું આવરણ હતું જે ઉપરથી બરફ વડે આચાછદિત હતું. જે વિસ્ફોટ એ તેને કાન બંધ કરવા મજબૂર કરી દીધો હતો તેના દ્વારા જ તે કાચને ભેદવામાં આવ્યો હતો. અને ત્યાં થયેલ ગાબડાંમાંથી સતત બરફ વર્ષા થઇ રહી હતી. હવામાં જે મશીનો ઉડી રહ્યા હતા તે સમગ્ર તે તરફ વધી તેને પૂરવાનો પ્રયત્ન કરવા લાગ્યા.વિચાર વંટોળ એરોનના મનમાં ઘૂમરવા લાગ્યા.. આ કેમનું ...વધુ વાંચો
સમય ક્ષિતિજ - ભાગ ૪
Chapter 4Future's historyભવિષ્યનો ઇતિહાસ "બીપ બીપ બીપ" કોઈ મશીનનો અવાજ એરોનના કાને અથડાયો. તેણે આંખો ખોલી તો જોયું કે એક અંધારા ઓરડામાં ઓપરેશન ટેબલ જેવા ટેબલ પર બાંધેલ અવસ્થામાં રાખવામાં આવ્યો હતો. તેમ જ તેના જમણા હાથમાં કોઈ સોઈ નાખેલ હતી કે જે કોઈ રાસાયણિક દવા લાગતી બોટલ સાથે જોડાયેલ હતી. ટીપ ટીપ કરતી દવા તેના શરીરમાં દાખલ કરવામાં આવી રહી હતી જેનો રંગ વાદળી સમાન હતો,આતો પાણી છે જે મને પાવામાં આવ્યું હતું !!એરોન તેને જોતા તુરંત ઓળખી ગયો. તેણે બેઠા થવાનો પ્રયત્ન કર્યો પણ તેના બંને હાથે અને પગે,તેમ જ કમરે બાંધેલા પટ્ટાથી તે અસંભવ હતું. તે ...વધુ વાંચો
સમય ક્ષિતિજ - ભાગ ૫
Chapter 5Possible or not?શક્ય કે અશક્ય?? એરોન સતત ભાગી રહ્યો હતો તેની પાછળ આર્થર એસિડ ભરેલું બીકર લઇને દોડી હતો ત્યાં જ એરોનનો પગ લપસ્યો... આ ઘટના પહેલાં પણ ઘટી ચૂકી હતી આર્થર તેની પાસે આવી પહોંચ્યો હતો પરંતુ તેને લાત મારતા શું પરિણામ હશે તે એરોનને ખ્યાલ હતો ,તેણે આર્થરને મારવો ના હતો. તે ડરના માર્યા આંખ બંધ કરીને ધ્રૂજતો તેની સામે બેસી રહ્યો હતો. ત્યાં જ અટ્ટહાસ્ય કરતા આર્થર એ તેની પર તે જ્વલનશીલ પ્રવાહી નાખી દીધું. એરોનની રૃહ સુદ્ધાં કંપી ગઈ. તે ઝડપથી પોતાની ચામડી પરથી તે રસાયણ દૂર કરવા લાગ્યો ત્યાં જ સામે બ્રેઇન અને ...વધુ વાંચો