SEASON --- 2 જય શ્રી કૃષ્ણ દોસ્તો !!! આજે હું તમારી સમક્ષ મારી બીજી નવલકથા " નસીબ નો વળાંક " લઈને આવી છું કે જે મારી પહેલી નવલકથા નું એક નવો વળાંક એટલે કે એક નવું સ્વરૂપ છે. મને ખાતરી છે કે પ્રારબ્ધ નાં ખેલ ની જેમ તમને આ નસીબ નો વળાંક પણ ખૂબ જ રંજિત કરશે. મેં આ નવા સ્વરૂપ માં તમને વધુ મનોરંજન અને રહસ્યમય વળાંક મળી શકે એવો પ્રયાાસ કર્યો છે. તો સૌથી પહેલા તો હું તમને season---- 1 એટલે કે "પ્રારબ્ધ નો ખેલ" ની થોડીક વાતો નું સંક્ષિપ્તમાં સંભારણું કરાવી દવ...!!____

Full Novel

1

નસીબ નો વળાંક - 1

SEASON --- 2 જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે હું તમારી સમક્ષ મારી બીજી નવલકથા " નસીબ નો વળાંક " લઈને આવી છું કે જે મારી પહેલી નવલકથા નું એક નવો વળાંક એટલે કે એક નવું સ્વરૂપ છે. મને ખાતરી છે કે પ્રારબ્ધ નાં ખેલ ની જેમ તમને આ નસીબ નો વળાંક પણ ખૂબ જ રંજિત કરશે. મેં આ નવા સ્વરૂપ માં તમને વધુ મનોરંજન અને રહસ્યમય વળાંક મળી શકે એવો પ્રયાાસ કર્યો છે. તો સૌથી પહેલા તો હું તમને season---- 1 એટલે કે "પ્રારબ્ધ નો ખેલ" ની થોડીક વાતો નું સંક્ષિપ્તમાં સંભારણું કરાવી દવ...!!____ ...વધુ વાંચો

2

નસીબ નો વળાંક - 2

"ભાઈ-ભાભી નાં ત્રાસ થી જંગલ તરફ ભાગી ગયેલી બન્ને બહેનો સુનંદા અને અનુરાધા સાથે હવે કુદરત શું પગલું ભરસે જોઈએ....""નવી સવાર, નવો વળાંક" જેમ આગળ નાં ભાગ માં કહ્યું તેમ સુનંદા તો શ્યામા (એની માં) જોડે જંગલ માં લાકડા કાપવા જતી એટલે લગભગ અડધા જંગલ થી તો એ પરિચિત હતી. પણ, આ વાતને થોડાક વર્ષો વિતી ગયેલા તો હવે એને થોડું અજાણ્યું પણ લાગતું હતું. છતાં અનુરાધા ને નિરાશ નાં થવા દેવા એ કેહતી,' ચાલ અનુ, આ જંગલ મારા માટે કઇ અજાણ્યું નઈ અને આપડે બન્ને કંઇક ને કઈક રસ્તો શોધી લઈશું...તું જરાય ચિંતા ના કર...."આમ ...વધુ વાંચો

3

નસીબ નો વળાંક - 3

"ભાઈ-ભાભી નાં ત્રાસ થી જંગલ તરફ ભાગી ગયેલી બન્ને બહેનો સુનંદા અને અનુરાધા જંગલ ની સાવ પેલી પાર પોહચી અને અંધારું પણ ખૂબ જ થઇ ગયેલું હવે બન્ને ને થોડી દૂર એક દીવો બળતો દેખાય છે. બન્ને એ દીવા નાં પ્રકાશે આગળ વધવા લાગી અને દીવા ની સાવ નજીક પહોંચી ગઈ...."હવે આગળ,"નસીબ નો દીપક" દીવા નાં પ્રકાશે આગળ વધી હવે સાવ દીવા ની જ્યોત સુધી પહોચી ત્યાં એ બન્ને જોવે છે કે એક નેહડો (નિવાસસ્થાન) હતો અને એની ગોખ માં એ દીવો સળગી રહ્યો હતો અને આ નેહડા ની બહાર એક સફેદ કેડિયું અને સફેદ ધોતિયું પહેરી ...વધુ વાંચો

4

નસીબ નો વળાંક - 4

"માલધારી નો આશરો" આનંદવન જંગલ માં છેક પેલી પાર થી આ પાર સુધી લાંબો પંથ કાપી છેક રાત્રે પોતાના નેહડે આવેલી થાકેલી બન્ને બહેનો સુનંદા અને અનુરાધા ને પેલા માલધારી દંપતી પોતાના આશરા ધર્મ નું પાલન કરી રાત વાસો પોતાને ત્યાં જ કરવાનું કહે છે અને માલધારણ (માલધારી ની પત્ની) બન્ને બહેનો ને નેહડા ની અંદર લઈ જાય છે અને ત્રણેય સૂઈ જાય છે. હવે,વહેલી સવારે કોયલ જાણે કે સુરીલું સ્નેહ ભર્યું પ્રભાતિયું ગાઈ અને સૂતેલા તમામ વન્ય જીવો ને જગાડવાનો પ્રયાસ કરી રહી હોય તેમ પોતાના મધુર કંઠ થી આનંદવન નાં વાતાવરણ ...વધુ વાંચો

5

નસીબ નો વળાંક - 5

"ખુલાસો" નદીએ કપડાં ધોવા ગયેલી માલધારણ રાજલ જ્યારે પાછી નેહડે આવે છે અનુરાધા ને પેલા નાનકડા ઘેટાં નાં બચ્ચાં ને રમાડતા જોઈ પોતે રડવા લાગે છે. રાજલ ને રડતા જોઈ સુનંદા એના રડવાનું કારણ પૂછે છે.... ચાલો જોઈએ રાજલ શું ખુલાસો કરે છે.હવે આગળ, રાજલ રડતાં રડતાં હજુ ખુલાસો કરવા આગળ વધે એ પહેલાં ત્યાં માલધારી પણ માલ નાં ધણ (ઘેટાં બકરાં)ને લઈને આવી ગયો અને બૂમ પાડી કહેવા લાગ્યો,' ચાલો હવે, આ ધણ ને એની જગ્યાએ ભરતી કરવામાં મદદ કરો અને જલ્દી મારું ભાથું તૈયાર કરો.... હજુ ત્યાં થોડો માલ ચરે છે.. ...વધુ વાંચો

6

નસીબ નો વળાંક - 6

રાતે જ્યારે બન્ને બહેનો અને માલધારી દંપતી નેહડા ની બહાર ખાટલા નાખીને રાત્રી ના ઠંડા પવન ની લહેરો ને બેઠાં હોય છે ત્યારે રાજલ થી અનુરાધા ને આકાશમાં તારલાઓ ગણતી જોઈ અચાનક કંઇક એવી વાત બોલાય જાય છે કે જે એ બન્ને બહેનો થી છુપાવી રહ્યાં હતાં. પણ, હવે તો બન્ને બહેનો આ વાત સાંભળી ને જ ઝંપે એવું લાગતું હતું. આથી બન્ને બહેનો ની ખુલાસા ની વાત જાણવા માટે ની આવી આતુરતા જોઈ રાજલ કહેવા લાગી,' બેટા, આ વાત અમે બન્ને જણ છુપાવી ને રાખવા નાં હતા. પણ મારાથી જ નાં રહેવાયું અને બધું સામે ...વધુ વાંચો

7

નસીબ નો વળાંક - 7

"અસમંજસ" પ્રેમા ના પ્રેમસબંધ ની આગળ વાત કરતા રાજલ બન્ને બહેનો ને કહે કે,આમ પ્રેમા ને તો અમે નાનપણ થી ખૂબ જ લાડકોડ થી ઉછેરી ને મોટી કરી હતી એટલે પ્રેમા એ આ વાત અમને કહી દીધી અને વળી એમ પણ કહ્યું કે જો તમે બન્ને કહેશો તો જ હું આ લગ્ન કરીશ.. મારા માટે પહેલા મારા મા- બાપ પછી બીજા બધા!!! દિકરી જો ઈચ્છે તો એ બન્ને ભાગી ને પણ લગ્ન કરી શકત!! પણ તેઓએ આવું નાં કર્યું.. આથી એણે અમને આવી હકીકત જણાવી ઉચિત પગલું લીધું.. એટલે હવે અમે પણ એમના લગ્ન માટે માની ગયા!! ...વધુ વાંચો

8

નસીબ નો વળાંક - 8

"કસોટી" પ્રેમા ના પ્રેમસંબંધ ની વાત સાંભળી એના માતા પિતા નાં બાપ કે જે એના ગામનો મુખી હતો એની પાસે બન્ને જણ નાં લગ્ન નો પ્રસ્તાવ મૂકવા ગયાં. ત્યાં એણે અચાનક છોકરાં નાં સ્વભાવ માં બદલાવ જોયો અને છોકરા નાં મોઢે સાંભળ્યું કે એ એની દીકરી પ્રેમા ને સાચો પ્રેમ નથી કરતો અને પ્રેમા એ જ એને લગ્ન કરવા દબાવ કરેલો!!! છોકરાના મોઢે આવું સાંભળી અમે બન્ને નાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી... અમારા મન માં સવાલો થવા લાગ્યા... કે એવું તો શું કીધું ઘરમાં એના પિતાએ કે આમ અચાનક છોકરાં નાં ...વધુ વાંચો

9

નસીબ નો વળાંક - 9

પોતાની દીકરી પ્રેમા નો કરુણ પ્રસંગ કઠોર હૈયે બન્ને બહેનો સુનંદા અને અનુરાધા ને સંભળાવી બન્ને માલધારી દંપતી ભાવુક ગયા હતા. બન્ને ને આમ ઉદાસ જોઈ બન્ને બહેનો એમને સહારો આપવા માટે બન્ને બાજુ એ થી વળગી ગઈ.. જાણે કે જંગલ ના પ્રકૃતિ તત્વો પણ આ માલધારી દંપતી નો કરુણ પ્રસંગ સાંભળી ભાવુક થઈ ગયા હોય તેમ વાતાવરણ માં સાવ નીરવ શાંતિ છવાયેલી હતી. હવે માલધારી એ વાત વાળવા માટે ટકોર કરતા રાજલ ને કહ્યું કે,' હવે મોડી રાત થઈ ગઈ.. હવે નિરાંતે સૂઈ જાવ.. વળી સવારે પણ વહેલા ઉઠવું પડશે.. જે નસીબ માં હોય એ સ્વાભાવિક રીતે ...વધુ વાંચો

10

નસીબ નો વળાંક - 10

આપણે આગળ ના પ્રકરણ માં જોયું કે હવે સુનંદા અને અનુરાધા ને તો જાણે નવો અવતાર મળી ગયો હતો.... માલધારી દંપતી પણ હવે સંતાન ખોટ વીસરી ગયા હતા... અને બધા જોડે જ નેહડા માં રહેવા લાગ્યા હતા. હવે આગળ, "દુઃખ ની સવાર" આમ હવે સુનંદા અને અનુરાધા સગી દિકરીઓ ની જેમ આ માલધારી દંપતી જોડે રહેવા લાગી હતી. બન્ને ને હવે માં નો ખોળો અને બાપ ની છાતી મળી ગઈ હતી. રાજલ અને દેવાયત પણ હવે સુખે થી બન્ને દિકરીઓ ને લાડકોડ થી રાખતાં અને એમની ઉપર હેત નો વરસાદ વરસાવતા. ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા હતાં. ...વધુ વાંચો

11

નસીબ નો વળાંક - 11

હવે તો ઘર નો મોભી એવો દેવાયત જ દુનિયા માંથી પોતાના પરિવાર ને તરછોડી ને સ્વર્ગે સિંધાયો...તો હવે આ માં-દિકરીઓ નો આવડા વિશાળ જંગલમાં સહારો કોણ થાશે?? શું હવે બદલાશે આ ત્રણેય માં- દિકરીઓ નું પ્રારબ્ધ??ચાલો જોઈએ હવે આગળ,"એકલતા ની લડાઈ " કોણે ધાર્યું હતું કે આમ સાંજે હસતાં ખેલતા પરિવાર ના નસીબ માં આવી સાવ અણધારી સવાર થવાની... આમ તો ઊગતો સૂરજ ઉલ્લાસ અને ઉત્સાહના કિરણો પ્રસરાવતો આવતો હોય છે પણ આ માલધારી પરિવાર નો ઊગતો સૂરજ દુઃખ નો દહાડો લઈને આવ્યો હતો... કહેવાય છે ને કે "વિધિ ના લેખ માં કોઈ મેખ ના ...વધુ વાંચો

12

નસીબ નો વળાંક - 12

આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે વેણુ બેભાન હાલતમાં જમીન ઉપર પડ્યું હતું અને એના આગળના પગ માંથી ધાર વહી રહી હતી.. પછી અનુરાધા અશ્વવેગે દોડી ને ઘાયલ વેણુની નજીક આવી બેસી ગઈ..અને વેણુ ને પોતાના ખોળામાં લઇ સહજતાથી પંપાળવા લાગી અને પોતાની આંખોમાંથી વહેતી કરુણ લાગણીઓને વેણુ ઉપર વરસાવી એને હેતથી ભીંજવવા લાગી .. લોહી ખૂબ જ વધુ વહેવા લાગ્યું હતું આથી હવે અનુરાધા ખૂબ જ ગભરાઈ ગઈ અને પોતે પણ અચંબામાં પડી ગઈ હતી.. અનુરાધા એકીસાથે આવેલી આ અણધારી આફત સહન ન કરી શકી અને બેભાન થઈ ત્યાં જ નીચે જમીનમાં ઢળી પડી...હવે આગળ, ...વધુ વાંચો

13

નસીબ નો વળાંક - 13

આગળના પ્રકરણમાં આપણે જોયું કે અનુરાધા વેણુનો ઈલાજ કરાવવા યશવીર અને ગોપાલ પાસે મદદ માંગે છે ત્યારે યશવીર એક ઉપાય બતાવતા કહે છે કે જો એ (અનુરાધા )વેણુને એક દિવસ માટે સોંપી દે તો પોતે એનો ઈલાજ એના ગામના પશુવૈદ્ય પાસેથી કરાવી ને બીજા દિવસે અનુરાધાને પરત કરી દે...અનુરાધા ને યશવીર ની આંખોમાં સચ્ચાઈ અને સજ્જનતા દેખાણી એટલે એણે પોતાના મનને મનાવતી હોય એમ વિચાર્યું કે એક દિવસની તો ખાલી વાત છે... આવું વિચારીને એણે વેણુને યશવીર ને સોંપી દીધો.હવે આગળ,"અનોખો અહેસાસ" યશવીર ઉપર ભરોસો કરીને અનુરાધા એ વેણુને એના હાથે સોંપી તો દીધેલું. પણ હવે સાંજ ...વધુ વાંચો

14

નસીબ નો વળાંક - 14

આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે આનંદવન માંથી ઘાયલ થયેલા વેણુ ને લઈને યશવિર અને ગોપાલ સાંજના સમયે વેણું નો ઈલાજ કરાવવા માટે સીધાં ગામમાં પહોંચતાની સાથે જ વૈદ્યજી પાસે જાય છે અને વૈદજી ને બધી હકીકત જણાવીને એક દિવસમાં વેણુ ને સાજો કરવાનું કહે છે.. પરંતુ વૈદ્ય પાસે પહોંચતા મોડું થવાના કારણે વેણુ ની હાલત ખુબ જ બગડી ગઈ હતી.. આથી વૈધજી એ ઈલાજ કરતાં કહ્યું કે "આને (વેણુ ને) એકદમ સાજુ થવામાં ઓછામાં ઓછાં બે-ત્રણ દિવસ તો થાશે જ.... અને જો એક દિવસમાં લઈ જવો હોય તો એને પીડા ના થાય એવી ઔષધી લગાવીને પાટો બાંધી ...વધુ વાંચો

15

નસીબ નો વળાંક - 15

આગળના પ્રકરણ માં આપણે જોયું કે આનંદવન માં પહોંચીને યશવીરે અનુરાધાને હિચકિચાટ સાથે હકીકત જણાવતાં કહ્યું કે "સાંભળો, હજુ ને અમે સાવ સાજુ નથી કરી શક્યા...જો તમારે આને સાવ સાજુ કરવું હોય તો વેણુ ને ત્રણ દિવસ સુધી અમારી જોડે પાટો બદલાવવા માટે અમને સોંપવું પડશે ..રોજ સાંજે અમે વેણુ ને અમારી જોડે લઈ જાશું અને બીજા દિવસે તમને ફરી આપીશું.. આમ બે-ત્રણ દિવસ સુધી તો ના છૂટકે તમારે વેણુ ને અમારા હાથે સોંપવું જ પડશે..!! બાકી તમારી ઈચ્છા?? તમે જેમ કહો એમ??? હવે આગળ,"અદભૂત મેળાપ" પહેલા તો યશવીર ની વેણુનો પાટો બદલાવવાની વાત સાંભળી અનુરાધા ચિંતાતુંર ભાવે ...વધુ વાંચો

16

નસીબ નો વળાંક - 16

આગળના પ્રકરણમાં આપણે જોયું કે યશવીર અને અનુરાધા આંખોથી પોતાની લાગણીઓનો અદભુત મેળાપ માણી રહ્યા હતાં એવામાં અનુરાધા ની નો ઝબકારો થતાં એ ઝબકી ગઈ અને આજુબાજુ ના હકીકત વાતાવણ વાળા માહોલ માં ફરી આવી ગઈ. એણે જોયું તો એ ઉપરાઉપરી કપડાં સૂકવી રહી હતી... આમ પોતાને આમ બાવરી થઈ ગયેલી જાણી અનુરાધા નીચું જોઈ મનોમન હસવા લાગી..અને ફરીથી કપડાં સુકાવવા લાગી... યશવિરની નજર તો હજુ અનુરાધા ઉપર જ હતી.ત્યારબાદ ગોપાલે યશવિરને બૂમ પાડીને એની પાસે બોલાવ્યો. જેવો યશવીર અનુરાધા ઉપરથી નજર હટાવી ગોપાલ પાસે પહોંચ્યો કે એણે અનુરાધા ની એક ચીસ સાંભળી.."હાય રામ..!!"યશવિરે જેવું પાછળ ફરીને જોયું કે ...વધુ વાંચો

17

નસીબ નો વળાંક - 17

આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે યશ્વીર અને અનુરાધા એકબીજા ની વાતો માં સહમત થઈ અનુરાધા ના નેસ(રહેઠાણ)તરફ ઘેટાં બકરાં લઈને રવાના થયા.નેહડે પહોંચતા થોડુ મોડું થઈ ગયેલું એટલે અનુરાધા એ ફટાફટ બધા ઘેટાં બકરાં ને વાડા માં પૂરી દીધા અને યશવિર અને ગોપાલ ને લઈને નેહડાં ની અંદર ગઈ.ત્યારબાદ બન્ને ને ખાટલે બેસાડી પાણી આપ્યું અને રાજલ (અનુરાધા ની માં) અને સુનંદા (અનુરાધા ની મોટી બહેન) સાથે એમનો પરિચય કરાવ્યો.હવે આગળ,"પુનઃ મેળાપ" જેવો અનુરાધા એ યશ્વિર નો પરિચય રાજલ ને કરાવ્યો યસ્વિર વિનમ્ર ભાવે રાજલ ના પગે લાગ્યો અને ગોપાલ ને પણ હળવેકથી કોણી મારી રાજલ ...વધુ વાંચો

18

નસીબ નો વળાંક - 18

આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે સુનંદા ની પહેલાની બધી જ વાત સાંભળતા વીર એકદમ બારિકાઈ સાથે સુનંદા સામું જોવા અને મનમાં ને મનમાં કઈક યાદ કરી રહ્યો હોઈ એમ કઈક અસમંજસ માં દેખાઈ રહ્યો હતો.ત્યારબાદ અચાનક જ એને કંઇક યાદ આવી ગયું હોય એમ તરત જ ખાટલે થી ઉભો થઈ ગયો અને અચાનક બોલી ઉઠ્યો,"સુનંદા..???તમે પોતે જ સુનંદા??હવે આગળ," અણધાર્યાં સંગમ " વીર ના મોઢે નિખાલસ ભાવે સુનંદાનું નામ સાંભળતા રાજલ આશ્ચર્ય સાથે પૂછવા લાગી,"હા વીર..!!આ જ સુનંદા છે..પણ તું આને કેવી રીતે ઓળખે છે??તમે બન્ને પહેલા ક્યાંય મળેલા ખરા?? વીર ની આમ પોતાનું નામ સાંભળતા ...વધુ વાંચો

19

નસીબ નો વળાંક - 19

આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે બન્ને કુટુંબો ની સહમતી થી વીરુ અને સુનંદા ના પ્રેમ ને એક મળ્યો અને થોડાક દિવસો માં જ વીરુ અને સુનંદા નાં લગ્ન થયાં.રાજલ પણ સુનંદા અને વીરુ સાથે જ રહેવા એના ગામડે આવી ગઈ.. કારણ કે સુનંદા એ લગ્ન પહેલા જ રાજલ સાથે બોલી કરેલી કે "માં હું લગ્ન ત્યારે જ કરીશ જ્યારે તમે પણ મારી સાથે મારા સાસરિયે રહેવા આવશો.. કારણ કે હુ તમને આમ એકલા આ જંગલ માં મૂકીને ક્યાંય નહીં જાવ.."સુનંદા ની આવી જીદ આગળ રાજલ નું પણ કંઈ ના ચાલ્યું એટલે એ પણ એની સાથે રહેવા જતી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો