ફરી મળીશું !!પ્રકરણ - ૧ શુ એક સ્ત્રી પોતાના જીવનમાંથી ચાલી જાય, તો જીવન નિરર્થક બની જાય છે? ના, ધવન એવું નથી. તું તારા જીવનને એક નવો ઉપદેશ આપ અને તારી જિંદગી નો નવો રસ્તો શોધ.ઘણા બધા લોકો જીવનમાં પોતાના પ્રેમને પામી શકતા નથી. દરેક ના જીવનમાં કંઇક ને કઈક લખાયેલું જ હોય છે અને કુદરત એ પ્રમાણે જ ચાલતી હોય છે. કદાચ તે એને જેટલો પ્રેમ કર્યો છે. તેટલો એ તને પાછો ના આપી શકી હોય તેનો મતલબ એ નથી કે તેણે તને પ્રેમ નથી કર્યો. તેની પણ કઈક મજબૂરી છે, જેમ તારા માટે તારા

નવા એપિસોડ્સ : : Every Tuesday & Friday

1

ફરી મળીશું !! - પ્રકરણ - ૧

ફરી મળીશું !!પ્રકરણ - ૧ શુ એક સ્ત્રી પોતાના જીવનમાંથી ચાલી જાય, તો નિરર્થક બની જાય છે? ના, ધવન એવું નથી. તું તારા જીવનને એક નવો ઉપદેશ આપ અને તારી જિંદગી નો નવો રસ્તો શોધ.ઘણા બધા લોકો જીવનમાં પોતાના પ્રેમને પામી શકતા નથી. દરેક ના જીવનમાં કંઇક ને કઈક લખાયેલું જ હોય છે અને કુદરત એ પ્રમાણે જ ચાલતી હોય છે. કદાચ તે એને જેટલો પ્રેમ કર્યો છે. તેટલો એ તને પાછો ના આપી શકી હોય તેનો મતલબ એ નથી કે તેણે તને પ્રેમ નથી કર્યો. તેની પણ કઈક મજબૂરી છે, જેમ તારા માટે તારા ...વધુ વાંચો

2

ફરી મળીશું !! - પ્રકરણ - ૨

ફરી મળીશું !!પ્રકરણ - ૨ ક્યારેય ગામડું છોડી ને કોઈ શહેર નો અનુભવ થયો ન હતો. હજુ તો 12માં ધોરણનું પરિણામ આવ્યું હતું. 78% થી પાસ થયો હતો. મમ્મીપપ્પાની ખુશીનો પર નહોતો. ભણવામાં પહેલેથી હોશિયાર હતો જેથી ઘરમાં બધા ને મારી પાસે અપેક્ષાઓ ઘણી હતી.મારી મમ્મી ને તો એમજ હતું કે હવે આજ મોટો થઈ ને અમારી આર્થિક તકલીફો દૂર કરશે. મારા પપ્પાને પણ મારા પ્રત્યે એવુંજ અપેક્ષા હતી પણ તેમણે ક્યારેય મારી સામે જાહેર નહોતી કરી. અમારા ગામના અમુક મિત્રો, વડીલો અને સગાસંબંધીઓ ના કહેવાથી મારા પપ્પાએ મને વિદ્યાનગર અભ્યાસ કરવા માટે મોકલવાનું નક્કી ...વધુ વાંચો

3

ફરી મળીશું !! - પ્રકરણ - ૩

ફરી મળીશું !!પ્રકરણ - ૩ અમે ચા ની કીટલી એ બેઠા હતા. કૃણાલ રોજની જ અમને એના બકવાસ જોક્સ સંભળાવી રહ્યો હતો.થોડીવારમાં પૂર્વી અને ઈશા ત્યાંથી જ નીકળ્યા,મારી નજર તેમને નિહાળી રહી હતી અને પેલા બંને નાલાયક મારા દોસ્ત મને જોઇ રહ્યા હતા. " અતુલ, ધવનલાલ અહીંયા ખોવાયા હોય એવું લાગે છે !! "મેં કીધું "કૃણાલ બોલ્યો. "એવું કંઈ નથી જેવું તમે વિચારો છો". આટલું બોલી હું ચૂપ રહ્યો. પણ અતુલ અને કૃણાલે તો ચાલુજ રાખ્યું. આજે સવારે જે બન્યું હતું એ વાત કરી. ઈશા માટે કેટલો પાગલ છું તે જાણી ને બન્ને જોતા જ રહી ગયા. એકજ નજરમાં ...વધુ વાંચો

4

ફરી મળીશું !! - પ્રકરણ - ૪

ફરી મળીશું !!પ્રકરણ - ૪ ઘણા દિવસો થઈ ગયા, ઘરે ફોન કરવાનું જ ભૂલો ગયો. આજે મમ્મી, પપ્પા અને બહેનની ખૂબ યાદ આવતી હતી. આટલા લાંબા સમય સુધી હું ક્યારેય મારા પરિવારથી દૂર રહ્યો નહોતો. મમ્મી ને ફોન કર્યો." હેલો, મમ્મી કેમ છો? તમારી અને પપ્પાની તબિયત કેવી છે? અને કિસુ કેમ છે ? " આટલું કહીને હું અટક્યો."શુ કરે છે બેટા? ઘણા દિવસ થઈ ગયા તારો ફોન ના આવ્યો એટલે તારી ચિંતા થતી હતી. અને આજે ટેરો ફોન સામેથી આવી ગયો. અમે બધા મજામાં છીએ. તારી તબીયત ઠીક સેને ?" મમ્મીએ સામે મને પૂછ્યું." હા, મમ્મી બધું ઠીક ...વધુ વાંચો

5

ફરી મળીશું !! - પ્રકરણ - ૫

ફરી મળીશું !!પ્રકરણ - ૫મારુ માથું હજુ પણ સખ્ખત દુઃખી રહ્યું હતું. અરીસામાં જોયું તો મારી આંખો સોજાઈને બટાકાની બહાર આવી ગઈ હતી. જાણે આંખો માં લોહી ઉતરી આવ્યું હોય તેમ લાલઘૂમ થઈ ગઈ હતી. જલ્દીથી ફ્રેશ થઈ તૈયાર થઈને કોલેજ જવા નીકળ્યો.કોલેજમાં જઈને જોયું તો કૃણાલ અને અતુલ હજુ આવ્યા નહોતા. હું કોલેજની બાજુમાં આવેલી ચા ની કીટલી પર બેઠો તેમની રાહ જોવા લાગ્યો.મારી સિગારેટ અને ચા પુરી થઈ પણ હજુ તે દેખાયા નહોતા.શુ ઈશાને મારી કોઈ વાત નું ખોટું લાગી ગયું હશે? શુ ઈશા મારી સાથે વાત કરવા નહીં માંગતી હોય? શુ તે કોઈ મુશ્કેલીમાં હશે? મારા ...વધુ વાંચો

6

ફરી મળીશું !! - પ્રકરણ - ૬

ફરી મળીશું !!પ્રકરણ - 6બે મહિના જેટલો સમય વીતી ગયો હતો. અમારું પરિણામ પણ આવી ગયું હતું. અમારા ગ્રુપમાં પાસ થઈ ગયા હતા. ઈશા આખી કોલેજ માં ફર્સ્ટ આવી હતી. હું પણ 65% થી પાસ થઈ ગયો હતો. 15 દિવસ નું વેકેશન મળ્યું હતું. મેં ઘરે જવાનું વિચાર્યું, ઘરની યાદ પણ ઘણી આવી રહી હતી. મેં કૃણાલ ને જણાવ્યું તો એ પણ તેના ઘરે જવાની તૈયારીમાં હતો. જેથી હું અને કૃણાલ સાથે જ ગામડે જવા માટે નીકળ્યા. અતુલ અમને રેલવે સ્ટેશન પર મુકવા આવ્યો હતો. આણંદ થી જામનગર સુધી અમે ટ્રેનમાં ટીકીટ કરવી હતી.અમે ટ્રેન ના ડબ્બા માં પ્રવેશ્યો ...વધુ વાંચો

7

ફરી મળીશું !! - પ્રકરણ - ૭

ફરી મળીશું !!પ્રકરણ - ૭આજે છેલ્લા વર્ષનું રિઝલ્ટ આવી ચૂક્યું હતું. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો. હું ફક્ત 47% પાસ થયો હતો જે નાપાસ થયા બરાબર હતું. આવા પરિણામવાળાને કોણ નોકરી આપશે. હું મમ્મી પપ્પાને શુ જવાબ આપીશ.. તેમની સામે આંખમાં આંખ મિલાવીને વાત પણ નહીં કરી શકું. ઇશાતો આખી કોલેજમાં ફર્સ્ટ આવી છે માટે તેને તો ટુક સમયમાં સારી જોબ પણ મળી જશે. હવે મારુ શુ? દિમાગમાં વિચારોનો ગૂંચવાડો થતો હતો. મારા પરિણામથી હું ખૂબ હતાશ થઈ ગયો હતો.ઈશા આવીને મારી પાસે બેઠી તે પણ મારા રીઝલ્ટથી ખૂબ દુઃખી હતી. હું તેની સામે આંખ મિલાવીને જોઈ પણ નહોતો ...વધુ વાંચો

8

ફરી મળીશું !! - પ્રકરણ - ૮

ફરી મળીશું !!પ્રકરણ - ૮જ્યારે પોતાની મહેનત રંગ લાવે ત્યારે ચહેરાની ચમક આપોઆપ વધી જાય છે. ઈશાને તેની પરિણામ મળી ચૂક્યું હતું. તેની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. ઇશાએ બેન્કની જોબની પરીક્ષા પાસ કરી લીધી હતી અને ઇન્ટરવ્યૂ પણ પાસ થઈ ગયું હતું. જ્યારે આજના જમાનામાં કોઈ છોકરી આવા ઊંચા સપના જોવે અને પુરા કરે એ ખૂબ જ મોટી વાત હતી. ઈશા માટે આ ફક્ત એક નોકરી ન હતી પણ તેના જીવનનું લક્ષ્ય હતું. આજે તે ખૂબ આનંદિત હતી. મને આ જણાવતા જણાવતા તેની આંખો ચમકી રહી હતી. તે આંખોમાં હું એ ખુશી નિહાળી શકતો હતો. તેના ગાલ લાલ ...વધુ વાંચો

9

ફરી મળીશું !! - પ્રકરણ - ૯

ફરી મળીશું !!પ્રકરણ - ૯મમ્મીપપ્પા મારી પાછળ તમે કેટલી મહેનત કરી છે એ હું જાણું છું પણ મેં તમારી મહેનત ઉપર પાણી ફેરવી વાળ્યું છે. હું ભણ્યો, ગામની સ્કૂલમાં ભણ્યો ત્યાં સુધી પહેલો નંબર લાવ્યો. તમે શહેરની કોલેજમાં એડમિશન અપાવ્યું. મેં કોલેજ પણ પાસ કરી પણ નાપાસ કર્યા બરાબર. ના સારી નોકરી કરી શક્યો કે ના સારો દીકરો બની શક્યો. ઈશા વિનાની આ જીંદગી અધૂરી લાગવા લાગી છે. ઈશા વિના કેમ જીવવું એ મને નથી આવડતું. મારે આવી જિંદગી નથી જીવવી માટે મેં ગઈકાલે મરવાનો વિચાર કર્યો હતો. આટલું બોલતા બોલતા મારો ચહેરો લાલ થઈ ગયો હતો. મને મારી ...વધુ વાંચો

10

ફરી મળીશું !! - પ્રકરણ - ૧૦

ફરી મળીશું !!પ્રકરણ - ૧૦રાત્રે કૃણાલ ઓફિસથી ઘરે આવ્યો ત્યારે હું અગાસીમાં બેઠો હતો. મમ્મીપપ્પાની ચિંતા થતી હતી. ઈશાની યાદ આવી રહી હતી. હૈયું વલોપાત કરી રહ્યું હતું. હું પોતાની જાતને જવાબદાર ઠેરવી રહ્યો હતો. જિંદગીએ એવી પછડાટ આપી હતી કે પાછું ઉભા થઈને લડવું મુશ્કેલ થઈ ચૂક્યું હતું. કૃણાલ ફ્રેશ થઈને અગાસીમાં આવ્યો તેનો મને ખ્યાલ ન હતો. મારી આંખોમાં આંસુ જોઈને તે સ્તબ્ધ થઈ ગયો." જો ધવન તારી સાથે શરૂઆતથી હું છું. છેલ્લા ઘણા વર્ષોથી આપણે મિત્રો છીએ. હું તને સારી રીતે જાણી પબ ગયો છું. માટે મારી સલાહ તને એટલી છે કે તું ઇશાના વિચારોમાંથી બહાર ...વધુ વાંચો

11

ફરી મળીશું !! - પ્રકરણ - ૧૧

ફરી મળીશું !!પ્રકરણ - ૧૧ગુપ્તાજી ટ્રેડર્સમાં મારા છ મહિના થઈ ગયા હતા. ધીરે ધીરે હવે મારુ જીવન સ્થિર થઈ હતું. વડોદરા મને ફાવી ગયું હતું, હું પણ તેના અનુરૂપ થઈ ગયો હતો. રોજ ઓફીસ જવું અને બાકીનો સમય કૃણાલ સાથે શહેરમાં ફરવું બસ આજ રૂટિન થઈ ગયું હતું. ક્યારેય કયારેક ઘરે અથવા અતુલને કોલ કરી લેતો હતો. ઈશા પણ જાણે હવે ધીરે ધીરે મારાથી દૂર જઇ રહી હોય તેમ લાગી રહ્યું હતું." ધવન, પ્રણવસર તને તેમના કેબિનમાં બોલાવી રહ્યા છે." લોપાએ આવીને કહ્યું." હા, પાંચ મિનિટમાં આવું " આટલું કહી હું મારા કામમાં વ્યસ્ત હતો. મારુ કામ પતાવી હું ...વધુ વાંચો

12

ફરી મળીશું !! - પ્રકરણ - ૧૨

ફરી મળીશું !!પ્રકરણ - ૧૨આજે રવિવાર હોવાથી થોડું મોડો ઉઠ્યો હતો. સિગારેટ પિતા પિતા હું ન્યૂઝ પેપર વાંચવા લાગ્યો. પેપર વાંચતા મને અચાનક લોપનો વિચાર આવ્યો. આજે અગિયાર વાગે તેણે મને ઇનોરબીટ મોલમાં મળવા માટે કહ્યું હતું. પહેલા તો મને તેને આમ મળવા જવું થોડું અજુગતું લાગતું હતું. પણ મેં તેને મળવા માટે હા પાડી હતી હવે નહિ જાવ તો પણ સારું નહીં લાગે. આમ વિચારી હું જવા માટે તૈયાર થયો. મેં ઘડિયાળમાં જોયું તો દસ વગીને દસ મિનિટ થઈ હતી. મોલ પહોંચતા મને અડધો કલાક થશે એમ વિચારી મેં થોડીવાર પછી નીકળવાનું વિચાર્યું.હું રિક્ષામાં બેસીને અગીયાર વાગ્યા પહેલા ...વધુ વાંચો

13

ફરી મળીશું !! - પ્રકરણ- 13

ફરી મળીશું !!પ્રકરણ - 13બીજા દિવસે હું જેવો ઓફિસમાં પ્રવેશ્યો ત્યાં પ્રણવસર મારી રાહ જોઇને તેમના કેબિનની બહાર જ હતા. ને જોતાંની સાથે અંદર આવવા માટે કહ્યું. પ્રણવસર ક્યારેય આટલા જલ્દી ઓફિસમાં નહોતા આવતા. આજે આટલા જલ્દી આવ્યા હતા એજ તેમની આતુરતા દેખાડી રહ્યું હતું. હું સીધો તેમના કેબિનમાં ગયો."બોલ ધવન, કોણ છે એ કૌભાંડી?" પ્રણવસર ગુસ્સામાં બોલ્યા. ગુસ્સામાં તેમની આંખો લાલચોર થઈ ગઈ હતી. તેમનો ચેહરો બિહામણો લાગી રહ્યો હતો."સર, કૌભાંડી બીજું કોઈ નહીં પણ આપણા સ્ટાફમાં અને તમારી એકદમ નજીકનું વ્યક્તિ હતું." મેં બિલકુલ ઉતાવળ કર્યા વગર વાત કરી. આટલું બોલીને હું અટક્યો અને પ્રાણવસર તરફ જોયું. ...વધુ વાંચો

14

ફરી મળીશું !! - પ્રકરણ - 14

પ્રકરણ : ૧૪ રોજના સમય કરતાં આજે થોડો વહેલો ઓફિસે પહોંચી ગયો. ઓફિસે પહોંચ્યાંની સાથે પ્રણવસરની કેબિનમાં પ્રવેશ્યો. કદાચ પહેલેથીજ મારી રાહ જોઇને બેઠા હોય તેવું લાગ્યું. મને જોતાંની સાથે જ તેઓ કહેવા લાગ્યા. 'મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી છે. તું ઈસ્પેક્ટર સાથે મળીને ગોડાઉન પરથી મિશ્રાની ધડપકડ કરવી લે. એ હરામીને તો હું છોડીશ નહીં.' તેમના શબ્દોમાં જબરદસ્ત આક્રોશ દેખાઈ રહ્યો હતો. આટલા સમયમાં મેં પ્રણવસરને ક્યારેય આટલા અકળાયેલા નહોતા જોયા. ઓફિસથી નીકળી હું પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં જઈને ઈસ્પેક્ટર સાથે વાત કરી. મારા પહોંચ્યા પહેલા ઈસ્પેક્ટરની પ્રણવસર સાથે બધી વાત થઈ ગયેલ હતી. આમપણ મોટા માણસોના સંબંધ છેક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો