સવારના સાત વાગ્યા છે..સુહાની હીંચકે બેસી છાપાંની રાહ જોઈ બેઠી છે.. લગ્ન થયાને આઠ વર્ષ થયા છે‌. ભગવાને શેર માટીની ખોટ રાખી છે..પણ સાગર બહુ જ પ્રેમાળ પતિ છે. એ નવ વાગ્યે ઓફિસે જાય એ પછી સુહાની આખો દિવસ એકલી એટલે એને અમુક સમયે બહુ ઉદાસી ઘેરે છે... સુહાની એક ડોકટરની પત્ની હતી. એટલે શાન અને માન સમાજમાં ઘણું..સુહાનીને બધું હોવા છતા એકલતા અનુભવાતી. સાગર એના માટે બધું કરી છુટતો પણ સમય ન આપી શકતો. રૂપિયાનું રાજ પણ ઘરમાં સારૂં એટલે ઘરમાં બેસીને કરવું શું ? એ એક જ સવાલ સુહાનીને મુંઝવતો..

Full Novel

1

જીવનસાથી.. - 1

જીવનસાથી....સવારના સાત વાગ્યા છે..સુહાની હીંચકે બેસી છાપાંની રાહ જોઈ બેઠી છે.. લગ્ન થયાને આઠ વર્ષ થયા છે‌. ભગવાને શેર ખોટ રાખી છે..પણ સાગર બહુ જ પ્રેમાળ પતિ છે. એ નવ વાગ્યે ઓફિસે જાય એ પછી સુહાની આખો દિવસ એકલી એટલે એને અમુક સમયે બહુ ઉદાસી ઘેરે છે... સુહાની એક ડોકટરની પત્ની હતી. એટલે શાન અને માન સમાજમાં ઘણું..સુહાનીને બધું હોવા છતા એકલતા અનુભવાતી. સાગર એના માટે બધું કરી છુટતો પણ સમય ન આપી શકતો. રૂપિયાનું રાજ પણ ઘરમાં સારૂં એટલે ઘરમાં બેસીને કરવું શું ? એ એક જ સવાલ સુહાનીને મુંઝવતો.. ...વધુ વાંચો

2

જીવનસાથી.... - 2

એલાર્મ વાગ્યું.. સીમા ફરી એજ સાથે સવારે પરમપિતા પરમેશ્વરનું નામ લઈ કામે વળગી, દીશાંત અને દીયાને જગાડી શાળાએ મોકલ્યા અને રાજનું ટીફીન કરવા લાગી. રાજ જાગ્યો. જોગીંગ જઈ આવીને છાપું વાંચ્યું પછી રાજ ઓફીસ માટે તૈયાર થતો હતો.સીમા રૂમમાં આવી રાજની સામે ઉભી રહી. "શુ છે કેમ અહી ઉભી છે..? કામ નથી તારે..?" રાજે ઉધ્ધતાઈથી વાત કરતા કહયુ સીમાને...સીમા થોડી ઝંખવાણી પડી એટલે "કંઈ નહી" કરી પાછી રસોડામા જતી રહી. રાજ : "સીમા...સીમા...!આજ મારે સાંજે મોડુ થશે હું જમીને આવીશ એક જગ્યાએ પાર્ટી છે. " બોલતો બોલતો ઓફિસ બેગ અને ટીફીન ...વધુ વાંચો

3

જીવનસાથી.... - 3

પાયલ ઘરે આવી. મમ્મી પપ્પાને યોગેશ ને મળયાની વાત જણાવે છે અને સગાઈ બાબતે થયેલી વાત કરે છે. મમ્મી ખુશ થાય છે. અઠવાડીયા પછીનું મુહૂર્ત સગાઈનું નીકળે છે. બંને પરીવાર સગાઈની તૈયારીમા લાગે છે.પાયલ સીમાને ફોન કરે છે." દીદી, મારી સગાઈ યોગેશ સાથે નકકી થઈ છે.તૈયારી કરવામા મારે તમારી મદદ જોઈશે.""અરે..!વાહ પાયલ ખુબ ખુબ અભિનંદન, અને હા કઈ પણ કામ હોય,ચોકકસ જણાવજે હુ આવી જઈશ. ""દીદી , તમારા આ શબ્દો સાંભળી મનને બહું સારું લાગ્યુ,હું તો બહું ચિંતામા હતી એકલી કેવી રીતે કરીશ બધી તૈયારી??""પાયલ કોઈ ચીંતા નહી કરો હુ છુ ને." ચલ સાંજે મળીયે કેહતા સીમાએ ફોન મુકયો."આજ ...વધુ વાંચો

4

જીવનસાથી.... - 4

રેખાને આઠમો મહિનો પૂરો થવા આવ્યો છે. નવમા મહિનાની છાંયા ચાલું છે ત્યાં જ એક દિવસ બપોરે કોઈ અજાણ્યો રેખાના ઘરને શોધતો શોધતો આવે છે અને કહે છે કે મોહનનું એક મોટા અકસ્માતમાં મોત થયું છે. રેખા માથે આભ ફાટી પડ્યું. એ કઈ રીતે એની જાતને સંભાળી શકે. એના હાલ સાવ બેહાલ થયા હતા. એ સાવ જડ બની ગઈ. સપના સાકાર થવાના દિવસો આવ્યા ત્યાં જ કુદરતની થપાટે એક માળો પીંખી નાખ્યો. કેટકેટલા સપના સાથે વિતાવેલા દિવસ અને રાત એક પળમાં જ તૂટી ગયા. ફરી એકવાર રેખા એકલી પડી ગઈ. એકબાજુ ગર્ભાવસ્થા અને બીજી બાજુ જીંદગીની ...વધુ વાંચો

5

જીવનસાથી.... - 5

ભાગ 5આપણે આગળ જોયું એ મુજબ પાયલ અને યોગેશ હવે રોજ સવારે અને સાંજે ખૂબ મસ્તીભરી વાતો કરે છે. પણ રાજ માટે યોગ્ય પાત્ર બનવાની હોડમાં લાગી છે. હવે આગળ... પાયલનો પણ એક ભૂતકાળ એને કોરી ખાય છે. પાયલ હોનહાર છોકરી હતી. એને પામવા અને લલચાવવા ઘણા લોકો મથામણ કરતા હતાં. પાયલ લગીરે મચક ન આપતી. એમાં એક દેવેશ પણ હતો. મોટા ઘરનો બગડેલું ફરજંદ. એને એના રૂપિયાનો એવો ઘમંડ હતો કે દરેક છોકરી એની આસપાસ ઘૂમવી જોઈએ. પાયલ આ વાતની વિરુદ્ધ હતી. આ વાત દેવેશને નહોતી પચતી. દેવેશે પોતે સારી વ્યક્તિ બનવાનો ઢોંગ આદરી પાયલનો વિશ્વાસ ...વધુ વાંચો

6

જીવનસાથી.... - 6

ભાગ 6પાયલ માટે દેવેશ એક કાળું ટપકું બની ગયો જીવનમાં..યોગેશનો સાથ એને અનુકૂળ આવવા લાગ્યો છે. એની સાથે સહેલી પણ છે વાતને સમજવાવાળી..હવે આગળ... હવે તો છ વાગ્યા નથી કે સીમા પોતાના કામકાજ, રસોઈની થોડી તૈયારીઓ કરી અને લાવવાની ચીજવસ્તુઓનું લિસ્ટ કરી પાયલ સાથે જ યોગકલાસમાં રોજે જાય છે. પાયલની દોસ્તીથી મોર્ડન વિચારવાળી વ્યક્તિ સાથે એની લાઈફસ્ટાઈલ ક્યાં ઝાંખી પડે છે એવું સીમા રોજ નોટિસ કરતી હોય છે. પાયલ પણ હવે એના રોજબરોજના અનુભવો જે એને ઓફિસના હોય કે પછી કોઈ કલાઈન્ટ સાથે થતા ખરાબ અનુભવ હોય એ સીમા સાથે નિખાલસતાથી ચર્ચા કરતી. ...વધુ વાંચો

7

જીવનસાથી.... - 7

ભાગ 7આગળ જોયું એ મુજબ ચારે સખીઓ હવે એકમેક સાથે સંબંધોના દોરે અને મિત્રતાના બંધને બંધાઈ ગઈ છે..આજ તો બધા પહેલી વાર બાજુના બગીચામાં નાની કિટ્ટી પાર્ટી ગોઠવે છે...હવે આગળ.. આજ સીમા અને પાયલ સરસ તૈયાર થઈને સુહાનીદીદીની રાહ જોવે છે. સુહાની પણ બ્લેક જીન્સ અને શર્ટમાં મોહક લાગે છે. એ પોતે કાર ડ્રાઈવ કરી શકે છે પણ એના પતિદેવની બહુ જ પચપચથી તે કારને હાથ સુધ્ધાં લગાવતી નથી. એ પણ સામાન્ય વ્યક્તિની જેમ જ એક ઓટોમાં બગીચે પહોંચે છે. રહી રેખાની વાત તો એ આવી ગોષ્ઠિને બહુ મહત્વ નથી આપતી. બગીચો તો એના ઘરથી ચાલીને જઈ શકાય એટલી ...વધુ વાંચો

8

જીવનસાથી.... - 8

આગળ જોયું એ મુજબ સીમા,પાયલ, સુહાની અને રેખા ચારેય જાણે જીવનના બંધનથી આઝાદી મળી હોય એમ ખુશ હતી. ચારેયને પોતાની જીંદગી જીવી લેવી હતી કોઈ મર્યાદાબંધન વગર. હવે આગળ.... સીમાની નજર તો પાયલ અને સુહાનીના કપડાં અને બોલચાલની ઢબને પોતાનામાં ઉતારવાની કોશિશ કરી રહી હતી. એટલામાં પાયલ બોલે છે,"દીદી, તમે મારી વાત સાંભળી મને મદદ કરો.""તારે શું મદદની જરૂર છે ?અજકાલ ની બધી છોકરીઓને બધી ખબર હોય જ છે ! " સુહાનીએ જરા મજાકનો લહેકો કર્યો કે બધાં હસવા લાગ્યા. પાયલ શરમાઈ ગઈ અને નીચું જોઈ ગઈ." દીદી, તમે પણ છો સાવ !!!""અરે !!મારી લજામણીના છોડ ...વધુ વાંચો

9

જીવનસાથી.... - 9

ભાગ 9આજ ચાર ચકલીઓ ચીં ચીં કરતી બગીચાની સાથે સાથે મુકતમને ખુલીને વાતો કરી રહી હતી હવે આગળ...સહેલીઓની વાતોનો જાણે સુનામી ઉભરાયો હતો, વાતો તો પૂરી થવાનું નામ જ નહોતી લેતી. સીમા અને રેખા એના સંકુચિત સ્વભાવ પ્રમાણે ઓછું બોલતી હતી. પરંતુ, સુહાની અને પાયલ તો વસંતની જેમ પુરબહાર ખીલી હતી. એના એક-એક શબ્દો સાથે એની વાતચીતમાં કરાતા હાથ અને આંખોના નખરા સીમા એના મગજમાં ધ્યાનથી નોંધતી હતી. એને મનમાં જ પોતે એ બધું કરશે તો કેવું લાગશે ? પોતે એ કરી શકશે કે કેમ?? આવા હાવભાવને બધી ક્રિયાને પ્રતિક્રિયાના વિચારમાં જ ખોવાયેલી હતી. સુહાનીએ હાથની ચપટી ...વધુ વાંચો

10

જીવનસાથી... - 10

ભાગ 10ચારે સખીઓ હસી મજાકની વાતો કરતી જીંદગીની પહેલીઓ સુલઝાવી રહી હતી..સીમા અને પાયલે તો પોતાની વાતો રજૂ કરી છે.. હવે આગળસીમા આજ મનના બોજને ઠાલવી હળવીફૂલ લાગતી હતી. એને નાસમજીમાં જ અજાણ્યા અવરોધના પહાડ ખડકયા હતા. પાયલ જેવી સખીને મેળવી એ આજ એની જાતને ધન્ય માનતી થઈ ગઈ. એ પોતાની જાતને કઈ રીતે સુધારશે એ વિચારે ફરી ખોવાઈ ગઈ. ત્યાં જ સુહાનીએ એની આંખ પાસે ચપટી વગાડતા કહ્યું ," મેડમજી અમને તો તમે જેવા છો એવા જ પસંદ છો. આપણે બગીચામાં છીએ. તમારા ઘરમાં નહીં."આ સાંભળીને સીમા ખડખડાટ હસે છે. ત્યાં જ સુહાનીના ફોનમાં રિંગ ...વધુ વાંચો

11

જીવનસાથી... - 11

ભાગ 11ચારે સખીઓ બગીચામાંથી છુટી પડી ઘરે પહોંચે છે. સીમા અને પાયલ તો આખા રસ્તે રેખાના જીવન વિશે ચર્ચા છે. સુહાની પણ રેખા વિશે જ વિચારે છે. હવે આગળ...પાયલ રસ્તામાંથી એના માતા-પિતા માટે દાબેલી પાર્સલ કરાવે છે. સીમા પણ પોતાના બાળકો માટે ઈડલી અનેમેંદુવડાનું પાર્સલ લે છે. રાજ તો બહાર જમવાનો હતો. સીમા તો આજ વાતોથી જ ધરાઈ હતી. આજ એણે ઘણું શિખવા મળ્યું. એ ઘરે આવી તો બાળકો પણ ટ્યુશનમાંથી આવ્યાં. સીમાએ એક અલગ અંદાજથી દિશાંતની નોટબુક લઈને તપાસી. દિયા તો જોતી જ રહી ગઈ કારણ કયારેય પણ એની મમ્મીએ લેશન ચેક નહોતું કર્યું. ...વધુ વાંચો

12

જીવનસાથી... - 12

ભાગ..12આપણે આગળ જોયું એ મુજબ રાજને સીમામાં આવેલો બદલાવ ગમ્યો હોય એવું લાગે છે. હવે આગળ...સીમાએ પોતાની સુંદરતાથી પોતાનામાં લાવેલ બદલાવથી રાજના દિલમા જગ્યા બનાવાની કોશીશ કરી દીધી છે. એમા એણે ઘણાં અંશે સફળતા પણ મેળવી લીધી અને એના કારણે એનો આત્મવિશ્વાસ જે સાવ ખોવાઈ ગયો હતો એ પણ પાછો વળતો દેખાયો. સીમાને હવે પોતાની જીંદગી સુધરશે અને રાજને એ પાછો મેળવી લેશે એવી આશાની કિરણ દેખાઈ રહી હતી. પરંતુ, હજુ શરૂઆત હતી. હજુ ઘણી સફર બાકી હતી. રાજનું દિલ જીતવા એણે કદાચીત પોતાનું મન પણ મારવું પડશે એ ડર મનના ખુણે ધરબાયેલો પણ હતો. સીમા સાંજ ...વધુ વાંચો

13

જીવનસાથી... - 13

ભાગ ..13આપણે આગળ જોયું એ મુજબ સીમા અને રાજની નિકટતા વધતી જાય છે અને સીમાએ કરેલો બદલાવ એની જીંદગીને મોડ પર લઈ જઈ રહ્યો હતો. હવે આગળ..... રાજ તો આ બધું જોઈ અચંબીત થઈ ગયો. એ સીમાની સામે એકીટશે જોઈ રહ્યો. સીમાનુ આવુ નિરાળું સ્વરૂપ એને કયારેય નહોતું જોયું. એની ખુશી એના ચહેરા ઉપર નીખરતી સીમા જોઈ રહી હતી. "વાઉં ! સીમા હુ સપનું તો નથી જોતો ને ! કે હું કોઈ બીજાના ઘરમાં તો નથી આવી ગયો ને ?"" ના રાજ, તમે મારા અને તમારા બનાવેલા અને પ્રેમથી સજાવેલા આપણાં ઘરમાં છો ! "સીમાના શબ્દો સાંભળી રાજને પોતે ...વધુ વાંચો

14

જીવનસાથી... - 14

ભાગ.. 14પાયલે પોતાનો છુટકારો દેવેશથી છોડાવવા એક યોજના ઘડી સીમાની સહાયતાથી..એમાં એ સફળ રહેશે કે નહીં એ જોવા હવે ભાગ વાંચો.. સીમા જ્યારે નીચે પાયલની રાહ જોઈ રહી હતી ત્યારે જ બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતથી એ દુઃખ અનુભવી રહી હતી એટલી વારમાં પાયલ પણ ત્યાં આવી. પાયલની આંખોમાં આંસુ હતાં. સીમાએ પાયલને ચુપ રહેવા ઈશારો કર્યો. બંન્ને ઉભાં થઈ ત્યાથી બહાર નીકળી ગયા.સીમાએ બહાર નીકળી રાજ અને મોના અંદર છે અને તે આવી વાત કરી રહ્યા હતા એ પાયલને જણાવ્યું. સીમા અને પાયલ મોનાના બહાર નીકળવાની વાટ જોવા લાગ્યા. થોડીવારમાં મોના બહાર આવી એ બહું ગુસ્સામાં ...વધુ વાંચો

15

જીવનસાથી... - 15

ભાગ..15આપણે આગળ જોયું કે સીમા અને પાયલે પોતાની આગવી સુઝબુઝથી પોતાની જાતને બચાવી અને સંબંધોની સાતત્યતા જાળવી. હવે આગળ...આજ આખી રાત દેવેશના ખરાબ કૃત્યોના જ વિચાર આવ્યા. સવાર પણ આળસ ખાતી આવી. એ થાકેલા તન અને મન સાથે જ ઊઠી. એણે સવારમાં જ ટી.વી.ઓન કર્યું. દેવેશના જ સમાચાર આવી રહ્યાં હતા. એ દંપતિ એકબીજાને ખોટા રસ્તે પણ અદ્ભૂત સાથ આપતા હતા. એ બેય પકડાયા એટલે કેટકેટલાં લોકોએ દેવેશની ચાલ સમજી પોતે પણ છેતરાયા છે એવું સતત લાઈવ ટેલિકાસ્ટ આવી રહ્યું ‌હતું. આ બધું જોઈને સાગરે સુહાનીને કહ્યું , " સમય બહુ ખરાબ છે. સારું ઘર, સારો દેખાવ ...વધુ વાંચો

16

જીવનસાથી... - 16

ભાગ..16આપણે આગળ જોયું એ મુજબ બધી સખીઓ આજ ફરી મળવાની છે. સુહાનીએ આપેલા આમંત્રણથી બાકીની ત્રણેય સખીઓ મળવા ઉત્સુક રેખાએ પણ નાના માધવને ફોસલાવીને સુહાનીઆંટીને ત્યાં લઈ જવા સમજાવી જ લીધો. હવે આગળ..... સુહાનીએ સાંજના હળવા નાસ્તા માટે દહીંવડાની તૈયારી કરી છે. ચાર સખીઓને એ પોતાનું ઘર બતાવવા તત્પર છે. એણે સાચવેલા રમકડાં જેવા કે કાર, બેટ-બોલ, પઝલ ગેમ અને કેરમ જેવી રમતો એણે માધવના રમવા માટે બહાર કાઢ્યાં. બરાબર બપોર પછીના ૪:૩૦એ રેખાએ ડોરબેલ વગાડી. સુહાનીનું ઘર મહેતાભાઈના ઘરથી થોડું દૂર હતું. રેખા આ રસ્તે અવારનવાર પસાર થતી. એને બંગલાની બહાર જ મોટી નેમ પ્લેટ 'સાગર. ...વધુ વાંચો

17

જીવનસાથી... - 17

ભાગ ..17આપણે આગળ જોયું એ મુજબ ચારે સખીઓ આજ ફરી એકબીજા સાથે સમય વીતાવે છે અને ફરી એકબીજાને સાંભળે મુલાકાતમાં માધવ પણ બધા સાથે હોય છે. બધાએ પોતપોતાની વાત કરી લીધી હવે આગળ.... સુહાનીએ બધાને બોલાવી પોતાના સમયનો સદુપયોગ કર્યો. એણે બધાને બેસાડીને ફટાફટ દહીંવડાની ડીશ તૈયાર કરી. બધાએ સાથે જ નાસ્તાની મોજ માણવાની ચાલું કરી. સુહાનીએ માધવને પણ સફરજન અને બિસ્કીટ આપ્યાં.નાનો માધવ પણ બધા સાથે રમતા રમતા જ વાતો કરવા લાગ્યો. એની કાલી કાલી ભાષા સુહાનીને બહુ આકર્ષણ જગાવતી હતી. સુહાનીએ જોયું કે નાનો માધવ રેખાના દરેક શબ્દોનું પાલન કરતો હતો. રેખાના હર એક શબ્દ પર ...વધુ વાંચો

18

જીવનસાથી... - 18

ભાગ..18બધી સખીઓ સાથે મળીને દહીંવડા અને વાતોની મોજ માણે છે. માધવ તો બધાનો લાડકો બની ગયો છે. રેખાને તો લગ્નની સલાહ આપે છે. રેખા આ વાતથી સહમત નથી. એને હવે માધવ સિવાય કોઈની ચિંતા નથી. માધવ વગર એનું જીવવું અશકય છે. હવે આગળ... હવે તો ઘડિયાળ પણ સાત વાગી રહ્યા છે એમ દેખાડે છે. અચાનક જ ગાડીનો હોર્ન સંભળાય છે. સુહાની એ અવાજ સાંભળી દરવાજા તરફ દોડે છે. એ દરવાજો ખોલીને જુએ છે તો વિચારમાં પડી જાય છે...કારણ આજ સાગર વહેલો આવી ગયો હતો. એ સાગરના હાથમાંથી બેગ લઈને વાતો કરતી અંદર આવે છે.સુહાની : "આજ કેમ આટલા વહેલા ...વધુ વાંચો

19

જીવનસાથી... - 19

ભાગ...19સુહાની અને સાગરે પોતાને ત્યાં આવેલા મહેમાનો જે સુહાનીની સખીઓ હતી એનું સરસ માન જાળવ્યું. પણ એક સવાલ મનમાં હશે કે સાગરને મધ્યમ વર્ગ તરફ એવી તે શું સમસ્યા હશે કે એ સુહાનીને પણ કોઈ સાથે હળવા મળવા નથી દેતો. એ જાણવા ચાલો આપણે આગળ વાંચીએ... સાગરના પિતા એક નજીવી બિમારીમાં જ મૃત પામ્યા હતા. બે ભાઈઓ અને માતા સાથેનું આ પરિવાર પણ કયારેક મઘ્યમવર્ગીય જ હતું. સાગરે સ્કોલરશીપના સહારે ભણતર અને તનતોડ મહેનત કરી પોતાનું ધ્યેય પ્રાપ્ત કર્યું. એને કોલેજકાળ દરમિયાન જ સુહાની સાથે મેરેજ કરી લીધા હતા. લવમેરેજની અસરથી પહેલા બે પરિવાર માન્યા નહીં કે ...વધુ વાંચો

20

જીવનસાથી... - 20

ભાગ ..20આપણે આગળ જોયું સાગર અને સુહાની એમનાં જુના ઘરે આવે છે. સાસુ અને દિયર મયંક એ બંનેનું ઉમળકાભેર કરે છે. સાગર ઘણા સમય પછી પોતાના જુના ઘરે પરીવાર સાથે આખો દિવસ પસાર કરે છે. સુહાનીને મન હવે ઘણી શાંતિ થઈ હતી કારણ કે આજ બધાં બહું ખુશખુશાલ હતાં. પરતું મયંકના ચેહરા ઉપર ખુશીની સાથે એક ઉદાસીની ઝાંખી લહેર પણ આવીને શમી જતી હતી. એ સુહાની અનુભવી શકતી. સુહાની હંસતા હંસતા પોતાના વિચારને અંજામ આપતાં કહીં નાંખ્યું. :- મયંકભાઈ હવે મારે અને મમ્મીને આરામ કરવો છે,એટલે હવે મને એક દેરાણી લાવી આપો..." મયંકને તો જાણે લગ્નના નામથી જ ...વધુ વાંચો

21

જીવનસાથી... - 21

ભાગ.. 21યોગેશે પાયલને એના મિત્રના જીવન વિશે વાત કરી. એનો મિત્ર ડાયવર્સી છે. પાયલને રેખાના પુનઃલગ્નનો વિચાર આવે છે. વિચાર એ સીમાને પણ જણાવે છે. રેખા શું આ વાત માટે રાજી થશે? હવે આગળ... પાયલ અને સીમાની વાત થયા મુજબ બન્ને ફરી એકવાર બધા મળવા તૈયાર થશે કે કેમ? આવા સવાલ સીમાને મુંઝવણમાં મૂકે છે. એને રેખાની વાત યાદ આવે છે કે મોહનના ઘરના બધા રેખાના બીજા લગ્નની વિરુદ્ધમાં છે. રેખા પણ સમાજથી ડરનારી વ્યક્તિ છે. સમાજના ભયથી રેખાનું ભવિષ્ય ધુંધળી છાંયા સમાન છે. પણ રેખા જ હા ન પાડે તો?કોઈને કાંઈ ધરાર તો ન મનાવી શકાય! હવે ...વધુ વાંચો

22

જીવનસાથી... - 22

ભાગ..22ચારે સખીઓ પોતાના સંસારમાં વ્યસ્ત છે. બધાની પોતપોતાની સમસ્યા અને ઉપાય પણ છે. થોડું લેટ- ગો કરવાથી જીવન સરળ જ છે. બાકી બધું બધાને મળવું મુશ્કેલ છે. હવે આગળ... સુહાની આજ બહુ જ ખુશ હતી કારણ એનો પરિવાર ફરી એક છત નીચે રહેશે. આજ સવારથી જ એ ભાગદોડમાં હતી. એને પોતાના બંગલાનો દક્ષિણ દિશામાં આવેલો રૂમ જ્યાં એને બગીચો બનાવ્યો હતો એ સાફસફાઈ કરી ચકાચક કરી દીધો હતો. એ એના સાસુને કાયમી ધોરણે એ રૂમ આપવા માટે ઉતાવળી હતી. બીજા માળે આવેલ રોડ સાઈડનો રૂમ એણે પોતાના દિયર માટે ખાલી કરી દીધો. પોતાના માટે એણે નીચેનો રૂમ સિલેકટ ...વધુ વાંચો

23

જીવનસાથી... - 23

ભાગ..23આગળ જોયું એ મુજબ બધી સખીઓ સાથે મળીને રેખાના પુનઃવિવાહની વાતો કરે છે. રેખાએ પણ સહમતિ આપી જ દીધી પાયલે પોતાના લગ્નની જવાબદારીઓ બધાના ભાગે થોડી થોડી પીરસી દીધી છે હવે આગળ... બપોરનો સમય છે. રેખા કામકાજ પતાવી આડેપડખે થાય છે. એની નજર મોહનની તસવીર પર પડે છે. એ વિચારે છે કે એનો મોહન આ વાતથી ખુશ થશે કે નારાજ? માધવ માટે લીધેલું પગલું ક્યાંક દુર્ગતિ તરફ તો નથી લઈ જતું ને? એ માધવને નિહાળે છે અને મોહન સાથે વાતો કરતી હોય એમ બોલે છે.." મોહન, તમે હોત તો આ માધવ પણ નોધારો ન ગણાત. આપણે કેટલા સપનાં જોયાં ...વધુ વાંચો

24

જીવનસાથી... - 24 - છેલ્લો ભાગ

ભાગ..24 આગળના ભાગમાં જોયું એ મુજબ પાયલ અને યોગેશ પોતાના સાંસારિક જીવનમાં ડગલા માંડવા આતુર છે. સીમાનો આજ જન્મદિવસ એના માટે આજથી જ એનો સોનેરી સંસાર રચાયો છે. સુહાની પણ એના પરિવાર સાથે ખુશ છે. સંતાન માટેની જે ફરિયાદ એને સાગરથી રહેતી હવે એ વિસરાઈ ગઈ છે. રેખા આજ પાયલ સાથે યોગેશના મિત્રને મળવા માટે જવાની છે. એ પણ માધવના સુરક્ષિત ભવિષ્ય માટે આ નિર્ણય લઈ લેવા સહમત છે. હવે આગળ... રાજે આજ બપોરે સીમાના હાથની સ્વાદિષ્ટ રસોઈ જમ્યા પછી એના બે મોઢે વખાણ કરે છે. સીમા પણ ગુલાબી સલવાર સુટમાં ઉપવનમાં ખીલેલા ગુલાબ જેવી જ લાગે છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો