કિશોરસાહિત્યનું એક મોંઘેરું મોતી ચન્દ્રની ધરતીનો તાગ મેળવવા ત્રણ અમેરિકનોની ટુકડી જાય છે. એમાંથી બે પહેલાં ગુમ થાય છે અને પછી ત્રીજો પણ લાપતા બને છે. એ ત્રણેને શોધવા અને બચાવવા માટે બે ભારતીય અવકાશવીરો કુમાર અને કેતુ ઊપડે છે, અને તે બંને પણ જીવલેણ આફતમાં સપડાઈ જાય છે ! ચન્દ્રની ધરતી ઉપર કયું છે એ ભયંકર જોખમ ? ચન્દ્ર ઉપર પહોંચનાર એક પછી એક સાહસિક અવકાશવીરને કઈ આફત નડી જાય છે ? એનો ભેદ જાણશો ત્યારે તમેય અદ્ધર થઈ જશો. ચન્દ્રની ધરતી પર ખેલાયેલા અનોખા જંગની આ વાર્તા ફક્ત સાહસકથા નથી, એમાં વિજ્ઞાન પણ છે. એ વાંચશો એટલે તમને ચન્દ્રનો પણ આપણી ધરતી જેટલો જ નિકટનો પરિચય થઈ જશે. કથા તદ્દન વાસ્તવિક અને વૈજ્ઞાનિક પાયા ઉપર ઘડાઈ છે.

Full Novel

1

ચન્દ્ર પર જંગ - 1

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રસ્તાવના કિશોરસાહિત્યનું એક મોંઘેરું મોતી ચન્દ્રની ધરતીનો તાગ મેળવવા ત્રણ ટુકડી જાય છે. એમાંથી બે પહેલાં ગુમ થાય છે અને પછી ત્રીજો પણ લાપતા બને છે. એ ત્રણેને શોધવા અને બચાવવા માટે બે ભારતીય અવકાશવીરો કુમાર અને કેતુ ઊપડે છે, અને તે બંને પણ જીવલેણ આફતમાં સપડાઈ જાય છે ! ચન્દ્રની ધરતી ઉપર કયું છે એ ભયંકર જોખમ ? ચન્દ્ર ઉપર પહોંચનાર એક પછી એક સાહસિક અવકાશવીરને કઈ આફત નડી જાય છે ? એનો ભેદ જાણશો ત્યારે તમેય અદ્ધર થઈ જશો. ચન્દ્રની ધરતી પર ખેલાયેલા અનોખા જંગની આ વાર્તા ફક્ત ...વધુ વાંચો

2

ચન્દ્ર પર જંગ - 2

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રકરણ – ૨ : આફતની આગાહી દિવસ-રાત કામ ચાલ્યું. રોકેટના તપાસ થતી હતી. બળતણ પૂરતું હતું. અવકાશવીરો માટે પ્રાણવાયુ અને ખોરાક મૂકતો હતો. બીજી અનેક જાતની સાધનસામગ્રી તૈયાર થતી હતી. રામનાથ ગંભીર બની ગયા. કુમાર-કેતુને બોલાવીને ધીમે અવાજે બોલ્યા : “તમારી હિંમત કદાચ આ સમાચાર સાંભળીને ભાંગી જશે. છતાં સાચી વાત કહેવાની મારી ફરજ છે. જુઓ, હમણાં જ કેપ કેનેડીનો સંદેશો મળ્યો છે. તેઓ કહે છે કે ડેવિડના સંદેશા અચાનક બંધ થઈ ગયા છે.” સાંભળનારા બંનેના મોંમાંથી એક આછો સીસકારો નીકળી ગયો. વાત ખરેખર ભયંકર હતી. જોન અને જુલિયસ ગુમ ...વધુ વાંચો

3

ચન્દ્ર પર જંગ - 3

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રકરણ – ૩ : અજનબી અવકાશયાત્રીઓ “ચન્દ્રયાન બોલે છે....હલ્લો, ભારતીય મથક ! અમે ચન્દ્રથી ૪૦ હજાર માઈલ દૂર છીએ. યંત્રો દ્વારા તપાસ કરીને કહો કે અમે ક્યાં ઊતરીશું.” છેલ્લા ચાર કલાકથી કુમાર ટ્રાન્સ્મીટર પર જ બેઠો હતો. હલ્લો, હલ્લો, ઓવર અને આઉટ બોલીબોલીને હવે તો કંટાળી ગયો હતો. પણ એ વિના છૂટકો જ ન હતો. અવકાશયાનમાં રેડિયો અને ટ્રાન્સ્મીટર ઉપર જ ઘણોખરો આધાર હોય છે. થોડી વારમાં કચ્છના અવકાશી મથકેથી વૈજ્ઞાનિક રામનાથનો અવાજ આવવા લાગ્યો : “ચન્દ્રયાન ! ભારતીય અવકાશી મથક સૂચના આપે છે. તમારું રોકેટ અમેરિકનોના ઉતરાણના સ્થળથી પંદર ...વધુ વાંચો

4

ચન્દ્ર પર જંગ - 4

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રકરણ - ૪ : અંધકારની આલમ કુમાર-કેતુના અજનબી મદદગારો સામે ઊભા હતા. પણ તરત જ બંનેને થયું કે આ તો ઓલામાંથી ચૂલમાં પડ્યા ! એમના બચાવનારા ચીના હશે એવું તો એમણે સ્વપ્ને પણ ધાર્યું નહોતું ! ચન્દ્ર પર ડગ મૂકનાર પહેલા માનવી ચીનાઓ હશે એવી તો એમને કલ્પના ક્યાંથી હોય ? કુમારે એ બંનેનો રૂપાનો બનેલો સફેદ પોશાક જોયો અને વળી વધુ નવાઈ લાગી; કારણ એ રૂપાનો અવકાશી પોશાક તો એકલા સોવિયત સંઘવાળા જ વાપરતા હતા. બીજા સૌનો પોશાક તો એલ્યુમિનિયમનો બનતો ! ખેર ! બચી તો ગયા. અંતે કુમાર ...વધુ વાંચો

5

ચન્દ્ર પર જંગ - 5

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રકરણ – ૫ : અબોલ અવકાશવીરો સવાર ? ના. ચન્દ્ર રોજ રોજ સવાર પડતી નથી. જ્યાં દિવસ હોય ત્યાં અનંત દિવસ અને એની પાછલી બાજુએ અનંત રાત્રિ હોય છે. પણ આપણી કહેવત છે કે જાગ્યા ત્યારથી સવાર. કુમાર જાગ્યો. લોહી ઝડપથી ફરતું હતું. શરીરનાં અંગો ફરકતાં હતાં. એણે આંખો ચોળવા માટે હાથ મોં તરફ લીધા. પણ ચહેરા પર તો પ્લાસ્ટિકનું મહોરું હતું ! અને હાથ પણ ખેંચાતા હતા. કેમ કે બંને હાથ શૂ-લુંગની હાથકડીએ જકડી રાખ્યા હતા. એ યાદ આવતાં જ કુમારને બધી વાત યાદ આવી. ચાઓ-તાંગ અને શૂ-લુંગ યાદ ...વધુ વાંચો

6

ચન્દ્ર પર જંગ - 6

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રકરણ – ૬ : અવકાશી અંધારાં-અજવાળાં ચાઓ-તાંગ ખુશમિજાજમાં હતો. કુમારને ટ્રાન્સમીટર દુરસ્ત કરવાનું કહ્યું ત્યારે એને ડર હતો કે કુમાર આનાકાની કરશે. વિશ્વરાજ્યની સ્થાપનામાં મદદ કરવા તૈયાર નહિ થાય. પણ કુમારના મનમાં એક જુદી જ ઘટમાળ ચાલતી હતી. એણે ધૂળના કળણમાંથી નીકળીને એક જ ઈચ્છા કરી હતી કે, મારા હાથમાં એક ટ્રાન્સમીટર હોય તો પૃથ્વી પર સમાચાર પહોંચાડી શકાય. આ ચીનાઓના ભયંકર કાવતરાની વાત બધાને કહી શકાય. એટલે એણે વિરોધ કર્યો નહોતો. જોકે પોતે આ ટ્રાન્સમીટર દુરસ્ત કરી શકશે કે નહિ, એ પણ સવાલ હતો. સોવિયેત સંઘનાં ટ્રાન્સમીટરોની રચનાનો એને ...વધુ વાંચો

7

ચન્દ્ર પર જંગ - 7

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રકરણ – ૭ : અંધારગુફામાં અથડામણ એક એક પળ યુગ લાંબી હતી. કુમાર પોતે જકડાયેલો હતો અને રાક્ષસી ચીનો શૂ-લુંગ અવકાશયાનમાં પેઠો હતો. અંદર કદાચ પેલા ભાગેડુ અવકાશયાનવીરો હશે. કદાચ નહિ હોય ! જો હોય તો હારી ન જાય તો સારું. જો એ આજે હારે તો..... તો ? તો આખી પૃથ્વી પર ગાંડા લોકોની એક ટોળીનું રાજ થઈ જાય. લોકશાહી અને આદર્શોનું મરણ થઈ જાય. માનવીના મુક્તપણે જીવવાના હક્કો છિનવાઈ જાય. પૃથ્વી આખી ગુલામ બની જાય. થોડી ઘડીઓ આવી આશાનિરાશામાં વીતી ! અંદર શી દશા થઈ હશે તેની કલ્પના કરતાં ...વધુ વાંચો

8

ચન્દ્ર પર જંગ - 8 - છેલ્લો ભાગ

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રકરણ – ૮ : આખરી અંજામ કેતુ છૂટીને આગળ આવ્યો. કહે : “અભિનંદન ભારતીય વીર ! આપણી યુક્તિ આબાદ કામ આવી ગઈ.” કેતુ કહે : “મેં તમને ઝાંખાંઝાંખાં જોઈ લીધાં હતાં. તમારી મુશ્કેલી પારખીને નાનકડું નાટક ભજવી નાખવાનું મેં નક્કી કર્યું અને એ સફળ થયું. તાન્યાબહેન, હવે શો હુકમ છે ?” તાન્યા હસી. બોલી : “અલ્યા, તમે બધાએ તો મને સરદારી સોંપી દીધી લાગે છે !” કુમાર કહે : “તમે આપણી ટુકડીને વિજય અપાવ્યો છે તો તમે જ અમારાં સરદાર !” આમ વાતો ચાલતી હતી, ત્યારે ડેવિડે ચાઓની પ્રાણવાયુની નળી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો