મૃત્યુનું મધ્યાંતર

(140)
  • 22.4k
  • 10
  • 9.1k

‘પ્રકરણ - પ્રથમ /૧‘અરે.. યાર, નો... નો.. નો... કાર તો નહીં જ, જવું છે તો બાઈક પર જ. પ્લીઝ અજીત. આવતીકાલનો આપણી સંગાથનો છેલ્લો સન્ડે મારે તારી જોડે દિલ ફાડીને જીવવો છે, બસ.’ ઈશિતાએ બન્ને હાથ અજીતની કમર ફરતે વીંટાળીને કહ્યું.‘અરે! પણ પાગલ, આખો દિવસ બાઈક પર...અને એ પણ આવડા મોટાં મુંબઈ શહેરમાં. ફરવાં જવું છે કે મરવા...? અરે યાર થાકીને લોથપોથ થઈ જઈશું. બેટર છે કે કારમાં જઈએ.’ વારંવાર ઈશિતાના ગોળમટોળ ગાલ પર આવી જતી તેની વાળની લટોને સરખી કરતાં અજીત બોલ્યો. ઈશિતા બોલી, ‘મને તારી જોડે જે રીતે બિન્દાસ તોફાન, મસ્તી, ધમાલ કરીને ફરવું છે, તે મજા બાઈકમાં જ આવે, કારમાં

Full Novel

1

મૃત્યુનું મધ્યાંતર - 1

‘પ્રકરણ - પ્રથમ /૧‘અરે.. યાર, નો... નો.. નો... કાર તો નહીં જ, જવું છે તો બાઈક પર જ. પ્લીઝ આવતીકાલનો આપણી સંગાથનો છેલ્લો સન્ડે મારે તારી જોડે દિલ ફાડીને જીવવો છે, બસ.’ ઈશિતાએ બન્ને હાથ અજીતની કમર ફરતે વીંટાળીને કહ્યું.‘અરે! પણ પાગલ, આખો દિવસ બાઈક પર...અને એ પણ આવડા મોટાં મુંબઈ શહેરમાં. ફરવાં જવું છે કે મરવા...? અરે યાર થાકીને લોથપોથ થઈ જઈશું. બેટર છે કે કારમાં જઈએ.’ વારંવાર ઈશિતાના ગોળમટોળ ગાલ પર આવી જતી તેની વાળની લટોને સરખી કરતાં અજીત બોલ્યો. ઈશિતા બોલી, ‘મને તારી જોડે જે રીતે બિન્દાસ તોફાન, મસ્તી, ધમાલ કરીને ફરવું છે, તે મજા બાઈકમાં જ આવે, કારમાં ...વધુ વાંચો

2

મૃત્યુનું મધ્યાંતર - 2

પ્રકરણ- બીજું /૨જાણે કે ઈશિતાની ભીતર છલકાતો સ્નેહ સરોવરનો બાંધ અચાનક કોઈ મોટી તિરાડ પડવાના કારણે જે રીતે આંખના પલકારામાં સઘળું સર્વનાશ કરીને શાંત થઇ જાય કંઇક એવી અનુભૂતિ સાથે ઈશિતા ભીતરથી ભાંગી પડી.’ ભીનાં ગાલને દુપટ્ટાથી લુંછતા ઈશિતા બોલી.મને એટલું કહીશ કે..‘ઈશિતામાં અજીત ક્યાં નથી...? અને અજીતમાં ઈશિતા ક્યાં છે.. ? થોડીવાર ચુપ રહીએ અજીત બોલ્યો,‘સોરી ઈશિતા, તું ઈકોનોમી અને ઈમોશન્સ બંને મેચ કરીને વાત કરે છે. ઇટ્સ ટોટલી રોગ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યુ. હું એમ કહું છું અત્યારે આપણી પાસે તક છે, સમય છે, તો સઘર્ષ કરીને કેમ આપણે આપણી ફ્યુચર લાઈફને બેટર એન્ડ સેફ ન કરી ...વધુ વાંચો

3

મૃત્યુનું મધ્યાંતર - 3

પ્રકરણ- ત્રીજું/૩ ત્રુટક ત્રુટક અવાજમાં બોલવાનો પ્રયાસ કરતાં ઈશિતાએ પૂછ્યું ‘આદિ.. આદિ આ.. ?’‘ઈશિતા....ત્રણ દિવસ પહેલાં જ અજીતએ મેરેજ કરી લીધા છે.’ થોડીવાર સુધી આદિત્યના ખોળામાં માથું નાખીને હીબકાં ભરીને રડ્યા પછી ઈશિતાને શ્વાસ લેવામાં તકલીફ થવાં લાગતાં ઝડપથી કારનું ડોર ઓપન કરીને કારની બહાર નીકળી ગઈ. આદિત્યએ તેના માથે હાથ ફેરવીને પાણી પીવડાવ્યું. દિલાસો આપીને સમજાવતાં થોડીવાર પછી કારમાં બેસાડી. આદિત્યને લાગ્યું કે, આ સિચ્યુએશનમાં ઈશિતાનું મન ભરીને રડી લેવું જ બહેતર છે. વચ્ચે વચ્ચે આદિત્યના સમજાવ્યાના પંદરેક મિનીટ બાદ ઈશિતા શાંત પડી. ‘ઈશિતા, પહેલાં તું મોઢું વ્યવસ્થિત રીતે વોશ કરી લે, પછી વાત કરીએ.’આદિત્યએ કહ્યું એટલે ...વધુ વાંચો

4

મૃત્યુનું મધ્યાંતર - 4

પ્રકરણ- ચોથું/૪બે દિવસ બાદ સવારના આશરે દસેક વાગ્યાની આસપાસ ઘરનું બધું જ નિત્યક્રમ આટોપીને ઈશિતાએ કોલ લગાવ્યો આદિત્યને.પણ કોલ ન થયો. ફરી પ્રયત્ન કર્યો, ફરી એ જ પરિણામ. એટલે ઈશિતાએ મેસેજ છોડી દીધો. એ પછી તેના કામે વળગી ગઈ. છતાં ચિત આદિત્યના કોલની પ્રતિક્ષામાં જ હતું. આશરે કલાક પછી પણ આદિત્યનો કોલ ન આવતાં ઈશિતાને નવાઈ લાગી. આવું પહેલાં કયારેય બન્યું નહતું. એટલે નંબર રીડાયલ કર્યો. કોલ રીસીવ થયો. ‘હેલ્લો.. ઈશિતા એક અરજન્ટ મીટીંગમાં છું. કામ પતાવીને કોલ કરું.’ આટલું બોલીને આદિત્યએ કોલ કટ કર્યો.આટલી વાતમાં ઈશિતાને નવાઈ એ વાતની લાગી કે આદિત્યના ટોનમાં ઘણો ફર્ક મહેસુસ થયો. એક દમ ...વધુ વાંચો

5

મૃત્યુનું મધ્યાંતર - 5

પ્રકરણ- પાંચમું/૫‘આદિત્ય કયાંય નથી ગયો.અહીં મુંબઈમાં જ છે એક મહિનાથી.અને ઘરે જ છે.એ સદંતર જુત્ઠું બોલે છે તારી આગળ.’ બદલાયેલા સ્વરમાં જવાબ આપ્યો. ઈશિતાના, આદિત્ય પરના અડગ અને આસ્તિકતાથી ભરપુર વિશ્વાસથી તદ્દન અસંગત શ્રુતિના નિવેદનથી એક પળ માટે ઈશિતાના ધબકારાને થડકો વાગી ગયો.માથાં પર હાથ મુકીને બેસતાં ઈશિતાએ પૂછ્યું,‘આ તું શું બોલે છે, શ્રુતિ ?’ આર યુ શ્યોર ? હું તારા ભાઈ આદિત્યની વાત કરું છું. તને કોઈ મીસઅન્ડરસ્ટેન્ડિંગ તો નથી થતી ને ? ‘ના, સ્હેજે નહીં, હું સભાનપણે, હન્ડ્રેડ પરસન્ટ મારા ભાઈ આદિત્ય પાટીલની જ વાત કરું છું, ઈશિતા.’શ્રુતિએ જવાબ આપ્યો . ઈશિતાના દિમાગની ડગળી ત્રણસોને સાઈંઠ ડીગ્રી એ ફરી ...વધુ વાંચો

6

મૃત્યુનું મધ્યાંતર - 6

અંતિમ પ્રકરણ- છઠું/૬‘આદિત્ય, આદિત્ય નથી આમાં આદિ. બધું એકલા એકલા જ કરવું છે ? પ્રેમ પણ એકલા અને પુણ્ય એકલા જ ? કંયાક તો મને તારી ભાગીદાર બનવા દે ને આદિ.’ આટલું બોલતા તો ઈશિતા આદિત્યને ભેટીને ચોધાર આંસુએ રડવા લાગી અને પહેલી વાર આદિત્યના આંસુંનો મજબુત બાંધ પણ તૂટી ગયો. હવે ઈશિતાએ તેના મનોબળને વજ્ર જેવું કઠોર કરી નાખ્યું હતું. આદિત્યના આટલો વર્ષોની એકલવ્ય જેવી એકતરફી આરાધનાની ફલશ્રુતિરૂપે માત્ર ઈશિતાના આંસું પર્યાપ્ત નહતા. ચહેરો લૂંછતા ઈશિતાએ પૂછ્યું, ‘આદિ, આટલું કર્યું જ છે તો હવે એક વચન આપ કે, હવે હું જે કહીશ કે કરીશ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો