હમેં તુમસે પ્યાર ઇતના

(381)
  • 56.3k
  • 27
  • 23.6k

પ્રકરણ- પ્રથમ/૧‘હેય.. વેઈટ વેઈટ.. પ્લીઝ યાર, મને શર્ટનાં બટન તો ઓપન કરવા દે.’ હજુ રાજન તેનું સેન્ટેન્સ પૂરું કરે ત્યાં તો.. મેઘનાએ રાજનના શર્ટનાં પહેલાં બટન પાસેથી એક હાથ જમણી અને બીજો હાથ ડાબી તરફ આવેગમાં ખેંચતા શર્ટના લીરાં સાથે બટન રૂમમાં ચારેબાજુ વિખરાઈ ગયા. ‘વ્હોટ વેઈટ? યુ નો રાજન, જિંદગી કેટલી ટૂંકી છે?” રાજનના કેશથી છવાયેલી છાતી પર તેનું માથું ઢાળીને આંખો મીંચી દેતા મેઘનાએ પૂછ્યું.મેઘનાના રેશમી અને ખૂશ્બુદાર કેશથી ઢંકાયેલા તેનાં ચહેરા પર આવેલી લાલીની અનુભૂતિથી મેઘનાનાં કપાળ પર ચુપકીદીથી ચુંબન ચોડીને રાજ પૂછ્યું,‘કેટલી?’ રાજનની હડપચી પર કીસ કરતાં મેઘના બોલી.‘બે સેકંડ વચ્ચેના સમય જેટલી. બદમાશ.’મેઘના વોરા.શહેરની પ્રતિષ્ઠિત ખાનગી કો-ઓપરેટીવ બેંકમાં

Full Novel

1

હમેં તુમસે પ્યાર ઇતના - 1

પ્રકરણ- પ્રથમ/૧‘હેય.. વેઈટ વેઈટ.. પ્લીઝ યાર, મને શર્ટનાં બટન તો ઓપન કરવા દે.’ હજુ રાજન તેનું સેન્ટેન્સ પૂરું કરે તો.. મેઘનાએ રાજનના શર્ટનાં પહેલાં બટન પાસેથી એક હાથ જમણી અને બીજો હાથ ડાબી તરફ આવેગમાં ખેંચતા શર્ટના લીરાં સાથે બટન રૂમમાં ચારેબાજુ વિખરાઈ ગયા. ‘વ્હોટ વેઈટ? યુ નો રાજન, જિંદગી કેટલી ટૂંકી છે?” રાજનના કેશથી છવાયેલી છાતી પર તેનું માથું ઢાળીને આંખો મીંચી દેતા મેઘનાએ પૂછ્યું.મેઘનાના રેશમી અને ખૂશ્બુદાર કેશથી ઢંકાયેલા તેનાં ચહેરા પર આવેલી લાલીની અનુભૂતિથી મેઘનાનાં કપાળ પર ચુપકીદીથી ચુંબન ચોડીને રાજ પૂછ્યું,‘કેટલી?’ રાજનની હડપચી પર કીસ કરતાં મેઘના બોલી.‘બે સેકંડ વચ્ચેના સમય જેટલી. બદમાશ.’મેઘના વોરા.શહેરની પ્રતિષ્ઠિત ખાનગી કો-ઓપરેટીવ બેંકમાં ...વધુ વાંચો

2

હમેં તુમસે પ્યાર ઇતના - 2

પ્રકરણ – બીજું/૨‘રાજન, ચાલુ રાઈડએ જમ્પ મારતાં તો આવડે છે ને?’ હસતાં હસતાં મેઘનાએ પૂછ્યું.‘તારી સ્ટાઈલ જોઇને એવું જ છે કે આજે એ પણ આવડી જશે.’ મેઘનાની ઢંગધડા વગરની બુલેટની રાઈડ જોઈને રાજનએ જવાબ આપતાં આગળ પૂછયુ,‘તું પહેલાં સર્કસમાં બુલેટ ચલાવાતી હતી કે શું? ‘‘સર્કસમાં ચલાવવા માટેની જ પ્રેકટીસ કરું છું, બુલેટ તો લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જ ચલાવી રહી છું ડીયર.’ બુલેટની સ્પીડ વધારતાં મેઘનાએ જવાબ આપ્યો.‘ઓ.. ત્તારી! હવે બીજે ક્યાંય તો ખબર નહીં પણ, આવતીકાલનાં ન્યુઝ પેપરનાં ફ્રન્ટ પેઈજ પર તો જરૂર આવી જ જઈશું, એ તો ફાઈનલ છે.’ હસતા હસતા રાજન બોલ્યો. કોઈપણ બુલેટ ...વધુ વાંચો

3

હમેં તુમસે પ્યાર ઇતના - 3

પ્રકરણ- ત્રીજું/૩જયારે રાજનએ વિશાળ એપલવુડ ટાઉનશીપના મેઈન ગેઇટ પાસે બાઈક સ્ટોપ કરી ત્યારે એકઝેટ સમય થયો હતો રાત્રિના ૯:૪૦નો હજુ જવાહરલાલનો કોલ નહતો આવ્યો એટલે મેઘનાને ખાતરી થઇ ગઈ કે પપ્પા હજુ ઘરે આવ્યા નથી. બાઈક પરથી ઉતરીને મેઘના થોડીવાર રાજન સામે જોઈને હસતી રહી.‘શું જુએ છે જંગલી બિલાડી ? રાજનએ પૂછ્યું. ‘જંગલી બિલાડીનું દિલ આ ગોરા છછુંદર પર આવી ગયું છે, એટલે વિચારું છું કે તને મારા પંજામાંથી છોડાવશે કોણ ?’ રાજનના વાળ વીંખતા મેઘના બોલી.‘આઈ નો. બટ તારી હાલત એવી છે કે..તું મને ખાઈ પણ ન શકે અને રહી પણ ન શકે. એટલે હું બિન્દાસ છે, ડીયર.’ ‘અત્યારે તો પબ્લિક ...વધુ વાંચો

4

હમેં તુમસે પ્યાર ઇતના - 4

પ્રકરણ- ચોથું/૪સીસીડી માંથી છુટ્ટા પડ્યા પછી મેઘનાને સડન્લી સૌથી પહેલો વિચાર એ આવ્યો કે..લલિતએ આ રીતે પબ્લિક પ્લેસમાં અને પણ મેઈન રોડ પર પીછો કરવાની સ્ટાઈલમાં તેની જોડે કયારે’ય વાત નહતી કરી. અને આજે મેઘનાને લલિત કંઇક વધુ જ ઈમોશનલ લાગ્યો. પણ પછી બીજી જ પળે ફાલતું જેવા લાગતાં વિચારોને દિમાગમાંથી હાંકીને શોપિંગ કરવામાં વ્યસ્ત થઈ ગઈ. મેઘના સાથેના પરિચયમાં આવ્યાં બાદ પહેલી વાર લલિતને આ મુલાકાત દરમિયાન મેઘનાએ વિનોદવૃતિની આડમાં કરેલા કટાક્ષના કાંટા કયાંય સુધી લલિતના ઝમીરને ખુંચતાં રહ્યાં. તે છતાં લલિતને મેઘના પ્રત્યે સ્હેજ પણ દ્વેષભાવ નહતો ઉદ્ભ્વ્યો. પણ, મેઘનાના કેટલાંક ગર્ભિત શબ્દોથી લલિતને ઊંડે ઊંડે ...વધુ વાંચો

5

હમેં તુમસે પ્યાર ઇતના - 5

પ્રકરણ- પાંચમું/૫રાજન એક ક્ષણ માટે પણ કંઇક વિચારે એ પહેલાં તો મેઘનાના રોદ્ર સ્વરૂપ સાથેના વીજળીની ચમકારાની ઝડપે ગાલ પર સટાસટ ચોડી દીધેલાં સણસણતાં તમાચાથી રાજનનું સમગ્ર અસ્તિત્વ હચમચી ઉઠ્યું હતું. એક પણ શબ્દ બોલ્યા વિના રાજનએ તેના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડતી મેઘનાને ઊભી કરી.ચહેરા પર આંસુ સાથે વીખરાઈને ચોંટેલા વાળ અને લાલચોળ આંખોથી અવિરત નીતરતી અશ્રુધારા સાથે મેઘના રાજનની આંખોમાં આંખો નાખીને બોલી. ‘રાજન....’ આટલું બોલતાં જ તેણે હથેળીએથી જોરથી મોં દબાવી દીધું.. રાજન હજુ કંઈ બોલવા જાય એ પહેલાં તો મેઘનાએ તેના નાક પર આંગળી મુકતા ચુપ રહેવાનું કહેતા બોલી .‘સ્સ્સ્સસ્સશ્શ્સ........ચુપ,’ પ્લીઝ એક શબ્દ ન બોલીશ ...વધુ વાંચો

6

હમેં તુમસે પ્યાર ઇતના - 6

પ્રકરણ- છત્ઠું/૬થોડીવાર તો લલિતને એમ થયું કે આ મેઘના જ છે કે, તેની કોઈ હમશકલ ?તેના ગુસ્સાને કંટ્રોલ લલિત બોલ્યો ‘મેઘના પ્લીઝ.. ડોન્ટ ક્રિએટ એની સીન, પ્લીઝ સે વોટ્સ ધ મેટર. જે હોય એ સાફ સાફ કહી દે, હવે મારા દિમાગની નસો ફાટે છે,’ થોડીવાર લલિતની આંખોમાં જોયા પછી મેઘના બોલી.‘ આઈ એમ પ્રેગનેન્ટ.’ ‘મેઘના, મને ખબર છે કે, તું કોઈપણ હદની મજાક કરી શકે તેમ છે. કોલેજકાળમાં મને તારા ઘણાં અનુભવ થઇ ચુક્યા છે, પણ ડાર્લિંગ અત્યારે તો હું તને પ્રેગનેન્ટ કરવાના ફુલ મૂડમાં છું, ચલ ફટાફટ આવી જા બેડ પર કે પછી, ફિલ્મી સ્ટાઈલમાં ઊંચકીને લઇ જાઉં બોલ.’ મેઘનાની કમર ...વધુ વાંચો

7

હમેં તુમસે પ્યાર ઇતના - 7

પ્રકરણ- સાતમું/૭હવે સમય થયો વહેલી સવારના ૪:૨૫.પાણીની બોટલ લઈને લલિત મેઘના પાસે આવ્યો, મેઘનાને બોટલ આપી,મેઘનાએ પાણી પીધું.પછી બેડપર બાજુમાં બેસીને સામે જોઈને બોલ્યો,‘મેઘના હવે આપણે રોજ ઝેર પીશું, તું, હું અને તારું આવનારું બાળક.’ આટલું બોલીને સોફા પર જઈને સુઈ ગયો. જાણે કોઈ પંખી તનતોડ મહેનત કરી, એક એક તણખલું વીણી વીણીને તેનો મનગમતો માળો બનાવે, તેમ શબરીના બોરની માફક ચૂંટીને, સંઘરીને ગુંથી રાખેલી લલિતની શ્રદ્ધાના ધાગામાં પોરવેલા સપનનાની માળાના મણકા દગાના એક જ ઝાટકે તુટતાં, એક એક મણકા આંખના પલકારામાં વેરવિખેર થઈ ગયા. અને એ જાનલેવા ઝટકાની ઝણઝણાટથી લલિત છેક સવાર સુધી કાંપતો રહ્યો. આંખ ખુલ્લી ત્યારે બેડ પર ...વધુ વાંચો

8

હમેં તુમસે પ્યાર ઇતના - 8

પ્રકરણ- આઠમું/૮‘તમે આવ્યા તે દિવસથી રાજન ગાયબ છે, તેમના પેરેન્ટ્સ પર તે એક ચિઠ્ઠી લખીને જતો રહ્યો છે. તેના પણ તેને શોધે છે. પણ કોઈ જ ભાળ મળતી નથી.’રાજનના આવાં અકલ્પિત રીએક્શનનો સંદેશો મળવાથી મેઘનાના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેને ચિંતા એ હતી કે જો કદાચને તેના પેરન્ટ્સ પોલીસ કપ્લેઈન કરશે.... તો તો કોલ ડીટેઇલના આધારે આ રમખાણનો રેલો તેના ઘર અને મીડિયા સુધી પહોંચશે. અને તેણે આપેલા બલિદાનની સાથે સાથે આબરૂના પણ લીરે લીરાં ઉડે જશે એ અલગથી. હવે ? શું કરવું ? કોને કહેવું ? ગભરાતાં ગભરાતાં સુકાતા ગળે બોલી.‘સરફરાઝ...એ ગયો ત્યારે તમારી જોડે કંઈ વાત થઇ હતી ...વધુ વાંચો

9

હમેં તુમસે પ્યાર ઇતના - 9

પ્રકરણ- નવમું/૯‘પપ્પા, આજે મેં મારી દીકરીનું નામ પાડ્યું. સૌ પહેલાં તમને જ કહું છું’અત્યાનંદની અધીરાઈથી જવાહરલાલ બોલ્યા...‘બોલ બોલ દીકરા બોલ શું નામ રાખ્યું મારા જીવનું ?’‘અંતરા’ છલકાતા પરમાનંદ સાથે સાથે છલકતા આસું સાથે મેઘના બોલી . ‘અરે.. વાહ ! મારાં મીઠી મેઘનાના મુખડાની આભા એટલે અંતરા. સુરીલી સરગમ જેવું અનન્ય નામ છે દીકરા. એક કામ કર મેઘના આ રવિવારે સૌ આવો અહીં ઘરે. ખાશું, પીશુ અને વાતોના ગપાટા મારીને આખો દિવસ પસાર કરીશું. અંતરાના અવતરણના આનંદની ખુશીમાં એક જબરદસ્ત જલસો કરી નાખીએ.’ મેઘનાની ખુશીને બેવડી કરવાના આશયથી ખુશખુશાલ જવાહરલા અંતરના ઉમળકાને મેઘના સામે આમંત્રણના રૂપમાં પ્રસ્તુત કરતાં બોલ્યા.‘એ.. એક મિનીટ ...વધુ વાંચો

10

હમેં તુમસે પ્યાર ઇતના - 10

પ્રકરણ-દસમું/૧૦‘લીસન.. ફર્સ્ટ એન્ડ લાસ્ટ વોર્નિગ આજ પછી મારી સાથે આવી ચીપગીરી કરી છે ને તો એવી હાલત કરીશ કે મા ને તને પેદા કરવા પર અફસોસ થશે. અન્ડરસ્ટેન્ડ ? આઈ હોપ યુ બેટર અન્ડરસ્ટેન્ડ. ‘અંતરા નાણાવટી નામ છે મારું યાદ રાખજે,’ સોહમે તેના જડબાને લેફ્ટ રાઈટ સાઈડમાં મુવ કરી દાઢી પર હાથ ફેરવીને ખાતરી કરી કે..બત્રીસી તો સહી સલામત છે ને ? પછી મનોમન બોલ્યો અલ્યા આ તો બહારથી બોબી અંદરથી લક્ષ્મી બોંબ જેવી નીકળી. અંતરા બેન્ચ પરથી તેની બૂક્સ લઈને ચાલવાં લાગી. એટલે સોહમ સ્વસ્થ થઈને તેની સદબહાર અદામાં બોલ્યો,‘અનઇન્સ્ટોલ ન થાય એવા લાઇસન્સ વર્જન વાળા ઇન્ટ્રોડોકટ્રી સોફ્ટવેર સાથે હથોડાછાપ વીઝીટીંગ ...વધુ વાંચો

11

હમેં તુમસે પ્યાર ઇતના - 11

પ્રકરણ- અગિયારમું/૧૧‘લલિત... લલિત .. આ શું ? કેમ થયું ? લલિત ?કંઈ પ્રત્યુતર આપવાનો પ્રયાસ કરે એ પહેલાં તો લલિતએ આંખો મીંચી દીધી.અને કાળી રાત ચીરતી મેઘનાની કારમી રાડ ફાટી ગઈ.હરણફાળ ભરતી મેઘના દોડી બેડરૂમમાં તેનો મોબાઈલ લેવા.ઘડીના છત્ઠા ભાગમાં તેની માનસિક અવસ્થાને સ્વસ્થ કરીને કોલ જોડ્યો ૧૦૮ એમ્બ્યુલેન્સ સેવા કેન્દ્રમાં.પાંચ જ મીનીટમાં જરૂરી પેપર્સ અને પૈસા તેના પર્સમાં નાખીને ત્વરિત ગતિએ દાદરો ઉતરીને નીચે આવતાં જ મેઈન ગેઇટ પર સાયરનની ચીચયારી સાથે એમ્બ્યુલેન્સ પણ આવી પહોંચી. સહાયકની મદદથી લલિતને સ્ટ્રેચર સાથે એમ્બ્યુલેન્સમાં ગોઠવતાં નીકળ્યા હોસ્પિટલ તરફ. હવે લલિતના ઘાવ પરનો રક્તસ્ત્રાવ બંધ થઇ ગયો હતો. ઈમરજન્સી વોર્ડમાં એડમીટ કરતાં, ફરજ પરના ...વધુ વાંચો

12

હમેં તુમસે પ્યાર ઇતના - 12

પ્રકરણ- બારમું/૧૨સોહમ પણ ઉભો થઇને ગુસ્સાથી રમણીકલાલની આંખમાં જોઇને બોલ્યો.‘જેમ બને તેમ વહેલી કાંખઘોડી અથવા વ્હીલચેરની વ્યવસ્થા કરી લેજે, ફૂટના ટાંટિયા દોઢ ફૂટના કરી નાખતાં મને જરા પણ વાર નહીં સમજી લેજે હલકટ.’રમણીકલાલને સોહમના તેવર જોતા લાગ્યું કે અત્યારે આ સમય અને સ્થળને ધ્યાનમાં રાખતાં તેની અનિયંત્રિત થવા જઈ રહેલી દિમાગની કમાનને કાબુમાં રાખવી જ હિતાવહ રહેશે. અને રમણીકલાલે પણ જાણી બુજીને અંતરા વિષે અભદ્ર ટીપ્પણી કરીને એક કાંકરે અનેક પક્ષી અંટાઈ જશે તેનો સચોટ અંદાજો લગાવી લીધો. અંતે રમણીકલાલ એક ખુન્નસ ભરી નજરે સોહમને જોતાં ત્યાંથી રવાના થઇ ગયો.અને.. એક અંતરથી વધારે સોહમને અંતરા પ્રત્યે લાગણી હોવાથી સોહમ ...વધુ વાંચો

13

હમેં તુમસે પ્યાર ઇતના - 13

પ્રકરણ- તેરમું/૧૩‘કુંદન કોઠારીના પુત્ર સોહમનું અપહરણ અને તેમની પાસે મોટી રકમની ખંડણી ઉઘરાવવાના ગુન્હા સબબ તમારી સામે સ્પેશિયલી હોમ માંથી અરજન્ટ એરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.’ હજુ ક્રાઈમ બ્રાંચના અધિકારીનું વાક્ય પૂરું થાય ત્યાં સુધીમાં તો લલિત બારણાં પાસે જ ફસડાઈ પડ્યો.એક તરફ હજુ અંતરાના અપહરણનું રહસ્ય વણઉકેલ્યુ પડ્યું છે ત્યાં, આ અચાનક વીજળીના ઝટકા જેવી ઝણઝણાટી ઉપડે એવા સનસનાટી ભર્યા સંદેશાથી મેઘના ડઘાઈ અને ગભરાતાં બોલી...‘અરે..પણ સર. પણ આપ આ રીતે આમને ક્યા આધારે લઇ જઈ શકો ? એ ચાર ક્રાઈમ બ્રાંચના અધિકારી પૈકીના એક મુખ્ય અધિકારી શાલીનતાની સાથે શાંતિથી મેઘનાને લલિતના એરેસ્ટ વોરંટની નકલ બતાવતાં બોલ્યો,‘મેડમ, ...વધુ વાંચો

14

હમેં તુમસે પ્યાર ઇતના - 14

પ્રકરણ-ચૌદમું/૧૪ધ્રુજતા સ્વરે અને રડતી આંખે મેઘનાએ પૂછ્યું...‘અથવા..’‘અથવા.. વર્ષો પહેલાં.. હમેંશ માટે તમારી લાઈફ માંથી રાજન નામના નડતરનું પત્તું કાપવાં રાજનનું ઠંડે કલેજે મર્ડર કર્યું છે, તેની નિખાલસતાથી કબુલાત કરો.... જો.. જો... જો.. તમે લલિત અને અંતરાને જીવિત જોવા ઇચ્છતા હો તો. રાક્ષસ જેવા અટ્ટહાસ્ય સાથે સરફરાઝ બોલ્યો......‘એય....હરામખોર, બસ હો, હવે તારી જબાન પર લગામ રાખજે હો. તું શું બોલે છે તેનું તને ભાન છે ? બોલતી નથી એટલે ક્યારનો મન ફાવે તેમ ભસ્યે રાખે છે. ખબરદાર જો રાજન વિષે એક શબ્દ પણ એલફેલ બક્યો છે તો તારી ખેર નહીં રહે એટલું સમજી લેજે.’છંછેડાયેલી નાગણની માફક ફૂંફાડો મારતાં ભડકીને તેની ભડાસ કાઢતાં ...વધુ વાંચો

15

હમેં તુમસે પ્યાર ઇતના - 15 - છેલ્લો ભાગ

અંતિમ પ્રકરણ- પંદરમું/૧૫તમે આરામથી આ વીડીઓ કલીપ જોઈ લો. એ પછી હું આવું છું. ત્યાર બાદ આપણે નિરાંતે ડિસ્કશન એમ કહીને તે રૂમની બહાર જતો રહ્યો અને.. મેઘના અને અંતરા જેમ જેમ એ વીડીઓ ક્લીપ જોતા ગયા તેમ તેમ વધુ ને વધુ પરસેવો છૂટતો ગયો....એકવાર.. બીજી વાર.. અને ત્રીજી વાર મેઘના અને અંતરાએ વીડીઓ કલીપ જોઈ લીધાં પછી પણ વાત ગળે ઉતરે તેવી બંધ બેસતી કોઈ કડી જડતી નહતી. પહેલાં અંતરાના કહેવાતા અપહરણનો તમાશો, પછી તે જ દિવસે ફરી લલિતનું રહસ્યમય સંજોગોમાં કીડનેપીંગ અને એ પછી... જે રીતે...કોઈ અજાણ્યો છતાં જાણભેદુ મેઘનાના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની ધમકીના રૂપમાં સચોટ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો