મીરાં... નામ પરથી જ અંદાજ આવે કે પ્રેમદિવાની હોવી જોઈએ.. ચાલો અમારી મીરાંની જિંદગીની દિલચસ્પ કહાની તમને રજુ કરું.મીરાં ખુબ મળતાવડી, પ્રેમાળ, બીજાની મદદ કરવા કાયમ તત્પર રહેતી એવી જિંદાદિલ સ્વભાવની સાથોસાથ આખાબોલી પણ ખરી. દેખાવે સામાન્ય છતાં માપસર આકર્ષિત દેહકૃતિ ધરાવતી મીરાં દરેકના મનમાં પોતાનું સ્થાન જન્માવી જ લે એવી હતી.મીરાંનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. મીરાં, તેના માતાપિતા અને મીરાં ની એક નાની બેન એમ નાના પરિવારમાં ખુબ લાડકોડથી ઉછરેલી મીરાં ખુબ સમજુ હતી. આડોશપાડોશમાં પણ મીરાં વગર જાણે સુનકાર છવાય જતો હતો. મીરાંની સાથે તેની પાડોશમાં રહેતા અમન સાથે તેની સારી મિત્રતા... બંને જોડે જ એક
Full Novel
પ્રેમદિવાની - ૧
મીરાં... નામ પરથી જ અંદાજ આવે કે પ્રેમદિવાની હોવી જોઈએ.. ચાલો અમારી મીરાંની જિંદગીની દિલચસ્પ કહાની તમને રજુ કરું.મીરાં મળતાવડી, પ્રેમાળ, બીજાની મદદ કરવા કાયમ તત્પર રહેતી એવી જિંદાદિલ સ્વભાવની સાથોસાથ આખાબોલી પણ ખરી. દેખાવે સામાન્ય છતાં માપસર આકર્ષિત દેહકૃતિ ધરાવતી મીરાં દરેકના મનમાં પોતાનું સ્થાન જન્માવી જ લે એવી હતી.મીરાંનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. મીરાં, તેના માતાપિતા અને મીરાં ની એક નાની બેન એમ નાના પરિવારમાં ખુબ લાડકોડથી ઉછરેલી મીરાં ખુબ સમજુ હતી. આડોશપાડોશમાં પણ મીરાં વગર જાણે સુનકાર છવાય જતો હતો. મીરાંની સાથે તેની પાડોશમાં રહેતા અમન સાથે તેની સારી મિત્રતા... બંને જોડે જ એક ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૨
મીરાં શૂન્યમનસ્ક ચિત્તે બેઠી હતી. એ એટલી હદે મુંજાણી હતી કે, એનું મન પરિસ્થિતિને સમજી શકે એટલું સમક્ષ જ મીરાંની બેન મીરાં પાસે ગઈ અને એને હચમચાવીને ઝંઝોળીને ફરી કહે છે, મીરાં મેં તને કીધું એ તે સાંભળ્યું કે નહીં? મીરાં એક ઊંડો નિસાસો નાખીને કહે છે, હા. અને આગળ તેની બહેન પાસેથી વચન માંગે છે કે તું કોઈને કાંઈ ન કહે તો એક વાત કહું.મીરાંની બહેન મીરાંને વચન આપે છે કે એ કોઈને કાંઈ જ નહીં કહે, ત્યારબાદ મીરાં અમન સાથે થયેલ દરેક વાત જણાવે છે. આટલું બોલી મીરાં જમીન પર બેસી માથે હાથ ટેકવીને રડમસ અવાજે કહે છે, ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૩
મનમાં ઘણી ચાલી રહી છે ઉથલપાથલ;દોસ્ત! વિચાર મનને કરી રહ્યા છે પાગલ!મીરાં અત્યાર સુધી પરિસ્થિતિને સાચવી શકી હતી, પણ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ એને અમનની ચિંતા વધતી જતી હતી આથી મીરાંના ચહેરા પર એ ભાવ હવે ઉપજી રહ્યા હતા. સૌ મીરાં અને અમનની મિત્રતાને જાણતા જ હતા આથી મીરાંના ચહેરા પર ઉપજતા હાવભાવ હજુ સત્ય હકીકતને છુપાવવાની ક્ષમતા ધરાવતા હતા. મીરાંની મનઃસ્થિતિ ફક્ત મીરાં જ જાણતી હતી. મીરાં અનેક વિચારોને અંકુશમાં રાખવાનો ખોટો પ્રયાસ કરતી હતી, અંતે રાત્રે મીરાંએ તેના મમ્મીને પૂછ્યું, 'અમનના શું સમાચાર છે? એને કેટલી ઈજા પહોંચી છે?' મીરાં આટલું તો એની મમ્મીને ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૪
મનના પટાંગણમાં એવું સ્થાન તું પામી ચુકી છે,અર્ધજાગ્રત અવસ્થામાં પણ તું અનુભવાય રહી છે.અમન અર્ધજાગ્રત અવસ્થામાં પણ મીરાંના નામને રહ્યો હતો. કણસવાના અવાજ સાથે મીરાં નું નામ ફક્ત એની બાજુમાં ઉભેલ મિત્ર જ અમનના ર્હદયભાવને અનુભવી શક્યો હતો. દરેક સબંધમાં મિત્રનો સાથ વિશેષ જ હોય છે જે આપણે અહીં જોઈ શક્યે છીએ. મીરાંના મનને અમનની સ્થિતિની જાણ થતા જ એ મન્દિરે દર્શન કરવા ગઈ હતી. અને પ્રભુને પોતાની પ્રાર્થના સ્વીકારવા બદલ હરખ સાથે વંદન કરી રહી હતી.કેવી અદભુત અનુભવાય રહી છે લાગણી,ગુસ્સામાં પણ પ્રેમનો સમન્વય ધરાવે છે લાગણી!મીરાં મઁદિરથી દર્શન કરીને સ્કૂલ એની બેન જોડે જઈ રહી હતી. મીરાં વિચારોના ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૫
જાણે કાંઈક તો ચમત્કાર જ થઈ રહ્યો હતો,જોને વિધાતાના લેખનો પ્રભાવ થઈ રહ્યો હતો!અમનમાં પહેલી ૨૪ કલાકમાં એની શારીરીક ઘણો સુધાર આવ્યો હતો, એના જીવનું જોખમ તો ટળ્યું હતું પણ હજુ એ સંપૂર્ણ સ્વસ્થ ન્હોતો થયો. બીજા ૪૮ કલાક માં અમનમાં એટલો ફર્ક પડ્યો કે એ આંખ ઉઘાડતો, મીરાં નામનું રટણ કરતો અને ધીરે ધીરે નજર આખા રૂમમાં ફેરવતો અને ફરી ઊંઘમાં ગરકાવ થઈ જતો હતો. હવે, ડોક્ટરએ અમનના પરિવારને પૂછ્યું કે, "આ મીરાં તમારા પરિવાર સાથે શું સબંધ ધરાવે છે? મીરાંને અમન સાથે મળવા માટે બોલાવો કદાચ અમન એની જ રાહ પર છે."ડોક્ટરના મુખેથી આ વાત સાંભળીને અમન ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૬
જોને કુદરત પણ કેવી અદભુત કરામત કરે છે,કર્મના લેખને જોઈ જન્મના લેખ લખે છે,સંજોગ મુજબ ક્રોધને પણ પ્રેમમાં રૂપાંતરિત છે,દોસ્ત! પ્રભુની મરજી વગર પાંદડું પણ ક્યાં હલે છે?છતાં કહેવાય છે કે માનવી કેવા કર્મ કરે છે!અમન અને મીરાં રૂમમાં સાથે હતા ત્યારે અમન જે રીતે બેઠો થઈ ગયો એ દ્રશ્ય અમનના ભાઈના હૃદયને સ્પર્શી ગયું, એનો મીરાં માટેનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો હતો. એ મીરાંએ જે રીતે અમનને વ્યવસ્થિત ઉંઘાડ્યો એ જોઈને તેના મનને થયું કે મીરાંએ અમનને કોઈ નુકશાન ન જ પહોચાડ્યું હોય. જો મીરાંને અમનને કોઈ નુકશાન પહોંચાડવું જ હોઈને તો મીરાંના ચહેરાપર જે માસુમિયત દેખાય ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૭
ઉમર કાચી હતી, પણ પ્રેમ પરિપક્વ હતો;ગફલત પાકી હતી, પણ ખુલાશો બાકી હતો;હૃદયની લાગણી હતી, પણ આંખે દુઃખનો દરિયો અમનની એ પ્રીત હતી, પણ મીરાંએ ઝેરનો ઘૂંટડો પીધો હતો!હજુ અમન અને મીરાં વચ્ચે થયેલ ચર્ચા બંને પરિવાર સુધી સ્પષ્ટ રૂપમાં આવી નહોતી, અને બંને કાચી ઉંમરે હોય પરિવારના સભ્યોને એવી કોઈ ગંધ પણ નહોતી કે શું ચાલી રહ્યું છે મીરાં અને અમનના મનમાં? પણ શેરીએ અને ગામમાં એવી ચર્ચાએ વેગ પકડ્યો હતો કે, 'અમનએ ઝમ્પલાવ્યું એનું કારણ મીરાં જ હોય! છતાં મીરાં હોસ્પિટલ જાય છે, કંઈક દાળમાં કાળું છે.' આવી વાત અમનના પરિવાર સુધી પહોંચી હતી. પણ પરિવાર ડૉક્ટરએ ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૮
પવિત્ર પ્રેમના વમળમાં પગરવ કરી ચુકી હતી મીરાં, રોજની મુલાકાત થકી 'પ્રેમદિવાની' બની ચુકી હતી મીરાં. મીરાંએ પોતાના મનની જ લાગણી એની બેનને જણાવી પોતાનામાં જે વલોપાત થતો હતો એને થોડો શાંત કર્યો હતો. મીરાંની વાત સાંભળી બેન ની હાલત કફોડી બની ગઈ હતી, છતાં મીરાંને સાંત્વના આપવાનો પ્રયાસ કરતી હતી.. એ મીરાં માટે પાણી લાવે છે અને એને કહે છે કે, 'તું ભૂલથી પણ ક્યારેય અમન ની સમક્ષ આ વાતની કબૂલાત ન કરજે, મમ્મી ક્યારેય આ વાત માન્ય ન જ રાખે.' ઓછા શબ્દોમાં બહુ બધું બેને મીરાંને જણાવી દીધું હતું.મીરાં બેન ને કોઈ જ પ્રતિઉત્તર આપતી નથી. એ તકિયા પર ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૯
હસતો તારો ચહેરો દિલમાં ઉમઁગ જગાવતો;નાહક મને તારી સમક્ષ હારવા બહેકાવતો!મીરાંની નજર પોતાની ચોપડીના પન્ના હવાની લહેરથી ઉડી રહ્યા એમાં હતી અને મન અમનના ચહેરાને સ્વપ્નરૂપે પ્રત્યક્ષ અનુભવી રહ્યું હતું. મીરાંના ચહેરા પર આછું સ્મિત છલકતું હતું. મીરાં એની સ્વપ્ન દુનિયામાં અત્યંત ખુશ હોય એ એવું વાસ્તવિક વ્યક્તિત્વ એની સામેના સોફા પર બેઠેલ મીરાંની બહેન અનુભવી રહી હતી. મીરાંને જોઈને એનાથી બોલ્યા વગર રહેવાયું જ નહીં કે, " મીરાં પરીક્ષામાં અમનનો નિબંધ નહીં પુછાય હો.."અમનના નામે મીરાં પોતાની સ્વપ્ન દુનિયા માંથી સફાળી જાગી હતી. મીરાંએ બેન સામે જોયું ના જોયું કર્યું અને શરમના લીધે બીજી વાતોમાં પોતાનું ધ્યાન બદલ્યું ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૧૦
લાગણી ના બંધનથી અહીં કોણ બચી શકતું હતું?દોસ્ત! લખ્યા શું લેખ વિધાતાએ એ કોણ જાણતું હતું?મીરાંએ પરીક્ષા આપી એ એના બીજા મિત્રો જોડે પપેરની ચર્ચા કરી રહી હતી. એને એજ જાણવું હતું કે આ પરીક્ષામાં પણ હંમેશની જેમ સારા ગુણ આવશે કે નહીં? એની ધારણા મુજબ લગભગ બધું જ બરાબર લખીને આવી હતી, એ ખુબ ખુશ હતી કે મારુ રિઝલ્ટ સારું આવશે! તેની બહેન પણ એટલીવારમાં ત્યાં આવી પહોંચી હતી. એના પેપર પણ સારા ગયા હતા. હવે રિઝલ્ટ આવે એની રાહ હતી. મીરાં અને તેની બહેન સીધા ઘરે ગયા, ઘરે તેના મમ્મી અને પપ્પાને પણ પરીક્ષા પતી અને સારા ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૧૧
દિનાંક ૧૦/૬/૨૦૦૦૯ તારી યાદના આંસુ પણ ખરી વફા દાખવે છે,જોને આંસુ ક્યાં પાંપણની બહાર આવે છે?આજ રોજ મીરાં ૩ બાદ પોતાને ઘેર આવી હતી. આટલા દિવસો બાદ આવી તો એ ખુશ થવાને બદલે દુઃખી હતી. કારણ એક જ હતું કે, અમનના પ્રેમનો અસ્વીકાર કરવો. અમનને પ્રથમ દ્વારા ખબર પડી જ ગઈ હતી કે મીરાં આવી ગઈ છે.મીરાં પોતાના મનમાં ઉઠતી દરેક લાગણીને મનમાં સાચવી બેઠી હતી. મીરાં એના પપ્પાના મનમાં ચાલી રહેલ અવઢવને સમજી જ ગઈ હતી. આથી પોતાના પરિવારને એ કોઈ જ ચિંતા કે ઉપાધિ આપવા ઈચ્છતી નહોતી. નહીતો એ શું અમન સુધી પોતાના ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૧૨
તે બાંધી લીધી મારી દરેક લાગણી આપી સોગંદથી, છતાં તું નહીં છીનવી શકે દરેક યાદ આપી સોગંદથી.અમનનો સમય દુઃખમાં વીતી રહ્યો હતો, એ મીરાંને મળવા પણ જઈ શકે એમ નહોતો કારણ કે, મીરાંએ સોગંદ આપ્યા હતા. અમનને વારે ઘડીયે મીરાંની એક જ વાત મનમાં ગુંજતી હતી કે, "તને હાથ જોડી કહું છું ખરેખર મને પ્રેમ કરતો હોય તો મને મળવા આવતો નહીં અને પેલા કર્યું એમ તારો જીવ મારી પાછળ વેડફતો નહીં, તને મારા સમ છે." બધું જાણવા છતાં અમન આ વાત સ્વીકારી શકતો નહોતો, એને મીરાં વગરનું જીવન મંજુર જ નહોતું.અમનના મમ્મી અમને જોઈને જ સમજી ગયા હતા કે, ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૧૩
જાણે મારી માંગેલ દુવા આજે કબુલ થઈ હતી,દોસ્ત! હૈયું ઝંખતું હતું જે ક્ષણ એ પ્રત્યક્ષ હતી.પ્રથમ અમનની સંગાથે સાંજની ૧૦ મિનિટ પહેલા ગાયત્રી મંદિર પહોંચી ગયો હતો. પ્રથમ મનમાં વિચારતો હતો કે, મેં કઈ ખોટું તો નહીં કર્યું ને અમન અને મીરાંને અહીં બોલાવીને? મેં એક મિત્રતા નિભાવી... મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરજો માઁ! અમન માતાજીની સામે નજર રાખી પ્રાર્થના કરી રહ્યો હતો કે, 'મારી મનમાં જન્મેલી લાગણીમાં શું ખોટ છે જે મને મીરાંથી દૂર રાખો છો? મારા મનમાં જે પ્રેમ તમે જન્માવ્યો એ મારા નસીબમાં જ નહોતો તો કેમ આવી લાગણી તમે મારા મનમાં ઉતપન્ન કરી? ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૧૪
મીરાંએ અમનને બેસાડીને કહ્યું, 'તું મારા મનને જીતી ગયો છે, મારા મનમાં તું એક અલગ જ સ્થાન જન્માવી ચુક્યો મારા દરેક ધબકારે તને જે મેં સોગંધથી બાંધ્યો હતો એ મેં તારી વેદના અનુભવી છે. મને તારા પ્રેમનો સ્વીકાર છે.' એકદમ શાંત અને નરમાશથી પ્રેમ સભર અવાજે મીરાં અમનની આંખમાં આંખ મેળવી અમનને પોતાની લાગણી જતાવી રહી હતી.મીરાં મનમાં રહેલ અમન માટેનો પ્રેમ એકચિત્તે સહર્ષ અમનને જણાવી રહી હતી અને અહીં અમનનો ગુંગળાયેલ જીવ જાણે સંપૂર્ણ રીતે બંધન મુક્ત હોય એમ એ અનુભવી રહ્યો હતો. અમનની આંખ જાણે આ સમયને થંભાવી રાખવા જ ઈચ્છતી હતી. અમનને અચાનક જ મળેલ ખુશી ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૧૫
જિંદગી પ્રેમમય બની અચાનક જ,દરેક સ્વપ્ન ખરા બન્યા અચાનક જ,અધૂરપ એની પૂર્ણ બની અચાનક જ,જોને મીરાં પ્રેમથી ખીલી ઉઠી જ!મીરાં અને અમન બંને એકબીજાથી ખુબ દૂર હતા છતાં બંનેની આત્મા સાથે જ હોય એવી અનુભૂતિ મેળવી શકે એટલા બંને પ્રેમમાં સક્ષમ બની ચુક્યા હતા. જવલ્લે જ આવો પ્રબળ અને નીસ્વાર્થ પ્રેમ જોવા મળે એવો બંનેનો પ્રેમ હતો. અને અચરજ તો એ થાય કે બંનેનો આત્મા સાથે પ્રેમ હતો નહીં કે શારીરિક ઈચ્છાનો... કોઈ પણ બંનેની લાગણીને જાણે તો સહજ મનુષ્યરૂપી ઈર્ષા મનમાં જાગે જ એવી બંનેની લાગણી હવે પ્રથમના મનને ડંખવા લાગી હતી. કારણકે પ્રથમ સિવાય કોઈ જ મીરાં ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૧૬
દુશમન પણ વિચાર કરીને વાર કરે એવું પગલું ભર્યું મિત્રએ,મિત્રતા શબ્દને પણ લજ્જીત કરે એવું પગલું ભર્યું મિત્રએ!મીરાંના પપ્પાનો સાંભળીને ખુબ દુઃખદ હાવભાવ અને ગમગીન અવાજમાં પ્રથમે મીરાંના પપ્પાને કહ્યું કે, 'મીરાંનું આગળનું ભણતર સારું થયું કે તમે શહેરમાં જ કરાવ્યું. મીરાં ત્યાં ભણે તો છે ને બરાબર કે અહીં અમનની જોડે જેમ...'મીરાંના પપ્પાના ચહેરાના હાવભાવ બદલાય ગયા હતા. આટલું સાંભળીને એ અધૂરી વાતે બોલ્યા. 'સીધી વાત કર પ્રથમ, કેમ ગોળ ગોળ વાત કરવાની જરૂર પડી?'પ્રથમને આજ તો સાંભળવું હતું. પ્રથમે વાતનો દોર આગળ વધારતા મીરાં અને અમનનો અત્યાર સુધીનો નિર્દોષ પ્રેમ એવી રીતે રજુ કર્યો કે મીરાંના પપ્પા ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૧૭
મીરાંનું મન ખુબ જ વ્યાકુળ હતું. રડી રડીને એની આખો સોજી ગઈ હતી. એના ચહેરાનું નૂર જતું રહ્યું હતું. ઘરના એક ખૂણામાં બેઠી હતી અને મનમાં અનેક વિચારોએ તેને ઘેરી લીધી હતી. મીરાંને પોતાની સચ્ચાઈ સાબિત કરવાનો કોઈ જ રસ્તો મળતો નહોતો. એને પ્રથમ દ્વારા મળેલ પ્રહારને ઝીલવો જ પડે એવી સ્થિતિ તેની સામે હતી.પ્રથમ પોતાના મનમાં રહેલ કપટ રચીને ખુબ જ ખુશ હતો. એનું મન એકદમ શાંત થયું હતું. ઈર્ષાએ પ્રથમના મગજને એટલું બગાડ્યું હતું કે પ્રથમ સાચું કે ખોટુનું ભાન જ ભૂલી ગયો હતો. અને મીરાં માટે તકલીફનું કારણ બન્યો હતો.અમન તો હજુ આ દરેક વાતથી અને ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૧૮
સમયને અનુકૂળ રહીને જીવવું પડે છે,દિલ પર પથ્થર રાખી હસવું પડે છે,દોસ્ત! અડચણો હોય ઘણી માર્ગમાં છતાં જીવનના સફરમાં પડે છે!મીરાંના દિવસો ઘરમાં જ રહીને વીતવા લાગ્યા હતા. મીરાં પોતાની બધી જ ઈચ્છાઓને મારીને જીવન વિતાવવા લાગી હતી. દિવસ તો કામ માં પસાર થઈ જતો પણ રાત અનેક વિચારોના લીધે લાંબી જ રહેતી. મીરાંનું અમનની સાથોસાથ સામાન્ય જીવન પણ છૂટી ગયું હતું. કૉલેજ પણ અધૂરી રહી, કોઈ કલાસ શીખવાની ઈચ્છા કે પોતાના પગ ભર રહી પોતાનું અસ્તિત્વ બનાવવાની ખેવના જાણે એક બંધ રૂમમાં જ કેદ થઈ ને અટકી ગઈ હતી. મીરાં અન્ય છોકરીઓ ની જેમ તો નહીં પણ પોતાની બેન ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૧૯
મીરાંએ પોતાના મમ્મીને તો જવાબ આપી દીધો પણ એણે અમન જોડે કોઈ જ વાત કરી નહોતી અને પોતાની જાતે નિર્ણય લીધો હતો એનું મીરાંને ખુબ જ દુઃખ હતું પણ આજ પોતાના પ્રેમ પર વિશ્વાસ પણ એટલો જ હતો. એ મનોમન જાણતી જ હતી કે હું અને અમન સાથે હોઈએ કે નહીં પણ વિધાતાએ અમને એકબીજા માટે જ બનાવ્યા છે.મીરાંને અમન સુધી એ વાત પહોંચાડવી હતી કે, ' મેં તને પૂછ્યા વગર આપણી જિંદગીનો આટલો મોટો ફેંસલોઃ લીધો છે.' વળી મીરાંએ પોતાના તરફથી એ તૈયારી પણ રાખી હતી કે કદાચ ધરારથી કોઈ બીજા જોડે મીરાંને પરણવાની ફરજ પાડવામાં આવે તો ...વધુ વાંચો
પ્રેમદિવાની - ૨૦ - અંતિમભાગ
મીરાં એ ઘરે આવીને પોતાના મમ્મીને કહ્યું કે, "અમનને મેં આપેલ વસ્તુ પાછી લઈ આવી છું અને સાથોસાથ કહ્યું ૨૦૨૧ની ઉત્તરાયણ ના એ આવશે મને કાયમ માટે પોતાની સાથે લઈ જવા માટે વિવાહની વાત કરવા એ પણ કહીંયુ." મીરાંએ પોતાના તરફથી વાતમાં ને વાતમાં મમ્મીને એ પણ જાણ કરી દીધી કે ૨ વર્ષ જ હવે એ અહીં નહિ રેવાની..મીરાંના મુખે મમ્મી આવું સાંભળીને એમ રાજી થયા કે આજ થી એ બંને કાયમ માટે અલગ થઈ ગયા. એમણે તરત જ મીરાંના પપ્પાને બધી જ વાત જણાવી હતી. મીરાંના પપ્પા તરત બોલ્યા કે ૨ વર્ષમાં આપણે મીરાંને યોગ્ય પાત્ર ન શોધી ...વધુ વાંચો