વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ

(54)
  • 47.1k
  • 7
  • 18.9k

આરંભ, આનંદ અને અચાનક આવેલો અવરોધ ~~~~~~~~~~~~~~~~~~~~ કેવો સુખદ અનુભવ ચકલેશ્વર મહાદેવ (રાયપુર) કામનાથ મહાદેવ (રાયપુર) અને ગંગનાથ મહાદેવ (ભુલાભાઈ પાર્ક) થી છેક પશુપતિનાથ - નેપાળ !!! નેપાળ, એક નાનકડો દેશ જે ક્યારેય કોઈનોયે ગુલામ બન્યો નથી શૂરવીર પ્રતાપી રાજાઓના પ્રભાવના કારણે હશે કે દેવાધિદેવ હિમાલયની આડમાં બેઠો છે એટલે હશે? એક સમયનું જગતનું એકમાત્ર હિન્દુરાષ્ટ્ર જન્મે અને કર્મે બ્રાહ્મણ અને હિન્દુ હોવાના કારણે મનમાં વર્ષોથી એક ઈચ્છા ધરબાયેલી કે મોકો મળે તો નેપાળ નામના હિન્દુરાષ્ટ્રની ધરતી પર પગ મુકવો જ ચીન અને ભારત જેવી મહાસત્તાઓની વચ્ચે ભીંસાઈને પડેલો કચડાયેલો ગરીબ દેશ પણ પ્રજાની ખુમારી ઈઝરાયેલી

Full Novel

1

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - 1

આરંભ, આનંદ અને અચાનક આવેલો અવરોધ ~~~~~~~~~~~~~~~~~~~~ કેવો સુખદ અનુભવ ચકલેશ્વર મહાદેવ (રાયપુર) કામનાથ મહાદેવ (રાયપુર) અને મહાદેવ (ભુલાભાઈ પાર્ક) થી છેક પશુપતિનાથ - નેપાળ !!! નેપાળ, એક નાનકડો દેશ જે ક્યારેય કોઈનોયે ગુલામ બન્યો નથી શૂરવીર પ્રતાપી રાજાઓના પ્રભાવના કારણે હશે કે દેવાધિદેવ હિમાલયની આડમાં બેઠો છે એટલે હશે? એક સમયનું જગતનું એકમાત્ર હિન્દુરાષ્ટ્ર જન્મે અને કર્મે બ્રાહ્મણ અને હિન્દુ હોવાના કારણે મનમાં વર્ષોથી એક ઈચ્છા ધરબાયેલી કે મોકો મળે તો નેપાળ નામના હિન્દુરાષ્ટ્રની ધરતી પર પગ મુકવો જ ચીન અને ભારત જેવી મહાસત્તાઓની વચ્ચે ભીંસાઈને પડેલો કચડાયેલો ગરીબ દેશ પણ પ્રજાની ખુમારી ઈઝરાયેલી ...વધુ વાંચો

2

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૨

એપ્રિલફુલની અનુભૂતિ અને ભૂખનું દુઃખ ~~~~~~~~ મને એમ હતું કે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ જ મારી પત્ની આશ્ચર્યચક્તિ થઈ જશે એ પૂર્વધારણાએ મેં હિમ્મત કરી એને પૂછ્યું તને કેવું લાગે છે ? એ કહે આવા કંઈક એરપોર્ટ મેં ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જોઈ નાખ્યા છે જે તમેય ક્યારેય જોયા નહિ હોય ! વાત તો એની સાવ સાચી હતી ના તો હું સિરિયલ જોઉં કે ના ફિલ્મો ! છૂકછૂક ગાડીમાં ગોરખપુર કે બસમાં ગોરખપુર જવું નહોતું એનું એકમાત્ર અને અગત્યનું કારણ એ હતું કે હું મારા ઓફિસના કામસર વિમાનમાં ઘણી વખત ઉડી આવ્યો તો મારા પુત્રો પણ ...વધુ વાંચો

3

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૩

દાદા પશુપતિનાથના દર્શને ~~~~~~~~~~~~ એક અગત્યની વાત અહીં જણાવવી જરૂરી છે કાઠમંડુ અને પોખરા સહીત મોટાભાગના નેપાળી સેન્ટરો પર મને અને તમને પોસાય તેવી મોટાભાગની સામાન્ય હોટલો "એપાર્ટમેન્ટ કમ હોટલ" છે એટલે એમાં લિફટની સગવડ નથી એટલે તમારી ઉંમર, પગની ત્રેવડ અને તમારી કાયાના વજનને ધ્યાને રાખી જે તે માળ પર રૂમની પસંદગી કરવી અન્યથા એ કસરતના કારણે ત્યાં ફરવાનું બાજુ પર રહેશે અને...... જયારે તમે વધારે થાકેલા હો ત્યારે તમને ઊંઘ નથી આવતી બસ એ નિયમે લગભગ આખીયે રાત હું જાગતો રહ્યો સવારે ૭ વાગે મારુ હોટલ બુકીંગ હતું એ હોટલ પર જઈ પહોંચ્યો ...વધુ વાંચો

4

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૪

સ્વયંભુ પર્યાવરણ પાર્કની મુલાકાતે~~~~~~~~~~~~~~~~~~~~ ગુહ્યેશ્વરીદેવીના મંદિરથી અમે પહોંચ્યા સ્વયંભુ પર્યાવરણ પાર્કમાં. તદ્દન અલગ ધર્મ અને તદ્દન અલગ સંસ્કૃતિની ઓળખમાં પશુપતિનાથથી ભગવાન બુદ્ધ તરફ હિન્દુધર્મ અને બૌદ્ધધર્મ બે અલગ ધર્મ બંનેય ધર્મના નિયમો અલગ બંનેય ધર્મોની લિખિત - અલિખિત નીતિરીતિઓ અને માન્યતાઓ અલગ પણ આશ્ચર્યજનકરીતે બંનેય ધર્મનો મુખ્ય ઉપદેશ શાંતિ અને ભાઈચારાની વિચારધારાને વરેલા જે લગભગ એક જ ! પહેલા પહોંચ્યા સ્વયંભુનાથ પર્યાવરણ પાર્ક પર સોનેરી ધાતુએ મઢી ત્રિમૂર્તિ જેમાં વચ્ચોવચ્ચ ભગવાન બુદ્ધની પદ્માસનમાં બેઠેલી મુદ્રાની ભવ્ય મૂર્તિ જેની ઊંચાઈ લગભગ ૬૦ ફૂટ જેટલી હશે પણ આ પાર્ક લગભગ ૪૦ ફૂટ ઊંચી ટેકરી પર હશે એટલે જમીનથી લગભગ ૧૦૦ ફૂટ ...વધુ વાંચો

5

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૫

નેપાળ નામકરણ, સ્વયંશિસ્તતાઓ અને વિશિષ્ટતાઓ ~~~~ ગઈકાલ સુધીનું વિશ્વનું એકમાત્ર હિન્દુરાષ્ટ્ર ભગવાન શંકરના કાયમી વસવાટની ભૂમિ માતા પાર્વતીએ શંકર સાથે પોતાનો ઘરસંસાર માંડયો તે ભૂમિ માતા સીતાએ જ્યાં જન્મ ધર્યો તે ભૂમિ ભગવાન રામ સ્વયંવરમાં સીતાને જ્યાં વર્યા તે ભૂમિ ભગવાન બુદ્ધની જન્મભૂમિ વેદકાળના પુસ્તકોમાં નેપાળનો ઉલ્લેખ છે નેપાળ ના નામકરણ બાબતે અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે જેમની કેટલીક માન્યતાઓ પર આપણે નજર કરી લઈએ માન્યતા - ૧ સ્કંધપુરાણના સંદર્ભ અનુસાર "નેમુનિ" નામના ઋષિ હિમાલયમાં વસવાટ કરતા હતા પશુપતિપુરાણના સંદર્ભ અનુસાર નેમુનિ નામના સંત હતા જે વખતોવખતો આવતી કુદરતી આપત્તિઓમાં પ્રજાને એક અથવા બીજી રીતે કુદરતી આપત્તિઓથી ...વધુ વાંચો

6

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૬

હનુમાન ડોકા, કાઠમંડુ દરબારચોક ~~~ યાત્રાની આ જ તો ખાસિયત છે સવારે વિમાનમાર્ગે હિમાલય સર કર્યો અને પગપાળા દરબારચોક નામના મેદાનમાં અહીં ફરી વખત એજ વાત કહીશ કે કોઈપણ યાત્રામાં જાઓ ત્યારે તમારા આળસ, ઊંઘ, થાક, ભૂખ-તરસને તમારા ઘરના દીવાનખંડમાં ધરબીને જવું શક્ય હોય તો તમારા દુખતા ઢીંચણને પણ તમારા ઘરમાં ધરબીને જવા એટલે એ કોઈ તમને મ્હાલવામાં, હરવા ફરવામાં, જે તે જગ્યાની મજા માણવામાં વચ્ચે ના આવે અને તમને નડે નહિ જો એ બધાયે તમારી સાથે આવ્યા જ હોય તો બાકી તો તમે ફરી રહયા ! . . નવી સવારે નવી તાજગી અને નવા ઉત્સાહ સાથે ...વધુ વાંચો

7

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૭

પોખરા તરફ પ્રયાણ ~~~~~~ આજે સુસ્તીસભર આરામનો દિવસ હતો. આજે વહેલી સવારે ઉઠીને ક્યાંય ભાગવાનું નહોતું કારણ બપોરે નેપાળની ધરતી પરના સ્વર્ગ પોખરા જવાનુ હતુ. "નમસ્તે નેપાળ"ના યુવાન માલીક "ધ્રુવા લામસેલ", જે હવે મારા મિત્ર બની ગયા હતા, સાથે પોખરાની હોટલમાં રોકાણ બાબતની ચર્ચા કરી. મિત્ર ધ્રુવાએ જણાવ્યું કે પોખરામાં એના સગા કાકાના દીકરાની હોટલ છે અને અમારે ત્યાં જઈને રહેવાનું છે. વળી "નમસ્તે નેપાળ"માં અમારા દસ દિવસના રોકાણના પૈસા અમે એડવાન્સમાં આપ્યા હોવાથી, પોખરામાં અમારે એ હોટલમાં કોઈ ચુકવણી કરવાની નહોતી. જે સગવડમાં એરપોર્ટથી લઈ જવાની તથા પરત ફરતી વખતે એરપોર્ટ પર મૂકી ...વધુ વાંચો

8

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૮

રિજિયોનલ મ્યુઝિયમની મુલાકાતે ~~~~~ ગુપ્તેશ્વર મહાદેવ અને દેવી'સ ફોલની યાત્રા કર્યા પછી અમારા સારથીએ અમારો રથ પોખરાના તરફ વાળ્યો. મોટાભાગે મ્યુઝિયમની મુલાકાત એટલે આમ તો અણગમતો વિષય. મ્યુઝિયમની મુલાકાતે માત્ર રસ ધરાવતા અને જે તે વિષયના ભૂતકાળમાં ડોકિયું કરી ઐતિહાસિક સંદર્ભો મેળવવાના જ્ઞાનપિપાસુઓ જ પ્રવેશ ફીના પૈસા ખર્ચીને આવે. એક સમયે ઘરમાં આવતા મહેમાનોને હું પાલડી મ્યુઝિયમ જોવા અચૂક લઈ જતો. જોકે આજે એ વાતને લગભગ +૫૦ વર્ષ થયા હશે. દેશવિદેશથી ખાસ અમદાવાદમાં લોકો જોવા માટે આવે છે એ કેલિકો મ્યુઝિયમ હજુસુધી મેં જોયું નથી. પણ આતો નેપાળની અને એમાયે પોખરાની વાત હતી. સમયનો સાથ ...વધુ વાંચો

9

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૯

બૌદ્ધનાથ સ્તૂપ ~~~ પોખરાથી પાછા ફર્યા પછી નેપાળ પ્રવાસના આખરી ઓપમાં હવે બાકીની ખુબ જ જાણીતી જગ્યાઓની લેવાની હતી નેપાળ પ્રવાસની શરૂઆતે સ્વયંભુનાથ મંદિરની અને સ્વયંભુનાથ ગાર્ડનની મુલાકાત લઈ લીધી હતી. આજે શહેરના ઉત્તરપૂર્વ ભાગમાં શહેરથી ૧૨ KM દૂર આવેલા બૌદ્ધનાથ સ્તૂપની મુલાકાતે અમારી રથયાત્રા નીકળી. રહેણાંક વિસ્તારોની અને ધંધાકીય બજારોની વચ્ચે હોવાથી ગાડીના પાર્કિંગના પ્રોબ્લેમ હતા એટલે અમારા સારથીએ ગાડી દોઢ - બે KM દૂર એક રહેણાંક વિસ્તાર નજીકની નાનકડા મેદાન જેવી જગ્યામાં રોકી લીધી અમે ત્યાંથી ચાલીને બૌદ્ધનાથ સ્તૂપના આગમન દરવાજે પહોંચ્યા અહીં SAARC દેશોના પ્રવાસીઓ માટે રૂ.૧૦૦ પ્રવેશ ફી છે જ્યારે ચીન ...વધુ વાંચો

10

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૧૦

રાષ્ટ્રીય મ્યુઝિયમ ~~~ કાઠમંડુના એ "રાજમહેલ"ના દરવાજે ગયા પછી હાલમાં ત્યાં બની ગયેલા "રાષ્ટ્રીય મ્યુઝિયમ"ને જોવા નહિ જવાનું એક રહ્યું "નેપાળના રાજમહેલમાં ખેલાયેલ ખૂની ખેલ" દરેક સિક્કાની બે બાજુ હોય છેપહેલા આપણે સિક્કાની જાહેરમાં દેખાતી બાજુ જોઈ લઈએપછી સિક્કાની જાહેર નહિ થયેલી બાજુ જોઈશું રાજાશાહીમાં રાજા બનવાનું ખ્વાબ તો રાજાના પુત્રને, રાજાના ભાઈને, રાજાના ભત્રીજાને, રાજાના કાકાનેય હોય જ અને એ ખ્વાબની ઈચ્છાપૂર્તિ માટે જયારે એ બધા કાવાદાવાના રવાડે ચઢે ત્યારે સત્તાપલ્ટા પહેલા રાજમહેલમાં હત્યાકાંડ સર્જાવા સ્વાભાવિક છે. બસ આવી જ સત્તાલાલસામાં નેપાળના રાજમહેલમાં પહેલી જૂન ૨૦૦૧ના દિવસે એક રાજકીય હત્યાકાંડ સર્જાયો હતો. રાજા બિરેન્દ્ર અને તેમની રાણી ઐશ્વર્યા ...વધુ વાંચો

11

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - અંતિમ ભાગ

ધરતીનો છેડો ઘર ~~~ આજે અમારી ફ્લાઈટ લગભગ એક કલાક મોડી હોવાની જાહેરાત થઈસમય ગાળો વધતા વધતા એ લગભગ બે કલાક મોડી આવી ભૂતકાળમાં કાઠમંડુથી દિલ્હીની ફ્લાઈટ હાઇજેક થયેલી એટલે કાઠમંડુ એરપોર્ટ પર ચાર લેયર ચેકીંગ હતું વિન્ડો સીટ લીધી હતી કે જતા જતા પણ હિમાલય દર્શન થાય પણ મારી એ ઈચ્છા સાવ અધૂરી રહી કારણ કે વિમાન ઉપાડતા સમયે સાવ અંધારું થઈ ગયેલું કાઠમંડુ - દિલ્હી વચ્ચે આકાશી અંતર લગભગ બે કલાકનું છે અમારું વિમાન જ્યાં લેન્ડ થયું હતું ત્યાંથી સમાનકક્ષ લગભગ ૪ કિલોમીટર દૂર હતો સમાનકક્ષ સુધી ચાલી ચાલીને પહોંચતા થાકી ગયાત્યાં સુધીમાં અમારી બેગ પેલા કન્વેયર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો