જય અને પાર્થ એમના નવા ઘરમાં હમણાં જ રહેવા આવ્યા હતા. માત્ર ઘર જ નહીં પણ આ શહેર પણ એમના માટે નવું જ હતું. તેથી જ એમના કોઈ સારા મિત્રો બન્યા નહોતા. નવી જગ્યાએ હંમેશા બાળકોને બહુ તકલીફ પડતી હોય છે. જુના મિત્રોને છોડીને નવા મિત્રો બનાવવા, એ ખરેખર એક અઘરું કામ છે. એ નવી જગ્યાને અને ત્યાંના લોકોને પોતાની બનાવવા માટે બાળકો કંઈ પણ કરતા હોય છે. જય અને પાર્થ પણ એ જ કરી રહ્યા હતા. પરંતુ એમને બહુ જલ્દી ખબર પડવાની હતી કે આવું કરવું હંમેશા સારું નથી હોતું..! જય અને પાર્થના પિતા મયંકભાઈ એક પોલીસ ઓફિસર હતાં.

Full Novel

1

ખૂની કબ્રસ્તાન - 1

જય અને પાર્થ એમના નવા ઘરમાં હમણાં જ રહેવા આવ્યા હતા. માત્ર ઘર જ નહીં પણ આ શહેર પણ માટે નવું જ હતું. તેથી જ એમના કોઈ સારા મિત્રો બન્યા નહોતા. નવી જગ્યાએ હંમેશા બાળકોને બહુ તકલીફ પડતી હોય છે. જુના મિત્રોને છોડીને નવા મિત્રો બનાવવા, એ ખરેખર એક અઘરું કામ છે. એ નવી જગ્યાને અને ત્યાંના લોકોને પોતાની બનાવવા માટે બાળકો કંઈ પણ કરતા હોય છે. જય અને પાર્થ પણ એ જ કરી રહ્યા હતા. પરંતુ એમને બહુ જલ્દી ખબર પડવાની હતી કે આવું કરવું હંમેશા સારું નથી હોતું..! જય અને પાર્થના પિતા મયંકભાઈ એક પોલીસ ઓફિસર હતાં. ...વધુ વાંચો

2

ખૂની કબ્રસ્તાન - 2

“બધા લોકો પોતપોતાની જગ્યાએ છુપાયા છે. અમને લાગ્યું કે તમે લોકો નહિ આવો. ચાલો કહી વાંધો નહિ. હવે રમત ચાલુ કરવી પડશે.” કહીને પ્રણય પાછળ ફર્યો. “લાગે છે તમે રમીને જ રહેશો..” પ્રણયએ ધીમેથી હસીને કહ્યું જે જય અને પાર્થે કદાચ સાંભળ્યું નહિ. “પલ્લવી, શીન્નીયા, શ્રીજેશ, હિતેશ” પ્રણયએ બુમ પાડી. તેની બુમ સાંભળીને બધા પોત પોતાની છુપાયેલી જગ્યાએથી બહાર નીકળી આવ્યા. પ્રણયએ બધાની ઓળખાણ આપતા કહ્યું, “આ પલ્લવી છે. આ શીન્નીયા, શ્રીજેશ અને આ હિતેશ.”“શીન્નીયા આ કેવું અજીબ નામ છે?” મજાક ઉડાવતાં જયએ કહ્યું.“હું માત્ર શીન્ની છું. આ લોકો અહી શું કરી રહ્યા છે?” શીન્નીએ ચીડાતા કહ્યું.“મેં એમને અહી આપણી ...વધુ વાંચો

3

ખૂની કબ્રસ્તાન - 3

આગળના ભાગમાં આપણે જોયું કે જય અને પાર્થએ ચોકીદારનહ ભૂત જોયું. અને બંને ત્યાં થઈ ભાગી છૂટ્યા. હોવી આગળ.. ભાગતાં ભાગતાં તેમને કબ્રસ્તાન પણ વટાવી દીધું. “જય... બચાવ મને..” પાર્થે રીતસરની ચીસ પાડી.જય કબ્રસ્તાનનો દરવાજો કુદી ગયો. પણ જય ઊંચાઈમાં હોવાથી નીકળી ગયો, જયારે પાર્થ ઊંચાઈમાં નાનો હોવાથી જલ્દીથી કુદી શક્યો નહિ અને તેનું પેન્ટ કાટવાળા એ દરવાજામાં ફસાઈ ગયું. “જય.. મને બચાવ.. મારી મદદ કર.. મારું પેન્ટ ફસાઈ ગયું છે.” પાર્થે જયને બુમ પાડી. જય દોડીને પાછો આવ્યો અને ખેચતાણમાં પાર્થનું પેન્ટ ફાટી ગયું.કબ્રસ્તાનનો દરવાજો ફટાફટ કુદીને બંને ભાઈ બહાર નીકળી ગયા. કોઈને જણાવવા પણ ના રહ્યા કે અમે ...વધુ વાંચો

4

ખૂની કબ્રસ્તાન - 4

આગળના ભાગમાં આપણે જોયું કે જય અને પાર્થ નવા મિત્રો બનાવવા માટે કબ્રસ્તાનમાં પણ રમવા માટે તૈયાર થઈ જાય પણ ત્યાં જ એમને એક ડરાવનો ચોકીદાર મળી જાય છે. જે તેમના મુજબ ભૂત છે. બંને ભાઈ નક્કી કરે છે કે હવે તે રમવા નહીં જાય. પણ એમના મિત્રોના કહેવા પર તે એ કબ્રસ્તાનમાં ફરી રમવા તૈયાર થાય છે. હવે આગળ.. "ખુબ સરસ. મોડા ના પડતા.” કહીને પ્રણય એની સાયકલ પર ચડ્યો. “જય, મને આટલા બધા નકામા મિત્રો પણ નથી જોઈતા.” પાર્થએ જય સામે જોઇને કહ્યું. “આપણે હવે આ રમત મિત્રો બનાવવા માટે નથી ...વધુ વાંચો

5

ખૂની કબ્રસ્તાન - 5 (અંતિમ ભાગ)

અંતિમ ભાગ જય અને પાર્થ આગળ વધ્યા. પ્રણયના અવાજથી અચાનક જ બંને ગયા. ત્યાં એક કબરમાંથી પ્રણય બહાર નીકળ્યો, “ક્યાં જાઓ છો મિત્રો? માફ કરજો હું તમને ડરાવવા નહોતો ઈચ્છતો.” “હવે તું જલ્દીથી બહાર નીકળ અને અહીથી ભાગો. કેમકે અમારી પાસે પેલા ચોકીદારનું માઉથ ઓર્ગન છે. એ અમારી પાછળ પડ્યો છે.” પાર્થએ આખી વાત સમજાવી. “તો તો તમારે એની કુહાડી ચોરી કરવી જોઈતી હતી. સાબિતી તો તમને એના પરથી જ મળવાની હતી.” હસીને પ્રણયએ કહ્યું. જય અને પાર્થ પ્રણયને હસતા જોઈ રહ્યાં. કેમકે પ્રણયની વાત તેમને કંઈ સમજાઈ નહી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો