પ્રકરણ 1 "તો આ તમારો અંતિમ નિર્ણય છે?" અમદાવાદમાં ઉસ્માનપુરા વિસ્તારના એક કોફી શોપમાં ખૂણાના ટેબલ પર બેસીને એક છોકરો તેની સામે બેઠેલી છોકરીને આવું પુછી રહ્યો હતો. અહીં જાણે "તું" ના બદલે "તમારે" શબ્દ જાણી-જોઈને વપરાયો હતો. કોઈને પણ તે બંનેની સામે જોતા ખ્યાલ આવી જાય કે આ બંને ઝઘડી રહ્યા છે અને બંને હમણાં જ કૉફી શોપમાં જ કોઈ મોટો ઝગડો કરીને મારામારી કરી બેસશે. છોકરાનો ગુસ્સો તો સાતમા આસમાને હતો જ પણ છોકરીની આંખો રડી-રડીને સાવ સૂઝી ગઈ હતી. છોકરાએ આ વસ્તુ પણ નોટ કરી કે જે આંખોમાં એ પોતાની માટે માત્ર પ્રેમ જોવા ઈચ્છતો હતો એમ
Full Novel
મારા ઇશ્કનો રંગ - 1
પ્રકરણ 1 "તો આ તમારો અંતિમ નિર્ણય છે?" અમદાવાદમાં ઉસ્માનપુરા વિસ્તારના એક કોફી શોપમાં ખૂણાના ટેબલ પર બેસીને એક તેની સામે બેઠેલી છોકરીને આવું પુછી રહ્યો હતો. અહીં જાણે "તું" ના બદલે "તમારે" શબ્દ જાણી-જોઈને વપરાયો હતો. કોઈને પણ તે બંનેની સામે જોતા ખ્યાલ આવી જાય કે આ બંને ઝઘડી રહ્યા છે અને બંને હમણાં જ કૉફી શોપમાં જ કોઈ મોટો ઝગડો કરીને મારામારી કરી બેસશે. છોકરાનો ગુસ્સો તો સાતમા આસમાને હતો જ પણ છોકરીની આંખો રડી-રડીને સાવ સૂઝી ગઈ હતી. છોકરાએ આ વસ્તુ પણ નોટ કરી કે જે આંખોમાં એ પોતાની માટે માત્ર પ્રેમ જોવા ઈચ્છતો હતો એમ ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 2
બસમાં કોલેજ જતા આ બધું વિચારતી રિધિમાંને ખ્યાલ પણ ન આવ્યો ને લાલ દરવાજા આવી ગયું, કંડકટરની બૂમ સાંભળતા એ પોતાની વિચારોની દુનિયાથી બહાર નીકળી. બસમાંથી ઉતરીને એ બીજી બસ પકડવા માટે 5 નંબરના પ્લેટફોર્મ પર ગઈ. આજે આ જગ્યા એને એટલી ખુશી ન આપતી હતી. આજે એને અહીંની ચહલ-પહલ પસંદ ન આવી. રિધિમાંની બીજી બે બહેનપણીઓ ત્રિશા અને અંજુ એની પાસે આવ્યા. આજે આ બંનેને પણ અજુગતું લાગ્યું કે દરરોજ પોતાની હસીની સાથે સ્વાગત કરતી રિધિમાં આજે આટલી ચૂપચાપ કેમ છે? પણ આ વાત એ બંનેને સમજ ન આવી. આમ ઘણો વખત વીત્યો તેમ છતા રિધિમાં કઈ ન ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 3
આ HR મેનેજર એ બીજું કોઈ નહિ પણ આપણી આ કથાનો નાયક નીતિન, Mr. નીતિન પટેલ. આ કોલ સેન્ટરમાં 5 વર્ષથી નોકરી કરતા અને 1 વર્ષથી નવા આવતા ફ્રેશરોને ટ્રેઇનિંગ આપનાર વ્યક્તિ. રિધિમાં આવી ત્યારે જેવી રિસેપ્સનિસ્ટ પાસે પહોંચી અને એણે જેવું નોકરી માટે મેનેજરને મળવા કહ્યું ત્યારે રિસેપ્સનિસ્ટે રિધિમાંને અગમચેતી આપતા જ કહ્યું કે "મેનેજર નહિ પણ એમના ખાસ માણસ તમને મળશે, જો એ તમને નોકરી પર રાખશે તો તમારી નોકરી પાકી, બસ એમને ખુશ કરવામાં કોઈ ખામી ના રાખતા" આવું સાંભળીને રિધિમાં ખચકાઈ પરંતુ "તેણે વિચાર્યું જે હોય તે મારે તો ઇન્ટરવ્યૂ આપવાથી મતલબ, આવી છું તો ઇન્ટરવ્યૂ ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 4
એકબાજુ રિધિમાં આ વિચારી રહી હતી ને નીતિન પોતાના કેબિનમાં કોમ્પ્યુટરમાં કામ કરતો હતો. થોડી વાર થઈ હશે ત્યાં રિધિમાંના ડેસ્ક પાસે ગયો અને પૂછવા લાગ્યો કે "કોઈ તકલીફ છે કે કેમ કામ સમજવામાં?" રિધિમાંએ ના પાડી. અને એ પણ નીતિનની સામે જોયા વગર. નીતિનને ખરાબ લાગ્યું અને કઈ બોલ્યા કે પૂછ્યા વગર પોતાની કેબિનમાં પાછો આવી ગયો. રિધિમાં પોતાના કામમાં ખોવાયેલી હતી. તેને આ વાતનો ખ્યાલ ન આવ્યો કે એણે કોની સાથે આવી રીતે વાત કરી. પણ આ બાજુ નીતિન થોડી થોડી વારે કેબિનના બ્લીન્ડ પ્રકારના પડદામાંથી રિધિમાં પર નજર કરી લેતો. એવું કહી શકાય કે નીતિને જાતે ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 5
આ બાજુ નીતિન રિધિમાંની સામે પ્રેમથી જોઈ રહ્યો હતો અને બીજી બાજુ રિધિમાંના મનમાં નીતિન પ્રત્યે ખૂબ ગુસ્સો ભરાઈ હતો. એને વારે-વારે સપનાની વાત યાદ આવી રહી હતી. એણે પોતાના મનમાં જ જાણે નીતિન વિશેની અમુક ખોટી ધારણાઓ બાંધી દીધી હતી. "આ માણસને મારાથી જ તકલીફ છે, મને જ બધાથી દૂર રાખવા માંગે છે જેથી હું એના વિશે વિચારું અને એ સપના પણ એની જોડે જ મળેલી હશે કે જેથી નવી આવનાર દરેક છોકરીને ફસાવી શકે. પણ હું એની વાતમાં નહીં આવુ. એમ પણ વધારે હેરાન કરશે તો હું એને બતાવી દઈશ કે હું કોઈ અબળા છોકરી નથી જે ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 6
આખરે રિધિમાંની પરીક્ષા સારી રીતે પુરી થઈ અને પુરા દોઢ મહિનાનું વેકેશન પડ્યું. એની ઈચ્છા પાછી ઓફિસમાં જવાની ન પણ એ વગર ચાલે એમ પણ ન હતું. નોકરી હાલ છોડી શકાય એમ નહતી. રિધિમાંએ વિચાર્યું કે આ સમયનો પણ સારી રીતે ઉપયોગ કરી લઉં. એમ પણ નોકરીમાં તો બપોરે 1 વાગ્યે જ જવાનું છે તો સવારના સમય દરમિયાન જો કોઈ અન્ય જગ્યાએ ઇન્ટરવ્યૂ આપું અને નોકરી મળી જાય તો આ નોકરી છોડી દેવાય અને નીતિનનો ચેહરો પણ ન જોવો પડે. દસ દિવસમાં પહેલી વાર રિધિમાંના મો પર નીતિનનું નામ આવ્યું અને એના ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાઈ આવી. કંઈ ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 7
રિધિમાં ઓફિસમાં જેમ-તેમ દિવસો કાઢી રહી હતી, ક્યારે એ કંપનીમાંથી ફોન આવશે જ્યાં એણે ઇન્ટરવ્યૂ આપ્યું હતું. તે વિશે રહી હતી. વેકેશનના દિવસો જઈ રહ્યા હતા અને એ સાથે જ આદિત્ય અને રિધિમાંની દોસ્તી ગહેરી થતી ગઈ, એ બંને લગભગ નાસ્તો સાથે જ કરતા હતા. એ સિવાય આદિત્ય રિધિમાંને પોતાના વિશે ઘણી-બધી વાતો કરતો. પણ રિધિમાં હજુ પણ એની સાથે એટલી ખુલી શકી ન હતી, કે બધી જ વાતો કરી શકે. અને આ બાજુ નીતિન રિધિમાંથી વધુ દૂર થઈ રહ્યો હતો. નીતિનને આ દુરી ખૂબ દુઃખ આપતી હતી. મે મહિનાની જોરદાર ગરમી ચાલી રહી હતી અને એ.સી. પણ જાણે ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 8
રિધિમાંએ ઘરની અંદર જતા પહેલા પોતાનું મોઢું બરાબર સાફ કર્યું અને વાળ સરખા કરી દીધા. એના સારા નસીબે આદિત્ય કરી શકે એ પહેલાં નીતિનના આવી જવાથી કોઈ નિશાન પડ્યા ન હતાં. કપડાં વ્યવસ્થિત કરી એ અંદર ગઈ. રસોડામાં જઈ પાણી પીધું અને સીધું જ મમ્મીને ભાખરી કરવામાં મદદ કરવા લાગી. આ બધું એની મમ્મીને અજુગતું લાગ્યું, કારણકે દરરોજ રિધિમાં ઘરમાં આવતા જ મમ્મી અને પપ્પાના નામની બૂમ પાડવા લાગતી અને આજે તેનો અવાજ પણ ન આવ્યો. રિધિમાંની મમ્મીએ પૂછ્યું, "શુ થયું રિધુ? તું ઠીક તો છે ને બેટા?" " હા મમ્મી, બસ આજે કામ ખુબ હતું, કોમ્પ્યુટર અને ફોનના ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 9
નીતિને રિધિમાંને એના ઘર સુધી મૂકીને પછી પોતાના ઘર તરફ પાછો ફર્યો. નીતિન રિધિમાંના મુશ્કેલીના દિવસોમાં એનો સાથ આપવા હતો. એટલે જ જ્યારે રિધિમાં ઓફિસથી રાત્રે 8 વાગ્યે નીકળે ત્યારે એની પાછળ જતો અને સુરક્ષિત ઘરે પહોંચી જાય ત્યારે જ એ પાછો આવતો. નીતિન ઘણા થોડા સમયમાં રિધિમાંની નજીક આવી ગયો હતો. રિધિમાં એના જીવનમાં એક અગત્યનું સ્થાન ધરાવતી હતી. આજે જે કઈ થયું એ રિધિમાં માટે ખૂબ આશ્ચર્યજનક હતું. ઘરે પહોંચી અને એના મમ્મીને એણે પોતાનો એવોર્ડ બતાવ્યો. એની મમ્મી પણ ખૂબ ખુશ થઈ ગઈ. પણ સાથે સાથે રિધિમાંને એ પણ યાદ અપાવ્યું કે, "જો તે નોકરી છોડી ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 10
નીતિનની સામે જોઈ રહેલી રિધિમાં પોતાના મનમાં ઉઠી રહેલી લાગણીઓ પ્રત્યે નીતિનની બેરુખી સહન ન કરી શકી. આંસુ નીકળ્યા જો એ તરફ ધ્યાન આપે તો ઓફિસમાંથી નીકળી જવું પડશે. જો નીતિન સાથે વાત ન થાય તો કદાચ ઓફિસમાં બીજી વાર પગ પણ મૂકી ન શકાય. જો કઈ ન બોલી તો નીતિનથી હમેશા માટે દૂર થઈ જવું પડે. બસ આ જ વિચારીને રિધિમાં એક વિચાર સાથે ઉભી થઇ, આંસુ લુછયા અને નીતિનની કેબિનનો દરવાજો નોક કરી અંદર જવાની પરમિશન માંગી. નીતિને રજા આપી અને કમ્પ્યુટરમાંથી નજર હટાવી અને દરવાજા પર ઉભેલી રિધિમાંને જોઈ એ બોલ્યો, "યસ મિસ રિધિમાં, આઈ ડોન્ટ ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 11
(અગાઉના ભાગોમાં આપણે જોયું કે રિધિમાં નીતિન જ્યાં મેનેજર છે તે ઓફિસમાં જોબ કરવા જાય છે. નીતિનને રિધિમાં માટે ઉદભવે છે ત્યારે એ રિધિમાંને કુપાત્ર લાગે છે, હવે જ્યારે રિધિમાંને એ જ લાગણી નીતિન માટે ઉદભવી છે. હવે આગળ શું થશે.) રિધિમાં પાછી પોતાના ડેસ્ક પર બેસે છે અને એ યાદો જીવંત કરે છે, જયારે નીતિન એની સામે જ માત્ર જોઈ રહેતો હતો. એ યાદો બસ. રિધિમાંના મુખ પર મુસ્કાન આવી જાય છે. એનાથી એની સુંદરતા અનેકગણી વધી જાય છે. નીતિનની એક નજર રિધિમાં પર જાય છે અને એ ખોવાઈ જાય છે આ પળમાં. જે આકર્ષણ બંને વચ્ચે હતું ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 12
બાઇક પર ચાલુ વરસાદમાં નીતિનના આંસુ કોઈ દેખી શકે એમ તો નહતું. પણ એના હૃદય પર જે ભાર હતો તકલીફ હતી એ સ્પષ્ટ દેખાઈ રહી હતી. એ ઘરે પહોંચ્યો પણ એને એ વાતનો ખ્યાલ જ ન રહ્યો. ક્યાંય સુધી ઘરની બહાર બાઇક પર બેસી રહ્યો. થોડીવારમાં જ્યારે નીતિનના પિતા બહાર આવ્યા ત્યારે એ બોલ્યા, "આવી ગયો બેટા! ચાલ ચાલ અંદર આવી જા, નહિતર શરદી લાગી જશે." નીતિન ખ્યાલોની દુનિયામાંથી બહાર આવ્યો, બાઇક લોક કરી. અને પોતાના પિતાને જોઈને ઘરની ઓસરીમાં ગયો. એના પિતા હજુ એમ જ સમજતા હતા કે નીતિન હાલ જ આવ્યો છે. એમણે રોજિંદા સમય અનુસાર પહેલેથી ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 13
રિધિમાંએ પોતાની કોલેજબેગમાં જ નીતિનનું એડ્રેસ મૂકી દીધું. ઘરે પહોંચી અને બસ એ જ નિત્યક્રિયા. બધું પૂરું થયું અને પલંગમાં પડેલી રિધિમાં નીતિનના ઘરે જવું કે ન જવું એ અસમંજસમાં હતી અને એમાં જ સુઈ ગઈ. એ રાત્રે મોડા ઊંઘેલી હતી જેના કારણે એ સવારે વહેલી ન ઉઠી શકી. 5 વાગ્યાની જગ્યાએ 6 વાગ્યે ઉઠી એના કોલેજ જવાના સમયે. ત્યાં તો એની મમ્મી બુમ પાડતી સંભળાઈ. "રિધું હવે તો ઉઠી જા, તારે કોલેજમાં મોડું થશે." "કેટલા વાગ્યા મમ્મી?" ઉઠતા જ આંખો ચોળતા એ બોલી. "અરે જો 6 વાગ્યા" એની મમ્મીએ રસોડામાંથી જ બુમ પાડી કહ્યું. "6 વાગ્યા" આંખો ચોળતી ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 14
નીતિન વિશે જાણવા ઇચ્છતી રિધિમાંને મગનભાઈ ફક્ત એટલું જ કહી શક્યા, "બેટા એ તને હાલ નહિ મળે, એ જ્યારે આવે ત્યારે જ મળશે" બસ આટલી વાત કરી ને રિધિમાં ત્યાંથી ઓફિસ જવા નીકળી ગઈ. એને ઓફિસ જતા પણ આ બધા જ વિચાર આવતા હતા, "કેમ અંકલ એને પુરી વાત ન જણાવી શક્યા?" ઓફિસ પહોંચતા એને મોડું થયું તો ત્યાં બીજું પ્રશ્નાર્થ ચિન્હ એની રાહ જોઈ જ રહ્યું હતું, સપના... રિધિમાં પહોંચી અને એની પર સપનાના જાતજાતના પ્રશ્નોનો મારો શરૂ થયો. "તું ગઈ કે ના ગઈ? શુ થયું? શુ વાત કરી? સર તો મળ્યા ને? તું ગઈ તો હતી ને? ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 15
નીતિન ઘરે પહોંચ્યો, એને પોતાના પિતાને રિધિમાં વિશે પૂછવાની કોઈ જ ઈચ્છા નહતી. રખે ને ક્યાંક એ કઈ ઊંધું બેસે. બસ એ વિચારથી એણે આ બાબત ટાળી. ખાવાનું મન તો હતું નહીં. પેટ દુખાવાનું બહાનું બનાવી એણે પિતાને જમાડી દીધા. રિધિમાંનો પણ એ જ હાલ. ફરક એટલો હતો કે એણે "ઓફિસમાં નાસ્તો કર્યો છે" એ બહાનું બતાવ્યું. અને બંને જણ રાતભર એ ઘટના માટે આંસુ વહાવતા રહ્યા. રિધિમાં એક છોકરી હતી, એ આંસુ વહાવે એ કદાચ સમજી શકાય, પણ નીતિન એક પુરુષ હોવા છતાં એની આંખોમાં આંસુ હતા, રિધિમાંએ લીધેલુ પગલું અને એનું નીતિનના જીવનમાં મહત્વ આ બન્ને વચ્ચે ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 16
રિધિમાં નીતિનની નજીક આવી અને સ્માઈલ કરી, પણ નીતિનનો કોઈ પ્રતિઉત્તર નહિ, એ તો સ્થિતપ્રજ્ઞની જેમ બેઠો રહ્યો. "સર રજા છે?" નીતિનનો પ્રતિભાવ ન મળતા રિધિમાંએ પૂછ્યું. "રિધિમાં આ ઓફિસ નથી, કે તમે મારી મંજૂરી માંગો છો. તમે એ ઓફિસમાં પણ ક્યાં માંગો છો?" નીતિન આજે બધું પૂરું કરવાના મૂડમાં હતો. તેમ છતાં રિધિમાંના હાથના પાટા સામે જોઈ કીધું, "કઈ નહિ, જવા દો. બેસો." "સર તમે મને અહીં બોલાવી, કઈ ખાસ કારણ?" રિધિમાંએ બેસી પાણીનો ઘૂંટ ભરતા કહ્યું. નીતિન થોડીવાર વિચાર કર્યા બાદ, "શુ ખાશો તમે?" "સર મને ભૂખ નથી. તમારી વાત કહેશો તો જ સારું" "રિધિમાં આ રેસ્ટોરન્ટ ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 17
એક ક્ષણનું મિલન અને બધા તફાવતો ઓગળી ગયા. માણેકચોકની એ ગલીમાં નીતિન અને રિધિમાંને પોતાનું સ્વર્ગ મળ્યું. આ મિલન થયું કે નીતિન રિધિમાંથી અળગો થઈ ગયો, અને એનાથી ઊંધો ફરી ગયો. રિધિમાં પણ શરમના માર્યે લાલ થઈ ગઈ હતી. નીતિનની સામે જોવા માટે પણ એને શરમ આવી રહી હતી. એ પણ ઊંઘી ફરી ગઈ. પોતાના હોઠ પર એની આંગળીઓ મૂકી અને એ ક્ષણ જાણે ફરીથી આવી ગઈ. અને એની આંખો શરમના માર્યે ઝૂકી ગઈ. નીતિન સ્વસ્થ થયો થોડીવારમાં અને બાઈક પર બેઠો. જોકે એ બાઈકસવારોની મસ્તાનગીના લીધે રિધિમાંને તો કોઈ નુકસાન ન થયું. પણ એણે પોતાનો દુપટ્ટો સેફટીપિનથી નીકાળી ...વધુ વાંચો
મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 18
રિધિમાંના મનમાં નીતિનના જ વિચાર ચાલી રહ્યા હતા, ત્યાં કોઈએ એને ટોકી હોય એવું એને લાગ્યું. આસપાસ બધા જ તૈયારીમાં એટલા વ્યસ્ત હતા કે રિધિમાંની સામે જોવાનો કોઈને સમય જ નહતો. તો પછી અચાનક કોણ આવી રીતે એના ખભે હાથ મૂકીને એને બોલાવી રહ્યું હતું. રિધિમાંએ પાછળ વળીને જોયુ, એ સપના હતી. સપના રિધિમાંને મળવા એના ઘરે આવી હતી. સપનાને જોઈ રિધિમાં એના ગળે વળગી પડી. બધા સપનાને રિધિમાંની દોસ્ત તરીકે ઓળખતા હતા. એટલે એ મળે એમા કોઈ સમસ્યા નહતી. રિધિમાંથી છુટા પડયા બાદ સપનાએ બધાને નમસ્તે કહ્યું. સાંજનો સમય હતો, એટલે બધા પોતાના કામમાં જ હતા. એ વખતે ...વધુ વાંચો