દરિયાના પેટમાં અંગાર

(215)
  • 72.6k
  • 11
  • 25.7k

દેશમાં આંદોલનનો દોર ચાલી રહ્યો હતો, રાજીવ ગાંધીની હત્યા થઈ ચૂકી હતી. કેન્દ્રમાં લઘુમતિવાળી નરસિમ્હા રાવની સરકાર હતી. વિશ્વ હિન્દુ પરિષદે રામમંદિરનું આંદોલન ચાલુ કરી દીધું હતું. અડવાણી જેવા કદાવર નેતાઓ શહેર શહેર ફરી આંદોલનને વ્યાપક બનાવી રહ્યા હતા. હિન્દુત્વ પર રાજનીતિ ચાલુ થઈ ચૂકી હતી. ત્યારે હું માતાના ઉદરમાં હતો. તારીખ 6 અને 7 વચ્ચેની રત્ન બે વાગે મારો જન્મ થયો હતો. સાલ 1992ની હતી અને દેશમાં નાજુક દોર ચાલતો હતો. મારો પરિવાર સંઘ સાથે સંબંધ ધરાવતો હોવાના કારણે પોતાના ધર્મ

Full Novel

1

દરિયાના પેટમાં અંગાર - 1

દેશમાં આંદોલનનો દોર ચાલી રહ્યો હતો, રાજીવ ગાંધીની હત્યા થઈ ચૂકી હતી. કેન્દ્રમાં લઘુમતિવાળી નરસિમ્હા રાવની સરકાર હતી. વિશ્વ પરિષદે રામમંદિરનું આંદોલન ચાલુ કરી દીધું હતું. અડવાણી જેવા કદાવર નેતાઓ શહેર શહેર ફરી આંદોલનને વ્યાપક બનાવી રહ્યા હતા. હિન્દુત્વ પર રાજનીતિ ચાલુ થઈ ચૂકી હતી. ત્યારે હું માતાના ઉદરમાં હતો. તારીખ 6 અને 7 વચ્ચેની રત્ન બે વાગે મારો જન્મ થયો હતો. સાલ 1992ની હતી અને દેશમાં નાજુક દોર ચાલતો હતો. મારો પરિવાર સંઘ સાથે સંબંધ ધરાવતો હોવાના કારણે પોતાના ધર્મ ...વધુ વાંચો

2

દરિયાના પેટમાં અંગાર - 2

(આ સ્ટોરી મારી આત્મકથા છે. મેં જે જોયું છે, અનુભવ્યું છે અને જે સાંભળ્યું છે એ અહીં હું લખી છું. હરેક ઘટના હું સચોટતાથી લખી રહ્યો છું. જ્યારે સત્ય લખવાની વાત આવે છે ત્યારે હું પાછો ક્યારેય હટ્યો નથી તો મારા જીવનમાં જે બન્યું છે અને જે જોયું છે કઈ લખવામાં મને જરાય ડર નથી લાગતો. લખવાની હિંમત હું કરું છું પ્રકાશિત કરવાની કે વાંચવાની હિંમત તમારી હોવી જોઈએ. હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી સાહિત્ય સમાજ અને દેશનો અરીસો છે. અને તમે મારા લખાણને રાજનીતિ સમજીને હડસેલી નહિ દ્યો એની મને ખાત્રી છે.) ...વધુ વાંચો

3

દરિયાના પેટમાં અંગાર - 3

રાજનીતિ કે જે કે કઈ ઘટના બને છે એ તે સમયે મારી સમજ બહાર હતી. મને ત્યારે ક્રિકેટનો ખુબ હતો. 6 ધોરણ થી બોલિંગ શીખી ચુક્યો હતો. પપ્પા એ પણ મને બેટ લઈ આપ્યું હતું. ઘરે ભણવા બાબત પર પણ એટલું જ ધ્યાન આપવામાં આવ્યું હતું. રોજ કાકા અંગ્રેજીના સ્પેલિંગ આપતા અને રાતે એ સ્પેલિંગ મારે બોલવાના હોઈ. ઘણીવાર ન કર્યા હોય તો માર પણ એવો પડતો. ઘરના લોકોનો માર ખાવાથી જ આ શરીર મજબૂત થઈ ગયું છે(હા.. હા.. હા..). ભણવા કરતા મારુ ધ્યાન બાહર રખડવામાં અને ક્રિકેટમાં જ રહેતું હતું. ...વધુ વાંચો

4

દરિયાના પેટમાં અંગાર - 4

જીવનની ગતિ સ્થિર થઈ જાય તો કેવું સારું હોત...! પણ જો માણસ એક જગ્યા પર સ્થંભી જાય તો સમય માત આપી પછાડી નાખે છે. સમયના ચક્ર સાથે તમારે દોડતું રહેવું પડે છે. બાળપણ, કિશોર, યુવાન અને અંતે બુઢ્ઢો માણસ...મારા જીવનના વર્ષો હું સંઘર્ષ સાથે જ જીવ્યો છું. મનાઈ હોવા છતાં ક્રિકેટ રમવા જતું બાળપણ, પૂછ્યા વગર જ ઘરે થી કિશોરઅવસ્થામાં તળાવે નાહવા જતો હું. અને આ યુવાની છે. દિલમાં કોઈએ જગ્યા બનાવેલી, મિલનની ઘડીઓ ગણી ને દિવસો પસાર કરીને પણ માત્ર એની એક ઝલક પામવા અનેક કિલોમીટર દૂર તેને મળવા જતો હું. હાથમાં પોતાની કમાઈના પૈસા આવવા લાગ્યા એટલે થોડો ...વધુ વાંચો

5

દરિયાના પેટમાં અંગાર - 5

દશમાં ધોરણના પરિણામમાં મેં કશું ઉકાળી લીધું ન હતું અડતાલીસ ટકા પુરા હતા. આ ટકાનો ભાર ઉપાડી ઘરે આવ્યો ઘરના સભ્ય દ્વારા સરભરા કરવામાં આવી. હા, રસ્તામાં એક ગામના ઓટલા ઘસતા કાકા એ મને પૂછી પણ લીધું, " કાના કેટલા ટકા આવ્યા...?" મેં પણ ઉત્સાહ સાથે જ જવાબ આપ્યો, " પુરા અડતાલીસ..." કાકો વ્યંગમાં બોલ્યો," તો તું તારા બાપા ને કઈ કરી ન આપે..." આ શબ્દ મારા દિલમાં ખૂંચતા હતા. માણસ ની થોડી સફળતા પણ લોકો ને શૂન્ય લાગે છે. ત્યારે ખૂબ ચીડ ચડી મને આ ભણતર પર જ્યાં માત્ર ને માત્ર માર્ક જ દેખાય છે. પાઠ્યપુસ્તકો ક્યારેય માણસનું ...વધુ વાંચો

6

દરિયાના પેટમાં અંગાર - 6

થોડાક દિવસ મને ઘર ફાવતું ન હતું. ખુદને એકલો મહેસુસ કરી રહ્યો હતો. એ સમયે મારી કલમથી મારી માટે થોડુંક લખાય ગયું. એ આજે પણ હું ઉદાસ હોવું ત્યારે વાંચી નાખું છું. આમતો ઘણા પુસ્તકો મેં વાંચ્યા છે. ચંદ્રકાંત બક્ષીના બેબાક લેખો, તેની નોવેલ, આહ... પહેલી નોવેલ જોરદાર લખો છે... પડઘા ડૂબી જશે... ધર્મને સાવ નાગો કરી નાખ્યો છે એ માણસે. હરકિસન મહેતા નો અનેક નોવેલ, દિનકર જોષી ની બુકો, નવીન વિભાકરની રક્તથી લથપથ થતી બુકો. હજુ તો ઘણા લેખક છે આગળ જ્યાં જ્યાં જરૂર હોય એમ લખતો જઈશ. પણ હંમેશા મારા એક લેખે મને ખુબ હિંમત આપી છે. ...વધુ વાંચો

7

દરિયાના પેટમાં અંગાર - 7

તમે ક્યાં સુધી વાસ્તવિકતાથી વિમુખ થઈ શકો. તમારું ઘર લૂંટાઈ રહ્યું હોય ને તમેં શાંતિથી સુતા રહો..! ચાણક્ય પણ ગયા છે કે નિર્માલ્ય પ્રજાનું પ્રતિનિધિત્વ નિર્માલ્ય જ કરે છે. અમદાવાદથી પ્રકાશિત થતા પોલિટિકલ મુવમેન્ટમાં મેં લખ્યું હતું... ગાંધી તારા અરમાનો આ દેશમા બળે છે , તારી જમાતના લોકો અહીં ભ્રષ્ટ મળે છે . નવલા નોરતાની રમઝટ અને સંગીતના સૂર સાથે એક આનંદનો અને માતા ભગવતીનો ઉત્સવ પુર્ણ થયો . અરે દોસ્ત આપણા દેશમા ઉત્સવ કયા પુરા જ થાય છે . એક છોડીને એક આવ્યા જ કરે છે . જુવો આ નવ દિવસનો પર્વ પુર્ણ થયો કે એક દિવસની દશેરા , જેમાં રાવણના પુતળાને સળગાવી ઉદવવામા આવે છે . હા , રાવણ દહન આ દહન તો આપણા પુર્વજો સદીઓથી કરતા આવ્યા છે , કદાચ આપણા પછી આવનાર પેઢી પણ કરશે . પણ ભ્રષ્ટાચાર , ગરીબી , બેરોજગારી , નબળી સ્વાસ્થ્ય સેવા , વધતી જતી મોંઘવારી જેવા અનેક કુતત્ત્વ રૂપી રાવણનું દહન ક્યારે થશે ? બાળકના જન્મથી લઈ તેમના મૃત્યુના પ્રમાણપત્ર સુધી લાંચ આપેને જ કામ ચલાવવું પડે છે . પુરતા કાગળિયા હોવા છતા ટ્રાફિકમેનને એટલા માટે સો રૂપિયાની નોટ આપવી પડે છે કારણ કે આપણને કામમાં મોડું થાય છે , અથવા આપણને એવું લાગે છે કે 'આ લોકોના ચક્કરમાં કોણ પડે , સો આપી મામલો થાળે પડી જાય' મારી લેખોમાં ઘણીવાર કહ્યું છે મે "ભ્રષ્ટાચારનો જન્મદાતા દેશનો નાગરિક જ છે". યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે , તેમની લાયકાત યોગ્ય કામ મળતું નથી , અને મળે છે તો નીચા પગારમાં કામ કરવું પડે છે . વધુમા વધુ ચાર પાંચ હજાર સેલેરી આપે છે . આ મોંઘવારીના જમાનામાં ચાર પાંચ હજાર રૂપિયાથી કંઈ રીતે પોતાનું ઘર ચાલે ? અંતે પ્રતિભાવાન યુવાનનું ટેલેટ આપણા દેશને મળતું નથી કે સારી નોકરી માટે વિદેશ ગમન કરી જાય છે . આપણે જે વૃક્ષનું જતન કરી મોટું કર્યું તે વૃક્ષ બીજા દેશમા જઈ પોતાના ફળ આપે છે . કારણ કે આપણી આ ખોખલી સિસ્ટમ , યુવાનની બુદ્ધિપ્રતિભા સાથે એક મજાક કરી જાય છે . નેતાઓએ પોતાની વોટબેંક સલામત રાખવા દેશમા જે ઝેર ફેલાવ્યું છે. એક તરફ ભારત ધર્મનિપેક્ષ દેશ બીજી બાજુ જાતી આધારિત કાયદા અમલમા મુકવામા આવ્યા છે . અને સાહેબ ગરીબી , આ શબ્દ એટલે સસ્તો થઈ ગયો છે કે કોઈ માણસ પાન ખાઈ થુકી નાંખે એવી રીતે ચુંટણી પુર્ણ થયા પછી બોલાય છે . આ એવો પ્રશ્ન છે જે દરેક રાજકીય પક્ષ પોતાના ચુંટણી એજન્ડામા સમાવી રાખે છે . પણ કોઈ જ આ સમસ્યાનો હલ કરતું નથી . નેતાઓ કહે છે "ભારત વરસોથી ગરીબ દેશ રહ્યો છે " જ્યારે ભારતના લોકો વિકસીત દેશના ઉદાહરણ આપી પોતાના દેશની સ્થિતિ વખોડી કાઢે છે ત્યારે કહેવું પડે છે કે " શુ સરકાર કે કોઈ પક્ષ જ દેશની નબળી હાલત સુધારી શકે ? નહી , કદાપિ નહી , દેશના તમામ નાગરિકને આ બાબત પર તૈયાર રહેલું જ પડે . તમે લોકો વિકસીત દેશના , તેમની સિસ્ટમના ઉદાહરણ આપો છો , તેમની સરકારના પેટ ભરી વખાણ કરો છો પણ તમે કોઈ દિવસ તે દેશના નાગરિકની જેમ દેશને વફાદાર અને જાગૃત રહ્યા છો ખરા ? તમે કોઈ દિવસ પોતાની જાતી જ્ઞાતી કે સમુદાયથી પણ ઉપર દેશને સ્થાન આપ્યું છે ખરું ?" આવા ઘણા પ્રશ્નો છે જેમનું સમાધાન માત્રને માત્ર પ્રજાની જાગૃતિ અને દેશ પ્રત્યેની વફાદારી છે . ૧૯૪૫મા મહાયુદ્ધનો વિરામ થયો ત્યારે સ્થિતિ બહુ કથળી હતી . યુરોપના દેશો પોતાનું અસ્થિત્વ ખોઈ બેસવાના આરે હતા , જાપાન પર બે મહાબોમ્બ છોડવામાં આવ્યા . જેની વિપરીત સ્થિતિ કે તેનું રિએક્સન આજે પણ જોવા મળે છે . ૧૯૪૭મા ભારત કહેવા પુરતો આઝાદ થયો ત્યારે ભારત પાસે ઇમારતો , ભવનો કે રેલમાર્ગ હતો . યુરોપના દેશો કરતા ભારતની સ્થિતિ સારી હતી છતા પણ આજની તારીખે ગરીબ અને વિકીસશીલ દેશ છે જ્યારે યુરોપ અને જાપાન વિકસીત દેશ છે . કેમ આટલો તફાવત , તે દેશો કરતા ભારત પાસે કુદરતી ભંડાર પણ વધુ છે છતા ગરીબી સામે લડવું પડે છે . હુ એટલુ તો ચોક્કસ કહીશ કે દેશનું કમજોર કે સ્વાર્થી નેતૃત્વ અને માનસિક ગુલામ પ્રજા આ સ્થિતિ માટે જવાબદાર છે . કોઈ પણ નેતા કે પક્ષ રાજનીતિ માટે કે વોટ માટે આજે ગાંધીજીનું નામ સિતેર વરસથી બોલ્યા કરે છે . ગાંધીની ખાદી તો અપનાવી પણ તેમની સાદગી કોણ અપનાવશે ? તેમને મહાત્મા કહી બિરદાવ્યા પણ તેમની આત્માનો અવાજ કોણ સાંભળશે ? ગાંધીજીએ સ્વદેશીનો નારો આપ્યો પોતાના અંતિમ શ્વાસ સુધી તેનું પાલન કર્યું . આજે એ જ ગાંધીના દેશમા વિદેશી કંપનીઓનો રાફડો ફાટ્યો છે . અેક ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે લડવા બસો વરસ લાગ્યા હતા તો આજે સેંકડો કંપની દેશમા ધાક જમાવી બેઠી છે તેમને કાઢતા કેટલી સદીઓ લાગશે ? ગાંધી કહેતા હતા " અંગ્રેજોની સાથે સાથે આ દેશ માથી અંગ્રેજિયતને પણ હાંકી કાઢવાની છે ." પણ આજે તેમનો નેતાઓ સામે ચાલી વિદેશી કંપનીને આમંત્રણ આપવા જાય છે . આવે અમારા દેશમા , લુંટો તમને ખુલી છુટ છે . તમે પણ કમાવ અને અમારી રાજકીય જમાત પણ કમાય દેશનું જે થાવુ તે થાય . ગાંધીના સિદ્ધાંતોનું તેમના જ કહેવાતા બગભક્તોએ રાવણ દહન કર્યું છે . ગાંધીની સાદાય , સ્વદેશપ્રેમ , તેમની ઇમાનદારી બાળી તેમની રાખ પર પોતાની ખુરશી રાખીને આજેના રાજકારણીઓ બેઠા છે . અને આ મંદબુદ્ધિવાળી પ્રજા પણ તેમની અંધભક્તિ કરવા લાગી ગઈ છે . અા લોકોને યુવરાજની એક સિક્સ પર એક કરોડ આપવામા વાંધો નથી પણ દેશના ખેડુતને પોષણસમ ભાવ આપવા બજેટ ઓછું પડે છે . પોતાની દાવતમાં પાંચ હજારની થારી પીરસાય છે (એ પણ પ્રજાના ટેક્સના પૈસે , યાદ રાખજો ભારતનો ભિખારી પણ ટેક્ટ ભરે છે) પણ હજારોની સંખ્યામાં ભુખ્યા મરી જતા બાળકો માટે એક રોટલાની વ્યવસ્થા નથી . સાહેબ ચુંટણી લડી હતી ગરીબીના નામ પર આવી સત્તા હાથે , પોતાના મહેલો થઈ ગયા . મોંઘવારી એટલી વધી કે બસો રૂપિયામાં એક માતા પોતાનું બાળક વેચી પોતાનું ગુજરાન ચલાવે છે . ત્યારે અમુક નેતાઓ એવી મજાક બનાવી નાંખે છે " અમેરિકામાં વાવાઝોડું આવ્યું એટલે ખનીજ તેલના ભાવ વધ્યા , આ રાજ્યમાં દારુબંધી છે એટલે ખનીજ તેલ પર ટેક્સ વધારવામા આવ્યો છે . આજે ભારતના તમામ નાગરિક પર ટેક્સનો બોજ એટલો વધ્યો છે કે ના છુટકે પોતાની મહેનતથી કમાયેલ ઈમાનદારીની આવક છુપાવવી પડે છે . ચાણક્યનું એક સુતર યાદ અપાવવું પડે "જે દેશમા વધુ પડતે ટેક્સ પ્રજા પર ઝીંકવામા આવે છે તે દેશ કંગાલ બની જાય છે" આપણે પણ એ જ દિશા તરફ આગળ વધી રહ્યા છીએ . વિદેશી વસ્તુ એટલા માટે ખરીદવાનો આગ્રહ રાખે છે લોકો કે ' તે સસ્તી મળી જાય છે કારણ કે તેના પર ટેક્સનુ ભારણ ઓછું હોય છે એટલે જ આજે દેશની સ્વદેશી કંપનીઓ માથી મોટા ભાગની કંપની પતનના કિનારે છે . આ તમામ પ્રશ્નનું નિવારણ છે જાગૃત પ્રજા અને સ્વદેશી નેતૃત્વ . બાકી ગાંધી અનેક વાર જન્મધારી આવે તો પણ આ દેશ સુધરવાનો નથી . મારા હવેથી કે અન્યના કરવાથી કોઈ જ પરિવર્તન આવવાનું નથી . જે પરિવર્તન માણસના અંદરથી આવે છે , પોતાની દેશ પ્રત્યેની ફરજ યાદ આવે છે , તમામ મુસીબત સામે લડવા એ તૈયાર થાય છે ,પાંચસોની નોટ નહી પણ પાંચ દેશ માટેના સારા કામ જોઈ વોટ આપતો થશે , પોતે આપેલ ટેક્સનો હિસાબ માંગતો થશે , પોતાના દેશને મહત્વ આપતો થશે , ત્યારે જ આ ભારત ફરી વિશ્વફલક પર પોતાની વિશ્વગુરુની છાપ અંકિત કરી શકશે .ત્યારે "ગર્વ"થી નહી પણ "અભિમાન"થી બોલીસ મારો દેશ, હા મારો ભારત દેશ આજે વિશ્વગુરુ છે . મારો દેશ કોઈ ભિખમંગો દેશ નથી પણ સંપુર્ણ વિશ્વના પેટ ભરનારો દેશ છે . " (ક્રમશ:) ...વધુ વાંચો

8

દરિયાના પેટમાં અંગાર - 8

જ્યારે જ્યારે વિચાર મારા મગજમાં આવ્યા એ તમામ ને ડાયરીમાં લખી નાખ્યા. વધુ પડતા વિચાર મને હંમેશા આ દેશ દેશની પ્રજાના જ આવ્યા છે. વિશ્વગુરુ ભારત અનેક વિદેશી પ્રજાનો ગુલામ રહ્યો. લગભગ બરસો વર્ષ ગુલામ પછી આપણી માનસિકતા જ સાવ ગુલાબ બની ગઈ છે. 2017 આરપાસ નો એક લેખ તત્કાલીન સ્થિતિ પર રજૂ કરું છું... કરી તાપણું પ્રજાનું , તે રોટલા પકાવે છે , ડાઈવર્જન કરી રસ્તા , પ્રજાને થકાવે છે . ભારત દેશ વિવિધ પાર્ટીઓથી ભરેલો દેશ છે . ભલે બધાના એજન્ડા અલગ અલગ હોય પણ ધ્યેય તો બસ એક જ છે પ્રજાને લુંટો . યોજનાઓ બાયપાસ કરીને કે વધુ પડતા ટેક્સ નાંખીને . આમ જ સીતેર વરસ પસાર થઈ ગયા . છતા કોઈ નોંધપાત્ર કાર્ય થયું નથી . હા , બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ ચર્ચામાં આવ્યા અને જમીન સંપાદન વગર તેનું ખાતમુરત પણ થઈ ગયું . શુ આજે ખરેખર ભારત એટલો સમયનો પાબંધ બની ગયો છે કે તેના ઝડપી મુસાફરીની જરૂર પડી ? વિકાસનો , ગરીબીનો અને બેરોજગારીનો એજન્ડો બધા પક્ષ પાસે રહ્યો છે . ભલે પછી એ શાસકપક્ષ હોય કે વિરોધપક્ષ હોય . પણ સત્તામાં આવ્યા પછી એ વિકાસ ફક્ત ચંદલોકોનો જ કરતા હોય છે . જે તેમના ખાસ હોય છે . ધારાસભ્યો કે સાંસદસભ્યોની આવક રાતો રાત વધવા લાગે છે . આ વિકાસ નથી તો બીજું શુ છે ? અને પક્ષવાદી અંધલોકોએ પોતાના આકાઓની હામાં હા કહી કોઈ દિવસ વાસ્તવિકતા સ્વીકારી જ નથી . જે કોગ્રેસ સમયમાં અનેક કૌભાંડ થયા તે લોકો પણ વિરોધપક્ષમા આવ્યા પછી હિસાબ માંગવા લાગ્યા . શુ કોગ્રેસ દૂધ જેવી સાફ છે ? બોફર્સ , યૂરિયા , કોલસા , કોમનવેલ્થ આવી તો અનેક કૌભાંડ તેના નામે અંકિત થયા છે . છતા તે લોકો ને હિસાબ જોઈએ છે . અને ભાજપવાળા વિદેશમાંથી બ્લેકમની પાછી લાવવાના હતા . ત્રણ વરસ થઈ ગયા હજુ કોઈ સમાચાર આવ્યા નથી કે આ નેતાના આટલા રૂપિયા પાછા આવ્યા છે અને તેને સજા કરવામાં આવી છે . છેલ્લા એક મહિનામાં કેટલી ટ્રેન પાટ્ટા પરથી નીચે ઉતરી કે અકસ્માત થયો છતા તમે વિકસના રટણ ચાલુ રાખો છો . પ્રધાનમંત્રિએ જાહેરાત કરી "ગેસ સબસીડિ છોડવાની" પરિણામે અનેક લોકોએ તેનો ત્યાગ પણ કર્યો જે આવકાર્ય છે . પણ તમે એવી જાહેરાત કેમ ન કરી કે ," નેતાઓને (વિધાનસભ્ય અને સાંસદસભ્ય) આપવામા આવતી તમામ સબસીડિ આજથી રદ કરવામાં આવે છે . તેમના ફાલતુ ખર્યા પર રોક લગાવી દેવાશે . એ તમામ લોકોની સંપત્તિની તપાસ તટસ્થ રીતે કરવામાં આવશે " સાહેબ જો આટલું કર્યું હોત તો આજે જાપાન પાસેથી લોન લેવાની જરૂર નહોતી રહેવાની . પણ આવા કાયદા લાવે કોણ ? પોતાના પક્ષના પણ આ બાબતમાં સામેલ હોય છે , પોતાની સત્તા બરકરાર રાખવા નીચું નમવું પડે છે . જ્યારે પ્રધાનમંત્રીએ કહ્યું " આપણે બને ત્યાં સુધી પ્રેટ્રોલિયમનો ઓછો ઉપયોગ કરવો જોઈએ . જેથી તે કુદરતનો ભંડાર પુરો નથી જાય " આ વાત સાથે પણ હુ સહમત છુ . કારણ કે નિર્ણય યોગ્ય હતો . પણ તેની જ પાર્ટીના લોકો પુરા ગુજરાતમાં બાઈક રેલી કાઢે એ કેટલું યોગ્ય ? શુ બધા આદેશ કે નિયમ પ્રજાને જ પાલન કરવા . નેતાઓ કે પોતાના પક્ષના લોકો માટે કંઈ જ નહી . સાહેબ પહેલા ઘરના સભ્યો સુધારો પછી પાડોશી સાથે વાત કરજો . લોકોએ વિશ્વાસ રાખ્યો હતો ત્યારે સત્તા પામ્યા છો પણ સીતેર વરસથી એ વિશ્વાસને દિલ્હીની ગટરમાં ફેંકી દિધો છે . યાદ કરવા રહ્યા લાલબહાદુર શાસ્ત્રીને આ સમયે . જ્યારે અમેરિકા દ્વારા લાલ રંગના છેલ્લી કક્ષાના ઘઉં ભારત મોકલવામા આવતા મદદ માટે ત્યારે તે ઘઉંની નિમ્ન ગુણવંતા જોઈ શાસ્ત્રીજીએ અમેરિકાને પણ ના કહી દીધી હતી . ત્યારે દેશમા ઘઉંની તંગી એટલે શાસ્ત્રીજીએ "સાત દિવસમાં એક દિવસ અન્ન ના લેવું એવી જાહેરાત કરી" પણ જાણવા જેવી વાત એ છે કે " પહેલા આ નિયમનું શાસ્ત્રીજી અને તેના પરિવારે પાલન કર્યું હતું . પછી જ તેને દેશને આહ્વાન કર્યું ". શુ અત્યારે કોઈ નેતા આવો મળે ખરો ? કરોડો રૂપિયા ચુંટણી પ્રચારમાં વાપરે છે એ ક્યાંથી આવે છે ? શુ તે બધા ટેક્સ ભરેલા નાણા છે ? ના ભાઈ ના , આતો પોતાના સ્વાર્થ માટે આવા બેનંબરી લોકોને પણ પોષવા પડે છે . લોકોને આશા હોય છે પોતાના પ્રતિનિધિ પાસે કે થોડુક કામ તો કરશે પણ એક ખુરશી મળતા તેના મિજાજ બદલાય જાય છે . ઈમાનદારીની ખાધેલ કસમો ખુરશીના પાયા નીચે દબાય ક્યારની મરી ગઈ છે . લોકશાહી ક્યારની આ દેશમાંથી આત્મહત્યા કરી જતી રહી છે . હવે તો બસ તેના પડછાયા છે , જે ચુંટણી સમયે જોવા મળે છે . સુભાષ બોઝ સાચુ કહેતા હતા "જો આ દેશને આઝાદી પછી લોકશાહી આપવામા આવી તો આ લોકો ભ્રષ્ટ બની જશે ". જેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ . અને જો આ દેશ હજુ પણ સુતો રહ્યો તો આ સત્તામોહી નેતાઓ એવા એવા કાયદા લાવશે કે તમારે શ્વાસ લેવાનો પણ ટેક્સ ભરવો પડશે . કેટલીય યોજનાઓ આવી ગરીબી નાબૂદ કરવા . છતા ગરીબી નાબૂદ થઈ છે ખરી ? ના , નેતાઓને જ રસ નથી ગરીબી નાબૂદ કરવામાં . જો ગરીબી દુર થઈ જશે તો તે કયા મુદ્દા પર ચુંટણી લડશે ? આ પ્રશ્ન તમામ પક્ષને સતાવી રહ્યો છે . કરોડોના ખર્ચે સભા યોજવામા આવી , મુદ્દો હતો ગરીબી નાબૂદ કરો . ગરીબીનો ચિંતા ત્યાં સુધી જ હોય છે જયા સુધી સત્તાસુંદરીને વરે નહી . બાકી પ્રજા તો છે જ "બેગાનાની શાદીમા અબ્બુલ્લા દિવાના". બિચારી પ્રજા છેતરાય છે વારંવાર . મારા ભાઈ વારંવાર છેતરાય તેને બિચારી નહી પણ "મહામુર્ખ" પ્રજા કહેવાય . જેની બુદ્ધિ પોતાના પક્ષ કે જાતી પુરતી જ ક્ષિમિત છે . તેની પાસે ભવિષ્યમાં શુ પરિણામ આવશે તેની જરા પણ ચિંતા નથી . દેશ જરૂર બદલાશે , તમામ દુષણો નાબૂદ થશે , પરિસ્થિતિ બદલાશે , સીમા વિવાદો પણ શાંત થશે ,પહેલા આપણે આપણી જાતને બદલવું જોશે , આપણી માનસિકતા બદલવી જોશે , આપણે મફતમા લેવાની દાનતને દફન કરવી જોશે , છાસવારે થતા જાતીવાદી ઝઘડા બંધ કરવા જોશે , પોતાના દેશમા બનતી સ્વદેશી વસ્તુનો વધુ ઉપયોગ કરવો જોશે , જીદગીનો થોડો ફ્રી સમય દેશ માટે ખર્ચવો જોશે , ત્યારે જ અા દેશ આર્થિક , સામાજિક અને વૈશ્વીકસ્તર પર મજબૂત થશે , કોઈ જાપાન કે અમેરિકા પાસે હાથ નહી ફેલાવવો પડે . કોઈ નેતા એક રૂપિયો પ્રજાનો ચોરતા પણ સો વાર વિચાર કરશે . અ બધુ શક્ય છે , પણ તમે , હુ આપણે બધા જાગૃત રહેશુ તો . બાકી આમ જ ચાલ્યું તો , આવનાર પેઢી તમારા નામ સાથે કાયર , સ્વાર્થી , માનસિક ગુલામ વિષેસણ લગાવી દેશે . કોઈ દિવસ તમને માફ નહી કરે , અને જો તમારો આ ઈતિહાસ તેમના વાચવામા આવ્યો તો એ લોકો આત્મહત્યા કરી લેશે કે આવા "મહામુર્ખ લોકોના અમે સંતાન છીએ" હવે વિચાર તમારે કરવાનો છે , તમારી આવનાર પેઢીને તમારે ભેટમાં શુ આપવું . એક શાંત અને સુલભ જીવન કે ભ્રષ્ટાચાર , ગરીબી , બેરોજગારી , આતંકવાદ , જાતીવાદથી ભરેલો વિષનો પ્યાલો . (ક્રમશ:) ...વધુ વાંચો

9

દરિયાના પેટમાં અંગાર - 9

જોબ પરથી આવી ગયો . સાંજના સાત વાગ્યા હતા . ફ્રેસ થઈ ટીવી ચાલુ કરુ . સમાચારની તો વણઝાર ગઈ . આ પક્ષના આગેવાને આ પક્ષના છુટાછેડાના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા . કારણ એટલે જ સામે આવ્યું વિધાનસભાની ટીકીટ ન મળી . એટલે બીજી પાર્ટીનો ઝંડો લઈ બહાર આવ્યા અથવા અપક્ષમા પોતાની ઉમેદવારી નોંધવી . જે હોય તે પણ એક સીટ પર મબલક ઉમેદવારી ફોમ આવતા એવું લાગે છે કે આ લોકોને સમાજસેવાનુ કુતરુ કરડી ગયું હોય . પાછળના લેખમાં પણ મે વાત કરી હતી હાઈકમાન્ડની . ઉમેદવાર નક્કી કરવામાં સેન્સ લેવામા આવે છે . જે તે પક્ષના કાર્યકરો જે તે ઉમેદવારને મજબુર કરવા અને ટીકીટ અપાવવા હાઈકમાન્ડના પ્રતિનિધિ સામે રજુ થાય છે . પણ ઘણી સીટ પર મે જોયું છે કે લોકો જે ઉમેદવાર પસંદ કરે છે તેને પાર્ટી ટીકીટ નથી આપતી તેની પાછળ જે તે કારણ હોય શકે પણ વાત છે લોકોના વિશ્વાસની . હાઈકમાન્ડને પ્રજા પર વિશ્વાસ નથી એવું તારણ લગાવી શકાય . હાઈકમાન્ડને તો। ઉપર બેઠાબેઠા જ કાર્ય કરવાનું હોય છે જમીનસ્તર પર કાર્યકરો રાત દિવસ મહેનત કરે અને યોગ્ય ઉમેદવાર ન મળતા નાસીપાસ થઈ જાય છે . અથવા બીજા પક્ષમા સામુહીક રીતે જવાનું એલાન કરે છે . ગુજરાતની તમામ સીટના ઉમેદવાર નક્કી જ છે . કંઈ પાર્ટીનો ક્યો ચહેરો છે ત લોકો સામે આવી ગયો છે . પક્ષના હાઈકમાન્ડે પોતાની ભૂમિકા નિભાવી હવે વારો છે પ્રજાનો . પ્રજા કોને વિજય બનાવશે . પક્ષના નેતાને કે જનતાના ચાહીતા ચહેરાને ? એતો આ મહિનાની અઢાર તારીખે દિવા જેવું થઈ જશે . પણ જે લોકોને પક્ષના ઝંડા નિચે ગદ્દાર કહ્યા , લુટારા કહ્યા , ડાકુ કહ્યા આ બધા નામ ઉપનામ જેતે વ્યક્તિ કે તેના સમુહ માટે પ્રયોજ્યા તે વ્યક્તિ કે તે સમુક તમારી પાર્ટીના બેનર નિચે આવી ગયા એટલે દેશભક્ત કે સમાજસેવક થઈ ગયા ? ઉપરના રાજકારણ આપણા ઘરમાં આવી ગયું છે . સાસુ વહુ આમને સામે ઉમેદવારી કરી કહ્યા છે . ૨૦૧૪ની લોકસભામાં કાકા અને ભત્રિજી સામે સામે હતા . જુઠી સમાજસેવાનો સ્વાંગ એવો તો કરડી ગયો છે કે પ્રજા કે મતદાતાની કદર કરવામાં આવતી નથી . માનવમુલ્યનુ અધપતન થવા લાગ્યું છે . પહેલા જાતીવાદ પર વોટ માંગતા હતા . હવે ગાળીગલોચ કરીને માંગી છીએ . સમય બદલાયો છે માણસ નહી યાદ રાખજો . પુરી લુટારાની જ ફોજ છે . પ્રજા અબુદ્ધ નેતાને મોજ છે . કાલે જે લોકો ગામને ઉલ્લુ બનાવતા હતા તેવા લોકો પાસે આજે અબજોની સંપતિ છે . આટલી સંપતિ ક્યાંથી આવી કંઈ રીતે બનાવી આવો પ્રશ્ન કોઈ કરતા જ નથી . કારણ કે પ્રજા ડરપોક છે. અભણનેતાઓ ભણેલા યુવાનો પર તાંડવ કરે છે છતા સમાજ મૌન ધારણ કરી બેઠો છે . દેશને લુટવા માટે જેવી પ્રજાની જરૂર છે એ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ . હુ એ સ્તર પર ઉભો છુ જ્યાથી દેશનું પતન અને નજીકના સમયમાં આવતી ગુલામી જોઈ રહ્યો છુ . ખટારા પાછળ પણ લખવામા આવે છે “હેર્ન ધીમે વગાડ મારો દેશ સુતો છે” . હદ છે હવે તો મોંઘવારી ગમે એટલી વધે મારે તો આ પક્ષ સિવાય ક્યાંય મત નથી આપવો આવા મેસેજ ફરતા થાય . ત્યારે બ્રિટનના એક ન્યુઝ પેપરનું ટાઈટલ યાદ આવ્યું “ભારતદેશ ગુલામ બનવાનો જ લાયક છે.” વાક્ય ખરું પણ છે . પક્ષવાદ ઘર કરીને બેઠો ત્યાં સુધી આ દેશનું કશુ જ થવાનુ નથી . એક નાના મુદ્દા પર બાપ દીકરો મારવાની અણી પર આવી જાય આવી રાજનીતિને ધોય પીવી છે . સામાજિક મુલ્યને નુકશાન કર્યા વગર થતી તંદુરસ્ત લડાય એટલે રાજનીતિ . મારી પરિભાષા આવી છે . બાકી તમને જે યોગ્ય લાગે તે કરો . સીતેર વરસથી અમેઠી જેમને પાસે છે તે રાહુલ ગાંધી પોતાના મત વિસ્તારનો વિકાસ ન કરી શક્યા . અને ગુજરાતમાં વાત કરે છે વિકાસ થયો નથી . હા હુ કહુ છુ વિકાસ થયો નથી . તો પછી બીજા રાજ્યના લાખો લોકો રોજગાર માટે કેમ ગુજરાત આવે છે . બીજી બાજુ યુપીના ઉપમુખ્યમંત્રીના વિસ્તારમાં ભાજપ સ્થાનિક સ્વરાજની ચુટણીમા છ માથી છ બેઠક હારી ગઈ. તો શુ ત્યાં ભાજપની લહેર ન હોય ? તેની પ્રજાએ કદાચ કાર્ય જોયા હશે . મને ગમ્યું કે ત્યાના વોકો કાર્ય જોતા થઈ ગયા અને ગુજરાતમાં લોકો વેરની રાજનીતિ કરવા લાગ્યા . પાટીદાર હોય , દલિત હોય કે ઓબીસી સમાજ હોય આ રાજ્ય બધાનુ છે . કોઈના નામનો દસ્તાવેજ નથી અને કોઈપણ પણ કોઈ એક જાતીના મતથી જીતતો નથી . વિરોધ કરો પણ વેર ભાવથી નહી . અને સમાજસેવા કરો રાજનીતિના નામથી નહી . રાજનીતિની જ્યારે સમાજસેવાનો નકાબ પહેરીને આવે છે ત્યારે તે સમાજ પતન તરફ જઈ રહ્યો છે તેમ કહી શકાય . સમાજ , જાતી , ધર્મ અને પક્ષની ઉપર પણ એક સ્ટેજ છે દેશ . આપણે જ્યારે પર વિરોધ કરી , લડાય કરી , આંદોલન કરીએ કે મતદાન કરીએ ત્યારે આપણી સામે આપણા દેશનું માનચિત્ર હોવું જોઈએ નહી કે કોઈપણ પક્ષનું . બસ આટલું કરો અને પોતાની દેશ પ્રત્યેની નૈતિક જવાબદારી સ્વીકારો દેશ વિશ્વગુરુ બનશે (ક્રમશ:) ...વધુ વાંચો

10

દરિયાના પેટમાં અંગાર - 10

ભારતે 14 ઓગસ્ટ 1947ની મધરાતે આઝાદીનો પહેલો શ્વાસ લીધો. ભારત એક લોકશાહી દેશ જે દુનિયાનો સૌથી મોટો ડિમોક્રસી રાષ્ટ્ર સામે આવ્યો. ગૌરવની વાત કહેવાય કે આપણા સામે બીજો કોઈ મોટો આવો દેશ નથી જ્યાં લોકો દ્વારા શાસન ચાલતું હોય.ગ્રીકમાં ઉતપન્ન થયેલ ડિમોક્રસી શબ્દનો પુર્નજન્મ બ્રિટનમાં થયો. એ પછી અમેરિકામાં ડિમોક્રસીના મૂળ નખાયા. પણ આ શબ્દે એટલી પરિક્રમા કરી કે આજે ભારતમાં લોકશાહી હાંફતી હાંફતી મૃત અવસ્થામાં છે. આઇસીયુમાં ઓક્સિજનના બાટલા કે લાઈફ સ્પોર્ટિંગ સિસ્ટમ પર છે. આ બીમાર થયેલ લોકશાહી માટે જવાબદાર કોણ છે? ભારતના નેતાઓ કે પછી એમને નિર્વાચિત કરતી પ્રજા?જવાહરલાલ નેહરુથી લઈ રાજીવ ગાંધી સુધી અને અત્યારે ...વધુ વાંચો

11

દરિયાના પેટમાં અંગાર - 11

લોકશાહીમાં સત્તાની પ્રાપ્તિ માટે નેતાઓના વલખા જોવા જેવા હોય છે. ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસમાં એવો ડર આવી ગયો ભાજપ કોઈપણ વિધાયકનું રાજકીય અપહરણ કરી શકે છે. એ સમયે કોંગ્રેસે પોતાના ધારાસભ્યને બેંગ્લોર રિસોર્ટમાં લઈ જવાની નોબત આવી. આ પ્રક્રિયાને રાજકીય વિશ્લેક્ષકો "હોર્શ ટ્રેડિંગ" કહે છે.અત્યારે એ જ સ્થિતિ કર્ણાટકમાં જોવા મળે છે. ત્યાં સત્તા માટે ત્યાંના પક્ષ પોતાના ધારાસભ્ય સેફ રાખવા મથામણ કરી રહ્યા છે. ત્યારે જોવાનું કે કોણ બધું બધું ખરીદી કરી શકે છે. અને છેલ્લા પાંચ દિવસથી સેફોલોજિસ્ટ ડિબેટમાં બેઠા બેઠા એ સમજાવે છે કે જો આટલા વિધાયક આ બાજુ જાય તો આ પરિણામ આવે.કર્ણાટકમાં જ્યારે ...વધુ વાંચો

12

દરિયાના પેટમાં અંગાર - 12

ભારતમાં જ્યારે ચૂંટણી વાતે છે ત્યારે દેશમાં એક અલગ માહોલ સર્જાય છે કે બનાવવામાં આવે છે. 2019ની ચૂંટણી નેતાઓની એક યુદ્ધ જેવી છે. સત્તા પક્ષની સામે મહાગઠબંધન વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રોજ નવી નવી યોજના અને વાયદા પણ કરવા આવે છે. આ પુરા માહોલમાં ક્યાંય ભ્રષ્ટાચાર વિરુદ્ધ ની લડાઈ જોવા મળી નથી રહી. તમામ દેશના પ્રશ્નમાં મુખ્ય મુદ્દો જ અને જીવલેણ રોગ ભષ્ટાચાર છે. જેને કોઈ નાબૂદ કરવા માટે કટિબદ્ધ થતું નથી.ભ્રષ્ટાચારનો વિરોધ કરી અને કાળુંનાણું ભારત પાછું લાવવા જેમને પ્રચાર કર્યો અને લોકોએ પૂર્ણ બહુમતીથી સત્તામાં જેમને બિરાજમાન કર્યા એ જ આજે આ મુદ્દા પર ચૂપ ...વધુ વાંચો

13

દરિયાના પેટમાં અંગાર - 13

2019નું વર્ષ એ ચૂંટણીનું વર્ષ છે. એટલે વાયદા અને વિકાસની વાતો તો થશે જ. આપણ પણ ભારતદેશની ચૂંટણી વાયદા જ જીતવામાં આવે છે. એમાં પણ જો સરકાર કે વિપક્ષ મફત આપવાની જાહેરાત કરે એટલે સરકાર એમના હાથમાં જ પ્રજા આપી દે. દેશના સળગતા મુદ્દાને કોઈ પણ પક્ષ કે નેતા જાહેરમાં ઉપાડવા માટે સક્ષમ નથી. દેશને મંદિર અને મસ્જિદના નામ પર અને નામકરણના નામ પર ગુમરાહ કરવામાં આવે છે. હાલમાં જ ભારત સરકાર દ્વારા 2019નું બજેટ રજૂ કરવામાં આવ્યું. અનેક હૈયાધારણા સાથે પ્રજામાં રહેલા કામચલાઉ અર્થશાસ્ત્રીઓ જેમ વરસાદ થાય અને દેડકાં બહાર આવે એ જ રીતે આ બધા ધુરંધરો બજેટ ...વધુ વાંચો

14

દરિયાના પેટમાં અંગાર - 14

ભારત પર ભૂતકાળમાં ઘણા આક્રમણો થયા, ઘણા લૂંટારા આવી આ દેશને લૂંટી પણ ગયા. વાસ્કો-દ-ગામા થી લઈ આજે છાસવારે પર ઘૂસપેઠ કરતા જેતે આંતકવાદી સંગઠનના દાનવો હજુ પણ કત્લેઆમ કરી જ રહ્યા છે. આ તમામ ઘટનાને લખતા કલમ ધ્રુજી ઉઠે છે. ભલે આજે નેતાઓ સુરક્ષાના દાવા કરતા હોય પણ ખરેખર સ્થિતિ નાજુક રહી છે. રોજ સરહદ પર કોઈને કોઈ ઘટના બનતી રહે છે. કાશ્મીરી ઘાટીમાં અલગાવવાદી નારા સાથે પાકિસ્તાનના ઝંડા રહેતા હજુ પણ જોવા મળી રહ્યા છે. દેશ વિરોધી આવી પ્રવૃત્તિ રોકવા માટે આપણે આજ સુધી શુ કર્યું? આઝાદી થી લઈ અત્યાર સુધી આપણે કાશ્મીરમાં અનેક જવાનો ખોયા છે. ...વધુ વાંચો

15

દરિયાના પેટમાં અંગાર - 15

વીસમી સદીના પ્રારંભમાં જ પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. પોલેન્ડ અને જર્મનીના યુદ્ધ વચ્ચે શત્રુ દેશો અને મિત્ર દેશો પુરી દુનિયા વહેંચાય ગઈ હતી. એ યુદ્ધ લગભગ છ વર્ષ સુધી ચાલ્યું અને કરોડો લોકો મરી ગયા. ઘણા દેશ ગરીબી અને ભૂખમરામા સબળવા લાગ્યા. ફરતી બાજુ તારાજી જ હતી. એ જખ્મો પર રૂઝ આવે એ પહેલાં જ 1939 માં બીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું. હિટલરે 60 લાખ યહૂદીને ગેસ ચેમ્બરમાં મારી નાખ્યા, અમેરિકાએ જાપાન પર બે અણુબોમ્બ ફેકયા જેની અસર આજે પણ જોવા મળી રહી છે. યુરોપના દેશોમાં તારાજી સર્જાય લોકો કુતરા અને મરેલા માણસના દેહ ખાવા લાગ્યા. ત્યારે યુરોપના ...વધુ વાંચો

16

દરિયાના પેટમાં અંગાર - 16

ભારતની આઝાદીની લડતમાં લગભગ છ કરોડ છત્રીસ લાખ જવામર્દ ફાંસીના માંચડે ઝૂલી ગયા. ગણ્યા ગાંઠ્યા નામ સિવાય બીજા શહીદોના પણ આપણે જાણતા જ નથી. મંગલપાંડે થી લઈને ઉધમસિંહ સુધી અનેક જવાનો પોતાના જીવનો દીવો ઓળવી રાષ્ટ્રને પ્રકાશિત કરી ગયા છે. નાના બાળકો થી લઈને જઈફ વયના હુતાત્માએ આપેલ બલિદાનને કારણે આપણે આઝાદીનો શ્વાસ આપણા ફેફસામાં ભરી શકીએ છીએ. આજે સોળ વર્ષથી લઈને 65 વર્ષના લોકો મોબાઈલમાં ગેમ્સ રમવામાંથી નવરાશ મેળવે તો ખબર પડે ને કે ભગતસિંહ કોણ હતા? ખાલી એટલું જ યાદ રહ્યું કે રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહને એક દિવસ પહેલા ફાંસી આપી દેવામાં આવી હતી. એ મહાન વીરવર ...વધુ વાંચો

17

દરિયાના પેટમાં અંગાર - 17

એક ગધેડાએ પોતાની જાતિની સભા બોલાવી અને પોતાને મુંજાતા પ્રશ્નને એ લોકો પાસે રજૂ કર્યું, પ્રશ્ન એ હતો કે,"સફેદ પહેરી બે પગવાળા આ ક્યાં પ્રાણી બજારમાં આવ્યા છે જે આપણી જેમ કરે છે, મોઢેથી સારા વચનો કહે અને પાછળથી લાત મારે છે." ત્યાં એક વડીલ ગધેડો ઉભો થયો અને જવાબ આપ્યો, "અરે બેટા એમાં આપણી જાતિને કોઈ જ ખતરો નથી, આતો દેશમાં ચૂંટણી આવી એટલે કાળા દિલવાળા સફેદ આવરણ પરિધાન કરી જાતિવાદના ઉકરડા ધમરોડે, આતો વર્ષોથી ચાલ્યું આવે છે." આ ચર્ચા ગધેડાની સભામાં થઈ હતી. ખૈર, ત્યારે કોઈ ત્યાં પત્રકાર હાજર નહોતા, નહિતર બ્રેકિંગ ન્યુઝ થઈ જાત, "ગધેડા પણ ...વધુ વાંચો

18

દરિયાના પેટમાં અંગાર - 18

...અને મહાનગર પાલિકામાં ઉમેદવારો નિર્વાચિત થઈ ગયા. લોકશાહીના પર્વનો એક ભાગ પૂરો થયો છે. શહેરીજનોએ પોતાના ભાગ્યવિધાતાની પસંદગી કરી છે. તો પ્રથમ સર્વે નિર્વાચિત થયેલ નેતાઓને ખૂબ ખૂબ શુભેચ્છા.... છ મહાનગરમાં ભાજપનું કમલ ખીલી ગયું. અને કોંગ્રેસનું રાજકીય તેમજ સૈદ્ધાંતિક ધોવાણ થઈ ગયું છે. મારા રાજકીય ગુરુ એવમ કવિકુળના દિપક દિવંગત અટલજીએ સંસદમાં કોંગ્રેસને કહ્યું હતું, " હારમાં આત્મચિંતન હોવું જોઈએ..." પણ આ શબ્દ કદાચ કોંગ્રેસના ગળે ઉતરી શક્યા ન હતા કારણ કે પરિવારવાદનો પટ્ટો ગળામાં બાંધેલો હતો... છ મહાનગરમાં કારમી હાર ...વધુ વાંચો

19

દરિયાના પેટમાં અંગાર - 19

સનાતન ધર્મની ભૂંસાતી જતી સંસ્કૃતિ સનાતન ધર્મ એ માનવજીવનનો પાયો છે. માણસ કઈ રીતે પોતાનું ઉત્તમ જીવન જીવી શકે માટે પ્રેરણા આ ધર્મે આપી છે. ભારતવર્ષ પર એના કારણે જ અનેક આક્રંતા આવ્યા અને સનાતન ધર્મને ખંડિત કરવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા. સાંસ્કૃતિક સ્થાપત્યની નષ્ટ કરવાના પ્રયાસ થયા. અને ઘણા ખરા અંશે એ લોકો સફળ પણ રહ્યા છે. આ દેશની સંસ્કૃતિ અને સંસ્કાર અને ઉદારતાનો લાભ અનેક પ્રજાએ પોતાનું આધિપત્ય જમાવ્યું. સેક્યુલર શબ્દ તો ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સીના દોરમાં બંધારણમાં ઉમેર્યો એ પહેલાં પણ આ દેશ સર્વધર્મસમભાવ ધરાવતો હતો એટલે જ વિશ્વની સૌથી જૂની મસ્જિદ ભારતમાં છે. બાહ્ય લોકોનો, ધર્મનો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો