ગોવામાં જુના દેવળની પાસે એક શરાબ પીણાનો જૂનો-પુરાણો બાર હતો. બાર માલીક જોસેફ ભાડાનાં ઘરમાં રહીને કંટાળી ગયો હતો.તેને એક ઘર ખરીદવાની ખુબ જ ઈચ્છા હતી કિન્તુ તેની પાસે ઘર ખરીદવા માટે પૂરતા પૈસા ન હતાં.
Full Novel
પુસ્તક-પત્રની શરતો - 1
પુસ્તક-પત્રની શરતો ભાગ-૧ ગોવામાં જુના દેવળની પાસે એક શરાબ પીણાનો જૂનો-પુરાણો બાર હતો. બાર માલીક જોસેફ ભાડાનાં ઘરમાં રહીને ગયો હતો.તેને એક ઘર ખરીદવાની ખુબ જ ઈચ્છા હતી કિન્તુ તેની પાસે ઘર ખરીદવા માટે પૂરતા પૈસા ન હતાં. જોસેફ આંગળીનાં વેઢાથી પોતાની બચત ગણતો હતો. તેવામાં એક બ્લેક સૂટમાં સજ્જ વ્યક્તિ બારમાં પ્રવેશી.ઉચ્ચ વર્ગનાં ધનવાન કહી શકાય તેવા સજ્જન આજ પહેલાં કદાપિ આ બારમાં ન આવેલા, તેથી કુતુહલ વશ જોસેફની આંખો એ અજાણી વ્યકિત પરથી ખસી ન શકી.એ સજ્જન જોસેફ જ્યાં ઉભો હતો ત્યાંથી એકદમ સમીપનાં ટેબલ પર બેસ્યા.થોડી વાર રહીને સજ્જને કોઈકને ફોન જોડ્યો.સામે છેડેથી ફોન ઉપાડતા સજ્જને કહ્યું, " હેલ્લો...હા, પછી શું વિચાર્યું... કેમ?...પણ ...વધુ વાંચો
પુસ્તક-પત્રની શરતો - 2
પુસ્તક-પત્રની શરતો ભાગ-૨ "રહેવા દે ને તું. તને ના પાડી છે ને કે તારે સામાન નહિ ઉપાડવાનો." પ્રેમ-આક્રોશનાં ભાવ સાથે જોસેફે કહ્યું. "સારું નહી કરું.કર્યો કરો તમ તમારે એકલા.તમારું કામ" "હા, તે કરીશ એકલો.ભલે નવા ઘરે પહોંચવામાં એક દિવસ મોડુ થાતું પછી."જોસેફ ગુસ્સે થઇ જાય છે.ગુસ્સો પણ વ્હાલનો, કેમ કે વારંવાર જોસેફની ના પાડવા છતાં કામમાં મદદ કરાવવા જીની આતુર હતી. જોસેફે ભાડાનાં ઘરથી તે નવા ઘર સુધી સામાન પહોંચાડવાનું કામ એક લોડ શિફટિં કંપનીને સોંપ્યું હતું.દસના શુમારે કંપનીનો ટ્રક આવી ગયો. શિફટીગ કંપનીનો ટ્રક સાંજના ચાર વાગ્યાનાં શુમારે નવા ઘરે પહોંચ્યો ત્યારે કંપનીના માણસે જોસેફને ફોન કરીને નવા ઘરે બોલાવી દીધો. જોસેફ અને જીની કાર લઇને ...વધુ વાંચો
પુસ્તક-પત્રની શરતો - 3
પુસ્તક-પત્રની શરતો ભાગ-3 ગતરાત્રીના થાકને કારણે જોસેફ સવારના નવ વાગ્યા સુધી પથારી વશ રહ્યો.જીનીએ જોસેફને ઢઢોંળતા કહ્યું, "ચાલ ડિયર, જા.સવારનો નાસ્તો તૈયાર છે." નાસ્તો કરતી સમયે જોસેફના મગજને અજાણ્યા પત્રનાં જ વિચારો બાઝીને બેઠા હતા. નાસ્તો કર્યો પછી જોસેફે ડ્રોવર ખોલ્યું જેમાં તેણે અજાણ્યો પત્ર સાચવીને રાખ્યો હતો. -પત્ર તેના સ્થાને ન હતો.જોસેફે બરાબર જોયું હતું. "અહીં ડ્રોવરમાં રાખેલો પત્ર તે લીધો છે, જીની." જોસેફે રસોડામાં કામ કરતી જીનીને પૂછ્યું. "તમે ક્યા પત્રની વાત કરો છો. મને ખબર છે ત્યાં સુધીતો આ ધરની એક પણ વસ્તુને મેં ખસેડી નથી.પણ પત્ર શાને લગતો હતો?" રસોડામાં વાસણ લૂછતી જીનીએ મોટા અવાજે કહ્યું. "કંઈ ના બસ અમસ્તો-" વાત અધૂરી રાખીને જોસેફે ...વધુ વાંચો
પુસ્તક-પત્રની શરતો - 4
પુસ્તક-પત્રની શરતો ભાગ-4 બેસમેન્ટ વાળી ઘટના પછીની બીજી સવારે જોસેફ પથારીમાંથી ઊઠયો ત્યારે તેણે મનોમન નક્કી કર્યું કે અજાણ્યા શરતો પાળી જોવી જોઈએ.જો તે શરતોનું બરોબર પાલન કરે તે પછી કોઇ વિચિત્ર ઘટના ન ઘટે તો- તો શું? શરતો પણ ક્યાં બહુ મોટી છે.એક વાર પાળી તો જોવું જોસેફ તે દિવસથી પત્રમાની બધી શરતો પાળવા લાગ્યો. રાત્રે બહાર નીકળતો નહી.બેસમેન્ટની લાઈટ ચાલુ રાખતો, જમતી એક ડીશ વધારે રાખતો, કોઈ વસ્તુને શોધવાનો (નિરર્થક ) પ્રયત્ન પણ ન કરતો.શરતોના પાલન પછી ઘર સામાન્ય ઘર જેવું બની રહ્યું. - કોઇ જ અણધારી ઘટનાં ન ઘટી.જોસેફને શરતોના પાલન કરતી સમયે થોડું અતડું તો લાગ્યું પણ ...વધુ વાંચો
પુસ્તક-પત્રની શરતો - 5
પુસ્તક-પત્રની શરતો ભાગ-૫ રાત્રીનાં સમયે ત્રણના ટકોરે બાળક રડવા લાગ્યું. બાળકના રુદનના અવાજથી જોસેફ ઝબકિને જાગી ગયો. બાળકને લઈને તેણે શાંત કરવાનો પ્રયત્ન કર્યો.કિંતુ જોસેફના બધા જ પ્રયત્નો નિષ્ફળ નીવડયાં. બાળક એક કલાક સુધી રડતું જ રહ્યું અને છેવટે ચારના શુમારે શાંત પડ્યું અને નિંદ્નામાં સરી પડવું. જીનીની ઊંધ એવી કે એકવાર ઉંધ્યા પછી તેના કાનના દ્વાર સંપૂર્ણ પણે બંધ થઇ જાય. તેથી બાળકના રુદન છતાં તે સૂતી જ રહી- જોસેફે પણ તેણે જગાડવાનો પ્રયત્ન સુદ્વા ન કર્યો.બાળકને ધોડીયામાં સૂવડાવી જોસેફે પણ પોતાની જાતને ૫થારી પર પ્રસરાવી દીધી. અગણીત વાર આમ-તેમ પડખા ફેરવ્યાં છતાં નિંદ્રા તેની વહારે ન આવી. ત્રણ અને ચાર વાગ્યાં વચ્ચે જે ઓરડાની બહાર ન નીકળવાની શરત હતી તેના ...વધુ વાંચો
પુસ્તક-પત્રની શરતો - 6
પુસ્તક-પત્રની શરતો ભાગ-૬ સવારે ઉઠયાં બાદ જોસેફે એક સાઈકેસ્ટ્રીકની એપોઇમેંન્ટ લીધી છે એમ જીનીને કહ્યું.જીનીએ જ્યારે કારણ પૂછ્યું જોસેફે બેધડકપણે ઉંઘમાં તે કકળાટ કરે છે માટે સ્તો, સાઇકેસ્ટ્રીકની અપોઈમેંન્ટ લેવી પડી એમ જરા અકડાઈ ને બોલી ગયો. સમય થતાં જીની રડમસ મોંઢે, ચૂપચાય કારમાં બેસી ગઇ-પતિએ કોઈ દિવસ નહી અને આજે આટલા ઊંચા અવાજે વાત કરી હતી તેને લીધી તો જીની ઉદાસ હતી. જોસેફે દવાખાના ભણી ગાડી હંકારી મૂકી. અડધો કલાક પછી તો જીની જોસેફ બંન્ને દવાખાનામાં સાઈકેસ્ટ્રીક સામે બેઠા હતો.જોસેફ ડોકટરને ખૂણામાં લઈ-જઈને જીનીના બદલાયેલાં વાણી વર્તન વીશે અવગત કરાવ્યાં. જોસેફની વાત સાંભળ્યા પછી ડાકટરે કહ્યું, "જો એવું જ હોય તો હિપ્નોટાઈઝ કરીએ. હાલ ખબર પડી જશે.શું ...વધુ વાંચો
પુસ્તક-પત્રની શરતો - 7
પુસ્તક-પત્રની શરતો ભાગ-૭ જીની- જોસેફ બંન્ને જીનીનાં પીતાનાં ઘરે રહેવા આવી ગયાં.જીનીનો સ્વભાવ એકદમ બદલાઇ ગયો.તે ફરી પહેલાં જેવી ગઈ-સાવ સાદી, સરળ અને પ્રેમાળ. જોસેફ જીનીનું પરિવર્તન જોઈને ખુશ જાયો એ સાથે તે એ વાત પણ સમજી ગયો કે કહો ન કહો ગડબડ પેલા ઘરમાં જ હતી. જો એ ધરમાં ગડબડ હતી તો તેની પાછળ સ્પષ્ટ પણે શંકા ટેમ્બર્ક પરિવાર પર જાય તેમ હતી. વિંન્ગસ્ટ વિસ્તારમાં વર્ષોથી રહેતા લોકોને પૂછતાં જોસેફને જાણ થઇ કે ટેમ્બર્ક પરિવાર ત્રીસ વર્ષ પહેલાં ત્યાં રહેતો હતો.એક દવસ જોની ટેમ્બર્કના ઘરે તેનો છોકરો ફિલિપ્સ અને પડોશીના છોકરા રમત-રમતા હતાં.રમતાં રમતાં તે બાળકોને ખબર જ ન ...વધુ વાંચો
પુસ્તક-પત્રની શરતો - 8 - છેલ્લો ભાગ
પુસ્તક-પત્રની શરતો ભાગ-૮ જોસેફ પડખે સુતી જીનીનાં મોં સામે જોઈ રહ્યો.જીનીનાં સુશીલ મુખવદનને જોતો-જોતો જોસેફ સુઈ ગયો.-તે ઊંઘમાંથી દુનિયામાં સરી પડ્યો.જોસેફે જોયું કે તે વિન્ગ્સ્ટન વિસ્તારમાં આવેલ ઘરમાં એકલો છે.રાત્રી ગાઢ અંધારી હતી.તે ધીરે-ધીરે સીડીઓથી બેસમેન્ટમાં ઉતરે છે અને બેસમેન્ટને યાદોમાં સમાવી લેવા માંગતો હોય તેમ તેનાં ખૂણા ખાંચરાને જુએ છે.પછી તે સીડીઓ ચડે છે.ત્રીજા પગથિયાં પર ઊભો હોય છે ત્યાં તેનાં કાને કોઈ બાળકનાં રડવાનો અવાજ સંભળાય છે.બાળકનાં તીવ્ર રુદન છતાં તે અવાજની અવગણના કરી તે બેડ રૂમ ભણી જાય છે.બેડરૂમનો દરવાજો અર્ધો ખુલ્લો હોય છે અને તેમાંથી ચમકતો પ્રકાશ, કિરણોનાં લિસોટા સાથે અર્ધખુલ્લા દર્વાજામાંથી બરાવ આવવા પ્રયત્ન કરે છે.ફટાક દઈને જોસેફ દરવાજો ખોલે છે.બેડરૂમમાં પ્રકાશમાન વસ્તુથી જોસેફની આંખો અંજાઈ જાય છે.પ્રકાશ ધીરે ...વધુ વાંચો