અવકાશ કેન્દ્રના વડા ડૉ. દવે એક રિપોર્ટ વાંચી થોડા ચિંતિત થઇ ગયા હતા. તે રિપોર્ટ આવ્યો હતો તેમના કૃત્રિમ ઉપગ્રહ તકનીકી નિષ્ણાત વિભાગ તરફથી. રિપોર્ટ મુજબ ભારતે સંશોધન હેતુસર અવકાશમાં છોડેલા એક કૃત્રિમ ઉપગ્રહમાં છેલ્લા કેટલાક દિવસથી કઈંક ખામી સર્જાઈ રહી હતી, જેને કારણે તે ઉપગ્રહ પરથી કઈં ભળતા સળતા સંદેશાઓ અને સંકેતો બીજા વિદેશી ઉપગ્રહો પર જતા રહેતા હતા અને તેનું ગંભીર પરિણામ આવી શકે તેમ હતું.

Full Novel

1

ગુમનામ ટાપુ - 1

ગુમનામ ટાપુ પ્રકરણ-૧ - અવકાશી ઉપગ્રહોની સમસ્યા અવકાશ કેન્દ્રના વડા ડૉ. દવે એક રિપોર્ટ વાંચી થોડા ચિંતિત થઇ ગયા તે રિપોર્ટ આવ્યો હતો તેમના કૃત્રિમ ઉપગ્રહ તકનીકી નિષ્ણાત વિભાગ તરફથી. રિપોર્ટ મુજબ ભારતે સંશોધન હેતુસર અવકાશમાં છોડેલા એક કૃત્રિમ ઉપગ્રહમાં છેલ્લા કેટલાક દિવસથી કઈંક ખામી સર્જાઈ રહી હતી, જેને કારણે તે ઉપગ્રહ પરથી કઈં ભળતા સળતા સંદેશાઓ અને સંકેતો બીજા વિદેશી ઉપગ્રહો પર જતા રહેતા હતા અને તેનું ગંભીર પરિણામ આવી શકે તેમ હતું. આનું કારણ જાણવા માટે જયારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે પૃથ્વીપરની કોઈ જગ્યાએથી અમુક સમય માટે તે સંશોધક ઉપગ્રહનું નિયઁત્રણ કોઈ શક્તિશાળી માધ્યમથી ...વધુ વાંચો

2

ગુમનામ ટાપુ - 2

ગુમનામ ટાપુ પ્રકરણ ૨ - સાથીઓ સાથે મુલાકાત પ્લાન પ્રમાણે કેપ્ટ્ન રાજ, ડો. સાકેત અને દેવની પ્રથમ દિવસની રહેવાની પોર્ટબ્લેરની હોટલ ઍરપોર્ટમાં કરવામાં આવી હતી. ત્રણે જણે સગવડતા પ્રમાણે બપોર સુધીમાં હોટલ પર પહોંચીને બપોરે લંચ માટે ભેગા થવાનું હતું, જ્યાં તેમની સાથે ઇન્સ્પેક્ટર કાજલ, કે જે પોર્ટબ્લેરમાંજ રહેતી હતી તે જોડાઈ જવાની હતી. રાજ સવારની ફ્લાઇટમાં આવી ગયો હોવાથી બાર વાગ્યાનો હોટલના રેસ્ટોરન્ટમાં પહોંચી ગયો હતો. લગભગ સાડાબાર વાગે ડો સાકેત અને દેવ રેસ્ટોરન્ટમાં આવી ગયા. એકવડીયો બાંધો, વાંકડીયા ભૂખરા વાળ, ગોળ ફ્રેમના ચશ્માં, સાધારણ વ્યક્તિત્વ ધરાવતા ચાલીસેક વર્ષના પ્રૌઢયુવાન જેવા દેખાતા વ્યક્તિની સાથે હસ્તધૂનન કરતા રાજે કહ્યું ...વધુ વાંચો

3

ગુમનામ ટાપુ - 3

ગુમનામ ટાપુ પ્રકરણ ૩- સમુદ્રી રાક્ષસનો સામનો સવારે સાડા છ વાગે બધા રિસેપ્શન પર ભેગા થઇ ગયા, હોટેલની બહાર પોલીસ જીપમાં તેમને પોર્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી દીધી હતી. કાજલ સીધી પોર્ટ પર પોહંચી જવાની હતી. જીપ તે લોકોને પોર્ટના ટર્મિનલ ગેટ પાસે ઉતારીને જતી રહી . થોડી વારમાં કાજલ પણ ત્યાં પહોંચી ગઈ. પોર્ટની જરૂરી કાયદાકીય ઔપચારિકતાઓ કાજલે પતાવી દીધી અને સીધા બોટ પર બોર્ડ કરવાની પરવાનગી મેળવી લીધી. એક પડછંદ કાયા ધરાવતો ટૂંકી ગરદન વાળો, કાળો ટાલિયો, હબસી જેવો લાગતો માણસ, મુખ પર પરાણે લાવી રહ્યો હોય તેવું સ્મિત કરતો તેમને લેવા આવ્યો હતો. તેની સાથે તેના ...વધુ વાંચો

4

ગુમનામ ટાપુ - 4

ગુમનામ ટાપુ પ્રકરણ ૪- ટાપુ પર પ્રવેશ બોટ ટાપુ તરફ સડસડાટ જઈ રહી હતી. રાજ કાજલ અને દેવ હજી હથિયાર લઇને સાવધાની પૂર્વક ચારે તરફ નજર રાખી રહ્યા હતા કારણ તેઓને હતું કે જે લોકો આટલો મોટો યાંત્રિક સમુદ્રી રાક્ષસ બનાવી શકતા હોય તે લોકોએ ટાપુ પર પહોંચતા પહેલા બીજા પણ એવા અવરોધો ઉભા કર્યા હોય શકે છે. પણ ઈશ્વરકૃપાથી તે લોકોને ટાપુ પાસે પહોંચવામાં બીજી ખાસ કોઈ મુશ્કેલી નડી નહિ તેથી રાજને થોડી શંકા ગઈ કે તે લોકોને અહીં સુધી કોઈ રુકાવટ નડી નથી તો કદાચ કિનારા પર પહોંચતાજ તે લોકો પર કોઈ પ્રકારનો હુમલો થઇ શકે છે. ...વધુ વાંચો

5

ગુમનામ ટાપુ - 5 - છેલ્લો ભાગ

ગુમનામ ટાપુ પ્રકરણ ૫- ખરાખરીનો જંગ આ બાજુ ડોક્ટર સાકેત સાવરે વહેલા ઉઠી ગયા હોવાથી તેમની પેટી લઇ કોઈને ન પડે તે હેતુથી દૂર એક ખડકની પાછળ જઈ કઈં સંશોધન કરવાની મથામણ કરતા હતા અને તેજ કારણથી જયારે પેલા માણસો દેવ સાથે બધાને પકડી ગયા ત્યારે તે બચી ગયા. તે પાછા આવ્યા ત્યારે તેમણે જોયું તો ત્યાં કોઈજ ન હતું, તે થોડા ગભરાઈ ગયા, પછી થોડી વાર આમ તેમ ફાંફાં મારીને કંટાળીને તેમણે જંગલમાં જઈ સાથીઓની શોધખોળ કરવાનું નક્કી કર્યું. જંગલમાં લગભગ એકાદ કલાક આમતેમ ભટક્યા હશે ત્યાં તેમને થોડે દૂર કોઈ વાતો કરતુ હોય તેવો આભાસ થયો. તે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો