લેખક તરફથી:- આ મારી પ્રથમ રચના નથી. પરંતુ ગદ્યના રૂપમાં આ મારો પ્રથમ પ્રયત્ન છે. આ મારી રચના વાચકો સમક્ષ મુકું છું. તથા આશા રાખું છું કે વાચકમિત્રોને આ રચના પસંદ આવશે. નોંધ: આ રચના માત્ર ને માત્ર લેખકના વિચારોની જ ઉપજ છે. તેનો કોઈ જ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. તથા જો તેમ હોય તો તે માત્ર એક સંયોગ જ હશે. આ રચના માત્ર ને માત્ર મનોરંજન તથા વંચન માટે કરવામાં આવેલ છે. કોપીરાઈટ: આ રચનાના તમામ કોપીરાઈટ માત્ર ને માત્ર લેખકના રહેશે. લેખકની પરવાનગી વગર કે જાણ બહાર આ રચનાને કોઈપણ માધ્યમથી પ્રકાશિત કરી શકાશે નહી.

Full Novel

1

કોલેજના દિવસો અને પ્રેમ - 1

લેખક તરફથી:- આ મારી પ્રથમ રચના નથી. પરંતુ ગદ્યના રૂપમાં આ મારો પ્રથમ પ્રયત્ન છે. આ મારી રચના વાચકો મુકું છું. તથા આશા રાખું છું કે વાચકમિત્રોને આ રચના પસંદ આવશે. નોંધ: આ રચના માત્ર ને માત્ર લેખકના વિચારોની જ ઉપજ છે. તેનો કોઈ જ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. તથા જો તેમ હોય તો તે માત્ર એક સંયોગ જ હશે. આ રચના માત્ર ને માત્ર મનોરંજન તથા વંચન માટે કરવામાં આવેલ છે. કોપીરાઈટ: આ રચનાના તમામ કોપીરાઈટ માત્ર ને માત્ર લેખકના રહેશે. લેખકની પરવાનગી વગર કે જાણ બહાર આ રચનાને કોઈપણ માધ્યમથી પ્રકાશિત કરી શકાશે નહી. ...વધુ વાંચો

2

કોલેજના દિવસો અને પ્રેમ - ૨

બસ પછી તો પુછવું જ શું? મને તેની દરેક વાત સારી લાગતી. તેનું હસવું, આંખોના ઉલાળા, વાળની મોકળી લટો... જોયા જ કરૂ. બસ ત્યારબાદ મારૂ કાર્ય શરૂં થયું. તેને પામવાનું કાર્ય. સાથે સાથે ડર પણ લાગતો કે તે મારી નહી થાય તો? પણ પછી એવા ખરાબ વિચારો હું મારા મનમાંથી કાઢી નાંખતો. શિક્ષકો પણ વારંવાર ટોક્યા કરતા:”ભણવામાં ધ્યાન રાખ. બીજે ધ્યાન રાખવું હોય તો વર્ગની બહાર જતા રહો.” પણ શું કરવું મને તેનું ચરસી બંધાણ થઈ ગયું હતું. વારંવાર તેની તરફ જોવાઈ જ જવાતું. એવામાં ખબર પડી કે એક મારો મિત્ર વિરલ તેની સાથે અગાઉ અભ્યાસ કરતો હતો. તેની ...વધુ વાંચો

3

કોલેજના દિવસો અને પ્રેમ - ૩

આમને આમ દિવસો પસાર થતા રહ્યા અને મારો તેના તરફનો પ્રેમ વધુ ને વધુ દ્રઢ થતો રહ્યો. હું તેની વાત કરવાનો કે તેની નજીક જવાની એક પણ તક જતી નહોતો કરતો. દરરોજ સવારે કોલેજ બસમાં જતી વખતે હું બસમાં બેસતી વખતે તેને અચુક ફોન કરતો કરીને અમે મિત્રો જે બસમાં બેઠા હોઈએ તે બસ જણાવતો. એવામાં એક દિવસ તેની એક મિત્ર એક્તાનો મારી ઉપર રવિવારના રોજ ફોન આવ્યો. તે મારી પણ સારી મિત્ર હતી. પણ હું તેને બહેન માનતો. તેણે મને વાતવાતમાં જણાવ્યું કે તેને પણ હું ગમું છું. પણ તે મને જણાવવા માંગતી નથી. ઓહો! શું દિવસ હતો ...વધુ વાંચો

4

કોલેજના દિવસો અને પ્રેમ - ૪

એક દિવસ હું ઘરમાં મારા કોમ્પ્યુટર ઉપર બેઠો હતો. મારી ટેવ મુજબ તેના અલગ કરેલા ફોટાનું ફોલ્ડર ખોલીને રાખ્યું ઘરના બધા જ સભ્યો જેવા આમ-તેમ થાય કે તરત જ હું તેના ફોટા જોવા લાગતો હતો. પણ જ્યારથી મને ખબર પડી કે હું પણ તેને ગમું છું ત્યારથી હું કોમ્પ્યુટરમાં તેના ફોટા જોતા-જોતા તેની સાથે વાતોએ વળગી જતો. પણ આજે તેના ફોટા જોતા-જોતા હું ખોવાઈ ગયો, બરાબર એ જ સમયે મારી મમ્મી પાછળ આવી ને ઉભી રહી ગઈ અને હું એકલા એકલા જે બબડ્યા કરતો હતો તે સાંભળતી હતી. તે સમજી ગઈ કે આજકાલ મારૂં ચિત્ત ક્યાં ચોંટ્યું હતું. રહી ...વધુ વાંચો

5

કોલેજના દિવસો અને પ્રેમ - ૫

અચાનક ઘેર જતા રસ્તામાં એક્તાનો ફોન આવ્યો. તેણે જણાવ્યું કે તારા માટે એક સૌથી સારી ખુશ ખબર છે. તેણે પાડી છે. તેને પણ તું ગમે છે. આજે ફરી એક વાર હું અગાસી પર ગયો અને નાચવા કુદવા લાગ્યો. આજની ઘડી તે રણીયામણી, મારી વ્હાલીએ હા પાડ્યાની વધામણી રે. આજે હું ખુબ જ ખુશ હતો. આજે મારી લાગણીઓ ક્યાંય સમાતી નહોતી. આજે મારી મમ્મી પણ કહેતી હતી કે, “કેમ ભાઈ આજે તુ તો ખુબ જ ખુશ છો ને કંઈ? કઈં નવીન છે કે? પણ તેને કોણ કહે કે તેના દિકરાએ તેના માટે વહુ પસંદ કરી લીધી છે. પણ મારી ઇચ્છા ...વધુ વાંચો

6

કોલેજના દિવસો અને પ્રેમ - ૬

આજના દિવસે મારે તેના સાચા અર્થમાં મારા પ્રેમના જવાબનો ઈંતજાર હતો. સવારે આજે વહેલી બસ પકડી હું કોલેજ આવી હતો. તેને મેં મારી સાથે આવવા માટે બસમાં આવવા માટે જણાવ્યું નહોતું. હું વહેલો પહોંચી મારા જવાબની રાહ જોતો એક છાની જગ્યાએ ઉભો રહી ગયો. હવે અન્ય સહપાઠીઓ આવવા લાગ્યા હતા. પણ હજુ તે આવી નહોતી. મારી ઈંતજારીનો અંત આવતો નહોતો. હવે શું કરવું તે ખબર નહોતી પડતી. હું તેને SMS કરીને પુછવા પણ માંગતો નહોતો કે કેમ નથી આવી. વર્ગમાં પ્રાર્થના પણ ચાલુ થઈ ગઈ હતી. બધા સહપાઠીઓ આંખો બંધ કરી પ્રાર્થના ગાવા લાગ્યા પરંતુ મારૂં મન ભગવાનને એક ...વધુ વાંચો

7

કોલેજના દિવસો અને પ્રેમ - ૭

હવે મારે મારે મારી જીંદગીમાં નવા પડકારોનો સામનો કરવાનો છે. સૌપ્રથમ એ વાતનો ડર છે કે મારા ઘરે મારા ખબર પડશે તો હું એ લોકોનો સામનો કેવી રીતે કરીશ. આજ સુધીતો ઘણા બધા બહાના કર્યા. પણ હવે ખબર પડશે તો શું જવાબ આપીશ? શું હું તેનો મારા ઘરે સ્વિકાર કરાવી શકીશ? પણ મે નક્કી કર્યું જ કર્યું હતું કે જે થવું હોય તે થાય પણ હું લગ્ન તો તેની સાથે જ કરીશ. પછી મારે તેના માટે ગમે તે કરવું પડે. આજ રીતે ઘણા દિવસો વીતી ગયા. આમ ને આમ કોલેજ પુરી થઈ ગઈ. હવે આગળ શું કરવું? તે જ ...વધુ વાંચો

8

કોલેજના દિવસો અને પ્રેમ - ૮

એક દિવસ મારે બહારગામ જવાનું થયું. ત્યાં પહોંચ્યા પછી હું તેનો સંપર્ક કરતો હતો પણ તેનો કોઈ જ જવાબ નહોતો. ઘણી વાર સુધી મેં તેને SMS કર્યા. ફોન પણ કરી જોયા પણ કોઈ જ જવાબ આવતો નહોતો. હું કેમ કરીને તેનો સંપર્ક કરૂ. તેની સખીઓને પણ પુછી જોયું પણ તેઓ દ્વારા પણ કોઈ જ જાણ થતી નહોતી. મારૂં મન ઉદ્વેગ અનુભવતું હતું. છેવટે રાત્રે આશરે ૧૨ કલાકે મં તેને ફોન કર્યો, અને તેના ભાઈ દ્વારા મને જાણ થઈ કે તેના પિતા સ્વર્ગલોક સિધાવ્યા છે. તેના પર આભ તુટી પડ્યું હતું. મારૂં હૃદય પણ ધબકારો ચુકી ગયું અને મારા હાથમાંથી ...વધુ વાંચો

9

કોલેજના દિવસો અને પ્રેમ - ૯

છેવટે મારે મારી માતા સાથે મારા પ્રેમ વિષે વાત થઈ તે મુજબ તેણે પિતાજી સાથે વાત કરી. મારા માતા-પિતા વાત જાણીને ખુશ થયા કે એ લોકોને જે મહેનત છોકરી ગોતવા માટે કરવાની હતી તે ઓછી થઈ. પણ તે લોકોનું કહેવું એવું હતું કે જ્યાં સુધી હું વ્યવસ્થિત રીતે પગભર ના થાઉં ત્યાં સુધી મારા લગ્ન કે સગાઈ માટે તૈયાર નહોતા. આ વાતથી હું ખુબ જ નિરાશ થયો. પરંતુ હું પગભર થવા માટે ખુબ જ મહેનત કરતો હતો, પણ નસીબ પણ સાથ આપવું જોઈએને. કોણ જાણે નસીબ આડેનું પાંદડું ક્યારે ખસે અને હું અને તે બંન્ને એક થઈએ. આ વાતથી ...વધુ વાંચો

10

કોલેજના દિવસો અને પ્રેમ - ૧૦

પરંતુ લગ્નની તીથી આવવાને હજુ ઘણી વાર લાગવાની હતી. બધું જ સમુસુતરૂં પાર પડી જાય તો કોઈ ભગવાન પાસે માંગે જ નહીને. ઘણા પ્રયાસો કર્યા છતા હજું સરકારી નોકરી આડે ગ્રહણ જ હતું જે દુર થતું જ નહોતું. છેવટે એવા પણ દિવસો આવવા લાગ્યા જ્યારે અમારી બંન્ને ની વચ્ચે અઅ બાબતને લઈને ઝઘડાઓ થવા લાગ્યા. હું ઘણી મહેનત કરતો હતો પણ નસીબ આડેનું પાંદડુ ખસતું જ નહોતું. ક્યારેક તો ભગવાન અને નસીબ ઉપરથી ભરોસો જ ઉઠી જતો હતો. ઘણી મહેનત કરૂં, પરિક્ષામાં ગુણ પણ સારા મળે પણ નોકરી માટે તક મળતી નહોતી. શું કરૂં? ક્યાં જાઉં? કોને કહું? કંઈ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો