તું મને ગમતો થયો

(153)
  • 48k
  • 11
  • 19.9k

તારી યાદ.. એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો હતો અને સાથે સાથે ગરમીની સીઝન પણ... એપ્રિલ ફૂલની સાંજનો સમય ધીમો ધીમો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો.. સુરજ ધીમે ધીમે આથમતો આથમતો આકાશમાં કેસરીયો રંગ વિખેરીને જાણે રંગોળી બનાવતો હોય એવો નજારો થઈ ગયો હતો પક્ષીઓ કલબલ કલબલ કરતા કરતા પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા.. અને રોજની જેમ પોતાના સેલ્ફમાંથી ત્રણ પુસ્તક લઈને બાલ્કનીમાં બેઠેલી શ્રેયા આકાશમાં એ નજારો નિહાળતા નિહાળતાની સાથે ગરમ કોફીની ચૂસકી લેતી હતી.. આરામ ખુરશી પર બેઠેલી શ્રેયાની સામે રાખેલા ત્રણ પુસ્તકો હતા અને પણ એનાં માટે ખાસ હતા.. એટલા માટે ખાસ હતું કેમ કે એ

1

તું મને ગમતો થયો - 1

તારી યાદ.. એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો હતો અને સાથે સાથે ગરમીની સીઝન પણ... એપ્રિલ ફૂલની સાંજનો સમય ધીમો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો.. સુરજ ધીમે ધીમે આથમતો આથમતો આકાશમાં કેસરીયો રંગ વિખેરીને જાણે રંગોળી બનાવતો હોય એવો નજારો થઈ ગયો હતો પક્ષીઓ કલબલ કલબલ કરતા કરતા પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા.. અને રોજની જેમ પોતાના સેલ્ફમાંથી ત્રણ પુસ્તક લઈને બાલ્કનીમાં બેઠેલી શ્રેયા આકાશમાં એ નજારો નિહાળતા નિહાળતાની સાથે ગરમ કોફીની ચૂસકી લેતી હતી.. આરામ ખુરશી પર બેઠેલી શ્રેયાની સામે રાખેલા ત્રણ પુસ્તકો હતા અને પણ એનાં માટે ખાસ હતા.. એટલા માટે ખાસ હતું કેમ કે એ ...વધુ વાંચો

2

તું મને ગમતો થયો - 2

તું મને ગમતો થયો ભાગ -2 2 એપ્રિલ 1996માં શ્રેયા મુકેશભાઈ જોશી અમદાવાદની વતની અને એમાં શ્રેયાના પપ્પા મુકેશભાઈ અને મમ્મી હીનલબેન બન્ને શિક્ષક એટલે શ્રેયાને પહેલેથી જ શિક્ષણ સાથે નાતો રહ્યો.. પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચતર શિક્ષણ સુધીનો અભ્યાસ અમદાવાદની પ્રતિષ્ઠિત સંત કબીર હાઈસ્કૂલમાં કર્યો... સ્કૂલમાં હતી ત્યારે તેમાં આવતા વિવિધ કાર્યક્રમો જેમકે વકતૃત્વ સ્પર્ધા, વાંચન સ્પર્ધા અને સ્કૂલનો વર્ષીકોત્સવમાં એન્કર તરીકે ભાગ લેતી... એટલે નાનપણથી થી જ શિક્ષણનો પાયો મજબૂત હતો માતા પિતા બન્ને શિક્ષક અને શ્રેયા એકની એક દીકરી એટલે એની સર્વાંગી વિકાસ થયો... જે એને ભવિષ્યમાં જીવન ઘડતર માટે ઉત્તમ રાહ બનાવવા મદદરૂપ થતું રહે... દશમાં ધોરણમાં ...વધુ વાંચો

3

તું મને ગમતો થયો - 3

કોલેજ લાઇફ-1 ઝવેરચંદ મેઘાણીએ યુવાનો માટે ખૂબ સરસ કીધું છે કે, "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે, અણદીઠેલી ભોમકા પર માંડે આંખ.." યુવાની જીવનનું એક સર્વશ્રેષ્ઠ સમય હોય છે જ્યાં વ્યક્તિ જે ધારે એ દિશા તરફ જઈ શકે છે, વળી શકે છે અને બીજાને વાળી શકે છે... એટલે જ યુવાનોને દેશની એક અભિન્ન શક્તિ ગણાય છે... ભારત એક એવો દેશ છે જ્યાંની 63% વસ્તી યુવાન છે.. આમ જોવા જઈએ તો મહાસત્તા ભારત જ છે.... યુવાનીના ધોધમાં વહેતું યુવા ધનમાં એક શ્રેયા પણ હતી... 12માં ધોરણના પરિણામ આવ્યા પછી આગળના અભ્યાસનું ચિંતન મનન શરૂ કરી દીધું.. bsc કોર્સ માટેની કોલેજનું counselling ...વધુ વાંચો

4

તું મને ગમતો થયો - 4

કોલેજ લાઇફ-2શ્રેયાની કોલજ લાઈફની એન્ટ્રી ધમાકેદાર થઈ અને એમાં fresher's partyએ તો શ્રેયાને ફેમસ કરી દીધી... બધા એના પર્ફોમન્સ સાથે એન્કરિંગની વાહ વાહ કરી.. શ્રેયા રેગ્યુલર કોલેજ જતી સવારે 11વાગે થી સાંજે 5:30 સુધી જેમાં 11 થી 2 સુધી lecture અને બોપોરે 2:30 થી 5:30 સુધી practical.... હવે તો એના પપ્પાએ એને એકટીવા લઈ દીધી જેથી કરીને એને કોલેજ જવામાં સરળતા થાય... આમ દિવસો પસાર થયા 15august , જન્માષ્ટમી જેવા તહેવાર પણ ઉજાવ્યા હવે નવો પડાવ શ્રેયાની રાહ જોઈ રહ્યો હતો એ હતો youth festival.. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત યુનિવર્સિટીની તમામ કોલેજ વચ્ચે યોજવામાં આવે છે youth festival... એ ...વધુ વાંચો

5

તું મને ગમતો થયો - 5

માણસ જ્યારે સુખી હોય છે તો એ કુદરતને પણ મંજૂર નથી હોતું અને દુઃખી હોય તો પણ કુદરતને મંજુર હોતું... શ્રેયાની સ્કૂલ અને કોલેજની પરીક્ષાઓમાં ખૂબ સરસ રીતે ઉત્તીર્ણ થઈ હતી પણ જીવનની પરીક્ષા તો હજી બાકી હતી... કોલેજ લાઈફની બધી મજાઓ માણતા માણતા જીવનને સફળતા માટે એક લય પ્રાપ્ત થઈ રહી હતી ત્યારે અચાનક એક એવો પળ આવીને ઉભો રહી ગયો જેની કલ્પના શ્રેયા અને એના પરિવારે કરી જ ન હતી... આ વખતે વહેલી પરીક્ષાઓ લેવાઈ હતી એટલે 28 માર્ચએ જ vacation શરૂ થઈ ગયું અને સ્કૂલમાં પણ vacation.... શ્રેયાના પપ્પાને પણ રજા જ હતી.. શ્રેયા પણ આ ...વધુ વાંચો

6

તું મને ગમતો થયો - 6

સવારના પાંચ વાગ્યા હતા... શ્રેયાના પપ્પા મુકેશભાઈને એડમિટ કર્યા એને 20 કલાક જેવું થઈ ગયું હતું... dr. શાહ દર રિપોર્ટ લઇ રહ્યા હતા... શ્રેયાને પણ રિપોર્ટ આપી રહ્યા હતા... અત્યાર સુધી તો એમની હાલતમાં સુધારો જણાય રહ્યો હતો.. પણ અચાનક નર્સે dr. શાહને તાત્કાલિક બોલાવ્યા ત્યાં જોયું તો મુકેશભાઈને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી... ફટાફટ ઓક્સિજન આપવામાં આવ્યું... અને dr. શાહે પણ પોતાની રીતે જે treatment અપાતી હોય એ આપવાનું શરૂ કરી દીધું... મુકેશભાઈને સ્પેશ્યલ વૉર્ડમાં વેન્ટિલેટર પર શિફ્ટ કર્યા... શ્રેયા અને એની friend પણ ત્યાં જ હતી... બસ પ્રાર્થના કરી રહી હતી... dr. શાહે શ્રેયાને બોલાવી ...વધુ વાંચો

7

તું મને ગમતો થયો - 7

યુથ ફેસ્ટિવલમાં પર્ફોર્મ થયેલું "फैसला" નાટકમાં એક સ્ત્રી પર સમાજ ખૂબ અત્યાચારો કરવામાં આવે છે, સ્ત્રીને નીચી ગણે છે, સમજે છે ત્યારે એક સ્ત્રી પોતાના હક માટે સમાજ સામે લડે છે, ત્યારે એનો અવાજ એટલો બુલંદ હોય છે એ સમાજ કાંઈ બોલી શકતું નથી અને એ સ્ત્રી જીત મેળવે છે, સમાજને પણ એ સ્ત્રી સામે ઝૂકવું પડે છે. એ સ્ત્રી સમાજને નારી શક્તિનો પરચો બતાવે છે. આ નાટકમાં પણ શ્રેયાને મુખ્ય રોલ મળે છે અને જોરદાર પર્ફોર્મન્સ આપે છે "फैसला" નાટકની ટીમને ત્યાં બેઠેલા તમામ લોકોએ તાળીઓના ગડગડાટ થી વધાવી લીધી. સેન્ટ ઝેવિયર્સ કોલેજની ટીમેં સતત બીજી વખત યુથ ...વધુ વાંચો

8

તું મને ગમતો થયો - 8

વણાંક દરેક જગ્યાએ હોય છે, પછી વાર્તામાં હોય, કે પછી રસ્તામાં હોય, કે પછી જિંદગીમાં હોય. એક એવો સમય છે જ્યાંથી જિંદગી પોતાના દિશા બદલે છે. તમારા જીવનમાં પણ આવ્યો હશે એવો જ વણાંક. વિચારો અને ચાલો આગળ વધીએ આ વાર્તાના આઠમાં ભાગમાં. તમે કેવા વણાંકની અપેક્ષા રાખો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ચાલો વાર્તાના સફરમાં, એક નવી દિશા મળે એવી આશા સાથે આ રહ્યો "તું મને ગમતો થયો" વાર્તાનો આઠમો ભાગ.......શ્રેયા પાસે ભવિષ્ય વિષે વિચારવા બે મહિના જેટલો સમય હતો... આગળ હવે કયો course કરવો, હવે પછીનો અભ્યાસ ક્યાં કરવો આ બધી માહિતી એ મેળવવા ...વધુ વાંચો

9

તું મને ગમતો થયો - 9

કહીએ ને કે વાર્તા હોય કે પછી જિંદગી, દશા અને દિશા કયારે બદલાય જાય કોઈ નથી જાણતું બસ ખાલી જ શકાય છે. તફાવત એટલી જ હોય છે કે વાર્તામાં વાર્તાકાર વાર્તા ને કેવી રીતે ઘડવી એ નક્કી હોય છે, ક્યાંરે કોની એન્ટ્રી કરવી એ નક્કી હોય છે પણ સાચી જીંદગીમાં એવું નથી હોતું ,કોણ ક્યારે કોની જિંદગીમાં એન્ટ્રી કરે એ પણ નથી નક્કી હોતું. આપણે બસ એના સાક્ષી બનીને રહી જાય છીએ. હવ એમાં બન્યું એવું 5 જુલાઈ 2017 એ કોલેજ ચાલુ થઈ હતી અને 26 જુલાઈ એ નવા વિદ્યાર્થીઓ આવ્યા... શ્રેયાએ એના practical ગ્રુપમાં આવેલ નવા વિદ્યાર્થીને હજી જોયો ...વધુ વાંચો

10

તું મને ગમતો થયો - 10

શ્રેયાંશનો દેખાવે હટ્ટો કટ્ટો, સ્વભાવે શાંત, કામ હોય એટલું જ બોલે એનું એક કારણ એ પણ હતું પહેલી જ અભ્યાસ માટે પરિવાર થી દુર ગયો હતો એટલે એના માટે આ માહોલ નવો હતો... આમ દિવસો વીતતા ગયા.. એમાં એક દિવસ senior'sએ freshers પાર્ટીનું આયોજન કર્યું અને એમાં juniorsને હોંશે હોંશે ભાગ લેવાનું આહવાન કર્યું... boysમાંથી અમુક studentએ નામ લખાવ્યા કોઈએ standup comedy, તો કોઈએ dance માટે, કોઈએ mimicry માટે વગેરે અહીં શ્રેયાંશ પણ ભાગ લેવા નામ લખાવવાનું વિચારી રહ્યો હતો.... પણ ક્યારેય stage પર perform નહોતું કર્યું એટલે stage fear હતો... પણ એને જોયું કે શ્રેયા નામ લખાવી રહી ...વધુ વાંચો

11

તું મને ગમતો થયો - 11

બીજે દિવસે હેમાલી અને શ્રેયાંશે ફ્રેશર્સ પાર્ટીમાં પર્ફોર્મ કરવા નામ પોતાનું અને જે નાટક પર્ફોર્મ કરવાના છે એનું નામ દીધું... ફ્રેશર્સ પાર્ટીનું આયોજન 31 ઓગસ્ટે કર્યું હતું... એટલે હજી 10 દિવસ બાકી હતા... શ્રેયા, શ્રેયાંશ અને હેમાલી પાસે નાટકની પ્રેક્ટિસ કરવા પુરા દસ દિવસ હતાં... એટલે દિવસે કોલેજ જાય અને સાંજે વિદ્યાનગરના હૃદય કહેવાતું શાસ્ત્રી મેદાને જઈ નાટકમાં કઈ રીતે પર્ફોર્મ કરવું એની યોજના બનાવીને પ્રેકટીસ કરવા લાગ્યા... આ શ્રેયાંશે લખેલું પહેલું જ નાટક હતું... એક નાનકડા લેખક તરીકે એની આ પહેલી રચના હતી જે પર્ફોર્મ થવા જઈ રહી હતી... અઠવાડિયું વીત્યું... એમાં એક દિવસ seniorsની ફ્રેશર્સ પાર્ટીની managememt ...વધુ વાંચો

12

તું મને ગમતો થયો - 12

બધાએ નાટક "પુસ્તક- એક જીવન" ના ખૂબ વખાણ કર્યા.... પછી સ્પેશ્યલ guest તરીકે આવેલા કોલેજના director dr. પટેલ સરે વખાણ કરતા કહ્યું, એક સરસ મજાનું પરફોર્મન્સ હતું, મને આશા છે કે એક બે મહિનામાં આવનારા યુથ ફેસ્ટિવલમાં તમારા વર્ગમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે અને ભણવાની સાથે ઇત્તર પ્રવૃત્તિમાં પણ પોતાનું અને કોલેજનું નામ રોશન કરે, માત્ર ભણવાથી જ તમારું જીવનનું સંપૂર્ણ ઘડતર નથી થતું પરંતુ આવી ઘણી બધી ઇત્તર પ્રવૃત્તિમાં ભાગ લઈને નવું નવું શીખીને પણ તમારા અંદર રહેલી શક્તિઓનો, કુશળતાનો વિકાસ કરી શકો છો, આપ સૌનું આ કોલેજ કેમ્પસમાં ભાવભર્યું સ્વાગત છે, ધન્યવાદ...", સૌને આશીર્વચન આપી dr. ...વધુ વાંચો

13

તું મને ગમતો થયો - 13

શ્રેયાંશે drama અને debateમાં નામ લખાવ્યા પછી બન્નેમાં selection માટે અલગ અલગ audition આપવાના હતા.... પણ બન્યું કે dramaનું પહેલા આવી ગયું... તારીખ હતી 4 સપ્ટેમ્બર, ક્લાસના whatsapp ગ્રુપમાં મેસેજ આવ્યો કે જે પણ વિદ્યાર્થીએ drama માટે નામ લખાવ્યું હોય એ બપોરે 12 વાગ્યે કૉલેજના conference હોલમાં જાય... એટલે જે વિદ્યાર્થીએ નામ લખાવ્યું હતું એ ત્યાં પહોંચી ગયા... શ્રેયાંશ પણ એના મિત્ર અનિલ સાથે પહોંચ્યો... પછી ત્યાં dramaનાં સરે ત્યાં આવેલાં 15 વિદ્યાર્થીઓને એક dialogue આપ્યો... અને એક પછી એક વિદ્યાર્થીને એના એક્સપ્રેશન સાથે બોલવા કહ્યું.... શ્રેયાંશ હજી મૂંઝવણમાં હતો કે મારું selection થશે કે નહીં, એટલે શ્રેયાંશ dramaનાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો