‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’

(1.6k)
  • 200.8k
  • 237
  • 88.8k

તા. ૨૫મી ફેબ્રુઆરી હતી. અમદાવાદ રેલ્વે સ્ટેશનથી વિશ્વ હિંદુ પરિષદના કારસેવકો સાબરમતી એક્સપ્રેસ દ્વારા અયોધ્યા જવાના હતા. ૧૯૯૨ની બાબરી ધ્વંસની ઘટના પછી રામમંદિરના નિર્માણની વાત હતી, પરંતુ કેન્દ્રમાં ભાજપની સંયુક્ત સરકાર હોવા છતાં ભાજપના નેતા રામ નો ‘ર’ પણ બોલી શકતા ન હતા. રામને નામે સતા મેળવ્યા પછી ભાજપના નેતોઓએ બિનસાંપ્રદાયિકતાની ચાદર ઓઢી લીધી હતી. સ્વાભાવિક હતું કે આ વાત વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો અને રામના નામે મત આપનાર મતદારોને પસંદ ન હતી. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં રામમંદિરને લઈને વિવિધ કાર્યક્રમો આપ્યા હતા. તે વખતે અયોધ્યામાં રામનામના જપની પૂર્ણતિથી હતી,તેમાં ભાગ લેવા અમદાવાદથી રોજ ટ્રેન ભરી કારસેવકો ત્યાં જતા હતા. મારે અયોધ્યા જતા કારસેવકોને મળી તેનું રિપોર્ટિંગ કરવાનું હતું અને તેના માટે હું અમદાવાદ સ્ટેશન ઉપર ગયો હતો.

Full Novel

1

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 1

તા. ૨૫મી ફેબ્રુઆરી હતી. અમદાવાદ રેલ્વે સ્ટેશનથી વિશ્વ હિંદુ પરિષદના કારસેવકો સાબરમતી એક્સપ્રેસ દ્વારા અયોધ્યા જવાના હતા. ૧૯૯૨ની બાબરી ઘટના પછી રામમંદિરના નિર્માણની વાત હતી, પરંતુ કેન્દ્રમાં ભાજપની સંયુક્ત સરકાર હોવા છતાં ભાજપના નેતા રામ નો ‘ર’ પણ બોલી શકતા ન હતા. રામને નામે સતા મેળવ્યા પછી ભાજપના નેતોઓએ બિનસાંપ્રદાયિકતાની ચાદર ઓઢી લીધી હતી. સ્વાભાવિક હતું કે આ વાત વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો અને રામના નામે મત આપનાર મતદારોને પસંદ ન હતી. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં રામમંદિરને લઈને વિવિધ કાર્યક્રમો આપ્યા હતા. તે વખતે અયોધ્યામાં રામનામના જપની પૂર્ણતિથી હતી,તેમાં ભાગ લેવા અમદાવાદથી રોજ ટ્રેન ભરી કારસેવકો ત્યાં જતા હતા. મારે અયોધ્યા જતા કારસેવકોને મળી તેનું રિપોર્ટિંગ કરવાનું હતું અને તેના માટે હું અમદાવાદ સ્ટેશન ઉપર ગયો હતો. ...વધુ વાંચો

2

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 2

મેં ગોધરા છોડી દીધું હતું પણ મારું મન હજી ગોધરામાં જ હતું. કોલસો થઈ ગયેલી લાશો, સળગી ગયેલો ડબ્બો જે સળગતા કોચમાંથી જીવતા નીકળ્યા હતા તેમની વાતો મારી આસપાસ ફરતી હતી, કારણ કે મને ગોધરામાં જે કઈ પણ બન્યું અને કેવી રીતે બન્યું તેનો ઉતર મળતો નહોતો. ગોધરા સ્ટેશન ઉપર જયારે સાબરમતી એક્સપ્રેસ આવીને ઉભી રહી ત્યારે તેમાં મુસાફરી કરી રહેલા કારસેવકો તા. ૨૨મીના રોજ અયોધ્યા જવા માટે નીકળ્યા હતા. તેમને કદાચ કલ્પના પણ નહીં હોય કે આ તેમની છેલ્લી મુસાફરી હશે. ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એક્સપ્રેસ આવીને ઊભી ત્યારે ટ્રેનમાં રહેલા કેટલાક ઘસઘસાટ ઊંઘતા હતા, કેટલાક અર્ધજાગ્રત હતા, તો કેટલાક પ્લૅટફૉર્મ ઉપર ઊતરી ચાવાળાને શોધી રહ્યા હતા. ...વધુ વાંચો

3

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 3

ગોધરાકાંડની ઘટનાના પછી ચોવીસ કલાકમાં હિન્દુઓના મનમાં અનેક ઉથલપાથલો થઈ હતી, કારણ કે તે આખી ઘટનાથી ખૂબ દુ:ખી હતા. એ વાતનું વિશેષ દુ:ખ હતું કે રાજ્યમાં કટ્ટર એવા હિંદુ મુખ્યમંત્રી હોવા છતાં આટલી મોટી ઘટના બની ગઈ અને સરકાર કંઈ કરી શકી નહીં. મને બરાબર યાદ છે કે અમદાવાદમાં તોફાનો ચાલતા હતા તે વખતે હું અને વિક્રમ વકીલ હરેન પંડયાને મળવા ગયા હતાં. હરેન પંડયા તે વખતે દુ:ખી હતા. જયારે તેમની સાથે ગોધરાકાંડની વાત નીકળી ત્યારે તેમણે જણાવ્યું કે, ‘તે રાત્રે એટલે કે ગોધરાની ઘટના બની તે રાત્રે તેમણે એક ટોચના નેતાને એવી સલાહ આપી હતી કે ગોધરામાં જે કંઈ બન્યું છે તેને કારણે હિંદુઓ નારાજ અને ગુસ્સામાં છે, જેથી હિંદુઓનો ગુસ્સો શાંત પડે તેવું આપણે કંઈ કરવું જોઈએ. ...વધુ વાંચો

4

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 4

મેઘાણીનગરમાં કંઈ બનશે તેની કોઈને કલ્પના પણ ન હતી.જેના કારણે ગુલબર્ગ સોસાયટી બહાર બંદોબસ્ત વધારવામાં પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. તો ઠીક પણ ત્યાં આવેલો જોઈન્ટ કમિશનર એમ. કે. ટંડન પણ થાપ ખાઈ ગયા હતા. બાર વાગ્યા સુધી ગુલબર્ગ સોસાયટી ચારે તરફથી ઘેરાઈ ગઈ હતી, જેના કારણે સ્વરક્ષણમાં પૂર્વ સાંસદ અહેસાન જાફરીએ પોતાની બંદૂકમાંથી ગોળીબાર કર્યો હતો. જેમાં કેટલાકને ગોળી વાગી હતી અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે એવી વાત વણસી હતી અને ટોળાની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. બંગલા નંબર-૧૯માં અહેસાનના ઘરે આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે બધાને આશ્વાસન આપી મદદ આવશે તેવી ખાતરી આપી હતી. નીચેના માળે અનેક લોકો હતા એટલે અહેસાને તેમની પત્ની ઝકીયાને નોકરાણી સાથે ઉપરના મળે જતા રહેવાની સૂચના આપી હતી. ...વધુ વાંચો

5

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 5

અમદાવાદમાં ચારે તરફ ભડકા શમ્યા નહોતા. લોકો રહી-રહીને પણ બહાર નીકળી પોતાનો હિસાબ પૂરો કરતા હતા. જો કે અમદાવાદ કોમી તોફાનો કંઈ નવા નહોતા. એ વાત સાચી હતી કે આટલા વ્યાપક પ્રમાણમાં તોફાનો ઘણા વર્ષો પછી થયા હતા. ૧૯૬૯માં આ પ્રકારના જ કોમી તોફાનો થયા હતા ત્યારે મારી ઉંમર ચાર વર્ષની હતી. મને બહુ યાદ નથી પણ કેટલાક દ્રશ્યો હજી પણ મારી આંખ સામેથી હટતાં નથી. મારા પિતાજી એ. જી. ઓફીસમાં નોકરી કરતા હોવાને કારણે અમે મેઘાણીનગર એ. જી. ઓફીસના કવાર્ટરમાં રહેતા હતા. ...વધુ વાંચો

6

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 6

દેવગઢબારિયા ભાગી રહેલઈ બિલ્કિસબાનુ સહીત ૧૮ મુસ્લિમો ચારે તરફથી ઘેરાઈ ગયા હતા. પહાડો ઉપર હથિયારબંધ હિંદુઓ ઊભા હતા.તે બધા ગુસ્સામાં હતા. તે પણ ગોધરા સ્ટેશનનો બદલો લેવા માગતા હતા. મુસ્લિમ સ્ત્રીઓ હાથ જોડી તેમને છોડી દેવા વિનંતી કરતી હતી પણ જાણે તેમના માથા ઉપર શેતાન સવાર હતો. આવી જ રીતે સાબરમતી એક્સપ્રેસમાં પણ હિંદુ સ્ત્રીઓ મદદ માટે વિનંતી કરતી હતી, પરંતુ તેમની વાત પણ રાક્ષસ બની આવેલા લોકોએ સાંભળી નહોતી. બિલ્કિસબાનુએ આંખમાં આંસુ સાથે કહ્યું, ‘ભાઈ અમને જવા દો’, પરંતુ ટોળામાંથી કોઈએ બિલ્કિસને વળગીને ઊભી રહેલી તેની ત્રણ વર્ષની બાળકીને આંચકી તેની આંખ સામે જ રહેંસી નાખી હતી. ...વધુ વાંચો

7

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 7

અમદાવાદની જેમ વડોદરામાં પણ તોફાનો ફાટી નીકળ્યા હતા. પોલીસને સતત મદદ માટે ફોન આવતા હતા પણ પોલીસ પહોંચી વળતી અમદાવાદની જેમ વડોદરા માટે પણ કોમી તોફાનો કંઈ નવી ઘટના નથી, છતાં જે રીતે બનાવો બની રહ્યા હતા તેના કારણે વડોદરા પોલીસ પણ હતપ્રભ હતી. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ડભોઈરોડ પાસે હનુમાન ટેકરી વિસ્તાર છે. આમ તો આ ગરીબ વિસ્તાર છે, જ્યાં હિંદુ-મુસ્લિમ સાથે રહે છે પણ હિન્દુઓના ઘર વધારે છે. ગોધરાકાંડ બાદ અહીંયા ટોળા એકઠા થતા હતાં પણ પોલીસ તેમને વિખેરી નાખતી હતી. તા. ૨૮મીના રોજ બંધનું એલાન હતું ત્યારે વિસ્તારમાં તનાવ હતો પણ કંઈ બનાવ બન્યો નહોતો. ...વધુ વાંચો

8

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 8

ભાવનગરના પોલીસવડા રાહુલ શર્મા પોતાની ફરજ પ્રમાણિકપણે અદા કરી રહ્યા હતા તે વાત ભાજપ સરકારને પસંદ નહોતી તેમાં બેમત આ ઘટનાને કારણે મારા મનમાં કેટલાક પેશન ઉભા થયા હતા. તે અંગે વિચાર કર્યા પછી મને લાગે છે કે ગોધરાકાંડ પછીના તોફાનો રાજ્યપ્રેરિત નહીં હોવા છતાં હિંદુઓ જે રીતે આક્રમક બની બદલો લઈ રહ્યા હતા તેને લઈ ભાજપના નેતાઓ તેનું વળતર મેળવવા માગતા હતા. મુસ્લિમો ઉપર ભલે સરકારના ઈશારે હુમલાઓ થતા નહોતા, પરંતુ મુસ્લિમોને બચાવનાર અને ગુનો આચરનાર હિંદુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરનાર પોલીસ અધિકારીઓ પણ સરકારને પસંદ નહોતા. એટલે જ રાહુલ શર્માની ભાવનગરથી તાત્કાલિક બદલી કરી તેમને અમદાવાદ શહેરમાં કંટ્રોલરૂમ ડી. સી. પી. તરીકે મૂકવામાં આવ્યા હતા. ...વધુ વાંચો

9

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 9

મારી મારા તંત્રી વિક્રમ વકીલ સાથે ફોન ઉપર રોજ વાત થતી હતી.તોફાનોનો દોર ચાલુ જ હતો. તે દિવસે વિક્રમ ની વાતચીત માં મેં કહ્યું કે, ‘અમદાવાદમાં આટલા દિવસોથી પોલીસ ફરજ ઉપર છે તેના વિષે કોઈએ કંઇ લખ્યું નથી. પોલીસવાળા રાતદિવસ જોયા વગર પોતાના પરિવાર થી દૂર ભૂખ્યા-તરસ્યા દોડ્યા કરે છે. મને લાગે છે આપણે તેના ઉપર કંઇ લખીએ.’ તેણે વિષય સાંભળતા જ મને કહ્યું, ‘સારી રીતે સ્ટોરી કર, આપણે ક્વરસ્ટોરી કરીશું.’ મારા ધ્યાનમાં આ વિષય આવ્યો એના બે-ત્રણ કારણો હતા. પહેલા તબક્કામાં તોફાનો ચાલતા હતાં ત્યારે એક મુસ્લિમ પોલીસ કોન્સ્ટેબલ રજા લઇ શિવાનંદ ઝા ની ચેમ્બરમાં દાખલ થયો. ...વધુ વાંચો

10

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 10

રાજ્યમાં તોફાનો વકરી રહ્યાં હતાં. મોટાભાગના પોલીસ અધિકારીઓ મૂંઝવણમાં હતા પણ પોતાની ફરજ પ્રત્યે પ્રામાણિક પોલીસ અધિકારીઓની સંખ્યા જૂજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શહેરમાં તોફાન ડામી દેવાની તેમજ ગુનેગારોને નસિયત કરવાની વાત કરતા હતા, પરંતુ તેમના અને સરકારના વ્યવહારમાંથી કંઈક જુદી જ વાત બહાર આવતી હતી. જો ખરેખર તેમની ઇચ્છા તોફાનો ડામવાની હતી તો પછી કોઈ પણ પોલીસ અધિકારીની હિંમત નહોતી કે પોતાના વિસ્તારના તોફાનો બંધ કરાવી ન શકે. સ્થાનિક નેતાઓને સરકાર કે પક્ષ તરફથી તોફાનો ડામવા માટે સહયોગ આપવાની કોઈ સૂચના મળી નહોતી. તોફાનો રાજ્યપ્રેરિત હતાં તે વાત સાથે હું ક્યારેય સંમત નહોતો અને નથી, છતાં તોફાનો ડામવા માટે રાજ્યના પ્રામાણિક પ્રયાસો પણ નહોતા. ...વધુ વાંચો

11

૯૧૬૬ અપ: આશિષ ને આસિફ બનાવી દેવામાં આવ્યો હતો

અમદાવાદ અને ગુજરાત ભડકે બળતું હતું. ક્યાંયથી કોઈ સારા સમાચાર મળતા નહોતા, છતાં પહેલી નજરે દુનિયા જેટલી ખરાબ લાગતી એટલી ખરાબ નહોતી. શહેરના એક ખૂણામાં સારી વાતો પણ બનતી હતી પણ તેવી અનેક વાતો બહાર આવી નથી. આ પહેલા એવા તોફાનો હતા જેમાં પત્રકારોને પણ તેનો ધર્મ પૂછવામાં આવતો હતો. જેના કારણે પત્રકારોને પોતાની ફરજ બજાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકવો પડતો હતો. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પ્રસિદ્ધ થતું ગુજરાત ટુડે નામનું અખબાર હવે ગુજરાતના લોકો માટે અજાણ્યું નથી. આમ તો તેના ટ્રસ્ટી મુસ્લિમ હોવા છતાં કટ્ટરવાદી મુસ્લિમો આ અખબાર થી નારાજ રહેતા હતા, કારણકે મુસ્લિમોનું અખબાર હોવા છતાં મુસ્લિમોની વાચાને યોગ્ય સ્થાન મળતું નથી. ...વધુ વાંચો

12

‘૯૧૬૬ અપ: 12 - પોલીસ અધિકારીઓ ખાનગી ગોળીબાર કરતા હતા

હેડિંગ વાંચીને તમને આઘાત લાગશે. કદાચ તમે જે વાંચ્યું છે તે સાચું નથી તેવુ માની તમે ફરી હેડિંગ વાંચશો ખરા, પરંતુ તેમાં જરા પણ અતિશયોક્તિ નથી, કે પછી સનસનાટી ઊભી કરવાનો ઇરાદો પણ નથી. મારી પાસે ખાનગી બંદુકનો ઉપયોગ કરનાર પોલીસ અધિકારીઓના નામ છે, છતાં પુરાવાના અભાવે તેમના નામનો ઉલ્લેખ અહીયા કરતો નથી. એક વાત ચોક્કસ છે કે ખાનગી બંદૂકોના ઉપયોગ પાછળ તેમનો ઇરાદો પ્રત્યેક વખતે ખોટો હતો તેવું પણ નહોતું, છતાં તે ખોટું હતું અને છે તે હું દૃઢપણે માનું છું. ગોધરાકાંડ પછી સૌથી વધારે તોફાનો અમદાવાદ શહેરમાં થયા હતા, તેમજ મારું કાર્યક્ષેત્ર અમદાવાદ હોવાને કારણે હું તેનો સાક્ષી રહ્યો છું. અમદાવાદમાં તોફાનો સતત ત્રણ મહિના સુધી ચાલ્યા હતા, જેમાં ૩૮૬ લોકોના મૃત્યુ થયા હતા. જેમાં ૧૮૨ વ્યક્તિઓને જીવતી સળગાવી દેવામાં આવી હતી, ૬૮ વ્યક્તિઓ છુરાબાજી ને કારણે મૃત્યુ પામી હતી, ...વધુ વાંચો

13

૯૧૬૬ અપ: આવું કેમ બન્યું અને ક્યારે અટકશે - 13

ગોધરાકાંડ અને ત્યાર પછીનાં તોફાનોની વાત લખતાં લખતાં મને લાગ્યું કે હું ક્યાં પૂર્ણવિરામ મૂકું પછી મને લાગ્યું ગોધરાકાંડથી લઇ ત્યારપછી જે તોફાનો ચાલ્યા તેનો અંત ભલે બાહ્યદ્રષ્ટિએ આવ્યો હોય પણ જેમણે તોફાનોમાં પોતાના સ્વજનો અને મિલકતો ગુમાવી છે તેમના મનમાં અને જીવનમાં ક્યારેય આ વાતનો અંત આવવાનો નથી, અને તે સ્વાભાવિક પણ છે. જેણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હોય તેની સામે ડાહી-ડાહી વાતો કરવાનો અર્થ પણ નહોતો, છતાં મારું મન એ દિશામાં સતત વિચાર્યા કરે છે કે ક્યારે મારુ ગુજરાત કોમી તોફાનોથી મુક્તિ મેળવશે. ગોધરાકાંડની ઘટના બની ત્યારે જેમની ઉંમર ૩૫ થી ૪૦ વર્ષ હતી તેમણે ૧૯૬૯ના તોફાનો જોયા હતા અને ત્યારપછી દર દસ વર્ષે અમદાવાદમાં તોફાનો થતાં રહ્યાં હતાં. તેના કારણે તે હિન્દુ હોય કે મુસ્લિમ તેમના મનમાં સતત કડવાશ હતી. ...વધુ વાંચો

14

૯૧૬૬ અપ: ગુજરાતી હોવાની શરમ - 14

તા. ૧૧મી માર્ચ ૨૦૦૭ નો દિવસ હતો. મેં લગભગ દસ મહિના પહેલા પુસ્તક લખવાનું બંધ કર્યું હતું, કારણકે મારે તો અટકવાનું જ હતું. લખવાનું બંધ કર્યા પછી પણ કંઈક ને કંઈક એવી ઘટનાઓ બનતી રહેતી હતી કે જેને મારે મારા પુસ્તકમાં સમાવી લેવી જોઈએ તેવું મને લાગતું હતું. જેમાં નરોડા પાટિયાના અસરગ્રસ્ત બાળકોની વાત હતી. આ બાળકોને મહારાષ્ટ્રના રાયગઢ ની એક શાળાને દત્તક લીધા હતા. જેમાંથી કેટલાક બાળકો અમદાવાદ પાછા ફર્યા હતા. આમ તો ઘટના સામાન્ય હતી પણ આ સ્ટોરી છપાયા પછી મને એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનો પરિચય દારા મોદી તરીકે આપ્યો હતો. જોકે તરત મને ઝબકારો થયો નહીં કે કોણ છે આ દારા મોદી પરંતુ તેમણે પોતાનો પરિચય આપતા કહ્યું, મારા ગુમ થયેલા પુત્ર અઝહર ઉપર પરઝાનિયા ફિલ્મ બની છે. તે પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં મને મારી જાત પર શરમ આવી હતી. ...વધુ વાંચો

15

૯૧૬૬ અપ: ઘણું બધું બદલાયું… - 15

૨૦૦૨ના રમખાણોના પડઘા બહુ વર્ષો સુધી પડયા. રમખાણોનો લાભ દરેક વ્યક્તિ લેવા માગતી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તોફાનો કરાવ્યા તેમના કારણે આટલી મોટી સંખ્યામાં મુસ્લિમો માર્યા ગયા તેવી જે વાતો થતી હતી તે અંગે મોદીએ ગણતરીપૂર્વક મૌન ધારણ કરી લીધું. તેનો સીધો ફાયદો તેમને ૨૦૦૨ અને ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમાં થયો. કૉંગ્રેસ સહિત ટેલિવિઝન ચેનલો અને અખબારો મોદીને મુસ્લિમોના હત્યારા તરીકે ગાળો આપતા ગયા એટલા મોદી હિન્દુમાં વધુ લોકપ્રિય થયા. ૨૦૦૨ના રમખાણોએ કોને કેટલો લાભ લીધો તેની યાદ બહુ લાંબી છે. પણ ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ પણ હોશિયાર હતા. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો