"અમદાવાદ શહેર એટલે ધમધમતું શહેર" એમ કહેવામાં કાંઈ ખોટું નથી. લોકોની જીવવા માટેની ભાગદોડ અને આ ભાગદોડમાં ભુલાયેલી અમદાવાદની સંસ્કૃતિ "અતિથિ દેવો ભવ !"ની સંસ્કૃતિ. અહીંના લોકો પાસે પોતાને માટે, પરિવાર માટે સમય નથી તો મહેમાનો માટે ક્યાંથી હોય ?. પરંતુ ઝડપી જમાનામાં લોકોને તે બાબતનો જરાય રંજ નથી. કોઈના ઘરે જવાથી જે આગતા-સ્વાગતા નથી મળતી તે હોટલમાં ભવ્ય રીતે મળી રહે છે. તેમની ઈચ્છા મુજબની બધી વાનગીઓ પુરી તકેદારીથી પીરસાઈ છે. તેમની દરકાર એક મોંઘેરા મહેમાન સમાન થાય છે. અને અંતમાં એક મામૂલી છતાં મોંઘી કિંમતનું ફરફરીયું પકડાવાઈ છે. હોટલવાળો લાંબી રકમ મેળવ્યાનો ઓડકાર ખાય છે જ્યારે લાંબુંલચક બિલ ચુકાવનારને ક્યારેક ભૂખ્યા રહી ગયાનો અહેસાસ થાય

Full Novel

1

ખાના ખરાબી - 1

"અમદાવાદ શહેર એટલે ધમધમતું શહેર" એમ કહેવામાં કાંઈ ખોટું નથી. લોકોની જીવવા માટેની ભાગદોડ અને આ ભાગદોડમાં ભુલાયેલી અમદાવાદની "અતિથિ દેવો ભવ !"ની સંસ્કૃતિ. અહીંના લોકો પાસે પોતાને માટે, પરિવાર માટે સમય નથી તો મહેમાનો માટે ક્યાંથી હોય ?. પરંતુ ઝડપી જમાનામાં લોકોને તે બાબતનો જરાય રંજ નથી. કોઈના ઘરે જવાથી જે આગતા-સ્વાગતા નથી મળતી તે હોટલમાં ભવ્ય રીતે મળી રહે છે. તેમની ઈચ્છા મુજબની બધી વાનગીઓ પુરી તકેદારીથી પીરસાઈ છે. તેમની દરકાર એક મોંઘેરા મહેમાન સમાન થાય છે. અને અંતમાં એક મામૂલી છતાં મોંઘી કિંમતનું ફરફરીયું પકડાવાઈ છે. હોટલવાળો લાંબી રકમ મેળવ્યાનો ઓડકાર ખાય છે જ્યારે લાંબુંલચક બિલ ચુકાવનારને ક્યારેક ભૂખ્યા રહી ગયાનો અહેસાસ થાય ...વધુ વાંચો

2

ખાના ખરાબી - 2

"કેમ આજે સર સોફા પર લાંબા થઈને પડ્યાં છે તબિયત સારી નથી ?" ધનંજય મહેતાના સેક્રેટરીએ સવારમાં બંગલાની અંદર સાથે ઢીલાઢસ થઈને પડેલા મહેતા સરને જોઈને પૂછ્યું. "ગઈ કાલ અડધી રાતથી જ તેમની તબિયત ખરાબ થઈ ગઈ છે. ઝાડા-ઉલટી એ તો તેમને સુવા જ નથી દીધા." શુભ્રાદેવી ચિંતામાં જણાતા હતા. "તો પછી ડોક્ટરને બોલાવ્યા કે નહીં ?" "હા, વહેલી સવારમાં જ તેઓ આવીને ગયા છે. થોડીક તબિયત હવે સારી જણાય છે પણ આજે આખો દિવસનો આરામ ફરમાવીને ડોક્ટર સાહેબ ગયા છે." "તો, પછી આજની બધી અપોઈન્ટમેન્ટસ અને મીટીંગ કેન્સલ, ઠીક છેને સર?" સેક્રેટરીએ અનુમતિ માંગી. "હા, હા બરોબર છે. તબિયત ...વધુ વાંચો

3

ખાના ખરાબી - 3 - છેલ્લો ભાગ

મોડી રાત થઈ ચૂકી હતી. ભોળાકાકા ખાટલા પર સૂતા હતા અને તેમની પત્ની પ્રભાબેન તેમની બાજુમાં નીચે જમીન પર પાથરી સુતા હતા. ભોળાકાકાના સુખી અને શાંત જીવનમાં અચાનક જ વિઘ્ન આવી ચડ્યું. કાલે સવારે કોર્ટમાં હાજર થવાનું હતું. એ બાબતે તમને ઊંઘ આવવા દીધી ન હતી. ગયા જન્મમાં કશાક પાપ કર્યા હશે તેઓ મનમાં અહેસાસ થવા લાગ્યો. પથારીમાં આમથી આમ પડખા ફેરવી રહ્યા હતા. પ્રભાબેન પણ પતિની મન:સ્થિતિ જાણતા હતા. તેમને પણ ઊંઘ આવતી ન હતી. આખરે તેઓએ ઉભા થઇ પતિના કપાળ પર હાથ મુક્યો. "તમારું કપાળ તો ધગે છે. તાવ આવ્યો લાગે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો