સેવન ડેઝ, સિક્સ નાઇટ

(216)
  • 50k
  • 3
  • 13.4k

૨૦૧૧માં સહપરિવાર માણેલ કેરાલા પ્રવાસનાં સંભારણાં. ભગવાનની ભોમકા (God s own country) તરીકે જાણીતું કેરાલા સાત દિવસમાં તો કેટલું જોઇ શકાય પણ સાત દિવસમાં જેટલું જોયું, માણ્યું અને અનુભવ્યું એ અહીં મિત્રઓની સાથે વહેંચવાની કોશીશ કરી છે. સાત દિવસ અને છ રાત્રીનાં સંભારણાંને સમેટીને નવ હપ્તામાં સમાવવાની કોશીશ કરી છે, આશા છે કે મારી આંખે જોયેલું અને કીબોર્ડે અવતરેલું આ કેરાલા મિત્રોને ચોક્ક્સ ગમશે!

Full Novel

1

સેવન ડેઝ, સિક્સ નાઇટ-૧

૨૦૧૧માં સહપરિવાર માણેલ કેરાલા પ્રવાસનાં સંભારણાં. ભગવાનની ભોમકા (God s own country) તરીકે જાણીતું કેરાલા સાત દિવસમાં તો કેટલું શકાય પણ સાત દિવસમાં જેટલું જોયું, માણ્યું અને અનુભવ્યું એ અહીં મિત્રઓની સાથે વહેંચવાની કોશીશ કરી છે. સાત દિવસ અને છ રાત્રીનાં સંભારણાંને સમેટીને નવ હપ્તામાં સમાવવાની કોશીશ કરી છે, આશા છે કે મારી આંખે જોયેલું અને કીબોર્ડે અવતરેલું આ કેરાલા મિત્રોને ચોક્ક્સ ગમશે! ...વધુ વાંચો

2

સેવન ડેઝ, સિક્સ નાઇટ-૨

૨૦૧૧માં સહપરિવાર માણેલ કેરાલા પ્રવાસનાં સંભારણાં. ભગવાનની ભોમકા (God s own country) તરીકે જાણીતું કેરાલા સાત દિવસમાં તો કેટલું શકાય પણ સાત દિવસમાં જેટલું જોયું, માણ્યું અને અનુભવ્યું એ અહીં મિત્રઓની સાથે વહેંચવાની કોશીશ કરી છે. સાત દિવસ અને છ રાત્રીનાં સંભારણાંને સમેટીને નવ હપ્તામાં સમાવવાની કોશીશ કરી છે, આશા છે કે મારી આંખે જોયેલું અને કીબોર્ડે અવતરેલું આ કેરાલા મિત્રોને ચોક્ક્સ ગમશે! ...વધુ વાંચો

3

સેવન ડેઝ સિક્સ નાઇટ

’કેરાલા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શું સમાનતા છે અથવા કઈ એવી બાબત છે જે કેરાલા અને ન્યૂઝીલેન્ડને જોડે છે જ્યોગ્રોફિકના ટ્રાવેલર મેગેઝીન દ્વારા કેરાલાને “ધરતી પરના દશ સ્વર્ગ માંનુ એક” અને “ જોવાં જ જોઈએ એવાં વિશ્વનાં પચાસ સ્થળોમાંનું એક” માનવામાં આવ્યું છે અને એ શા માટે એ તો ટ્રેન જેવી કેરાલાની સરહદમાં પ્રવેશે ત્યાં જ ખ્યાલ આવવા માંડે છે!’ શ્રીમતિને ગળામાં દુખાવો હતો એટલે મીઠાના પાણીના કોગળા કરવા હતા,પણ ચપટી મીઠા માટે પણ દાંડીકૂચ જેવું આંદોલન કરવું પડશે એવું અમને લાગ્યું !’ દક્ષિણના રાજ્યોના લોકો વિશે આપણા લોકોમાં એક ભ્રમ વ્યાપક રીતે જોવા મળે છે કે સાઉથવાળાનું અંગ્રેજી સારૂ!’ કેરાલા પ્રવાસનાં ખાટામીઠા અનુભવો વાંચો હવે ભાગ ત્રણમાં… ...વધુ વાંચો

4

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૪

કેરળ પહોંચ્યાના બીજા દિવસની બપોરે એક વાગ્યાની આસપાસ અમારી હાઉસબોટે કિનારો છોડ્યો ત્યારે વેમ્બનાડુ લેઇક ના શાંત જળ ઉપર હાઉસ બોટ એકલી નહોતી, એની આસપાસ બીજી અનેક હાઉસ બોટ તરતી દેખાતી હતી જાણે જળ ઉપર તરતું ગામ જોઈ લ્યો. જ્યારે રસોઇ બનતી હતી ત્યારે હું રસોડામાં આંટો મારવા ગયેલો ત્યારે જે દ્ર્શ્ય જોયેલું એથી વધુ પડતા ચોખલિયાવેડા ધરાવતા શાકાહારી લોકોને એક વણમાગી સલાહ આપવાની ઇચ્છા થાય છે કે હાઉસબોટના રસોડામાં ક્યારેય જતા નહીં! કારણ કે અમે શાકાહારી હતા પણ એ હાઉસબોટ વાળા ત્રણેય જણ શાકાહારી નહોતા અને એ લોકોને પણ ત્યાં હાઉસબોટના રસોડામાં જ રાંધીને ખાવાનું હતું! આ હાઉસબોટમાં એક સારી હોટલમાં હોય એવી તમામ સવલતો હતી. આપણે રૂમમાં હોઈએ તો બિલકુલ એવું ના લાગે કે પાણી ઉપર હાઉસબોટમાં છીએ. રૂમ પણ એકદમ સ્વચ્છ અને સુંદર રાચરચીલું, બેડશીટ, બારીના પરદા, એ.સી. ફેન કોઈ વાતની કમી નહોતી. હાઉસબોટના આગળના ભાગમાં ડાયનિંગ ટેબલ, એનાથી આગળ આરામદાયક સોફા અને ટિપોય, બન્ને સાઇડ ઉપર જેના ઉપર બેસીને અમે કુદરતને માણતા હતા, વેમ્બનાડુ લેઇકમાં હાઉસબોટની સફર માણો આજે ચોથા ભાગમાં! ...વધુ વાંચો

5

સેવન ડેઝ, સિક્સ નાઇટ-5

આપણા ગુજરાતમાં જેટલી સાહજીકતાથી માંસાહારી ભોજન મળી રહે છે એટલી જ સરળતાથી કેરાલામાં શુધ્ધ શાકાહારી રેસ્ટોરાં મળી રહે છે, ફકત એટલી છે કે તમારો ડ્રાઈવર સ્થાનિક હોવો જોઇએ. ને ડ્રાઈવર સ્થાનિક ના હોય તો પણ શાકાહારી ભોજન તો મળી જ રહે પણ થોડી મગજમારી વધી જાય. એટલું જ. આમ સફરના ત્રીજા દિવસે એલ્લેપ્પીથી મુન્નાર જવાના રસ્તા ઉપર આવેલ એક શાકાહારી રેસ્ટોરાંમાં ભોજન પતાવ્યા પછી અમારી કાર મુન્નારના રસ્તે દોડતી હતી... હાઇ વે તરફ પીઠ કરીને આસનસ્થ, ધ્યાનસ્થ થયેલ વૃધ્ધ સાધ્વી જેવો પહાડ અને એના પાછળ ઢળતા શ્વેત કેશ જેવો જલપ્રપાત! ખરેખર, કોઈ પણ પતન ક્યારેય આટલું અદ્ભૂત અને રમણીય ક્યારેય નથી લાગ્યું! એક હજાર મીટર જેટલી ઊંચાઈએ થી ખાબકતા જલરાશીમાંથી નિપજતું સંગીત અહીંથી પસાર થતા યાત્રિકોને થોડી વાર માટે દુનિયાદારીની બધીજ પળોજણ ભૂલી રોકાઇ જવા મજબૂર કરતું હતું. ...વધુ વાંચો

6

સેવન ડેઝ, સિક્સ નાઇટ-૬

ટોપ સ્ટેશન એ મુન્નારથી ૩૬ કિલોમીટર દૂર, તામિલનાડુની સરહદ ઉપર સમુદ્રથી ૧૯૦૦ મીટરની ઉંચાઇએ આવેલી જ્ગ્યા છે, જ્યાંથી તામિલનાડુ કેરાલા બન્ને દેખાય છે, આ જ્ગ્યાની બે વિશેષતાઓ છે જે એને ખાસ બનાવે છે એક તો એ ભારતમાં સૌથી ઊંચી જગ્યા છે જ્યાં ટી પ્લાન્ટેશન છે અને બીજું તો ખરેખર અજાયબી કહી શકાય એવું છે, અહીં નીલકુરીન્જી (Neelakurinj) નામનું એક રૅર કહી શકાય એવું ફૂલ થાય છે જે બાર વર્ષે એક વાર ખીલે છે ત્યારે આ આખો વિસ્તાર ટી પ્લાન્ટના લીલા અને નીલકુરીન્જીના નીલા રંગોથી છવાઇ જાય છે. છેલ્લે ૨૦૦૬માં આ ફૂલો ખીલ્યાં હતાં એટલે ૨૦૧૮ માં ચાન્સ લેવા જેવો ખરો! ...વધુ વાંચો

7

Sevan day Six night - Part 7

અમારી ઇન્ડિકા બન્ને બાજુ ચા ના બગીચાઓ વચ્ચે કાળી સડક પર ટોપ સ્ટેશન તરફ દોડી રહી હતી, અને એ ઉપરથી સાઇડમાં રહી ગયેલ મુન્નારના મકાનો લીલીછમ્મ ટેકરીઓ ઉપર ઘેટાં ચરતાં હોય એવાં દેખાતાં હતાં. રસ્તો ચઢાણવાળો અને કાતિલ વળાંકોથી ભરપૂર હતો પણ અમારો ડ્રાયવર સેલ્વમ, ખુબજ કુશળ અને પોતાના કામમાં માહિર હતો, ક્યારેક વળાંકમાં સામેથી કોઈ કાર અચાનક આવી જાય ત્યારે થોડીવાર ધબકારા વધી જાય એવું શરૂઆતમાં થતું હતું પણ પછી અનુભવે સેલ્વમ પર ભરોસો બેસી ગયો હતો. ...વધુ વાંચો

8

સેવન ડેઝ, સિક્સ નાઇટ-૮

કેરળમાં મુસાફરી કરવી અને રાત્રે મુસાફરી કરવાની ફરજ પડે એતો જાણે કોઈ સ્વાદિષ્ટ વ્યંજન મોઢેથી ખાવાને બદલે પેટ સુધી નળી વાટે પહોંચાડવા જેવું થયું! સેન્ચુરીમાં આવેલ આ ટાયગર રિઝર્વ, ભારતની સાત અજાયબીઓમાં ગણાય છે, આ સેન્ચુરીમા વાઘ સિવાય જંગલી હાથી, જંગલી પાડા, મોટા કદની મલાબાર ખિસકોલી, જંગલી સૂવ્વર, જાત જાતના હરણ, નોળિયા ઊપરાંત સૌથી ધીમી ગતિ માટે દુનિયામાં મશહૂર સ્લોથ જાતિનું રીંછ ખાસ આકર્ષણ છે. અને બીજી એક ખાસ વાત ઊડીને આંખે વળગે એવી એ હતી કે દરેકે દરેક ગામમાં ચર્ચ દેખાતું હતું પણ મંદિર કોક જ્ગ્યાએ જ દેખાયું. છેવટે કોચી પહોચ્યા ત્યારે સાંજના ચાર થવા આવ્યા હતા, કોચીમાં પ્રવેશતાં જ દરિયાની ખાડીમાંથી આવતા ખારા પવનમાં ભળીને આવતી માછલીની ખુશ્બૂએ મનને તરબતર કરી દીધું. ખુશ્બૂ એક શુધ્ધ શાકાહારીને માટે માછલીની ગંધ એ ખુશ્બૂ ના, કશીક ભૂલ નથી થતી, સભાનપણે આ શબ્દ અહીં લખાયો છે અને એનાં કારણો છે! ...વધુ વાંચો

9

સેવન ડેઝ, સિક્સ નાઇટ-૯

છેવટે એ ઘડી આવી પહોંચી, અમારી કેરાલા છોડવાનું હતું, એક બાજુ ગુજરાત સાદ પાડીને બોલાવતું હતું અને કેરાલા કહેતું કે બસ “બસ છ જ દિવસ છ દિવસમાં જોયું શું છ દિવસમાં પણ જેટલું જોવાનું હતું એમાંથી પણ ઘણું છૂટી ગયું હતું!” સાચી વાત હતી આટલા દિવસમાં જેટલું જોયું, માણ્યુંએ માત્ર બુંદ જેટલું જ હતું, મહાસાગર જેટલી તરસ તો હજુ અકબંધ હતી. ફરી પાછું આવવુંજ પડશે.... ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો