ખજાના ની ખોજ રામ છેલ્લા ઘણા સમય થી એકલો એકલો કઈક વિચાર કરતો ઘર મા જ બેઠો રહેતો. એ સવાર થી લઈ ને સાંજ સુધી એક કમરા મા ખુરશી પર બેસી ને દીવાલ પર લાગેલા એક પોસ્ટર પર નજર નાખી ને કઈક વિચારતો પણ કોઈ ચોક્કસ નિર્દેશ તરફ એ પહોંચતો નહિ. અને એમજ એ ખુરશી મા બેઠા બેઠા સુઈ પણ જતો. આખરે પંદર દિવસ આજ સ્થિતિ મા ગાળ્યા બાદ એ બહાર ની દુનિયા જોવા નીકળ્યો પણ એક દુવિધા હતી જે એનો પીછો છોડતી નહોતી. પેલું પોસ્ટર કે જે એ છેલ્લા પંદર દિવસ થી જોતો હતો એ સુ કહેવા માંગે

1

ખજાનાની ખોજ - 1

ખજાના ની ખોજ રામ છેલ્લા ઘણા સમય થી એકલો એકલો કઈક વિચાર કરતો ઘર મા જ રહેતો. એ સવાર થી લઈ ને સાંજ સુધી એક કમરા મા ખુરશી પર બેસી ને દીવાલ પર લાગેલા એક પોસ્ટર પર નજર નાખી ને કઈક વિચારતો પણ કોઈ ચોક્કસ નિર્દેશ તરફ એ પહોંચતો નહિ. અને એમજ એ ખુરશી મા બેઠા બેઠા સુઈ પણ જતો. આખરે પંદર દિવસ આજ સ્થિતિ મા ગાળ્યા બાદ એ બહાર ની દુનિયા જોવા નીકળ્યો પણ એક દુવિધા હતી જે એનો પીછો છોડતી નહોતી. પેલું પોસ્ટર કે જે એ છેલ્લા પંદર દિવસ થી જોતો હતો એ સુ કહેવા માંગે ...વધુ વાંચો

2

ખજાનાની ખોજ - 2

ખજાનાની ખોજરામે એ પોસ્ટર ધમા ની સામે રાખી ને સીધું જ કહી દીધું કે આ જગ્યા એ આપણે જવાનું અને મારે એક માણસ ની જરૂર છે તો તું મદદ કરી શકીશ એવો વિશ્વાસ ભરત ને છે જો તું મદદ કરીશ તો એમાંથી જે કંઈપણ રકમ મળશે એમાં આપના ત્રણેય નો ભાગ. રામ ને આટલું બોલતા જ વચ્ચે થી અટકાવી ને ધમા એ કીધું કે ત્રણ નહિ પણ ચાર ભાગ પાડવા પડશે. આ સાંભળી ને રામે જ પૂછી લીધું કે ચોથું કોણ છે?ધમા એ વાત ને વધારે ગુંચવણ ના થાય એટલે સીધું જ કહી દીધું કે ચોથી વ્યક્તિ એ છે ...વધુ વાંચો

3

ખજાનાની ખોજ - 3

ખજાનાની ખોજ ભાગ 3 રામ ગયા બાદ ભરત કેટલો સમય એમજ બેઠો રહ્યો અને પછી એક ફોન કરી ને થોડી વાત કરી ને સુવા માટે લાંબો થયો. પણ કેમ જાણે આજે ભરત ને ઊંઘ નહોતી આવતી એ આમથી તેમ પડખા ફર્યા કરતો હતો. આખરે ઊંઘ ના આવી એટલે એ ફોન લઈ ને એક બીજો કોલ કર્યો અને કીધું કે તમે લોકો હાલ જ રામ ક્યાં જાય છે અને સુ કરે છે એની માહિતી લઈ ને આવો અને એક માણસ સતત એનો પીછો કરજો. માણસ ને રામ નો પીછો કરવાનું કહી ને ભરત સુઈ ગયો અને ઘસઘસાટ ઊંઘ પણ ...વધુ વાંચો

4

ખજાનાની ખોજ - 4

ખજાનાની ખોજ ભાગ 4 દિલાવર સાથે વાત થયા બાદ ભરત ને ખબર પડી કે પાછળ કોઈ ત્રીજી વ્યક્તિ પણ પડી છે અને એ વ્યક્તિ કોણ હોય શકે અને એ લોકો ને અમારા પ્લાન વિશે કેટલી માહિતી છે એ જાણવું ખૂબ જરૂરી હતું. ભરત આ વિચાર કરતા કરતા પોતાનું માથું ફાટી જશે એવું લાગતા તેની પત્ની ભાવના ને ચા બનાવવા કહ્યું જેથી થોડી રાહત થાય અને કંઈક વિચારી શકે. ભાવના ચા આપી ને પાછી સુઈ ગઈ અને આ બાજુ ભરત સ્ટડીરૂમમાં જઈ ને સૌથી પહેલા ધમાં ને ફોન કરી ને થોડી સૂચના આપી ને કોલ કટ કરી ને ...વધુ વાંચો

5

ખજાનાની ખોજ - 5

ખજાનાની ખોજ ભાગ 5 નો માણસ દિલાવર અને તેના સાથી નો ભેટો થોડી વાર મા જ રામ ના માણસો સાથે થઈ ગયો. રામ ના માણસો ને લાગ્યું કે આ મધુ ના માણસો જ છે અને ફરી અમારો પીછો કરે છે હવે આનો અંત લાવવો જ રહ્યો. જ્યારે દિલાવર ને ખબર પડી ગઈ કે રામ ના માણસો એ એને જોઈ લીધા છે આથી દિલાવર જેમ બને તેમ જલ્દી રામ ના માણસો ને ખતમ કરવા ઉતાવળો થયો. થોડી વાર માજ દિલાવર રામના માણસો ની ખૂબ નજીક પહોંચી ગયો અને રામ ના બાકી રહેલા બન્ને માણસો ...વધુ વાંચો

6

ખજાનાની ખોજ - 6

ખજાનાની ખોજ ભાગ 6 આકાશ અને ધમાની વાત થયા બાદ ત્યાં રામ આવ્યો અને વાત કરવા લાગ્યો આગળ હવે સુ કરવુ છે. મોકો જોઈને આકાશે ધમાને ઈશારો કરી ને કહી દીધું કે અત્યારે સમય સારો છે ધમાં આપણે આપણું કામ પૂરું કરી દેવું જોઈએ. આટલું કહીને આકાશે ખીચ્ચામાં હાથ નાખીને નાની પિસ્તોલ રામ પર ચલાવી અને રામ નું ત્યાંજ ઢીમ ઢળી ગયું. રામ ના નામનો કાંટો કાઢીને હવે જલ્દી તેની લાશ ને રફે દફે કરવાની તૈયારી ચાલતી હતી ત્યાં જ ફરી આદિવાસી લોકોનું ટોળું હમલો કરવા આવી ગયું. સતીષ અને શક્તિ ઝડપથી બધુંક અને થોડી કારતુસ લઈને આવી ...વધુ વાંચો

7

ખજાનાની ખોજ - 7

ખજાનાની ખોજ ભાગ 7આગળ ના ભાગથી ક્રમશઃ થોડીવાર રહીને ફરી અમિત ની કોલ આકાશ આવ્યો. ત્યારે આકાશ ના ચહેરા પરની બધી રેખા બદલવા લાગી. આકાશને જે માહિતી મળતી હતી એ પર એ વધારે ચિંતા તેના ચહેરા પર સાફ દેખાઈ રહી હતી. રામ ને ખતમ કરી દીધો પણ હજુ રામ નો એક માણસ તેના પર બધીજ નજર રાખી રહ્યો હતો આટલું કાફી ના હોય તેમ ભાવના રામના તે માણસને બધી માહિતી આપતી હતી. થોડીવાર વાત કર્યા પછી આકાશે અમિત ને કહ્યું કે હું તને પછી કોલ કરું છું ત્યાં સુધી તું ભાવના ને ખબર ના પડે તે રીતે ...વધુ વાંચો

8

ખજાનાની ખોજ - 8

ખજાનાની ખોજ ભાગ 8આગળના ભાગ થી ક્રમશઃ. શહેરથી દૂર એક જુના ગેરેજમાં ભરત અત્યારે કઈક વિચારમાં હતો. વિચાર કરતા કરતા જ સવાર પડી ગઈ પણ વિચારનું વાવાઝોડુ શાંત ના થયું. વનું જ્યારે સવારે આવ્યો ત્યારે ભરત હજુ વિચાર જ કરતો હતો. વનું ને જોઈને ભરતે તરત જ તેને બોલાવ્યો અને બધી માહિતી લીધી. વનુંએ બધી માહિતી કીધી પણ વનું પણ બધું જ જાણતો ન્હોતો એટલે ભરતને પોતાના સવાલના જવાબ હજુ મળ્યા ન્હોતા. વનું અને ભરત વાત કરતા હતા ત્યાંજ આકાશ નો કોલ આવ્યો અને વનું ને કહ્યું કે ભરત સાથે વાત કરાવ. ભરત : (ફોન પર) "આકાશ મને તું કહીશ ...વધુ વાંચો

9

ખજાનાની ખોજ - 9

ખજાનાની ખોજ ભાગ 9આગળ ના ભાગ થી ક્રમશઃ... ભાવના એ ફરી ડોન અબ્બાસને કોલ કરી ને માહિતી આપી. ડોન અબ્બાસ બોલ્યો ભાવના હું જોઈ લવ છું મધુ એ પણ મને કીધું કે ભરતને તેણે કિડનેપ નથી કર્યો છતાં મેં મધુને ધમકી તો આપી છે પણ આપણે પેલા ભરતને કિડનેપર પાસે થી ભરતને છોડાવવો પડશે એટલે હું તને હાલ રૂપિયા મોકલું છું સાંજે મારો માણસ રૂપિયા આપી જશે તું એ રૂપિયા કિડનેપરને આપી ને ભરતને છોડાવી લેજે એ દરમ્યાન મારા માણસો એ પણ જાણી લેશે કે ભરતને કોને કિડનેપ કર્યો. તું હાલ બીજું કંઈ ના કર કિડનેપર ના કોલ ...વધુ વાંચો

10

ખજાનાની ખોજ - 10

આગળના ભાગથી ક્રમશઃ....આકાશે સતીષ અને તેની સાથે બીજા 3 માણસો ને જંગલમાં પાછળ તેનાથી થોડા દૂર પાછળ પાછળ આવવાનું દીધું. સતીષ ત્રણ માણસો ને લઈ ને આકાશ થી થોડા પાછળ ચાલવા લાગ્યા. આકાશ નો પ્લાન એવો હતો કે જો આદિવાસી લોકો તેના પર ફરી હુમલો કરે તો સતીષ અને તેના માણસો તેને બીજી બાજુ થી હુમલો કરી ને આદિવાસી લોકો ને ઘેરી લે જેથી આકાશ અને સતીષ બન્ને બચી જાય. આ ઉપરાંત જો ડોન ના માણસો ગમે તે એક ટીમ ને પણ જુવે તો બીજી ટીમ દ્વારા તેનો ઘડો લાડવો કરી શકે.વનું એ ભાવના ને 5 વાગે શહેરથી દૂર ...વધુ વાંચો

11

ખજાનાની ખોજ - 11

ખજાનાની ખોજ ભાગ 11આગળના ભાગ થી ક્રમશઃ...શાર્પ શૂટર અને પોતાના માણસો તેમજ ભાવના ના મોત થી ડોન અબ્બાસ હવે રીતે ગુસ્સે ભરાયો હતો. પોતાના માણસો પાસે જ મધુ ના માણસો ની પણ લાશો જોવા મળી એટલે ડોન અબ્બાસ ને હવે પાક્કું થઈ ગયું હતું કે ભરત ને કિડનેપ કરવાનું કામ મધુ ગોંડા એ જ કર્યું છે. ડોન અબ્બાસ હવે મધુ ગોંડા ની પાછળ પડી ગયો હતો. તેણે પોતાના માણસો ને ઇનામ જાહેર કરી દીધું હતું કે જે મને મધુ ગોંડા ને મારી પાસે જીવતો લાવશે તેને હું 5 કરોડ રૂપિયા ઇનામ માં આપીશ. આ બાજુ મધુ ગોંડા એ પોલીસ ...વધુ વાંચો

12

ખજાનાની ખોજ - 12

ખજાનાની ખોજ ભાગ 12આગળના ભાગથી ક્રમશઃ...રાતે અંધારું થયું ત્યાં સુધી આકાશ, ધમો, શક્તિ, સતીષ અને તેની સાથે રહેલા તેના માણસો જંગલમાં આગળ ને આગળ વધતા રહ્યા હતા. રાત્રી નું અંધારું હવે થોડે દુર પણ આગળ કઈ દેખાવા દેતું નહોતું. પરંતુ આકાશ હજુ સુધી આરામ કરવા માટે કોઈ જગ્યાએ રોકવા નું નામ લહેતો નહોતો તે સતત ચાલતો રહેતો હતો. આખરે ધમાં એ કંટાળી ને આકાશ ને પૂછ્યું.ધમો : આકાશ હવે તને એવું નથી લાગતું કે આપણે કોઈ સારી જાગ્યો થોડો આરામ કરવો જોઈએ. મને તો હવે કકડી ને ભૂખ પણ લાગી છે. અને આ વજન ઉચકી ને ખંભા પણ દુઃખવા ...વધુ વાંચો

13

ખજાનાની ખોજ - 13

ખજાનાની ખોજ ભાગ 13 આગળના ભાગથી ક્રમશઃ...આકાશ અને ધમો બન્ને ખાઈ ને થોડી વાર આરામ કરવા બેઠા. શક્તિ અને તેમજ બીજા પાંચ સાથી વાતો કરતા હતા. એટલામાં થોડે દૂરથી કશાક નો અવાજ આવ્યો. સતીષ એ તરત આકાશ ને હલાવી ને જગાડ્યો અને ઇશારાથી ચૂપ રહેવા કીધું. આકાશ સફાળો જાગી ગયો અને ચારે બાજુ ઝીણી નજર કરી ને ધ્યાન થી જોવા લાગ્યો. આ બાજુ બધા સાથીઓએ હથિયાર હાથમાં લઈ લીધા. ચારેય બાજુ નીરવ શાંતિ હતી. પરંતુ આ શાંતિ ખુબજ ડરાવણી હતી. થોડીવાર માટે બધા આમતેમ જોતા રહ્યા ત્યાં જ અચાનક શક્તિ ને ઝાડી પાછળ થોડી હલચલ જોવા મળી, તેણે બધા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો