1.એકલો અટુલો હું ઝાંખો પડયો. .. સમય, તારાં ચક્રો ઊંધાં ફેરવ. મારી અદમ્ય ઈચ્છા છે કે તને પહેલા થંભાવી દઈ ત્યાંથી મારી જીંદગી ફરીથી જીવી લઉં. મારા ગમતા ગીતની અંતિમ કડી જીવી લઉં. જીવવી જ પડશે. બીજાઓને જીવાડવા. કેમ? ચાલો, કહું.મને મારામાં, મારી શક્તિઓમાં ભરપૂર વિશ્વાસ છે. પરંતુ અત્યારે તો માત્ર એક આશાના તાંતણે બેઠો છું કે કઈંક એવું બને જેથી જગતને મારી શક્તિઓ પર વિશ્વાસ બેસે. કેટલા વખતથી હું અહીં એકલો અટૂલો પડયો છું? સ્થળ, કાળ બધામાં હું ખોવાઈ ગયો છું, સમુદ્ર સામે જોતો એમાં ડુબવાને બદલે કાળની ગર્તામાં ડૂબી ગયો છું.સમય, તું કેટલો વહી ગયો એ ખબર નથી.
Full Novel
છેલ્લી કડી - 1
1.એકલો અટુલો હું ઝાંખો પડયો. .. સમય, તારાં ચક્રો ઊંધાં ફેરવ. મારી અદમ્ય ઈચ્છા છે કે તને થંભાવી દઈ ત્યાંથી મારી જીંદગી ફરીથી જીવી લઉં. મારા ગમતા ગીતની અંતિમ કડી જીવી લઉં. જીવવી જ પડશે. બીજાઓને જીવાડવા. કેમ? ચાલો, કહું.મને મારામાં, મારી શક્તિઓમાં ભરપૂર વિશ્વાસ છે. પરંતુ અત્યારે તો માત્ર એક આશાના તાંતણે બેઠો છું કે કઈંક એવું બને જેથી જગતને મારી શક્તિઓ પર વિશ્વાસ બેસે. કેટલા વખતથી હું અહીં એકલો અટૂલો પડયો છું? સ્થળ, કાળ બધામાં હું ખોવાઈ ગયો છું, સમુદ્ર સામે જોતો એમાં ડુબવાને બદલે કાળની ગર્તામાં ડૂબી ગયો છું.સમય, તું કેટલો વહી ગયો એ ખબર નથી. ...વધુ વાંચો
છેલ્લી કડી - 2
. વિરાટ સામે બાથ કારણકે આ ચીંથરેહાલ, દાઢી વાળ વધેલો પુરતું ખાધાપીધા વિના પાતળો પડી ઉંમરથી ક્યાંય લાગતો હું કોણ છું? એ મારો આજનો વેશ છે. કદાચ પાંચ વર્ષ થયા હશે, એ પહેલાંની પ્લેનની સીટના અવશેષો મારા અંગે વીંટયા છે. જો દૂર દેખાય મારા પ્લેનના અવશેષો.તો હું છું.. MH370 ફ્લાઇટનો ભારતીય પાઇલોટ. મારા આ દેખાવની જગ્યાએ આવો, મને જુઓ 8.3.2014 ના. હું ક્લીન શેવ, મલેશીઅન એરલાઇનના યુનિફોર્મમાં સજ્જ સોહામણો, આત્મવિશ્વાસથી છલકાતો ભારતીય પાઇલોટ છું. ચોંકી ગયા ને? મારું બાળપણથી એક કુશળ પાઇલોટ બનવાનું સ્વપ્ન હતું. એ મેં સિદ્ધ કર્યું. ગમે તેવાં કપરાં ચડાણ ઉતરાણ, આ છેલ્લાં નિર્જન ટાપુ પરનાં સહીત ...વધુ વાંચો
છેલ્લી કડી - 3
3. સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની..અમે દિશાહીન ચારે તરફ ખુલ્લા આકાશના ઘુમ્મટમાં ગુંજતી માખીની માફક ગુંજન કરતા ફર્યે હતા.મેં હનુમાનજીને યાદ કર્યા. મગજમાં એક ઝબકારો થયો. ઓહ! થોડી ક્ષણો પહેલાં મારા જમણા હાથે ગુલાબી રેખા જોયેલી એટલે કે પુર્વ. તો હું ઉત્તર ભણી જઈ રહેલો. બેઇજિંગની નજીક? મેં તે દૈવી લાલિમા જોવા પ્રયત્ન કર્યો. ભગવાન આદિત્યને માર્ગ બતાવવા પ્રાર્થના કરી. પરંતુ આકાશી હિમાલય જેવડા વાદળ પુંજો વચ્ચે મને કઈં જ દેખાયું નહીં .ઠીક, તો હિમાલય મારી ડાબે હશે. તો થોડું ડાબે જવું સલામત રહેશે. લાકડી વગરના દિવ્યાંગની જેમ મેં દિશાહીને, અટકળે સુકાન ઘુમાવ્યું અને ગતિ વધારી જેથી એ ...વધુ વાંચો
છેલ્લી કડી - 4
. અડાબીડ જંગલમાં અરે? આ શું? નીચે તો અફાટ સાગર લહેરાય છે! તો હું ક્યાં આવી ગયો? ચોક્કસપણે ને બદલે દક્ષિણે. હાશ! નીચે જમીનનો ટુકડો દેખાયો. મેં કોઈ અજાણી જગ્યાએ ઇમર્જન્સી લેન્ડિંગ કરી રહ્યાનું એનાઉન્સ કર્યું અને.. એ તો મારું કૌશલ્ય જ કરી શકે. ગમે તેવી સાંકડી પટ્ટી- મેંગ્લોર હોય કે પોર્ટ બ્લેર કે હવાઈ ટાપુ, મેં વિમાન ઉતાર્યું જ છે. નીચે જમીન જેવું જોઈ હળવેથી, ઉતારુઓ માત્ર સહેજ ઉછળે એમ, એક પટ્ટી પર વિમાન ઉતાર્યું. આસપાસ ગાઢ જંગલ હતું. થોડે જ દૂર દરિયો હતો. હવે સૂર્ય મારી ડાબે હતો. હું દક્ષિણ તરફ જતો હતો. સૂર્ય માથે આવી પશ્ચિમ તરફ જવાની ...વધુ વાંચો
છેલ્લી કડી - 5
5. મદદગારોએ જ લુંટયા સવાર પડી. પુરુષોએ બે ટુકડી બનાવી. જંગલમાં કોઈ પણ હાથવગી ચીજ લઈ ઝાડ, દલખીઓ, ઘાસ, પાઠરાદુર કરતાં કરતાં કેડી બનાવતા ગયા. અમારા સાથીઓ જે મળ્યું તે ખોરાક, હથિયાર વગેરે મેળવવા અલગ દિશાઓમાં ગયા. થોડા ઉતારુઓ ઊંચી જગ્યાએ ચડી કોઈનું ધ્યાન ખેંચવામાં પડયા. મધ્યાને અમે દૂરથી એક ટપકું જોયું. ટેકરી પરથી હાથનું નેજવું કરી મેં જોયું તો એક વહાણ આવતું જોયું પણ ખરું. એની સામે અવાજો કર્યા અને કપડાં ફરકાવ્યાં. તેઓ નજીક આવ્યા પણ ખરા. અમને થયું, કદાચ અમારે માટેની બચાવ ટુકડી ધાર્યા કરતાં ઘણી જલ્દીથી આવી ગઈ. પણ આ શું? વહાણમાંથી તો રુષ્ટપુષ્ટ, ઊંચા હબસીઓ ઉતર્યા. ...વધુ વાંચો
છેલ્લી કડી - 6
6. પહોંચ્યા સહુ ઠામે?હતાશ, નિરાશ થઈ અમે થોડો સમય બેસી રહ્યા. બધે વીરતા કામ લગતી નથી. અર્જુન આમ જ લૂંટ્યો હતો. પણ બાકી રહેલાઓએ ટકી રહેવા ખાવું તો ખરું ને? અમે બાકી રહેલી ઘરડી સ્ત્રીઓ અને પુરુષોએ કોઈની નાનીશી પાઇપથી ટાંકીમાંથી સાચવીને એર ફ્યુએલ ખેંચ્યું. મેં ચેતવ્યા કે આ તો આપણા પેટ્રોલ કરતાં અનેક ગણું જવલનશીલ હોય. લાકડાના ઢગલા પર તે છાંટી અમે લાકડાં સળગાવ્યાં અને ખોરાક રાંધ્યો. ખોરાક એટલે? આસપાસ મળેલી વનસ્પતિનાં પાંદડાં અને વિમાનમાંથી મળેલા કેટલાક વાસી બ્રેડના ટુકડાઓ. અમુક ઉતારુઓ નારિયેળો લઈ આવ્યા પણ એ તોડવા કશું હતું નહીં. એરક્રાફ્ટમાં મોજુદ સળિયા અહીં કામ આવ્યા.અમે મદદનો ...વધુ વાંચો
છેલ્લી કડી - 7 - છેલ્લો ભાગ
તો હવે આ કડી જેમ તેમ જીવ્યો-“તૈયાર રહો સહુ ઉડાન મારી છે મુકામ છૂવાની આબાલવૃદ્ધ સહુને એ તો સલામત ઉતાર્યા તો ખરા. હવે મારા પ્રિય ગીતની એક જ આખરી કડી મારે જીવવાની બાકી રહી- “વિમાનમાં બેસો મારી સાથે દૂર દેશ લઇ જાઉં સમય સાથે ઉડતો હું તો ઘેર જરૂર પહોચાડું .”દૂર દેશ, કોઈ અજાણ્યા, કદાચ કોઈ પણ દેશ નથી તેવા દેશે કે સ્થાને તો સહુને પહોંચાડયા.સમય સાથે નહિ તો મોડામોડા પણ, મારી સાથે ઉડે એને ઘેર જરૂર પહોંચાડવા માટે. જો બધી કડીઓ જીવ્યો તો આ છેલ્લી કડી કેમ બાકી રહેશે?લાંબા સમયથી હું એકલો અટુલો રાહ જોયે રાખતો હતો. ઉપરથી વિમાનો પસાર થયેલાં પણ ...વધુ વાંચો