. પ્રકરણ - ૧ શહેરથી થોડે દુર એક નાનું એવું બિલ્ડીંગ ,જેને આપણી ભાષામાં હોસ્ટેલ કહીએ છીએ.પણ આ હોસ્ટેલ કંઈક જુદા જ પ્રકારની હતી .તેનું નામ હતું, તપોવનધામ. તપોવનધામ ન તો કોઈ સ્કૂલ હતી કે ન તો કોઈ કોલેજ.તપોવનધામ તો હતુ વિદ્યાર્થીઓને રહેવા માટે નું ઘર. તપોવન ધામનું વાતાવરણ જોતા જ આપણું હૃદય પ્રફુલ્લિત થઈ જાય. તે આપણને કોઈ ઋષિ મુની નો આશ્રમ લાગે. સ્વચ્છ અને સુંદર મકાન, નાના નાના ફૂલ છોડ, સરસ હાર બંધ વવેલ વૃક્ષો. રમત માટેનું મેદાન, ભોજન માટે રસોઈઘર. આમ અહીંનું વાતાવરણ મનોરમ્ય હતું .આ તપોવન ધામનું સંચાલન પરમાનંદ કરતા હતા. પરમાનંદ

Full Novel

1

જીવન સંગ્રામ - 1

. - ૧ શહેરથી થોડે દુર એક નાનું એવું બિલ્ડીંગ ,જેને આપણી ભાષામાં હોસ્ટેલ કહીએ છીએ.પણ આ હોસ્ટેલ કંઈક જુદા જ પ્રકારની હતી .તેનું નામ હતું, તપોવનધામ. તપોવનધામ ન તો કોઈ સ્કૂલ હતી કે ન તો કોઈ કોલેજ.તપોવનધામ તો હતુ વિદ્યાર્થીઓને રહેવા માટે નું ઘર. તપોવન ધામનું વાતાવરણ જોતા જ આપણું હૃદય પ્રફુલ્લિત થઈ જાય. તે આપણને કોઈ ઋષિ મુની નો આશ્રમ લાગે. સ્વચ્છ અને સુંદર મકાન, નાના નાના ફૂલ છોડ, સરસ હાર બંધ વવેલ વૃક્ષો. રમત માટેનું મેદાન, ભોજન માટે રસોઈઘર. આમ અહીંનું વાતાવરણ મનોરમ્ય હતું .આ તપોવન ધામનું સંચાલન પરમાનંદ કરતા હતા. પરમાનંદ ...વધુ વાંચો

2

જીવન સંગ્રામ - 2

પ્રકરણ- 2 જતીન અજમેર નો કેસ cid ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે જે રાજને સૂર્ય દીપ સિંહ નો ધમકીભર્યો કોલ આવે છે અને cid ચીફ ઇન્સ્પેક્ટર રાજન જતીન ની તપાસ માટે પોલીસ સ્ટેશન આવે છે રાજન:- (કમલ પાસે આવીને )કમલ, તારી પાસે આ કેસની જેટલી વિગત હોય એટલી મને આપી દે. જેથી હું તે દિશામાં આગળ વધુ. કમલ :- આ જતીન આદિપુર આ ગામનો વતની છે. જે અહીંથી પાંચેક કિલોમીટર દૂર છે . જતીનના ખેતરમાં મજૂરી કરવા આવેલા શામજીભાઈની પુત્રી રોશનીને જતીન પ્રેમ કરતો હતો .પણ રોશનીના લગ્ન બાજુના ખેતરમાં મજુરી કરતાં દિપક સાથે થવાના હતા. તેનાથી ઉશ્કેરાઇને જતીને ...વધુ વાંચો

3

જીવન સંગ્રામ - 3

પ્રકરણ- ૩ બીજા દિવસે સવારે બધા પોત પોતાની ઓફિસે જાય છે. એટલામાં મોબાઈલની રીંગ વાગે છે . રાજ:- (મોબાઇલ ઓન કરી ને) હેલ્લો.... સૂર્યદીપ:- તો વકીલ, મારી વાત વિશે શું વિચાર્યું, રૂપિયા જોઈએ છે મોત? રાજ :-જુઓ (બનાવટી હાસ્ય કરીને )મારે રૂપિયા જોઈએ છે .તમે ચિંતા નહીં કરતા. જતીનનો કેશ એમને એમ બંધ થઈ જશે અને જતીનને સજા પણ થાશે .બસ તમે હવે મને કેટલા રૂપિયા આપવાના છો અને ક્યાં આપવાના છો તે કહો. સૂર્યદીપ :- તું કહે કેટલા જોઈએ છે. રાજ :-પૂરા દસ લાખ. સૂર્યદીપ:- ઠીક છે ,તારી ઓફિસથી ત્રણેક કિલોમીટર દૂર કાલી માતાનું મંદિર આવેલ છે. ...વધુ વાંચો

4

જીવન સંગ્રામ - 4

પ્રકરણ 4 આગળના પ્રકરણમાં જોયું કે રાજ પર જીવલેણ હુમલો થયો. અને માનસિંહ કર્યો.રાજને હોસ્પિટલમાંથી રજા આપવાની તૈયારીમાં હતા .આ બાજુ માનસિંહ ને તેનો ભત્રીજો ગજરાજ અને તેનો વકીલ મળવા આવ્યા હતા .રાજન અને કમલ ક્લોઝ સર્કિટ કેમેરા વડે તેઓની વાતો સાંભળતા હતા. હવે આગળ.... વકીલ :-તો તમે શું રોશની નું ખૂન પણ..... માનસિંહ :- નહીં મેં રોશની નું ખૂન નથી કર્યું .મેં તો માત્ર જતીન સાથે વેર વાળવા આ બધું કર્યું હતું. પણ( રડતા રડતા )આ ક્યાં ફસાઈ ગયો .હવે વકીલ સાહેબ તમે જ મને બચાવી શકો એમ છો. વકીલ :-ઠીક છે હું કંઇક રસ્તો કાઢું છું. ...વધુ વાંચો

5

જીવન સંગ્રામ - 5

પ્રકરણ - 5 આગળના પ્રકરણ માં જોયું કે દીપક અને તેના મિત્ર રાજન અને કમલ પોલીસ સ્ટેશને લય જાય છે હવે આગળ..... રાજન:- દીપક તું દરરોજ તારા મિત્ર સાથે સાંજે ગામમાં જાય છે તો રોશનીનું ખૂન થયું તે દિવસે તારો મિત્ર ક્યાં ગયો હતો.તારી સાથે કેમ નોતો. દીપક :- સાહેબ તે દિવસ તેને મજા નોતી એટલે એ ઘરે જ ( વાડીએ) હતો. રાજન :- એમ,પણ અમને તો ગામ માંથી એવું જાણવા મળ્યું કે તે દિવસે તમે બંને સાથે આવ્યતા. દીપક:- પ....પ....પણ સાહેબ સાચે જ એને મજા નોતી એટલે એ નોતો આવ્યો મારી સાથે પણ પાછળ થી આવ્યો હોય ...વધુ વાંચો

6

જીવન સંગ્રામ - 6

પ્રકરણ -૬ આગળ આપણે જોયું કે જતીન નો પૂર્ણ થયો ને હવે બધાને પોતાના ઘેર જવાનો સમય થયો ત્યારે પરમાનંદ પોતાના જીવન સંગ્રામ ની વાત કરવાના હોય છે હવે આગળ.......... . પરમાનંદ પોતાની વાત ની શરૂઆત કરે છે...... એક નાનું એવું ગામ હતું. લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલ. ખળખળ વહેતી નદીના કાંઠે આવેલા ગામમાં એક પટેલ પરિવાર રહેતો હતો. તેમની આર્થિક પરિસ્થિતિ સાધારણ હતી .પટેલ હરસુખ ખૂબ જ હિંમતવાન અને નીડર હતો .તેમને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા . પુત્રનું નામ આનંદ અને પુત્રીનું નામ ધાત્રી .બંને બાળકો પણ નામ જેવા જ ગુણો ધરાવતા હતા .આનંદ ...વધુ વાંચો

7

જીવન સંગ્રામ - 7

પ્રકરણ - ૭ આગળ જોયું કે લગ્ન કૌશલ સાથે નકી થાય છે. હવે આગળ કૌશલ સુંદર, સુડોળ,૨૧વર્ષની સુશિક્ષિત છોકરી હતી. આનંદ પણ ખૂબ ખુશ હતો.તે વિચારતો હતો કે મારા લગ્ન બાદ મારી પત્ની અને હું ખૂબ પ્રેમથી રહીશું. હું જે વૈદિક કાર્ય કરું છું તેમાં તે મને સાથ આપશે.મારા ઘર ને સારી રીતે સંભાળશે. ઘર ને મંદિરમાં ફેરવી નાખશે.આવા વિચારો કરતો અને રોમાંચકતા અનુભવતો.આનંદ આ ખુશીના સમાચાર પોતાના ગુરુને આપવા ત્યાં પહોંચે છે. અરવિંદ સર આનંદને જોઈને ખુશ થાય છે અને તેને પ્રેમ ભર્યો આવકાર આપે છે આનંદ આજે વળી મને યાદ ...વધુ વાંચો

8

જીવન સંગ્રામ - 8

પ્રકરણ - ૮ આગળ આપણે જોયું તેમ આનંદ અર્ધપાગલ જેવું જીવન જીવી રહ્યો હતો હવે આગળ એક દિવસ આનંદ કોઈ ઊંડા વિચારમાં ઘરની અંદર આછા પ્રકાશ માં ખોવાયેલો હતો. આમ તો આનંદનું આવું રોજનું હતું. મોટાભાગે આખો દિવસ ઘરમાં જ કોઈ ખૂણામાં પડ્યો રહેતો. અને જો બહાર નીકળી જાય તો આખો દિવસ બહાર જ રખડ્યા કરતો .ઘરની અંદર આછો પ્રકાશ ફેલાયો હતો નજર નાખતા સીધા કોઇ જોઇ ન શકે તેવો પ્રકાશ હતો. ત્યાં જ અવાજ આવે છે આનંદ સર............. આનંદ સર .............. આનંદના મગજમાં ઝબકારો થયો જાણે અંધારી રાતમાં વીજળીનો ચમકારો થાય અને શક્ષણ ...વધુ વાંચો

9

જીવન સંગ્રામ - 9 - છેલ્લો ભાગ

પ્રકરણ - ૯ ( જીવન સંગ્રામ પ્રથમ ભાગનું આ છેલ્લું પ્રકરણ છે) આગળ જોયું કે આનંદ માંથી પરમાનંદ કઈ રીતે બને છે. અને પોતાનું જ્ઞાન પોતાને પાછું મળે છે હવે બધા જીજ્ઞાબેન બહેનને મળવા માંગે છે હવે આગળ બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ સવારની પ્રાર્થના માટે ભેગા થાય છે . પરમાનંદ પોતાની જગ્યા પર બેઠા છે .તેની બાજુમાં જીજ્ઞા બેઠી છે. પ્રાર્થના બોલી પરમાનંદ જીજ્ઞા ની ઓળખ કરાવે છે. પરમાનંદ:- આ મારી બાજુમાં બેઠેલી યુવતી જીજ્ઞા છે. જીજ્ઞા:- નમસ્તે ભાઈઓ. બધા:- નમસ્તે બહેન. રાજ :- સર, જીજ્ઞાબેન અમારી સાથે થોડી બૌદ્ધિક ચર્ચા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો