‘ગીતા’નો આરંભ કેવી રીતે છે? યુદ્ધ કરવું કે ન કરવું, એ યોગ્ય કે અયોગ્ય, એ પ્રશ્નો હવે રહ્યા નથી. યુદ્ધનો નિશ્ચય થઈ ચૂક્યો છે. બંને પક્ષનાં સૈન્યો સજ્જ થઈને ગોઠવાઈ ગયાં છે, અને સેનાપતિ તરફથી લડવાનો હુકમ નીકળે એટલી જ વાર છે. પછી તો બંને પક્ષમાં રણનાં વાજિંત્રો વાગ્યાં. પૃથ્વી અને આકાશને ધણધણાવી નાખે એવો ભયંકર અવાજ થયો. દરેક વીરે પોતપોતાનો શંખ વગાડી પોતાની સેનાને પાનો ચડાવ્યો. અર્જુનના શંખનાદે પ્રતિસ્પર્ધીઓનાં હૃદયોમાં થથરાટી ઉપજાવી.

Full Novel

1

ગીતામંથન - 1

‘ગીતા’નો આરંભ કેવી રીતે છે? યુદ્ધ કરવું કે ન કરવું, એ યોગ્ય કે અયોગ્ય, એ પ્રશ્નો હવે રહ્યા નથી. યુદ્ધનો થઈ ચૂક્યો છે. બંને પક્ષનાં સૈન્યો સજ્જ થઈને ગોઠવાઈ ગયાં છે, અને સેનાપતિ તરફથી લડવાનો હુકમ નીકળે એટલી જ વાર છે. પછી તો બંને પક્ષમાં રણનાં વાજિંત્રો વાગ્યાં. પૃથ્વી અને આકાશને ધણધણાવી નાખે એવો ભયંકર અવાજ થયો. દરેક વીરે પોતપોતાનો શંખ વગાડી પોતાની સેનાને પાનો ચડાવ્યો. અર્જુનના શંખનાદે પ્રતિસ્પર્ધીઓનાં હૃદયોમાં થથરાટી ઉપજાવી. ...વધુ વાંચો

2

ગીતામંથન - 2

અર્જુનની આવી દીન દશા જોઈ અને એના શબ્દો સાંભળી શ્રીકૃષ્ણ સડક જ થઈ ગયા. એ બોલ્યા : “વાહ રે તું તો ઠીક ધર્મનો વિચાર કરતાં શીખ્યો છે! આર્યાેને ન છાજનારી અને કીર્તિનો નાશ કરનારી આવી કાયરતા તારામાં ક્યાંથી આવી? જો તારા જેવો પુરુશ મરણને જોઈ આભો બની જાય, તો હવે ક્ષાત્રવૃત્તિ આર્યાવર્તમાં ટકવાની નથી એમ જ કહેવું જોઈએ. ચાલ, હવે ડાહ્યો થઈને કામે લાગી જા અને આવી દુર્બળતાનો ત્યાગ કર.” ...વધુ વાંચો

3

ગીતામંથન - 3

અર્જુને પૂછયું “એ રીતે યજ્ઞાર્થે કર્મ કરવાં, એટલે શું?” આ સાંભળી, જેમ કોઈ કુશળ આચાર્ય વિદ્યાર્થી આગળ શાસ્ત્રનું વિવરણ કરે શ્રીકૃષ્ણ બોલ્યા : “કીડી-કીડાથી માંડી મનુષ્યસ્રુશ્ટિ સુધી કોઈયે પ્રાણીને પોતાના જીવનના નિર્વાહ માટે કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કર્યા વિના ચાલતું જ નથી. સમજુ અને અણસમજુ માણસ, બંનેને પોતાના શરીરના નિર્વાહ માટે કર્મ કરવું જ પડે છે. જો સમજુ માણસ પણ કેવળ પોતાના જ નિર્વાહ માટે કર્મ કરીને બેસી રહે, તો સમજુ અને અણસમજુમાં ભેદ શો? ...વધુ વાંચો

4

ગીતામંથન - 4

વાસુદેવનાં આ વાક્યો સાંભળી અર્જુન પાછો વિચારમાં પડી ગયો. તેણે વધારે જાણવાની ઇચ્છાથી પૂછયું : “યદુનાથ, ચિત્તશુદ્ધિની ઇચ્છાથી, ભક્તિભાવથી, અને સાર્વજનિક હિત માટે કરેલું સત્કર્મ તે યજ્ઞકર્મ કહેવાય, એમ તમે મને સમજાવ્યું હતું. એવા યજ્ઞો કેટલી જાતના થઈ શકે તે મને સમજાવીને સંતુશ્ટ કરો.” ...વધુ વાંચો

5

ગીતામંથન - 5

યાદવચંદ્રે કહેલો આત્મજ્ઞાનનો મહિમા અર્જુને ઉત્સાહપૂર્વક સાંભળ્યો. પણ વળી પાછો એ મૂંઝવણમાં પડી ગયો અને બોલ્યો : “વહાલા માધવ, હમણાં કહ્યું કે આત્મજ્ઞાનથી પર કાંઈ નથી. માટે મારે એ જ પ્રાપ્ત કરવું જોઈએ. આ ઉપરથી જણાય છે કે સાંસારિક કર્મોની પ્રવૃત્તિના કરતાં, સંન્યાસ લઈ આત્મજ્ઞાનની સાધનામાં જીવન ગાળવું એ જ શ્રેયનો માર્ગ છે. તો પછી પુનહ્ કર્મયોગનું આચરણ કરવાનું તમે શી રીતે કહો છો, તે હું સમજી શકતો નથી. એક વાક્યમાં તમે સંન્યાસને અનુકૂળ વિચારો દર્શાવો છો, અને પછી બીજા જ વાક્યમાં કર્મયોગનો ઉપદેશ આપો છો! તો, લાંબી ચર્ચા જવા દઈ મને એક નિશ્ચિત વાક્યમાં જ કહી નાખોને કે સંન્યાસ વધારે સારો કે કર્મયોગ?” ...વધુ વાંચો

6

ગીતામંથન - 6

સર્વ સંકલ્પના સંન્યાસનો અને સર્વત્ર સમબુદ્ધિનો યોગ — આ બધું અર્જુને ધ્યાનપૂર્વક સાંભળ્યું. પણ જેમ જેમ તે પર વિચાર ગયો, તેમ તેમ એને સિદ્ધ કરવાની શક્યતા વિશે એ સંશયિત થતો ગયો. તેને એમ લાગ્યું કે જો આ જ માર્ગે સરવે લોકોને જવું આવશ્યક હોય, તો સામાન્ય બુદ્ધિ અને શક્તિનાં હજારો સ્ત્રીપુરુશોએ પોતાના શ્રેયની આશા છોડી દેવી જોઈએ. ...વધુ વાંચો

7

ગીતામંથન - 7

અર્જુને અત્યાર સુધી જે કાંઈ સાંભળ્યું, તે ઉપર હવે એ શાંતપણે વિચાર કરવા લાગ્યો. એમ વિચાર કરતાં તે બોલ્યો પહેલાં એમ કહ્યું કે સંન્યાસ એટલે સાંસારિક કર્મોનો ત્યાગ એમ નહિ, પણ કર્મનાં ફળોનો ત્યાગ તે સંન્યાસ. વળી તમે એમ કહ્યું કે અનન્ય ભક્તિની પરાકાષ્ઠા કર્યા વિના કર્મફળત્યાગ રૂપી પરિણામ ઉદ્ભવતું નથી. તો આવા અનન્ય ભક્તનાં સર્વ લક્ષણો જાણી લેવા હું ઉત્સુક થયો છું, અને તેનું નિરૂપણ કરવા તમને વિનંતી કરું છું.” ...વધુ વાંચો

8

ગીતામંથન - 8

અર્જુનના પ્રશ્નોનો અંત આવ્યો નહોતો. હજુ એના મનની ગડીઓ બરાબર બેઠી નહોતી. આથી તેણે પ્રશ્ન પૂછયો : “કોઈ માણસ પ્રકૃતિનો છે કે આસુરી પ્રકૃતિનો, તે કેમ ઓળખાય? મારા પોતાના હૃદયને હું તપાસું છું, તો પરમાત્મા પ્રત્યે અનન્ય ભક્તિ અને નિશ્ઠાનાં મારામાં લક્ષણો નથી જોતો. માન, મોહ, આસક્તિ, સુખદુ:ખમાં વિશમતા, અધ્યાત્મજ્ઞાન સિવાયની બીજી ઘણીયે ઐહિક વિદ્યાઓમાં રસ — એ બધું મારામાં સારી પેઠે ભરેલું છે એમ હું જોઉં છું. એટલે હું આસુરી પ્રકૃતિનો મનુષ્ય છું કે દૈવી પ્રકૃતિનો તે, તથા દૈવી અને આસુરી પ્રકૃતિનાં લક્ષણો મને વિસ્તારપૂર્વક કહો.” ...વધુ વાંચો

9

ગીતામંથન - 9

અર્જુન વિચારમાં પડી ગયો. એણે કહ્યું : “શાસ્ત્રોને તો વિદ્વાનો જ જાણતા હોય છે, અને તેઓયે જાણતા હોય છે કેમ તે શંકા છે. કારણ, શાસ્ત્રોમાં મતો હોય છે અને શાસ્ત્રીઓ પણ એક જ શાસ્ત્રના જુદા જુદા અર્થો બેસાડે છે. ત્યારે માણસે કયા પુસ્તકને સચ્છાસ્ત્ર માનવું અને કયાને ખોટું શાસ્ત્ર માનવું?” આ સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા : “તારી શંકા દેખીતી રીતે ઠીક છે, પણ તું ધારે છે તેટલી તેમાં મુશ્કેલી નથી. કારણ કે વિવેક કરવાની શક્તિ મનુષ્યમાત્રમાં રહેલી છે, અને દરેક મનુષ્ય જાણ્યેઅજાણ્યે ઓછીવત્તી પણ એ શક્તિને વાપરીને સચ્છાસ્ત્ર તથા કુશાસ્ત્રનો ભેદ કરે છે જ. જેમ કે તપ અને દાન ત્રણ ત્રણ જાતનાં થાય છે. તેના ભેદો સાંભળ. ...વધુ વાંચો

10

ગીતામંથન - 10

શ્રીકૃષ્ણ બોલ્યા : “પ્રિય સુહ્રદ, હવે આ લાંબા સંવાદનો અંત લાવવાનો વખત થયો છે. થોડીક ક્ષણો પછી ઘોર યુદ્ધનો આરંભ તે માટે મારાં સઘળાં વચનોનું તાત્પર્ય ગ્રહણ કરી લે. “અર્જુન, જે પરમાત્માથી આ સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ થયેલી છે અને એમની ક્રિયાઓ ચાલે છે, અને જે પરમાત્મા આ સર્વ વિશ્વમાં વ્યાપી રહેલો છે, તેનું પૂજન પોતપોતાના સ્વભાવસિદ્ધ ધર્મનું યોગ્ય રીતે આચરણ કરવામાં જ સમાય છે. સ્વધર્માચરણ એ જ પરમેશ્વરનું પૂજન, સ્વધર્મભ્રષ્ટતા એ જ એની અવગણના છે. ...વધુ વાંચો

11

ગીતામંથન - 11

ધાર્મિક ગ્રંથોનું મનન કરનારા બે પ્રકારના હોય છે : એક, જેના મનનો કુદરતી અભિલાશ એવો બનેલો છે કે, હું રીતે વધારે શુદ્ધ વૃત્તિનો, વધારે ભલો, વધારે પ્રેમાળ, પરોપકારશીલ, પોતાનાં દુ:ખોને ન ગણકારનારો અને સત્યનિશ્ઠ થાઉં. અને આમ પ્રયત્ન કરતાં કરતાં હું ઈશ્વરને ઓળખી તેનામાં લીન થાઉં. આ પ્રકારનું બળ મેળવવા એ ઈશ્વરનું શરણ લે છે, એની ભક્તિ ને ઉપાસના કરે છે, તથા એ માટે વ્રત-તપ-ઉપવાસ, ઇંદ્રિયનિગ્રહ-મનોજય, પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત વગેરે આચરતો રહે છે. પોતાની આવી અભિલાશાને પોશણ ને પ્રેરણા મળે, અને આજુબાજુનાં વાતાવરણ ને પરિસ્થિતિને લીધે લાલચોમાં લપટાઈ ન જવાય, તે માટે એ સત્પુરુશો અને સદ્ગ્રંથોનો સમાગમ શોધતો રહે છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો