પ્રેમનો બદલાવ - 8 - સચ્ચાઈથી સામનો - 03

(12)
  • 2.8k
  • 3
  • 1.2k

સચ્ચાઈથી સામનો - 03 અબીરના દિલમાં વર્ષોથી પડેલો બોઝ આજે દુનિયાની રૂબરૂ હતો, અબીરના પિતાને પણ આજે જ ખબર પડી હતી કે તેમની પત્ની સાથે શું થયું હતું! અબીરના પિતાને પોતાની જાત ઉપર ગુસ્સો આવી રહ્યો હતો કે અબીરની અંતર્મુખી હાલત જોઈને તેમને હંમેશાં અબીર ઉપર ગુસ્સો જ કર્યો છે. આટલા હોનહાર દીકરા ઉપર માર અને મેણા બોલીને તેની હાલત વધારે ખરાબ કરવામાં યોગદાન આપ્યું હતું. અબીરના પિતા અબીરની સાથે આંખો મિલાવી શકે એમ પણ હતા નહિ! રોહન નીચે જોઇને અબીર આગળ બે હાથ જોડી દે છે. " અબીર.... બેટા... મને માફ કરી દે દીકરા, હું તારો ગુનેગાર છુ.