મરુભૂમી ની મહોબ્બત - 1

(27)
  • 5.6k
  • 10
  • 1.9k

*****@@@@@@ ભાગ 1  @@@@@@****હું ભૂજથી બાળમેર જતી બસમાં બેઠો હતો. મારી આસપાસ સૌ વડીલ લોકો જ હતા. મોટાભાગના તો કદાચ રાજસ્થાની હતા એનો ખયાલ મને એમણે પહેરેલી લાલ પીળી પાઘડીઓથી આવતો હતો. રાધનપુર બસસ્ટેન્ડ મા બસ દશેક મીનીટ ઉભી રહી પણ ત્યાં સુધીમાં તો મને ઓરિજિનલ ઈન્ડિયા નુ દર્શન થયુ હતું. એ વખતે રાધનપુર બસસ્ટેન્ડની હાલત નરકથીયે બદતર હતી. એક તો ગરમીની સિઞન અને ઉપરથી કમબખ્ત ડોસાઓને બીડી પીવાની મોજ પણ બસમાં બેઠા પછી જ આવે. એક તરફ પસીનાથી શરીર લથબથ થતુ હોય અને બીજી તરફ બીડીઓના ધૂમાડાથી ગભરામણ થાય. અધુરામા પુરુ વિશ્વની સૌથી મોટી જનસંખ્યા ધરાવનારી આપણી પ્રજા બિચારી