ચાંદની - પાર્ટ15 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ15

આપણઆગળ જોયું કે..

"પણ રાજના પિતાના ખાસ મિત્ર અને  બિઝનેસ પાર્ટનર આકાશ મહેરા ..કે જેને તું મહેરા અંકલ તરીકે ઓળખે છે .. તેણે મને ખૂબ હિંમત આપી રાજને પિતા સમાન પ્રેમ આપ્યો..અને આ બિઝનેસ ને ફરી ઉભો કરવામાં મને ખૂબ સાથ આપ્યો.."


હવે આગળ...

"બધું બરોબર ચાલતું હતું પણ રાજ ના ચહેરા પર એ ખુશી જોવા ના મળતી જે તેના પપ્પા હયાત હતા ત્યારે રહેતી..પણ તારા આવ્યા પછી મને મારો હસતો ,ચહેકતો રાજ પાછો મળ્યો છે...તું અમારી જિંદગીમાં આવી તે દિવસ અમારી જીવનનો સૌથી યાદગાર દિવસ બની ગયો..."

"હું તારા રાધા કિશનનો કોટિ કોટિ ધન્યવાદ માનું છું કે તને અમારી ખાલી જિંદગીમાં સુનેહરા રંગો ભરવા મોકલી..."

આ સાંભળતા જ ચાંદની જેમ એક નાનું બાળક પોતાની માં ની સોડમાં  લપાય જાય તેમ તે માસીબા ની સોડમાં લપાઈ ગઈ....

રાજે વાતાવરણને હળવું કરવા  મજાક ચાલુ કરી..

"હા હવે તો આ ઘરનું બધું જ ચાંદની મારો તો કોઈ ભાવ પણ નહિ પૂછે..મારા પેટમાં તો ગલૂડિયાં બોલે છે ..જલ્દી ફ્રેશ થઈ મારે  જાતે જ જમવા  બેસી જવું પડશે.. ચાંદની સામે મારો તો હવે કોઈ ક્લાસ નથી.હે ભગવાન હું શું કરું?"

આ સાંભળી માસીબા એ રાજ ના કાન ખેંચ્યા...અને સૌ હસી પડ્યા..માસીબા એ  ચાંદની અને રાજને ફ્રેશ થઈ ડાઇનિંગ હોલમાં જમવા આવવા કહ્યું....

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

બંગલામાં હૉલની વચો વચ સીડી હતી જ્યાં ત્યાંથી બીજા માળે  ૫ રૂમ આવેલા હતા ..
બંગલોનો સૌથી ભવ્ય અને વિશાળ રૂમ રાજનો હતો...રૂમમાં સિસમનો આલીશાન બેડ...બેડની પાછળની દીવાલ પર રાજનો તેના મમ્મી પપ્પા સાથેના ફોટો નું ખૂબ સુંદર પોસ્ટર... કલાત્મક કોતરણી વાળો ડ્રેસિંગ રૂમ જેની એન્ટ્રી બે સાઇડ હતી. એક  બાથરૂમ માંથી ડાયરેક્ટ અને બીજી રાજ ના બેડ રૂમ ની વોલ પાસે એક બીજું ડ્રેસિંગ ટેબલ હતું તેની પાછળથી.. રૂમની બીજી સાઇડ ની દીવાલ પર   અતિ સુંદર અને વિશાળ ગ્લાસ લાગેલ હતો ...રૂમમાં ઊભા રહેનાર ને તે ફક્ત મીરર લાગે  પણ તે મિરરને ફેરવતા ત્યાંથી બીજા એક રૂમમાં જવાનો રસ્તો હતો .જેમાં  રાજની લાઇબ્રેરી  અને તેને ગમતી એક એક વસ્તુઓ ને ખુબ સુંદર રીતે સજાવી હતી..જ્યાં રાજ કલાકો ના કલાકો ગાળતો..અહી આવવા માટે કોઈને પરવાનગી ન હતી..મીરર ની એક બાજુ એક નાનકડું બોકસ જેવું હતું .જેના આગળના ભાગ ને એવી રીતે બનાવેલ હતો કે આ બોક્સ પર રાજ ના જમણા હાથ ના ફિંગર પ્રિન્ટ પડે તો જ ખૂલે અને ફરી બહાર નીકળી ફિંગર પ્રિન્ટ પડે તો જ બંધ થાય...

રૂમમાં છત પર વિશાળ  ઝુમર હતું જેના પર રંગબેરંગી કેન્ડલ રાખેલી હતી... જેને દોરી થી નીચે કરી જ્યારે કેન્ડલ સળગાવવી હોય ત્યારે સળગાવી શકાય .... તે રીતની ગોઠવણ હતી...બાથરૂમ માં એક મોટું બાથ ટબ મોંઘા શેમ્પૂ અને શાવર જેલથી  ભરેલ હતું જ્યાં રોજ રાત્રે રાજ  ઘણો સમય બેસી સ્નાન કરતો..આખો રૂમ જાણે કોઈ સેવન સ્ટાર હોટેલ નો હોય તેવો હતો..

રાજની બાજુ નો જ રૂમ ચાંદનીનો હતો..

ચાંદની નો રૂમ પણ ખૂબ સુંદર અને વિશાળ હતો..રાજના રૂમ  જેટલો  જ  ભવ્ય અને ખૂબ સુંદર હતો...કેમ કે ચાંદનીના આવ્યા પછી માસીબા એ પરાણે જીદ કરી ચાંદનીને પોતાનો રૂમ આપી દીધો હતો..બંનેના રૂમ ની  બાલકની અડી અડી ને હતી..નીચે હૉલની બાજુમાં માસીબાનો  રૂમ હતો ..

થોડી વાર બાદ બધા જમીને  પોત પોતાના રૂમમાં સુવા ગયા..અને રાજે   પોતાના આયોજન  મુજબ   અમદાવાદના સૌથી મશહૂર ડીટેક્ટિવ મિસ્ટર વાગ્લેને ફોન કર્યો..

ક્રમશઃ
Bhumi Joshi


રેટ કરો અને રિવ્યુ આપો

Anish Padhiyar

Anish Padhiyar 5 દિવસ પહેલા

Vishwa

Vishwa 4 અઠવાડિયા પહેલા

Bhavna

Bhavna 4 માસ પહેલા

jalpa

jalpa 5 માસ પહેલા

Neepa

Neepa 5 માસ પહેલા