પ્રકરણ ૧: લાવ હથેળી શ્યામ લખી દઉં"તારી આંખ નો  અફીણી, તારા બોલ નો બંધાણી, તારા રૂપ ની પૂનમ નો પાગલ એકલો, તારા..." મંચ પર થી સુંદર ગાયનનો કાર્યક્રમ પૂર્ણ થવાની તૈયારી માં હતો. વિશાળ જન સંખ્યા તાળીઓથી ગીતો ને વધાવી રહી હતી. પાછળ બે યુવતીઓ એક કાર્યક્રમમાંથી બીજા કાર્યક્રમમાં જવા માટે ભીડમાંથી પસાર થવા પ્રયત્ન કરતી હતી. હોલ આખો ભરેલો હતો, બેસવાની ખુરશીઓ ઓછી પડી ગઈ હતી, પણ ચાહકો ઊભા રહીને પણ સાંભળવા તૈયાર હતા. "અરે ગીતિ, જલ્દી ચાલ ને. તું શું આ ગુજરાતી ગીતો સાંભળવા ઊભી રહી ગઇ! મોડું થાય છે" કર્તરી લગભગ બે થી ત્રણ વાર આ વાક્ય

Full Novel

1

સ્નેહનિર્જર ભાગ 1

પ્રકરણ ૧: લાવ હથેળી શ્યામ લખી દઉં"તારી આંખ નો અફીણી, તારા બોલ નો બંધાણી, તારા રૂપ ની પૂનમ નો એકલો, તારા..." મંચ પર થી સુંદર ગાયનનો કાર્યક્રમ પૂર્ણ થવાની તૈયારી માં હતો. વિશાળ જન સંખ્યા તાળીઓથી ગીતો ને વધાવી રહી હતી. પાછળ બે યુવતીઓ એક કાર્યક્રમમાંથી બીજા કાર્યક્રમમાં જવા માટે ભીડમાંથી પસાર થવા પ્રયત્ન કરતી હતી. હોલ આખો ભરેલો હતો, બેસવાની ખુરશીઓ ઓછી પડી ગઈ હતી, પણ ચાહકો ઊભા રહીને પણ સાંભળવા તૈયાર હતા. "અરે ગીતિ, જલ્દી ચાલ ને. તું શું આ ગુજરાતી ગીતો સાંભળવા ઊભી રહી ગઇ! મોડું થાય છે" કર્તરી લગભગ બે થી ત્રણ વાર આ વાક્ય ...વધુ વાંચો

2

સ્નેહનિર્જર - ભાગ 2

પ્રકરણ 2 લાગ્યો કસુંબીનો રંગગતાંકથી ચાલુ "બેટા, ગીતિ કેમ નથી આવી હજુ?" શ્યામિકાબેન એ કર્તરીને પાણીનો ગ્લાસ આપતા પૂછ્યું. બહેનો એક જ યુનિવર્સિટીમાં હતા એટલે મોટા ભાગે સાથે જ ઘરે આવતા. ડિપાર્ટમેન્ટ અલગ હતા, તેથી જ્યારે રાહ જોવાની હોય ત્યારે કેફેટેરીયા માં બેસી રાહ જોતા. હવે તો બંન્નેના મિત્રો પણ એકબીજાનાં સારા એવા દોસ્ત બની ગયા હતા. "હા મોમ, એણે તમને કૉલ કર્યો હતો, પણ બિઝી આવતો હતો એટલે મને કેવા નું કહ્યું છે. એને આવતા વાર લાગશે. એ તેના આર્ટ સેન્ટર માં મિટિંગ માટે ગઈ છે. વધારે તો મારે પણ વાત નથી થઈ, પણ લગભગ આઠ વાગશે એવું ...વધુ વાંચો

3

સ્નેહનિર્જર - ભાગ 3

પ્રકરણ 3 નયન ને બંધ રાખી ને મેં જ્યારે તમને જોયા છે ગતાંકથી ચાલુ National Art Gallery welcomes all admire the astonishing paintings. (નેશનલ આર્ટ ગેલેરી ભવ્ય ચિત્રકલાને પ્રોત્સાહિત કરવા આપનું સ્વાગત કરે છે.) આવા મોટા અક્ષરોએ લખેલા બોર્ડને રંગબેરંગી ફૂલોની ડિઝાઇનવડે શણગારવામાં આવ્યું છે. તે હોલ સુધી પહોંચતા માર્ગમાં આછા પીળા રંગની લાઈટ અને ગુલાબના ફૂલોની રંગોળીઓ વચ્ચે આકર્ષક આકારવાળા મીણબત્તીઓ અને દીવડાઓ મૂકવામાં આવ્યા છે. વાતાવરણ અત્યંત આહલાદક બનવાનું બીજું સુંદર કારણ હતું ગુલાબ અને મોગરાની મહેક. પ્રવેશતાની સાથે જ વ્યક્તિ પોતાની બધી ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય અને જાણે સ્વર્ગમાં આવ્યા હોય તેવો અનુભવ થાય તેવો સંપૂર્ણ ...વધુ વાંચો

4

સ્નેહનિર્જર - ભાગ 4

પ્રકરણ 4 "આપણે બે અણજાણ્યા પરદેશી પંખી, આજ મળ્યો સુખ દુઃખનો સથવારો સંગી" "Hi" "Hey, Hi" ગીતિ એ ફેસબૂક પર રીપ્લાય આપ્યો. તથક અસમંજસમાં હતો કે હવે આગળ શું લખવું. ફ્રેન્ડ રિકવેસ્ટ તો ગીતિએ મોકલી હતી તેથી વાતચીતની શરૂઆત તેણે કરવાનું વિચાર્યું. તથક : "Good Morning" ગીતિ : "Good Morning" બંનેની અંદર વાતોનો દરિયો ઘૂઘવાતો હતો, કેટકેટલી વાતો કરવી હતી, પરંતુ એક મિનિટમાં 30 જેટલા શબ્દો આરામથી ટાઈપ કરતી આંગળીઓ આજે 3 અક્ષરો પણ લખી શકતી ન હતી. તથક : "ગીતિજી, આપના ચિત્રો જોયા. ખૂબ જ અદ્ભૂત છે. હું આપની કલાને બિરદાવું છું. આશા રાખું છું કે આ ચિત્રો ...વધુ વાંચો

5

સ્નેહનિર્જર - ભાગ 5

પ્રકરણ ૫ - "ગોરી રાધા ને કાળો કાન" "કર્તરી, ક્યાં પહોંચી યાર? જલ્દી આવ ને. આજે તારે જ મને કરવાની છે." કર્તરી કોલેજમાં પ્રેઝન્ટશન સબમીટ કરવા ગઈ હતી. લેપટોપ બંધ કરતાં કરતાં બોલી , "અરે આવું છું ૧૫ મિનીટમાં. જીજુને મળવાનો ઉત્સાહ તો જોવો!" "પ્લીઝ, અત્યારે તો ચીડવવાનું બંધ કર. અને જલ્દી આવ. બાય." શ્યામિકાબેન સવારથી ગીતિને ઉત્સાહિત તેમજ ચિંતીત જોતાં હતાં. તેઓ ગીતિની લાગણી સમજી ગયા હતા. તેમને ગીતિ ઉપર અને પોતાના આપેલા સંસ્કારો ઉપર પૂરો વિશ્વાસ હતો. તેમણે અત્યારે કંઈ પણ પૂછવાનું ટાળ્યું. તેમણે વિચાર્યું કે ગીતિ યોગ્ય સમય એ જરૂર થી વાત કરશે. "હાઈ મોમ! " ...વધુ વાંચો

6

સ્નેહનિર્જર - અંતિમ ભાગ

"મહેંદી તે વાવી માંડવે ને તેનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો" "ગીતિ, તમે લોકો અત્યાર સુધીમાં તમે બધી વખત મળ્યાં, દર વખતે એ તને એક પ્રશ્ન પૂછે છે, તું જવાબ કેમ નથી આપતી. જો તું ગંભીર ન હોય તો ના કહી દે. કોઈની લાગણી સાથે ના રમતી પ્લીઝ." કર્તરી રાતે સૂતાં પહેલા ગીતિ ને કહી રહી હતી. "હું સમજું છું યાર, પણ હું ખૂબ દુવિધા માં છું. આ આકર્ષણ નથી, મારી લાગણીઓ છે તેની સાથે. મને હવે તેની આદત થઈ ગઈ છે એમ કહું તો પણ ચાલે. અમે બંને વગર બોલ્યે પણ એકબીજાની વાત સમજી જઇયે છીએ. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો