રણમાં ખીલ્યું ગુલાબ

(7.1k)
  • 777.8k
  • 2.1k
  • 509.2k

“જનકભાઇ, આખા દૂધની ચા મુકાવડાવો! ને સાથે કંઇક ગરમ નાસ્તો પણ જોઇશે. આજે તો એક સો એકાવન રૂપીયાની દક્ષિણા લીધા વગર હું તમારા ઘરેથી જવાનો નથી.” લાભશંકર ગોર ઊંબરો વળોટીને ઓસરીમાં આવતામાં જ છાતીનો ઊછાળ ઠાલવી બેઠા.

Full Novel

1

રણમાં ખીલ્યું ગુલાબ - 1

“જનકભાઇ, આખા દૂધની ચા મુકાવડાવો! ને સાથે કંઇક ગરમ નાસ્તો પણ જોઇશે. આજે તો એક સો એકાવન રૂપીયાની દક્ષિણા વગર હું તમારા ઘરેથી જવાનો નથી.” લાભશંકર ગોર ઊંબરો વળોટીને ઓસરીમાં આવતામાં જ છાતીનો ઊછાળ ઠાલવી બેઠા. ...વધુ વાંચો

2

રણમાં ખીલ્યું ગુલાબ - 2

બિલ્વા આજે ભયંકર ગુસ્સામાં હતી. કેમ ન હોય? કોઇએ આજે એનાં નામે પ્રેમપત્ર લખી મોકલ્યો હતો. સાંજે કોલેજમાંથી છૂટીને જ્યારે ઘર તરફ જવા નીકળતી હતી, ત્યારે એને ખબર પડી. પહેલાં એણે પર્સ હાથમાં ઊઠાવ્યું, પછી બેન્ચની નીચેના પાટીયા પર પડેલી નોટબૂક ખેંચી, એ સાથે જ અંદરથી એક કવર સરી પડ્યું. ...વધુ વાંચો

3

રણમાં ખીલ્યું ગુલાબ - 3

બ્યુટી બરડીયા બ્યુટીફુલ છોકરી હતી. હજી સોળ જ વર્ષની હતી, પણ એની શરૂઆત જોઇને ખબર પડી જતી હતી કે જતાં આ છોકરી અસંખ્ય પુરુષોની કત્લેઆમ કરવાની છે. જો રાત ઇતની રંગીન હૈ, તો સુબહ કિતની સંગીન હોગી?!? બારમું ધોરણ પાસ કરીને બ્યુટી અમરેલી જીલ્લાના ખાંભા ગામમાંથી વધુ ભણવા માટે અમદાવાદ જતી હતી. ત્યાં એનાં મામનુ ઘર હતું. બ્યુટીની મમ્મીએ સૂચનાઓ અને સલાહનો વરસાદ વરસાવવો શરૂ કરી દીધો. ...વધુ વાંચો

4

રણમાં ખીલ્યું ગુલાબ - 4

એક જાણીતા અખબારના તંત્રીએ પટાવાળાને આદેશ કર્યો, “આપણાં ન્યૂઝ પેપરનો કોઇ રીર્પોર્ટર હાજર છે? તપાસ કરીને જે હોય તેને પાસે મોકલી દે.” થોડી જ વારમાં ઉન્મેશ પટેલ હાજર થઇ ગયો, “યસ, બોસ!” “પટેલ, તારે એક કામ કરવાનું છે. સરકારી કોલેજમાં નોકરી કરતા કોઇ પ્રોફેસરનો ઇન્ટર્વ્યુ કરવાનો છે.” “કરી લાવું પણ ચર્ચામાં ખાસ એની પાસેથી શું કઢાવવાનું છે?” ...વધુ વાંચો

5

રણમાં ખીલ્યું ગુલાબ - 5

અભિનવે જીપની બારીનો કાચ નીચે ઊતાર્યો. જાણે ઝાપટ વાગતી હોય તેવી વરસાદી વાંછટ એના જમણા ગાલ પર ધસી આવી. તોફાની વરસાદમાં પૂછવું તો પણ કોને કે, ‘મને ગોરધનદાસ એસ્ટેટ તરફ જવાનો રસ્તો બતાવો.’ પાણીની દિવાલની આરપાર એક આદમીનો આકાર દેખાયો. સસ્તા પ્લાસ્ટિકનુ આવરણ ઓઢીને કોઇ ગરીબ માણસ પગપાળા ચાલતો જઇ રહ્યો હતો. અભિનવે બૂમ પાડવા જેવા અવાજમાં પૂછ્યું, “ એ ભાઇ.....!” પેલો ઊભો રહી ગયો. અભિનવે પૂછ્યું, “મારે ગોરધનદાસ એસ્ટેટ જવું છે. આ રસ્તે થઇને જવાશે ને?” ...વધુ વાંચો

6

રણમાં ખીલ્યું ગુલાબ - 6

વંશ મહેતાએ બેતાલાના ચશ્માના કાચમાંથી આરપાર જોઇને સામેની ખુરશીમાં બેઠેલી કેન્ડીડેટ યુવતીને પૂછ્યું, “નામ?” જોબ માટે આવેલી યુવતી જે રીતે આપતી હોય તેવી રીતે એ યુવતીએ પણ કહ્યું, “મિસ આફરીન રૂવાલા.” વંશના બત્રીસે ય કોઠે દીવા ઝગમગી ઉઠ્યા. યુવતીનાં જવાબમાં રહેલા ત્રણેય શબ્દો એને પાગલ કરી ગયા. એણે પોતાની ખુશી છુપાવી પણ નહીં. એને એવી જરૂર જ ક્યાં હતી? એ જાણીતી કંપનીનો બોસ હતો અને આફરીન એક જરૂરતમંદ ઉમેદવાર હતી. ‘સમરથકો નહીં દોષ ગુંસાઇ’ એવું તુલસીદાસજી કહી ગયા છે. ...વધુ વાંચો

7

રણમાં ખીલ્યું ગુલાબ - 7

કોલેજમાં સોપો પડી ગયો. ગુજરાતી વિષયના પ્રોફેસર રાવલ સરને એક માથાભારે વિદ્યાર્થીએ લાફો મારી દીધો. આવા સમાચાર તો જંગલની જેમ પળવારમાં બધે પ્રસરી જ જાય ને? જેણે જેણે સાંભળ્યું તેણે પહેલો સવાલ આ જ પૂછ્યો, “કોણ છે એ બદમાશ જેણે આવા ભલા સરને લાફો માર્યો?” “રાજુ સિવાય બીજું કોણ હોય! એ આવા તોફાનો કરવા માટે જ તો કોલેજમાં આવે છે. એને ભણવામાં ક્યાં રસ જ છે?” ...વધુ વાંચો

8

રણમાં ખીલ્યું ગુલાબ - 8

“સ્વીકૃતિ ડાર્લિંગ, જ્યારે હું તારી સાથે હોઉં છું ત્યારે સાતમા આસમાનમાં ઉડતો હોઉં છું. એવું લાગે છે કે આ પર જો ક્યાંય સ્વર્ગ હોય તો તારામાં જ છે, તારામાં જ છે, તારામાં જ છે.”વ્યાપકે આંખો બંધ કરીને પ્રેમિકાની પ્રશંસા શરૂ કરી દીધી. સ્વીકૃતિ ખિલખિલાટ કરતી હસી પડી, “વ્યાપક! ડીયર, તું તો મોગલ બાદશાહ જહાંગીરી જેવું બોલી રહ્યો છે. પણ તું ભૂલી ગયો કે જહાંગીર વાક્ય કાશ્મિરને જોઇને કહ્યું હતું.” “જહાંગીરે કદાચ કાશ્મિર માટે એટલે કહ્યું હશે કે એણે તને જોઇ ન હતી. હું બાદશાહની ભૂલને સૂધારી રહ્યો છું.” ...વધુ વાંચો

9

રણમાં ખીલ્યું ગુલાબ - 9

સવારની કોલેજ. અગ્યાર વાગ્યે છેલ્લું લેક્ચર પત્યું. રંગબીરંગી ફુલો જેવી યુવતીઓ ક્લાસરૂમમાંથી બહાર નીકળી. મોટાભાગની પગે ચાલીને સિટીબસના સ્ટોપની જવા લાગી. પાંચ-સાત પાસે સાઇકલ્સ હતી. એક માત્ર હયાતિ પાસે કાર હતી. હિંદી ફિલ્મની હિરોઇનની અદાથી, દેહ ડોલાવતી, અંગો ઊછાળતી, જમણા હાથમાં કી-ચેઇન રમાડતી અને તીરછી નજરમાં ઘાયલ થયેલા ભમરાઓને સમાવતી એ રૂપયૌવના પાર્કિંગ એરીયામાં ઊભેલી ફિયાટ કાર તરફ જવા લાગી. (આજથી ચાળીસ વર્ષ પહેલાં દેશમાં એમ્બેસેડર અને ફિયાટ આ બે જ કંપનીઓની ગાડીઓ દોડતી હતી.) ...વધુ વાંચો

10

રણમાં ખીલ્યું ગુલાબ - 10

“ઓયે નિરમલ......! અબ તૂ જવાન હો ગયા. ક્યા કરનેકા ઇરાદા હૈ અબ?” એક વડીલે નિર્મલજીત સિંહ નામના 22-23 વર્ષના પૂછ્યું. નિર્મલજીત સિંઘ પંજાબના લુધિયાણા પાસેના ઇઝેવાલ દેખા નામના નાનકડા ટાઉનમાં જન્મેલો છોકરો. વીસી પૂરી કરતાંમાં તો કાઠું કાઢી ગયો હતો. છ ફીટ બે ઇંચની હાઇટ. ઉપર પગડી. જોનારાને ડારી દે તેવી આંખો. ચહેરાને શોભા આપતી દાઢી. અને વિજયની મૂદ્રા સૂચવતી મૂછો. ...વધુ વાંચો

11

રણમાં ખીલ્યું ગુલાબ - 11

આખા ગામના લોકો બે વાતમાં સંમત હતા. લગભગ રોજ કમ સે કમ એક વાર તો આ બે વાતની ચર્ચા જ. એક વાત એ કે, “આપણાં ગામના સરપંચ શંકરભાઇની છોડી ગોપી ગજબ રૂપાળી છે! એનાં જેવી તો ટી.વી.ની હિરોઇનો પણ નથી હોતી.” હવે તો ગામડાંમાં પણ ઘરે-ઘરે ટી.વી. આવી ગયા છે. એના પગલે મુંબઇ અને અમદાવાદ જેવા શહેરોની ફેશન પણ ગામડા સુધી પહોંચી ગઇ છે. ત્યાં પણ છોકરીઓ જીન્સ-ટીશર્ટ પહેરતી થઇ ગઇ છે. ...વધુ વાંચો

12

રણમાં ખીલ્યું ગુલાબ - 12

“એક્સક્યુઝ મી, હું એક નાનકડા કામ માટે દસ-દસ વાર તમારી ઓફિસના ધક્કાઓ ખાઇ ચૂકી છું. મને કોઇ સરખી જવાબ પણ નથી આપતું. હું ત્રાસી ગઇ છું.” વીસ વર્ષની ચાર્મી આટલું બોલતાંમાં તો લાલ ઘૂમ થઇ ગઇ. “બહેન, આ સરકારી ઓફિસ છે. તમારા પિતાશ્રીની ખાનગી રીયાસત નથી. અહીં તો આ રીતે જ કામ થાય છે.” એક ખૂણામાંથા આવાજ આવ્યો. ...વધુ વાંચો

13

રણમાં ખીલ્યું ગુલાબ - 13

કુબેરચંદ માસ્તરનો દીકરો મયંક સોફ્ટવેર અન્જિનિયર બનીને ઇંગ્લેન્ડમાં સ્થાઇ થઇ ગયો અને મિકી બની ગયો. એની પત્ની સરયુ બની સિલ્વીયા. પંદર વર્ષના પશ્ચિની વસવાટ પછી એને યાદ આવ્યું કે એના બંને બાળકોએ તો હજુ સુધી ઇન્ડિયા જોયું જ નથી. એણે અમદાવાદ ફોન કરી દીધો, “પપ્પા, હેપી અને લવલી વર્લ્ડ ટુર ઉપર નીકળ્યા છે. એક વીક પછી અમદાવાદ પહોંચશે. ફરીથી ક્યારે આવશે એની તો મનેય ખબર નથી. પણ હું ઇચ્છું છું કે તમે એમને સારું-સારું ખવડાવજો, પીવડાવજો અને ઘૂમાવજો. કદાચ બીજી વાર ઇન્ડિયા આવવાનું એમને મન થશે. ...વધુ વાંચો

14

રણમાં ખીલ્યું ગુલાબ - 14

“બેટા, વિશાલ! તેરે લિયે એક લડકી ઢૂંઢી હૈ. બહોત હી સુંદર હૈ. હમેં તો પસંદ આ ગઇ હૈ. અબ ભી પસંદ આ જાયે તો રિશ્તા તય હો જાયે. તૂ એક હફ્તે કી છુટ્ટી લેકર આ જા ઇધર.” “હાં જી! બાબુજી, મૈં અગલે ઇતવાર કો હી આ જાતા હૂં. માતાજી કૈસી હૈ? ઔર તાઉજી? સબકો મેરા પ્રણામ કહિયેગા. જય રામજીકી!” ...વધુ વાંચો

15

રણમાં ખીલ્યું ગુલાબ - 15

“આવું ન ચાલે મિત્ર! આ મહેફિલમાં જે આવે તેણે જુગાર રમવો જ પડે. અમે તમને કોરા નહીં રહેવા દઇએ.” આચારસંહિતા જાહેર કરી “સોરી, મને રમતાં નથી આવડતું.” પંકિલે દબાયેલા અવાજમાં કહ્યું. “ન આવડે તો પણ રમવું પડશે. આ જન્માષ્ટમીનો જુગાર છે. ભગવાન શ્રીકૃષ્ણ નારાજ થઇ જશે જો નહીં રમો તો.” મીનેશે કહ્યું. “પણ હું ક્યારેય રમ્યો જ નથી” ...વધુ વાંચો

16

રણમાં ખીલ્યું ગુલાબ - 16

“એમ આટલાં વરસના લગ્નજીવન પછી કોઇ પતિ પોતાની પત્નીને છોડીને જાય જ કેમ? નક્કી તમારો જ કંઇક વાંક હશે.” બત્રીસ પર્વાને આવો સવાલ કોઇ જાણીતો કે અજાણ્યો માણસ પૂછતાં તો એકવાર પૂછી બેસતો હતો, પણ પછી તરત જ એને ભાન થઇ જતું હતું કે ભૂલ એની પોતાની જ થઇ ગઇ છે. પર્વામાં એવી એક પણ કમી ન હતી જેના કારણે ભુષણે બીજી સ્ત્રી સાથે ઘર માંડવું પડે. ...વધુ વાંચો

17

રણમાં ખીલ્યું ગુલાબ - 17

તાજી જ નાહીને બાથરૂમમાંથી બહાર નીકળેલી મહેંક કિંમતી સાબુની સુગંધથી સાચ્ચે જ મહેંક મહેંક થઇ રહી હતી. બેડરૂમમાં એ જ હતી. બારણું બંધ હતું. આયનાની સામે ઊભી રહીને એ પોતાનાં પ્રતિબિંબને નિરખી રહી. પછી ફિલ્મી અંદાઝમાં ડાયલોગ બોલી રહી: “ઓહ્! ઇતની ખૂબસુરત હોને કા તુમ્હેં કોઇ હક નહીં હૈ... ...!” પછી પોતાના સ્નિગ્ધ ગૌર માખણીયા દેહને એ બ્રાન્ડેડ વસ્ત્રોમાં ઢાંકવા લાગી. પછી કાન, નાક, ગળામાં લેટેસ્ટ ફેશનની આર્ટીફિશિયલ જવેલરી ધારણ કરી. બ્રાન્ડેડ ચંપલ ચડાવ્યા. વિદેશી પર્ફ્યુમનો ફુવારો ઉડાવ્યો. પછી હાથમાં ગુલાબી રંગનું ‘ક્લચ’ પકડીને એ બહાર નીકળી. ...વધુ વાંચો

18

રણમાં ખીલ્યું ગુલાબ - 18

મેરેજનો માહૌલ જામ્યો હતો. પૂર્વસંધ્યાએ સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દુલ્હા મૌલેષે પોતાના તમામ મિત્રોને ઇન્વાઇટ કર્યા હતા. કમલ. રોકી, પ્રથમેશ, વિજય, રાહુલ, અલોક, અન્વય, અને બીજા પણ ઘણાં બધા દોસ્તો ડી.જે.ના તાલ પર નાચવા માટે આવી પહોંચ્યા હતા. બંને પક્ષના વડીલો, સ્વજનો પણ હાજર હતા. સામા પક્ષે દુલ્હન પ્રિયાની સહેલીઓ પણ બધી જ આવી હતી. ઇના, મીના, ટીના, પીના, ક્રિમા, અલ્પા, જલ્પા, શિલ્પા, નિલ્યા વગેરે વગેરે એમાં જિજ્ઞા પણ હતી અને આજ્ઞા પણ હતી. ...વધુ વાંચો

19

રણમાં ખીલ્યું ગુલાબ - 19

એ સવાર કંઇક અનોખી જ ઊગી હતી. સ્વ. અમરતબાઇ જીવાભાઇ પટેલ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજના બે હજાર વિદ્યાર્થીઓ વેલેન્ટાઇન ની ઊજવણી માટે સજ્જ થઇને આવ્યા હતા. પ્રાંગણમાં એક વિશાળ વડના ઝાડ ફરતે બેસી શકાય તેવો ગોળાકાર ઓટલો હતો. વર્ષના કોઇ પણ દિવસે એ ઓટલા પર સૌંદર્ય પિપાસુ યુવાનો બેઠેલા જ હોય. એ ઓટલો ‘અલખનો ઓટલો’ કહેવાતો હતો વાસ્તવમાં ત્યાં મલકના મોરલાઓ પોતાની ઢેલને જોવા માટે કલાકો સુધી ‘ફેવિફિક્સ’ લગાવીને બેસી રહેતા હતા. ...વધુ વાંચો

20

રણમાં ખીલ્યું ગુલાબ - 20

“સર, પ્લીઝ! મને મદદ કરો માર્ગદર્શન આપો જેથી હું મારી પ્રેમિકાને મેળવી શકું. જાનમ કોટક નામના એક જાનદાર અચાનક આવીને મારી સમક્ષ રજુઆત કરી. હું મનોમન હસ્યો. જ્યાં જુઓ ત્યાં આ એક જ વાતની આગ લાગી છે. ઘરે ઘરે મહોબ્બતનું મહાભારત મંડાયું છે. યુવાનોને યુવતીઓનું ઘેલું લાગ્યું છે. (યુવતીઓ પણ આવી ઘેલછામાં ખાસ પાછળ નથી!) બંને ‘જેન્ડર’ના મારા વાંચકો જ્યારે રહી ન શકાય ત્યારે મારી પાસે આવી ચડે છે મને મળવા માટે, પ્રિયપાત્રને મેળવવા માટે અને રડીને હૈયું ખાલી કરવા માટે. ...વધુ વાંચો

21

રણમાં ખીલ્યું ગુલાબ - 21

પ્રિયાને પહેલી નજરે જોઇને જ મંજરી મેડમનાં ભવાં ચડી ગયા. એ છોકરી પ્રત્યે તીવ્ર અણગમો પેદા થઇ ગયો. આવું છે. ઘણીવાર આપણી સાથે પણ. સામેની વ્યક્તિનો કશો જ વાંક ન હોય તો પણ એને જોઇને જ આપણાં મનમાં એના માટે અભાવ સર્જાતો હોય છે. દાર્શનિકો એને ઋણાનુબંધ ગણે છે. ચિંતકો એના માટે ‘પૂર્વગ્રહ’ શબ્દ વાપરે છે. પરા-વૈજ્ઞાનિકો એવું માને છે કે એ વ્યક્તિના દેહમાંથી ઉઠતા નકારાત્મક તરંગો આપણાં વિચારોમાં નફરતની લાગણી ઉત્પન્ન કરી દે છે. ...વધુ વાંચો

22

રણમાં ખીલ્યું ગુલાબ - 22

ચાલુ ઓફિસે ભરચક્ક સ્ટાફની હાજરીમાં રીવાયત રાવલનો મોબાઇલ ફોન ટહુકી ઉઠ્યો. ખલેલ પહોંચવાના કારણે એક સાથે બત્રીસ માથાં ઊંચા રીવાયતની સામે અણગમાપૂર્વક જોઇ રહ્યા. ઓફિસમાં ફોન વાઇબ્રેટર મોડ પર રાખવાનો નિયમ હતો. પણ આજે રીવાયત ભૂલી ગઇ હતી. અડધી જ રીંગમાં એણે કોલ રીસીવ કર્યો. નંબર અનસેવ્ડ હતો એટલે અજાણ્યો હતો. ...વધુ વાંચો

23

રણમાં ખીલ્યું ગુલાબ - 23

“શ્રીમાન લેખકશ્રી, મારી ઉંમર ત્યારે સતર વર્ષની હતી અને તેની માત્ર બાર જ વર્ષની. સમાજના રીવાજ મુજબ મારી બાર ઉંમરે જ વિવાહની વાત નક્કી કરી દેવામાં આવી હતી. તે જમાનામાં વિવાહ થાય એટલે લગ્નની વાત પાક્કી જ થઇ ગઇ. કહેવાય. ગમે તે કારણ હોય, પણ વિવાહ ફોક થાય જ નહીં. હું મેટ્રીક પાસ અને એ....” ...વધુ વાંચો

24

રણમાં ખીલ્યું ગુલાબ - 24

અર્ણવનું મન ખાટુ થઇ ગયું. આજે એના દિલમાં કેવા કેવા ઉમંગનો મહાસાગર ઊછાળા મારતો હતો! પણ એના બૈરી-છોકરાંવે એનો ખરાબ કરી નાખ્યો. સવારે નવ વાગ્યે રોજની જેમ ‘ઓફિસે જવા માટે નીકળુ છું’ એવું કહીને એ ઘરની બહાર નીકળી રહ્યો હતો ત્યાં જ પત્ની આહના આવી પહોંચી. કિચનમાંથી ધસી આવી અને કામની યાદી લેતી આવી, “ કહું છું સાંજે ઘરે પાછા આવો ત્યારે કાળુપુર માર્કેટ માંથી અઠવાડિયાના શાકભાજી લેતા આવશો? ત્યાં ખૂબ જ સસ્તા મળે છે. ફ્રીજમાં મૂકી રાખીશું. આખા અઠવાડિયાની શાંતિ.” ...વધુ વાંચો

25

રણમાં ખીલ્યું ગુલાબ - 25

તાજેતરમાં જ હું સાત દિવસ માટે સમેત શિખરજી જઇ આવ્યો. તળેટીમાં પાંચસો કરોડના ખર્ચે નિર્માણ પામેલું અદભૂત સંકુલ. એક જિનાલયમાં એક સાથે ચોવીસેય તીર્થંકર પરમાત્માઓના જિનબિંબો. મકરાણાનો શુધ્ધતમ શુભ્રતમ આરસ. પર્યૂષણ પર્વ સંપન્ન થઇ ગયા પછી લગભગ શૂન્ય બની ગયેલી શ્રીવકોની હાજરી. માત્ર આર્ચય ભગવંતશ્રી અને એમનો શિષ્ય સમુદાય. આટલું એકાંત, આટલી શાંતિ મેં મારા છ દાયકાની જિંદગીમાં કદિયે અનુભવી નથી. પહેલીવાર મારી જાત સાથે વાત કરવાનો મને સમય મળ્યો. અને કેટલીયે સત્ય ઘટનાઓ મળી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો