ક્યારેય નહોતુ વિચાર્યુ કે જીવનના આ પડાવ પર આવીને નવી શરુઆત કરવા માટે પ્રોત્સાહન મળશે અને એ જ વિશ્વાસની સાથે જીવનને એક નવી દિશા પણ મળશે. બસ જીવનમાં એ દરેક વસ્તુ કરી જે ઈચ્છી હતી સિવાય એક જેણે મે એક સપનાનાં રૂપમાં જીવ્યું હતું અને ક્યાંક હ્રદયના નાના ખૂણામાં હજીએ એ સપનું જીવી રહ્યું હતું. જેમ કરમાયેલા છોડને પાણી અને ખાતર મળવાથી નવજીવન મળે છે, એમ બસ કોઈની લાગણીના પાણી અને સહકારના ખાતરથી આ સપનાને પણ નવજીવન મળ્યું હતું. બસ ખેદ એજ વાતનો હતો કે હજી પોતાના બળે ક્યારેય આ સપનું જીવવાનો પ્રયત્ન નહોતો કર્યો. ક્યારેય ભુતકાળની જૂની પરતો ઉખાડીને

Full Novel

1

અમસ્તા જ આવેલ વિચાર - પ્રકરણ - ૧

ક્યારેય નહોતુ વિચાર્યુ કે જીવનના આ પડાવ પર આવીને નવી શરુઆત કરવા માટે પ્રોત્સાહન મળશે અને એ જ વિશ્વાસની જીવનને એક નવી દિશા પણ મળશે. બસ જીવનમાં એ દરેક વસ્તુ કરી જે ઈચ્છી હતી સિવાય એક જેણે મે એક સપનાનાં રૂપમાં જીવ્યું હતું અને ક્યાંક હ્રદયના નાના ખૂણામાં હજીએ એ સપનું જીવી રહ્યું હતું. જેમ કરમાયેલા છોડને પાણી અને ખાતર મળવાથી નવજીવન મળે છે, એમ બસ કોઈની લાગણીના પાણી અને સહકારના ખાતરથી આ સપનાને પણ નવજીવન મળ્યું હતું. બસ ખેદ એજ વાતનો હતો કે હજી પોતાના બળે ક્યારેય આ સપનું જીવવાનો પ્રયત્ન નહોતો કર્યો. ક્યારેય ભુતકાળની જૂની પરતો ઉખાડીને ...વધુ વાંચો

2

અમસ્તા જ આવેલ વિચાર​ - પ્રકરણ - ૨

હું વિચારતી રહી થોડીવાર માટે હે શું ગિફ્ટ આપવી મારી પ્રિંસેસને પછી અચાનક જ એક વિચાર સ્ફૂર્યો અને કબાટમાંથી યાદોની બૅગ બહાર કાઢી. કદાચ એણે કામ લાગે એવું કંઈક મળી જાય અને એણી સાથે જ હું મારી ભુતકાળની દુનિયામાં પાછી ફરી.આમ જ ભુતકાળની ઘણી યાદો ફરી જીવવા લાગી. એ જ જુદી જુદી સ્પર્ધા માટે તૈયારી કરવી, નિબંધ લખવા, આર્ટિકલ લખવા અને કવિતાઓ લખવી પણ સમય જતા બધું છૂટી ગયુ અન આજે ફરી એ જ ક્ષણ જીવવાનો અવસર મળ્યો છે. ફક્ત અને ફક્ત સુભાષ અને બાળકોના કારણે, ત્યારે મનના એક અજાણ્યા ખૂણેથી અવાજ આવ્યો કદાચ સંજીવના કારણે પણ. એ હંમેશા ...વધુ વાંચો

3

અમસ્તા જ આવેલ વિચાર​ - પ્રકરણ - ૩

આ સાંભળતા તરત જ બધું જ જોવાની ઇચ્છા સાથે રૂમ તરફ વળ્યા અને મે એમણે રોક્યા, સુભાષ અત્યારે મોળું ગયું છે તમે કાલે જોઇ લેજો બૅગ ક્યા ભાગી ને જાય છે. અને અચાનક જ મારી કમરમાં હાથ નાખી પોતાની તરફ ખેંચી અને ખૂબ જ પ્રેમથી બોલ્યા, તું અને તારાથી જોડાયેલી દરેક વસ્તુ ક્યાંય નથી જ​વાની પણ આજે આટલા વર્ષો પછી ફરીથી તારા પ્રેમમાં પડ​વાની ઇચ્છા થઇ આવી છે. આમ અચાનક પ્રેમની અભિવ્યક્તિ જોઈ હું ચકિત થઇ ગઇ. શું કર​વું કંઇ ભાન જ ના રહ્યું અને અચાનક મારી કમર પરની પકડ વધારે મજબુત થ​વા લાગી, એમ લાગ્યું કે આમ જ ...વધુ વાંચો

4

અમસ્તા જ આવેલ વિચાર​ - પ્રકરણ - ૪

મમ્મા, હું ફક્ત બે જ કલાકનો સફર કરીને આવી છું અને હ​વે આદ્ત પડી ગ​ઈ છે. પણ બહુ ભૂખ છે. મમ્મા ચલોને જમી લઇએ કહેતા મને ખેંચીને રસોડામાં લ​ઈ ગ​ઈ. જમતા જમતા ઘણી વાતો શેર કરી,ઘણું બધુ પૂછી પણ લીધું અને ઘણી વાતો યાદ કર​વી. જૂની યાદો કદાચ જેણે મનના કોઈ ખૂણામાં સંતાઈને બેઠી હતી. એ બધી જ બહાર આવી ગ​ઈ અને આખરે ગિફ્ટની વાત આવી. બેટા, ધીરજ રાખ​.આઈ વીલ ગીવ યુ યોર ગિફ્ટ​, મે થોડા અચકાતા કહ્યું. ઓકે મમ્મા, આટલું કહેતા એ ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થ​ઈ અને કિચનમાં ગ​ઈ, હાથ ધોઈ પાછી આવી અને સિધી એના રૂમમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો