૩૬ વર્ષની સિંગલ મધર જાનવી એકલા હાથે પોતાના ૪ વર્ષના દીકરાને સાચવવામાં ભાંગી પડે છે અને તેને પોતાની સ્વર્ગસ્થ મા ખૂબ યાદ આવે છે. એક અકસ્માતમાં તે અચાનક ૧૫ વર્ષ પાછળ ૨૧ વર્ષની ઉંમરમાં પહોંચી જાય છે. શું તે પોતાની માના પ્રેમની એ પળો ફરીથી જીવી શકશે? અને શું એક મા તરીકે તે પોતાના દીકરા પાસે પાછી ફરી શકશે?
પાછા વળ્યા પાછલા દિવસો - 1
વાર્તા પરિચય૩૬ વર્ષની સિંગલ મધર જાનવી એકલા હાથે પોતાના ૪ વર્ષના દીકરાને સાચવવામાં ભાંગી પડે છે અને તેને પોતાની મા ખૂબ યાદ આવે છે. એક અકસ્માતમાં તે અચાનક ૧૫ વર્ષ પાછળ ૨૧ વર્ષની ઉંમરમાં પહોંચી જાય છે. શું તે પોતાની માના પ્રેમની એ પળો ફરીથી જીવી શકશે? અને શું એક મા તરીકે તે પોતાના દીકરા પાસે પાછી ફરી શકશે?એપિસોડ ૧: પાછા વડીયા પાછલા દિવસો.સવારના સાડા છ વાગ્યાનો અલાર્મ વાગતાની સાથે જ જાનવીની આંખો ખુલી ગઈ. આંખોમાં ઊંઘનો ભારેપો હજીયે અકબંધ હતો, પણ સિંગલ મધરના જીવનમાં 'પાંચ મિનિટ વધારે ઊંઘી લેવું' એ એક વૈભવ ગણાય, જે જાનવી પાસે નહોતો. તે ...વધુ વાંચો
પાછા વળ્યા પાછલા દિવસો - 2
પહેલા ભાગમાં આપણે જોઈ ગયા કે...અંધારું છવાઈ ગયું હતું ત્યાં જ અચાનક જાનવીની આંખો ખુલી. તેની સામે પોતાના જૂના ભીંતો હતી, હવામાં એ જ જૂની અને અતિ જાણીતી સુગંધ હતી.એવામાં રસોડામાંથી અવાજ આવ્યો, "જાનુ, એય જાનુ! ક્યારની ઊઠી છે, ચાલ હવે મોડું થાય છે, તારે કોલેજે નથી જવું?"એ અવાજ સાંભળતાં જ જાનવીના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. આ તો તેની મા, સુમિત્રાબેનનો અવાજ હતો! જે માને ગુજરેલા કેટલાય વર્ષો થઈ ગયા હતા, તેનો અવાજ સંભળાતાં જાનવીનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેનાથી મનોમન બોલાઈ ગયું, 'આ કેમ બની શકે? મા તો...!'તે ઝટપટ ઊભી થઈ અને દોડતી રસોડા તરફ ગઈ. ...વધુ વાંચો