આખામાં ગામ મા જ્યારે પણ કોઈના લગનની શરણાઈ વાગતી, ત્યારે સુરજપર ગામના નાથુજીના ડેલામાં એક લાંબો નિસાસો નંખાતો. નાથુજીના ત્રણ દીકરા. મોટો જગાભાઈ (જગદીશ), વચલો ભગો (ભગવાન) અને નાનો દિલો (દિલીપ). ઉંમરના હિસાબે જગાભાઈ અત્યારે પાકાં ત્રીસ વટાવીને એકત્રીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂક્યા હતા, પણ એમના નસીબમાં હજુ સુધી કોઈ કન્યાએ 'મંગલ પ્રવેશ' કર્યો નહોતો.
કુંવારો જેઠ - ભાગ 1
આખામાં ગામ મા જ્યારે પણ કોઈના લગનની શરણાઈ વાગતી, ત્યારે સુરજપર ગામના નાથુજીના ડેલામાં એક લાંબો નિસાસો નંખાતો. નાથુજીના દીકરા. મોટો જગાભાઈ (જગદીશ), વચલો ભગો (ભગવાન) અને નાનો દિલો (દિલીપ). ઉંમરના હિસાબે જગાભાઈ અત્યારે પાકાં ત્રીસ વટાવીને એકત્રીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂક્યા હતા, પણ એમના નસીબમાં હજુ સુધી કોઈ કન્યાએ 'મંગલ પ્રવેશ' કર્યો નહોતો.જગાભાઈ દેખાવે પાછા એવા ખોટા નહોતા. ઊંચો પૂરો કદ, માથે ઘાટીલા વાળ અને મૂછોનો વળ. પણ ભગવાને એમને સ્વભાવમાં એક એવી અદભુત આળસ અને જીદ આપી હતી કે એમની આદતો આખા પંથકમાં ફેમસ હતી. જગાભાઈ સવારે અગિયાર વાગ્યા પહેલાં પથારીમાંથી હેઠા ઉતરે તો સૂરજ પૂર્વની ...વધુ વાંચો
કુંવારો જેઠ - ભાગ 2
ધોતિયું ફાટવાનો એ અવાજ એટલો કરકરો હતો કે રસોડાની દીવાલો પણ ધ્રુજી ગઈ! નવી વહુઓ ગીતા અને કવિતા સાડલાના પાછળ મોઢું છુપાવીને હસવું રોકવાનો નાકામ પ્રયાસ કરી રહી હતી. જગાભાઈની મરદવાળી મૂછો શરમના માર્યા જાણે હેઠી નમી ગઈ. પણ જગાભાઈ એટલે જગાભાઈ! પોતાની આબરૂના ધજાગરાને જ વટનું કારણ બનાવી દેવામાં એ પાવરધા હતા.એમણે ફાટેલા ધોતિયાને એક હાથે પકડી રાખ્યું, બીજા હાથે મૂછનો વળ સરખો કર્યો અને ગંભીર અવાજે બોલ્યા, "જોયું ગીતા વહુ? આને કહેવાય આખા ઘરનો ભાર! આ સોફાની સ્પ્રિંગો પણ મારા વિચારોના વજનથી તૂટી જાય છે. આ તો નવી વહુઓ પગલાં પાડે છે એટલે મેં કીધું લાવ, બ્રહ્મમુહૂર્તમાં ...વધુ વાંચો
કુંવારો જેઠ - ભાગ 3
જગાભાઈને ભણાવવાના પાઠનું આયોજન ગીતા અને કવિતાએ બપોરે જ ચોકમાં બેસીને પાકું કરી લીધું હતું. પુરુષો ગમે તેટલા હોશિયાર પણ જ્યારે ઘરની બે વહુઓ 'સંયુક્ત મોરચો' બનાવે, ત્યારે મોટા-મોટા યુદ્ધના મેદાનો પણ નાના પડી જાય!જગાભાઈની સૌથી મોટી બે નબળાઈઓ હતી: એક– એમનો કડક ૧૩૫ તંબાકુ વાળો માવો (જે દિવસમાં એ દસ વાર ઘસતા), અને બીજું– સવારની અગિયાર વાગ્યા સુધીની કુંભકર્ણ કોપીરાઇટ છાપ ઊંઘ. વહુઓએ નક્કી કર્યું કે આ બેય પર સીધો સર્જિકલ સ્ટ્રાઈક કરવો.સાંજે પાંચ વાગ્યે જગાભાઈ ચોરેથી રાજકારણની મોટી ચર્ચાઓ પતાવીને ડેલામાં આવ્યા. એમનો નિયમ હતો કે ઘરે આવીને ખાટલે બેસીને પહેલો અવાજ પાડે, "એય વહુઓ, જરા કડક ...વધુ વાંચો
કુંવારો જેઠ - ભાગ 4
સવારના સાડા પાંચ વાગ્યા હતા. સીમમાંથી ઠંડો પવન વાતો હતો, પણ જગાભાઈનું કાળજું વહુઓના કાવતરાના લીધે હજુય બળતું હતું. સીધા ગામના પાદરે કાળુના ચાના ગલ્લા પર પહોંચ્યા. કાળુ એટલે આખા પંથકનો ઇન્ફોર્મેશન બ્યુરો! કોના પિયરમાં શું હાલે છે અને કોના સાસરામાં કોણ મીઠું-મોરું છે, એ બધી ખબર કાળુ પાસે અપડેટ રહેતી.બસ કાળુ ના બે વખાણ કરો એટલે માહિતી એ ટુ ઝેડ આપી દે.જગાભાઈએ ગલ્લા પર જઈને મૂછ પર હાથ ફેરવ્યો, "અલ્યા કાળુ, એક કડક માવો ઘસી દે અને તું હમણાં થી ક્રીમ કઈ વાપરે છે?કાળું વખાણ સાંભળવા તલપાપડ થઈ ને કીધું “ક્રીમ બ્રિમ કઈ નથી વાપરતો જગાભાઈ, કેમ એવું ...વધુ વાંચો
કુંવારો જેઠ - ભાગ 5
ગાડીનો ઠાઠ જોઈને નાથુજી પણ ઓસરીમાંથી હેઠા ઉતરી આવ્યા. ભગા અને દિલાએ તો ખેતરે જવાનું માંડી વાળ્યું અને ગાડીના સામે આંખો ફાડીને ઊભા રહી ગયા. ગીતા અને કવિતા પણ લાજ કાઢીને બારીની તિરાડમાંથી જોવા લાગી કે આ મોટો માણસ કોના ઘરે આવ્યો છે?"રામ રામ, નાથુજી! ઓળખ્યો કે ભૂલી ગયા?" પેલા ભવ્ય માણસે આવીને નાથુજીને હાથ જોડ્યા.નાથુજીએ થોડું મગજ દોડાવ્યું, "અરે... તમે ઓલા મોતીપુરા વાળા ગિજુભાઈ ને? રામ રામ બાપા, રામ રામ! પણ આજે આમ અચાનક અમારા ગરીબના ડેલામાં?""નાથુજી, વાત જ કંઈક એવી છે. હું તમારા મોટા દીકરા જગાના લીધે અહીં આવ્યો છું," ગિજુભાઈએ જગાભાઈ સામે સ્મિત આપતા કીધું. જગાભાઈએ ...વધુ વાંચો
કુંવારો જેઠ - ભાગ 6
ગીતા અને કવિતાએ બપોરે જ રસોડાની બારી બંધ કરીને મિટિંગ ગોઠવી. ગીતાએ કીધું, "જો કવિતા, આ સોનલ જો આ જેઠાણી બનીને આવી, તો આપણી આઝાદી ઢૂમ….ઢૂમ…..તેણાંઉઉ…..! જમીનદારની બહેન છે એટલે આપણી પાસે નોકરાણીની જેમ કામ કરાવશે. વ્હાલી ગમે તેમ કરીને ગિજુભાઈ સુધી મોટા જેઠની આળસ અને માવાની આદતોની વાત પહોંચાડવી પડશે."કવિતાએ નવો આઈડિયા આપ્યો, "એક કામ કરીએ, ગિજુભાઈના ગામમાં મારી એક બહેનપણી રહે છે. એના દ્વારા જ સોનલ સુધી એવા સમાચાર પહોંચાડીએ કે જગો દેખાવમાં હીરો છે પણ વાસ્તવમાં સાવ ઝીરો છે! બપોર સુધી નસકોરાં બોલાવે છે."હજી તો વહુઓ કાવતરું ઘડે એ પહેલાં જ, બીજા જ દિવસે સવારે નાથુજીના ...વધુ વાંચો
કુંવારો જેઠ - ભાગ 7
જગાભાઈની સગાઈના પેંડા હજુ ઓસરીમાં પડ્યા હતા, ત્યાં જ ગીતા અને કવિતાએ ડેલાની પાછળ આવેલા લીમડા નીચે નવો મોરચો સ્માર્ટફોનમાં ખોવાયેલી હતી. કવિતાએ પૂછ્યું, "ગીતાબૂન, આ ફોનમાં શું ફાંફા મારો છો? આપણે સગાઈ તોડવાનો પ્લાન કરવાનો છે ને તમે ક્વીન ઓફ કાઠિયાવાડ આઇડી ખોલી ને બેઠા!ગીતાએ રહસ્યમય સ્મિત આપ્યું, "અરે કવિતા, આજકાલના જમાનામાં કોઈના ભૂતકાળની પોલ ખોલવી હોય તો ચોરે જવાની જરૂર નથી, બધું આ ચોરસ ડબ્બામાં જ મળી જાય! આ જો, ક્વીન ઓફ કઠિયાવાળ એ ઇન્સ્ટાગ્રામ પર સોનલની પ્રોફાઇલ શોધી કાઢી."કવિતાએ પણ ફોનમાં આંખો પરોવી. સોનલની પ્રોફાઇલમાં લક્ઝરી ગાડીઓ, મોંઘા રિસોર્ટના ફોટા અને રીલ્સનો ભંડાર હતો. પણ ગીતાની ...વધુ વાંચો
કુંવારો જેઠ - ભાગ 8
ઘાસના ઢગલામાંથી બહાર નીકળેલા જગાભાઈના મોઢા પરથી વટ ઓગળીને સીધો હેઠો બેસી ગયો હતો. મૂછો પર ઘાસના તણખલાં એવી ચોંટ્યા હતા જાણે કોઈ પક્ષીએ માળો બાંધ્યો હોય!સોનલ ગાડી પાસે ઊભી ઊભી કમર પર હાથ રાખીને જગાભાઈને તાકી રહી હતી. એની આંખોમાં આશ્ચર્ય અને ગુસ્સો બંને સાફ દેખાતા હતા. ગિજુભાઈ પણ માથું ખંજવાળતા બોલ્યા, "અલ્યા જગા! આ ટ્રેક્ટર સીધું ચલાવવાનું હોય, તેં તો આખું પાછળ ભગાવીને ઘાસના ગંજીમાં ઘુસાડી દીધું! તને ટ્રેક્ટર ચલાવતા આવડે છે કે તું ખાલી ગપ્પા જ મારે છે?"ગીતા અને કવિતા મોઢા પર સાડલાનો છેડો દબાવીને અંદરોઅંદર તાળીઓ લેતી હતી. ગીતાએ ધીમેથી કીધું, "જોયું કવિતા? કુંવારા જેઠનો ...વધુ વાંચો