શ્રીમતી સ્નેહલ રાજન જાની ભારતીય સેના તો ઘણાં બધાં મિશન પાર પાડે છે. એમને પ્રોત્સાહન અને સાથ આખાય દેશનો મળે છે. સૌ કોઈ એમની જીતની કામના કરે છે. પણ તમને ખબર છે કે ફેબ્રુઆરી મહિનો આવતાં જ એક ખાસ મિશનની તૈયારીઓ શરુ થઈ જાય છે? આમાં પ્રોત્સાહન અને સાથ ઓછો, પણ ગભરાવવાનું કામ વધારે થાય છે. પડોશીઓ અને સગાઓ તો ઠીક, સગા મા બાપ પણ બાળકોને ગભરાવે છે. સમજી ગયા ને? આ મિશન એટલે બૉર્ડની પરીક્ષાનું મિશન. આખુંય વર્ષ બાળકે કશું નહીં કર્યું હોય, એનાં શિક્ષકો માતા પિતાને ફરિયાદો કરીને થાકી ચૂક્યાં હોય, અને છતાંય
બાળકોનું વર્તન - જવાબદાર કોણ?
દરેક વ્યક્તિનાં જીવનમાં કોઈક તો એવી ઘટના બનતી જ હોય છે કે જે વ્યક્તિને ધરમૂળથી બદલી નાંખે છે. એક પ્રસંગ પણ વ્યક્તિનું વલણ બદલવા પૂરતું છે. આજકાલનાં વાલીઓ પોતાના બાળકોની ઘણી ફરિયાદો કરતાં હોય છે. બાળકો માતા પિતાની કોઈ વાત સાંભળવા તૈયાર નથી થતા. પોતાની જીદ પૂરી કરાવીને જ રહે છે. તૌ આ બધાં માટે જવાબદાર કોણ? - બાળકો કે માતાપિતા? શા માટે આવું થાય છે એ સમજવા માટે અહીં એક પ્રસંગ રજુ કર્યો છે. શ્લોક દરરોજની જેમ આજે પણ સાંજે ચાલવા નીકળ્યો હતો. ચાલતાં ચાલતાં આજે એ ઘરથી ઘણો દૂર નીકળી ગયો. રસ્તામાં એને બે બાળકો મળ્યાં. જેઓ અવનવા ...વધુ વાંચો
આ તો એનાં હરવા ફરવાના દિવસો છે - ભાગ 1
વાર્તા:- આ તો એનાં હરવા ફરવાના દિવસો છેલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસંવાદ 1:- મૉન્ટુ, જલદી તૈયાર થઈ જા દિકરા, જવાનો ટાઈમ થઈ ગયો! પણ મમ્મી, મારે નથી શીખવું સ્વિમિંગ! મારા બધાં ફ્રેન્ડ્સ અત્યારે રમતા હોય. ખાલી હું જ નહીં હોઉં. જવા દે ને મને રમવા! સંવાદ 2:- વિકી, ફટાફટ નાસ્તો કરી લે, પછી તારે ક્રિકેટ કોચિંગમાં જવાનું છે. વેકેશન માટેનો સ્પેશ્યલ બેચ છે બે મહિનાનો. સંવાદ 3:- પ્રીતિ, આજથી તારા ડ્રોઈંગ ક્લાસ શરુ થાય છે. વેકેશન છે તો થોડું શીખી લે. કામ લાગશે ક્યારેક. સંવાદ 4:- મારી દિકરીને તો સવારે સ્વિમિંગમાં, બપોરે ડ્રોઈંગ ક્લાસમાં, સાંજે સ્કેટિંગમાં મૂકી છે. વેકેશન છે તો શીખી લેવાય. આમેય ઘરમાં બેઠાં બેઠાં ...વધુ વાંચો
આ તો એનાં હરવા ફરવાના દિવસો છે - ભાગ 2
વાર્તા:- આ તો એનાં હરવા ફરવાના દિવસો છે લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીપહેલા અંકમાં તમે કેટલાંક સંવાદો સાથે જોયું બાળક શું ઈચ્છે છે અને માતા પિતા એની પાસે શું કરાવે છે! એક નાનકડું બાળ કેવું અનુભવતું હશે જ્યારે એનાં તમામ મિત્રો રમતાં હોય અને એ માતા પિતાની અપેક્ષાઓનાં બોજ હેઠળ એક ક્લાસથી બીજા ક્લાસ જબરદસ્તી ફરતો હોય! પાછું એ જ મા લોકોને એમ કહેતી ફરે કે, મને તો આને બધી જગ્યાએ લેવા મૂકવા જવામાંથી ફુરસદ જ નથી મળતી. કામ કરતાં કરતાં એની પાછળ જ દોડવાનું હોય! આવી માને મારે એટલું જ કહેવાનું કે એ બાળક પાછળ દોડાદોડ નથી કરતી, ...વધુ વાંચો
બાળક કરે શિક્ષકોની ફરિયાદ
વાર્તા :- બાળક કરે શિક્ષકોની ફરિયાદવાર્તાકાર :- શ્રીમતી સ્નેહલ રાજન જાનીદરરોજની જેમ આજે પણ શૌર્ય સ્કૂલેથી આવ્યાં પછી પોતાની શૂઝ અને અન્ય વસ્તુઓ યોગ્ય જગ્યાએ મૂકી હાથ પગ ધોવા ગયો અને પછી યુનિફોર્મ પણ બદલી લીધો. શહેરની પ્રખ્યાત અંગ્રેજી માધ્યમની શાળામાં એ ભણે છે. પણ આજે એનો મૂડ કંઈક અલગ જ લાગતો હતો. એની મમ્મી નેહાએ આ નોંધ્યું હતું. તરત જ કશું પૂછવાને બદલે પહેલાં એણે એને માટે નાસ્તો અને દૂધ તૈયાર કર્યા અને એની સાથે એ પોતે પણ ટેબલ પર નાસ્તો કરવા બેઠી.શૌર્ય થોડો નાસ્તો કર્યા પછી કંઈક અલગ મૂડમાં આવ્યો હોય એવું લાગતાં જ ધીમે રહીને નેહાએ ...વધુ વાંચો
આજનો કિશોર
લેખ:- આજનો કિશોરલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે મિત્રો.આજે ઘણાં સમય પછી ફરીથી એક પ્રેરણાત્મક કે ચિંતનાત્મક કે પછી તમને યોગ્ય લાગે એ સમજી લેજો, એવો એક લેખ લઈને આવી છું.કિશોર એટલે? સામાન્ય રીતે આપણાં મગજમાં કિશોર એટલે પેલો નાનકડો બાળ આંખ સામે દેખાય છે. આ કિશોરને આપણે કોઈ પણ સલાહ આપી શકીએ, કંઈ પણ કહી શકીએ, એની પાસે કોઈ પણ કામ કરાવી શકીએ વગેરે વગેરે વિચારો આપણાં મગજમાંથી પસાર થઈ જાય.થોડું વધારે વિચારો તો બહાર પોતાનાં મિત્રો સાથે ધૂળમાં રમતો રમતો કિશોર નજર સામે આવે. ખાવાનું તો જે આપો એ ખાઈ લે, પણ યોગ્ય સમયે ખાવા માટે ઘરમાં ન ...વધુ વાંચો
તમે બદલાઈ ગયા...
વાર્તા:- તમે બદલાઈ ગયાવાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીત્રણ વર્ષ પહેલાં મારી સાથે જ બનેલી એક ઘટના રજુ કરું છું. સમયનો મારો દસમા ધોરણનો બેચ, એવો બેચ કે જે વિદ્યાર્થીઓ મારી સાથે હું આ શાળામાં જોડાઈ ત્યારથી સાથે જ હતાં. આ વિદ્યાર્થીઓ જ્યારે પાંચમાં ધોરણમાં હતાં ત્યારે હું આ શાળામાં જોડાઈ હતી. આ શાળામાં જોડાઈ એ પહેલાં મેં બાર વર્ષ સુધી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગણિતની શિક્ષિકા તરીકે કામ કર્યું છે. થોડાં સંજોગોને આધિન તે વર્ષે મેં પ્રાથમિક વિભાગ લીધો હતો. આ બાળકો જ્યારે પાંચમાં ધોરણમાં હતાં ત્યારે હું ધોરણ પાંચ, સાત અને આઠમા ગણિત લેતી હતી. હું અંગ્રેજી માધ્યમમાં ભણાઉં ...વધુ વાંચો
ટીચરનો ધાક
લેખ:- ટીચરનો ધાકલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની"રિચા, કેમ આટલું બધું તોફાન કરે છે? સ્કૂલમાં આવું કરશે તો તને ટીચર એક મહિના પછી રિચા સ્કૂલમાં પહેલી વખત જશે. શહેરની ખ્યાતનામ શાળાનાં જુનિયર કે. જી. માં એનું એડમિશન થઈ ગયું છે."રિકી, આ વખતે જો તુ! તારી સ્કૂલમાં આવીને તારા ટીચરને ન કહું તો! કેટલું તોફાન વધી ગયું છે તારું!" રિકી ધોરણ 2માં ભણતો એક હોંશિયાર છોકરો છે. પણ સ્કૂલ અને ટયુશન સિવાય દિવસમાં બીજા બે કલાક વધારાનું નહીં ભણે અને કંઈક બીજી પ્રવૃત્તિ કરે તો એની મમ્મી એને આમ ધમકાવી નાંખતી. "આ વખતે તારા માર્ક્સ ઓછાં આવે એટલી જ વાર છે, ...વધુ વાંચો
બૉર્ડની પરીક્ષા આપનારને મળવા આવતાં સંબંધીઓ
લેખ :- બૉર્ડની પરીક્ષા આપનારને મળવા આવતાં સંબંધીઓલેખિકા :- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆપણે ત્યાં બૉર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીને રીતે લેવામાં આવે છે જાણે કે યુદ્ધ લડવા જતો કોઈ યોદ્ધો! વર્ષની શરૂઆતથી જ એને બૉર્ડનાં નામે ગભરાવી દેવામાં આવે છે. જરુર છે એને સમજાવવાની અને સાથ આપવાની."કેમ છો પાયલબેન? આવો આવો. આજે આ બાજુ ભૂલા પડ્યાં?" પોતાનાં ઘરે આવેલાં પાયલબેનને જોઈને સંધ્યાબેને તેમને આવકાર્યા. "બસ, જુઓ એકદમ મસ્ત છું. આ તો તમારી દીકરી આ વર્ષે દસમા ધોરણમાં છે એટલે મળવા આવી. એને શુભેચ્છાઓ આપતી જાઉં. ક્યાં છે એ? બોલાવો એને." સંધ્યાબેને પોતાનાં આવવાનું કારણ જણાવ્યું."હમણાં જ બોલાવું છું.""પ્રિયા, બહાર ...વધુ વાંચો
તહેવારો, વિદ્યાર્થીઓ અને વાલીઓ
લેખ:- તહેવારો, વિદ્યાર્થીઓ અને વાલીઓ. લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. આપણો ભારત દેશ મહાન છે એનાં સંતો, ફકીરો અને કારણે. અહીં સર્વધર્મ સમભાવ પ્રમાણે દરેક ધર્મને પૂરતું સન્માન આપવામાં આવે છે. દરેક તહેવારો હળીમળીને ઉજવવામાં આવે છે. ઘણી બધી ખુશીઓ અને ઉમંગો લઈને આ તહેવારો આવે છે. રંગેચંગે તહેવારોની ઉજવણી થાય છે. દરેક તહેવારના પાછા પકવાન જુદાં! હવે વિચારો કે આપણો મનગમતો તહેવાર આવી રહ્યો હોય અને એ જ સમયે બાળકની પરીક્ષાઓ પણ હોય તો? દુઃખ લાગે, ખરું ને? એમ જ વિચાર આવે કે, "આ તહેવારના ટાણે ક્યાં સ્કૂલવાળાઓ પરીક્ષા ગોઠવીને બેઠાં? એમને કંઈ ભાન છે કે નહીં?" પણ ...વધુ વાંચો
બાળકોનું ભણતર અને મિત્રો, સગાંઓ તેમજ માતા પિતા - ભાગ 1
લેખ:- વિદ્યાર્થીઓમાં વિદ્યાશાખાનું ચયન - ગાડરિયો પ્રવાહ, હાથવેંત મળતી તલસ્પર્શી માહિતી કે પછી માતા પિતાની મહેચ્છાપૂર્તિ? લેખિકા:- શ્રીમતી સ્નેહલ જાની નમસ્તે સૌને. મારાં છેલ્લાં બે ત્રણ લેખ વાંચીને તમે સમજી જ ગયાં હશો કે હાલમાં હું બાળ ઘડતરને લગતાં મુદ્દાઓ પર પ્રકાશ પાડી રહી છું. મારા આ લેખમાં આવો જ એક અન્ય મુદ્દો જે મારે માટે હંમેશા એક પ્રશ્નાર્થ બની રહ્યો છે એની ચર્ચા કરવા માંગું છું. દ્રશ્ય પહેલું:- આજે રમેશ એનાં મિત્ર રાકેશને મળવા જવાનો હતો. આથી ઓફિસેથી જ ઘરે ફોન કરી દીધો કે એ ઘરે મોડો પહોંચશે. રમેશ સાંજે રાકેશનાં ઘરે જાય છે. રાકેશ ...વધુ વાંચો
બાળકોનું ભણતર અને મિત્રો, સગાંઓ તેમજ માતા પિતા - ભાગ 2 - (અંતિમ ભાગ)
લેખ:- વિદ્યાર્થીઓમાં વિદ્યાશાખાનું ચયન - ગાડરિયો પ્રવાહ, હાથવેંત મળતી તલસ્પર્શી માહિતી કે પછી માતા પિતાની મહેચ્છાપૂર્તિ? લેખિકા:- શ્રીમતી સ્નેહલ જાની બસ, આ ત્રણ દ્રશ્યો જ મારી વાત રજૂ કરવા માટે પૂરતાં છે. વાચકમિત્રો, તમે જ વિચારો કે આ ત્રણેય દ્રશ્યમાં કયું બાળક ભવિષ્યમાં ખૂબ જ સફળ થશે? કોને પોતાનાં ભણતર અને જીવનથી સંપૂર્ણ તૃપ્તિ હશે? કોઈ જ ફરિયાદ નહીં હોય? બરાબર, ચિરાગને. કેમ? કારણ કે એ જે ભણશે તે પોતાની મરજી પ્રમાણે, વડીલોની સહમતિથી ભણશે. કોઈ મિત્રને જોઈને કે ઘરનાં કોઈની ઈચ્છા પૂરી કરવા માટે નહીં ભણે! બાળકને જો નાનપણથી જ નાનાં નાનાં નિર્ણયો જાતે લેવા દેવામાં ...વધુ વાંચો
મિશન બૉર્ડની પરીક્ષા
લેખ:- મિશન બૉર્ડની પરીક્ષા લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ભારતીય સેના તો ઘણાં બધાં મિશન પાર પાડે છે. એમને અને સાથ આખાય દેશનો મળે છે. સૌ કોઈ એમની જીતની કામના કરે છે. પણ તમને ખબર છે કે ફેબ્રુઆરી મહિનો આવતાં જ એક ખાસ મિશનની તૈયારીઓ શરુ થઈ જાય છે? આમાં પ્રોત્સાહન અને સાથ ઓછો, પણ ગભરાવવાનું કામ વધારે થાય છે. પડોશીઓ અને સગાઓ તો ઠીક, સગા મા બાપ પણ બાળકોને ગભરાવે છે. સમજી ગયા ને? આ મિશન એટલે બૉર્ડની પરીક્ષાનું મિશન. આખુંય વર્ષ બાળકે કશું નહીં કર્યું હોય, એનાં શિક્ષકો માતા પિતાને ફરિયાદો કરીને થાકી ચૂક્યાં હોય, અને છતાંય ...વધુ વાંચો
નવું શૈક્ષણિક વર્ષ - શિક્ષક, વાલીઓ અને વિદ્યાર્થીઓનો અભિગમ.
લેખ:- નવું શૈક્ષણિક વર્ષ - શિક્ષક, વાલીઓ અને વિદ્યાર્થીઓનો અભિગમ.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.મે મહિનો અંત તરફ જઈ રહ્યો એ પૂરો થતાં જ એક અઠવાડિયામાં શાળાઓ નવા સત્ર સાથે ધમધમતી થશે. ફરીથી એકવાર સોશિયલ મીડિયા અને કેટલાંક વાલીઓ તરફથી શાળાઓ માટે નકારાત્મક વાક્યો ફરતાં થઈ જશે, જેવા કે, 'હવેથી વહેલાં ઉઠવું પડશે', 'બગીચાનાં ફૂલો ફરીથી ફૂલદાનીમાં ગોઠવાઈ જશે', 'ફરીથી હોમવર્ક કરવું પડશે', 'ફરીથી નાસ્તામાં શું આપવું?ની મગજમારી' વગેરે વગેરે.બીજી તરફ ઘણાં શિક્ષકો પણ એવા હશે કે જેમને વેકેશન પૂર્ણ થવાને આરે હોય અને અચાનક જ બેચેની થવા લાગે છે. ઘણાં શિક્ષકો એવા પણ હોય છે કે જે વેકેશન ક્યારે ...વધુ વાંચો
સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પેપર લીકની ઘટનાઓ
લેખ:- સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પેપર લીકની ઘટનાઓ.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.તાજેતરમાં જ મેડીકલ ક્ષેત્રે લેવાતી NEET પરીક્ષાનું પેપર લીક માહિતિ મળી. એનાં પુરાવાઓ પણ મળ્યા. બે ત્રણ આરોપીઓ પકડાયા પણ ખરાં! આ પરીક્ષાની નવી તારીખ પણ જાહેર થઈ ગઈ. પણ શું આ પરીક્ષા રદ્દ થવાનાં સમાચાર સાંભળીને જે વિદ્યાર્થી માનસિક રીતે પડી ભાંગ્યો હશે એ ફરીથી એટલું જ સરસ પરફોર્મન્સ કરી શકશે? શું 3જી મેએ આપેલી પરીક્ષા કરતાં હવે આપશે એમાં એનો દેખાવ એવો જ રહેશે? જવાબ કદાચ 'ના' હશે. આ તો એવું થશે કે કોઈ અચાનક તક મળી ને ઉભરી આવશે અને કોઈક પહેલેથી જ સારો દેખાવ કરનાર ...વધુ વાંચો