શ્યામલી ટ્રેનમાં બારીની નજીક બેસી વરસાદી માહોલ જામ્યો હોવાથી પ્રકૃતિના સોળે કળાએ ખીલેલા નયનરમ્ય કુદરતી દશ્યનો લ્હાવો નિરખી રહી હતી. ઝરમર વરસાદ વચ્ચે રમણીય અને આહલાદક વાતાવરણ સર્જાતા શ્યામલીનું હ્દય પણ સોળે કળાએ ખીલી ગયું હતું. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. સૃષ્ટિનો આ ચાલતો નિરંતર પ્રવાહ, સતત બદલાતું સમયનું ચક્ર, સમગ્ર અસ્તિત્વને એક નવી તાજગી આપે છે. ચોમાસાનું ચુંબકત્વ એવું છે કે પ્રકૃતિનો કોઈપણ જીવ તેમાંથી બાકાત રહી શકતો નથી. વરસાદનું વળગણ એવું છે કે માનવીના મનને ટાઢક કરી દે. બારીશના બંધનમાં જકડાવું સૌ કોઈને ગમે છે. બરસાતની બળજબરીથી ઘરમાં પુરાઈ રહેવું પડે

Full Novel

1

પ્રિતની તરસ - ભાગ ૧

શ્યામલી ટ્રેનમાં બારીની નજીક બેસી વરસાદી માહોલ જામ્યો હોવાથી પ્રકૃતિના સોળે કળાએ ખીલેલા નયનરમ્ય કુદરતી દશ્યનો લ્હાવો નિરખી રહી ઝરમર વરસાદ વચ્ચે રમણીય અને આહલાદક વાતાવરણ સર્જાતા શ્યામલીનું હ્દય પણ સોળે કળાએ ખીલી ગયું હતું. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. સૃષ્ટિનો આ ચાલતો નિરંતર પ્રવાહ, સતત બદલાતું સમયનું ચક્ર, સમગ્ર અસ્તિત્વને એક નવી તાજગી આપે છે. ચોમાસાનું ચુંબકત્વ એવું છે કે પ્રકૃતિનો કોઈપણ જીવ તેમાંથી બાકાત રહી શકતો નથી. વરસાદનું વળગણ એવું છે કે માનવીના મનને ટાઢક કરી દે. બારીશના બંધનમાં જકડાવું સૌ કોઈને ગમે છે. બરસાતની બળજબરીથી ઘરમાં પુરાઈ રહેવું પડે ...વધુ વાંચો

2

પ્રિતની તરસ - ભાગ ૨

ફ્રેશ થઈને શ્યામલી બાલ્કનીમાંથી વરસતા વરસાદને જોઈ રહી. આસપાસના ઘરમાંથી એક Song (ગીત) વાગી રહ્યું હતુ. इस दर्द-ए-दिल कि अब कर दे कोई यहाँ कि मिल जाए इसे वो बारिश जो भीगा दे पूरी तरह...શ્ ...વધુ વાંચો

3

પ્રિતની તરસ - ભાગ ૩

બીજા દિવસે રિયા અને શ્યામલી સ્કૂલમાં એડમિશન લેવા જાય છે. રિયા તો આ જ સ્કૂલમાં પહેલેથી જ ભણતી હતી. માટે આ સ્કૂલ નવી હતી. સ્કૂલમાં રિયા અને શ્યામલી પ્રવેશ કરે છે. એડમિશન લઈ લે છે. બીજા માળે છેલ્લા રૂમમાં બહુ ભીડ હોય છે. એ ભીડ જોઈ શ્યામલી કહે છે આ રૂમમાં કેમ આટલી ભીડ છે? રિયા:- સમીર અને એનું ગૃપ ડાન્સ કરે છે. લોકોનું કહેવું છે કે એ ગૃપ ખૂબ સરસ ડાન્સ કરે છે. અને આમ પણ સમીર પાછળ ઘણી છોકરીઓ ફિદા છે એટલે તો ભીડ રહેવાની જ. શ્યામલી:- Ok લોકોનું કહેવું છે ...વધુ વાંચો

4

પ્રિતની તરસ - ભાગ ૪

શ્યામલી અને એનો પરિવાર રિયાના ઘરની બાજુમાં જ આવેલા ઘરમાં રહેવા જતા રહ્યા. શ્યામલી સાંજે બાલ્કનીમાં બેઠી હતી. એ વિશે વિચારી રહી હતી કે શું પહેલી નજરે પ્રેમ થાય..? આ પ્રશ્ન શ્યામલીના મનમાં જાગ્યો. એ ડાયરી અને પેન લઈ આવી અને લખવા લાગી. પહેલી નજરે થાય છે એ પ્રેમ નહિ, આકર્ષણ હોય છે..? પ્રેમ એ આદવ અને ઈવના સમયથી રહસ્યમય વિષય રહ્યો છે. પ્રેમ પહેલી નજરે થાય છે? અરે યાર, પ્રેમ ગમે તે નજરે થાય પ્રેમ એ પ્રેમ હોય છે...! પ્રેમ વિશેના દરેક સવાલના જવાબ નથી હોતા..અને હોય છે એ માણસે માણસે જુદા હોય છે. પ્રેમ ...વધુ વાંચો

5

પ્રિતની તરસ - ભાગ ૫

સમીરને વિચાર આવ્યો કે કોઈ છોકરીહશે જે એના પર ફિદા થઈ શાયરી લખતી હશે. મારા પર થોડો crush હશે. દિવસમાં ભૂલી જશે. સમીરે મનોમન તો બોલી દીધુ પણ એ પત્રના લખાણના ભાવ એ ભીતરની સ્ફૂરણા અને અંતરના નાદથી લખેલા હતા એ સમીરે અનુભવ્યું. ભાવ એ ભીતરમાંથી ઉત્પન્ન થતી એક લાગણી છે, વૃત્તિ છે.... વ્યકિત જ્યારે એકાગ્ર બને છે ત્યારે તેનાં લાગણી કે વૃત્તિનાં સ્પંદનો આત્મભાવ સાથે સ્પર્શ કરે છે. બીજા દિવસે પણ એવું જ રંગબેરંગી ફૂલો વાળું કવર મળ્યું સમીરને. ઘરે જઈને એ લેટર વાંચ્યો."જ્યારે પણ તારા માટે કંઇક લખવા માંગુ છું- ત્યારે ...વધુ વાંચો

6

પ્રિતની તરસ - ભાગ ૬

કોલેજના બીજા દિવસે પણ સમીરને લેટર મળ્યો. સમીરે ઘરે જઈને લેટર વાંચ્યો. "મારી સમજ પ્રમાણે પ્રેમની કોઈ ચોક્કસ ન બેસાડી શકાય, કારણ એ’તો અંતરની અનુભૂતિ છે, એક એવો એહસાસ છે જે કદાચ વર્ણવી ન શકાય, પણ જ્યાં પ્રેમ છે ત્યાં બીજી કોઈ વસ્તુનો અવકાશ નથી. તારા મળ્યા પછી મને જે એહસાસ થયો છે એ એવો જ છે, ત્યારે જ સમજાયું કે હું તને અનહદ પ્રેમ કરું છું, તને પ્રેમ કરું છું કોઈ કારણ વગર.एक सुकुन सा मिलता हैतुझे सोचने से भीफिर कैसे कह दूँमेरा इश्क बेवज़ह सा है!કેમ કહું કે...તું દૂર છે મારાથીકારણ...હાથ લંબાવું ને ...વધુ વાંચો

7

પ્રિતની તરસ ભાગ - ૭

બીજા દિવસે સવારે કેન્ટીનમાં તાન્યા, સલોની, નિખિલ,રિષભ સમીરની રાહ જોતા કેન્ટીનમાં બેઠા હતા. તાન્યા:- આ સમીર ક્યાં રહી રિષભ:- મારી ફોન પર વાત થઈ. રિહર્સલ હોલમાં છે, આવતો જ હશે. તાન્યાએ વિચાર્યું કે 'સમીર રિહર્સલ હોલમાં અત્યારે એકલો છે. આ જ મોકો છે પોતાના મનની વાત કહેવાનો. આજે તો હું સમીરને કહી જ દઈશ કે હું એને કેટલું ચાહુ છું.'તાન્યા:- હું જઈને બોલાવી લાઉં છું. રિષભઃ- હું જ બોલાવવા જાઉં છું. તાન્યાએ જે વિચાર્યું હતુ તેના પર રિષભે પાણી ફેરવી દીધું. તાન્યા મનોમન બોલી 'આ રિષભ છે ને હંમેશા કબાબમાં હડડી બને છે. પણ કંઈ વાંધો નહિ. રિષભ અને સમીર ...વધુ વાંચો

8

પ્રિતની તરસ - ભાગ ૮

શ્યામલી જમીને બાલ્કનીમાં બેઠી હતી. સમીરની યાદ આવતા શ્યામલીની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. શ્યામલી ડાયરી અને પેન લઈને બાલ્કનીમાં અને કંઈક લખવા લાગી. पाने से खोने का मज़ा कुछ और है , बंद आँखों में रोने का मज़ा कुछ और है । आँसू बने लफ्ज़ और लफ्ज बने गज़ल , और उस गज़ल में... तेरे होने का मज़ा कुछ और है । શ્યામલીએ વિચાર્યું કે "I think મારે લેટર લખવાનું બંધ કરી દેવું જોઈએ. હું લેટર નહિ લખું તો સમીરને કંઈ ખાસ ફરક નહિ પડે. એમ વિચારી શ્યામલીએ મનોમન નક્કી કર્યું કે હવે હું સમીરને લેટર નહિ ...વધુ વાંચો

9

પ્રિતની તરસ - ભાગ ૯

બીજા દિવસે સમીર રિષભ સાથે વાત કરી રહ્યો હતો. એટલામાં જ શ્યામલી ક્લાસમાં આવે છે. શ્યામલી અને સમીર બંનેની મળે છે. શ્યામલીને જોઈ સમીરને આશ્ચર્ય સાથે આનંદ થાય છે.સમીર:- "Hey...શ્યામલી તું અહીં...?"શ્યામલી:- "હા હું તો આ જ ક્લાસમાં છું."સમીર:- "Sorry...મને ખબર જ નહોતી કે તું આ ક્લાસમાં છે."શ્યામલી:- "તું તારા ડાન્સમાં જ ખોવાયેલો હોય છે."સમીર:- "ઓહ તો તું જાણે છે કે હું ડાન્સર છું."શ્યામલી:- "હું તો શું આખી કોલેજને ખબર છે. તારું ડાન્સ ગ્રુપ કેટલું ફેમસ છે."સમીર:- "શું આપણે ફ્રેન્ડસ બની શકીએ..?"રિયા:- "ઑ હેલો Mr.sameer હજુ તો અત્યારે જ મળ્યા છે. ને તરત જ ફ્રેન્ડશીપ..!!"શ્યામલી:- "હા..હા..કેમ નહિ..?"સમીર ...વધુ વાંચો

10

પ્રિતની તરસ - ભાગ ૧૦

સમીરે સાંજે શ્યામલી પાસેથી ફોન નંબર લીધો. શ્યામલી તો જતી રહી પણ સમીર થોડીવાર માટે રિહર્સલ હોલમાં ગયો. પાછો આવ્યો અને પોતાની બેંચ તરફ જોયુ પણ આજે પણ ત્યાં કોઈ લેટર નહોતો. સમીર સાંજે ઘરે જઈ ચા ના ઘૂંટડા ભરતો બહાર બેઠો હતો. લેટર વાળી છોકરી વિશે વિચાર્યા કરતો. "ઑહ ગોડ પ્લીઝ એ છોકરી સાથે મારી એક મુલાકાત કરાવી દે." સમીરને વિશ્વાસ હતો કે એ છોકરી એક ને એક દિવસે જરૂર મળશે. ચા પીને કપ સાઈડ પર મૂક્યો. મોબાઈલમાં જોવા લાગ્યો. વોટ્સઅપ પર શ્યામલીના નંબર પર નજર પડી. સમીરને શ્યામલી જોડે વાત કરવાનું મન થયું.સમીર:- "hey શું ...વધુ વાંચો

11

પ્રિતની તરસ - ભાગ ૧૧

સવારની પહોરમાં સમીર જીપ લઈને આવી ગયો. જીપમાં સલોની,તાન્યા, નિખિલ,રિષભ, રિયા બધા જ હતા. સમીર હોર્ન મારે છે. એટલામાં શ્યામલી આવે છે.તાન્યા:- "middel class...dressing સેન્સ પણ નથી."સલોની:- "yaa right...તાન્યા..."સમીર તો શ્યામલીને જોઈ જ રહ્યો. Light pink ચુડીદાર ડ્રેસમાં શ્યામલી સુંદર લાગી રહી હતી.પાયલ:- "nice શ્યામલી...તારા પર આ ડ્રેસ ખૂબ સરસ લાગે છે."શ્યામલી:- "Thanks..."સમીર:- "you looking very beautiful..."શ્યામલી:- "Thanks સમીર."રિયા:- "ચાલ જલ્દી બેસી જા."શ્યામલી રિયા પાસે બેસવા જતી હતી ત્યારે જસમીરે કહ્યું "શ્યામલી ત્યાં ક્યાં બેસે છે. અહીં આવતી રહે. મારી બાજુમાં."શ્યામલી સમીરની બાજુમાં આવી બેસી જાય છે. તાન્યાને આ જરાય ન ગમ્યું. સમીરે જીપ સ્ટાર્ટ ...વધુ વાંચો

12

પ્રિતની તરસ - ભાગ ૧૨

સાંજે શ્યામલી રિહર્સલ હોલમાં ગઈ પણ ત્યાં કોઈ નહોતું. શ્યામલી દિશાને ફોન કરે છે.શ્યામલી:- "હેલો દિશા ક્યાં છે તું? પ્રેક્ટીસ નથી કરવી?"દિશા:- "સેમીએ તો ના પાડી કે આજે કોઈ રિહર્સલ નથી કરવાની. કાલથી સ્ટાર્ટ કરવાનું છે."શ્યામલી:- "મને તો કોઈએ કશું જણાવ્યું જ નથી."દિશા:- "કદાચ સમીર તને કહેવાનું ભૂલી ગયો હશે."શ્યામલી:- "હા સારું. ચલ તો હું પણ નીકળું. Bye..."દિશા:- "ok bye..." શ્યામલી વિચારવા લાગી કે સમીરે મને કેમ ન કહ્યું અને આજે પણ એનું વર્તન કંઈક અલગ જ પ્રકારનું લાગ્યું. મને ઈગ્નોર કરે છે. THANK GOD કે મેં એને મારા મનની વાત ન કહી. નહિ તો મારું ...વધુ વાંચો

13

પ્રિતની તરસ - ભાગ ૧૩

સમીર શ્યામલીનો હાથ પકડીને એને રિહર્સલ હોલમાં લઈ જવા લાગ્યો.શ્યામલી:- "સમીર છોડ મારો હાથ. મારે ઘરે જવું છે."સમીર કંઈ નથી.શ્યામલી:- "સમીર પ્લીઝ મને જવા દે."સમીર એને રિહર્સલ હોલમાં લઈ આવ્યો. દરવાજાની સ્ટોપર મારી દીધી.સમીર શ્યામલી તરફ આગળ વધવા લાગ્યો.સમીર:- "આજે સવારે કેમ ન આવી?"શ્યામલી:- "સમીર હવે મારે ડાન્સ નથી કરવો."સમીર:- "તું તારી મરજીથી આ ડાન્સ છોડીને નહિ જઈ શકે. સમજી?"શ્યામલી પાછળ હટતી હતી કે પાછળ દિવાલ આવી ગઈ."પણ મારી ઈચ્છા નથી હવે ડાન્સ કરવાની." એમ કહી શ્યામલી ત્યાંથી નીકળવા જતી હતી કે સમીરે બંને હાથ દિવાલ પર મૂકી દીધા અને શ્યામલીને બંન્ને બાજુથી ઘેરી લીધી.સમીર:- "તારી ઈચ્છા ...વધુ વાંચો

14

પ્રિતની તરસ - ભાગ ૧૪

બધા જતા રહ્યા હતા. શ્યામલી અને સમીર બે જ હતા.સમીર:- "હવે ઘરે જઈએ."શ્યામલી:- "સમીર શું થયું? તું આજે કંઈ છે."સમીર:- "ના કંઈ નહિ. બસ એમજ ચૂપ રહેવાનું મન થયું."શ્યામલી:- "તું કોઈ દિવસ નહિ ને આજે કેમ ચૂપચાપ છે? આજે તું અલગ વર્તન કરે છે. શું થયું?"સમીર:- "મારી મરજી."શ્યામલી:- "સમીર પ્લીઝ મને કહે ને કે તું મારી સાથે આવું વર્તન કેમ કરે છે? તું મારી સાથે પહેલાં કેવી રીતના વાત કરતો હતો અને આજે તો તું એકદમ ચૂપ થઈ ગયો. શું ચાલે છે તારા મનમાં."સમીર:- "પ્લીઝ શ્યામલી તારા સવાલો પૂરા થઈ ગયા હોય તો ઘરે જઈએ?"શ્યામલી:- "સારું." બંને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો