પ્રસિદ્ધ પાર્શ્ચ ગાયકોનાં જીવન - એક ઝાંખી

(225)
  • 96.1k
  • 70
  • 32.4k

“માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો…” સાંભળતા જ રોમેરોમમાં જીવ આવે અને “છેલાજી રે, મારી હાટું પાટણથી પટોળાં…” સાંભળતા જ મોજમાં આવી જવાય. એ ગાયક વળી બીજી કેટલીયે ભાષામાં ગાય, છતાં દરેક ભાષાને તે અવાજ પોતીકો લાગે. તે ગાયક એટલે આશા ભોંસલે. સફેદ ચમકદાર કિનારીવાળી સાડી અને ગળામાં હીરા-મોતીની માળા. આ આશાનો દેખાવ.

Full Novel

1

આશા ભોંસલે - બાયોગ્રાફી

“માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો…” સાંભળતા જ રોમેરોમમાં જીવ આવે અને “છેલાજી રે, મારી હાટું પાટણથી પટોળાં…” જ મોજમાં આવી જવાય. એ ગાયક વળી બીજી કેટલીયે ભાષામાં ગાય, છતાં દરેક ભાષાને તે અવાજ પોતીકો લાગે. તે ગાયક એટલે આશા ભોંસલે. સફેદ ચમકદાર કિનારીવાળી સાડી અને ગળામાં હીરા-મોતીની માળા. આ આશાનો દેખાવ. ...વધુ વાંચો

2

ઉષા ઉત્થુપ - બાયોગ્રાફી

નાઈટ ક્લબમાં ગાવાનું આજે પણ સારું માનવામાં આવતું નથી. આજથી ૫૦ વર્ષ પહેલાં તો ક્યાંથી સારું માનવામાં આવતું હોય. આ કહાની ૬૦ ના દસકામાં શરુ થઈ હતી. દિલ્લીના એક નાઈટ ક્લબમાં એક છોકરી ગીત ગાઈ રહી હતી. ૨૦-૨૨ વર્ષની તે છોકરી માટે નાઈટ ક્લબમાં ગાવું કોઈ નવી વાત નથી. દિલ્લીથી પહેલાં તે મદ્રાસ અને કલકત્તાના નાઈટ ક્લબમાં પણ ગીત ગાતી હતી. ચટક રંગની સાડી અને મોટી બિંદી લગાવીને ગીત ગાવું એ તેમની ‘સ્ટાઈલ' હતી. ફિલ્મી નગમા સાથે તે સમયમાં તે છોકરી ‘કાલી તેરી ગુથ તે પરાંદા તેરા લાલની’ ગાયા કરતી હતી. ...વધુ વાંચો

3

કિશોર કુમાર - બાયોગ્રાફી

શોહરતની બુલંદી પર જે વ્યક્તિ ઊભો હોય. જેના અવાજે દુનિયાની કાયલ કરી હોય. પોતે વર્સેટાઈલ હોય અને ખૂબ કામ હોય. કરોડો ચાહકો, ભાવકો અને પ્રેમીઓ હોવા છતાં એક વ્યક્તિને પોતાના જન્મસ્થળ પાછું જવું છે. મધ્યપ્રદેશમાં ખંડવા જવું છે. તેને એકલું લાગે છે. ...વધુ વાંચો

4

જગજીતસિંહ - બાયોગ્રાફી

બિકાનેરના એક મ્યુઝિકલ ફ્લાવરની વાત. એક એવી વ્યક્તિ કે જેનો અવાજ ગુલઝારની ગઝલોને મળ્યો. ગુલઝાર તેના અવાજ વિષે કહે કે, “તે જ્યારે ગાય છે ત્યારે મારા શબ્દોને નવી ઓળખ મળે છે, નવું ઊંડાણ મળે છે.” તે વ્યક્તિ એટલે જગજીત સિંહ. તેઓ જ્યારે ગઝલ કે શેર પેશ કરતાં ત્યારે તેની અદાઈગીની જે અદા હતી તે કોઈપણ વ્યક્તિને મદહોશ કરી મૂકે. તર્જને બદલે શબ્દોની સમજ સાથેની ગાયિકી એટલે જગજીત સિંહની ગાયિકી. કયા શબ્દ પર ભાર મૂકીએ તો શ્રોતાને વધુ ગમે તે જગજીત સિંહની USP હતી. એક જ શેરને વિવિધ પ્રકારે સૂરમાં કહેવાની તેમની આવડત માટે શ્રોતાઓ તાળીઓના ગડગડાટથી તેમણે વધાવી લેતા. ગઝલ જેવા ગંભીર વિષયને સીધી અને સરળ રીતે કેમ રજૂ કરી શકાય તેના જગજીત માસ્ટર હતા. ...વધુ વાંચો

5

તલત - બાયોગ્રાફી

તલત મહમૂદની પૈદાઈશ શહેર-એ-લખનઉમાં થઈ. તેમનો જન્મ એક રૂઢીવાદી મુસ્લિમ પરિવારમાં થયો હતો. એક રૂઢીવાદી મુસ્લિમ પરિવારમાં જન્મ લેવાને ગાયનને ખરાબ સમજવામાં આવતું હતું. તેને લીધે ઘરેથી કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન મળવાનો સવાલ જ ઉભો નહોતો થતો. એક સમય તો એવો પણ આવ્યો જ્યારે તેમને ફિલ્મોમાં કામ અને પરિવાર આ બંનેમાંથી કોઈ વસ્તુ પસંદ કરવાની હતી. જીદ્દી તલત મહમૂદે પહેલી વસ્તુ પસંદ કરી. આના લીધે પછીના ૧૦ વર્ષ સુધી પરિવાર સાથે સંબંધ સારા ના રહ્યા. જ્યારે તેમનું નામ મશહૂર થવા લાગ્યું ત્યારે તેમના પરિવારે તેમને અપનાવ્યાં. ...વધુ વાંચો

6

મન્ના ડે - બાયોગ્રાફી

મન્નાડેનો જન્મ કોલકાત્તામાં ૧ મે, ૧૯૧૯માં મહામાયા અને પૂરનચંદ્ર ડેને ત્યાં થયો હતો. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ ઈન્દુ બાબુર પૂર્ણ કર્યા બાદ ર્સ્કોરિશ ચર્ચ કોલેજમાં પ્રવેશ લીધો. કોલેજ કાળ દરમ્યાન કુશ્તી અને મુક્કાબાજી જેવી સ્પર્ધામાં ખૂબ ભાગ લીધો હતો. તેમના પિતા તેઓને વકીલ બનાવવા માંગતા હતા. કુશ્તીની સાથે ફૂટબોલનો પણ જબરો શોખ હતો. સંગીત ક્ષેત્રમાં આવતા પહેલાં આ વાતને લઈને લાંબા સમય સુધી દુવિધામાં રહ્યા કે તે વકીલ બને કે ગાયક. આખરે પોતાના કાકા કૃષ્ણચંદ્ર ડેથી પ્રભાવિત થઈને તેમણે નક્કી કર્યુ કે તે ગાયક જ બનશે. ...વધુ વાંચો

7

મહેન્દ્ર કપૂર - બાયોગ્રાફી

એક મહાન ગાયક, જેમણે આ દેશમાં સૌથી વધારે વાગતાં દેશભક્તિ ગીત ગાયું છે. 2 જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ. ઝંડો આપણે આ બંને દિવસો સવારમાં તૈયાર થઈને સ્કૂલ પહોંચતાં હતાં. જાણે કે પાકિસ્તાનને હરાવીને જ આવવું છે. સ્કૂલમાં આ બે દિવસોમાં મોટાં-મોટાં સ્પીકર ઉપર દેશભક્તિના ગીતો વાગતાં હતાં. કેટલાંય ગીતોની વચ્ચે અનુક ગીતો એવા છે જે આજે પણ યાદ છે જેવા કે, ‘મેરે દેશ કી ધરતી’, ‘ભારત કા રહનેવાલા હૂં, ભારત કી બાત સૂનાતા હૂં’, ‘મેરા રંગ દે બસંતી ચોલા’. આ ગીતોને અવાજ આપવાવાળા વ્યક્તિ એટલે મહેન્દ્ર કપૂર. ...વધુ વાંચો

8

મુકેશ - બાયોગ્રાફી

મુકેશ ચંદ માથુરનો જન્મ ૨૨ જુલાઈ, ૧૯૨૩ના દિવસે લુધિયાણામાં જોરાવર ચંદ માથુર અને ચંદ્રાણીના ઘરે થયો હતો. મહાન ગાયક વધુ અભ્યાસ નહોતો કર્યો અને માત્ર 10 ધોરણ સુધી ભણીને અભ્યાસ છોડી દીધો હતો. ત્યાર બાદ થોડો સમય તેમણે 'પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટ'માં કામ કર્યું હતું. આ સમય એ હતો જયારે તેઓ તેમની ગાયકીને વધુ પ્રભાવશાળી બનાવી રહ્યાં હતા. બહુ જૂજ લોકોને એ જાણકારી હશે કે મુકેશ ગાયક તરીકે તો પ્રસિદ્ધ હતા જ તેમણે એક્ટર તરીકે પણ હાથ અજમાવ્યો હતો. 1941માં તેમની ફિલ્મ 'નિર્દોષ' રિલીઝ થઇ હતી. ...વધુ વાંચો

9

લતા મંગેશકર - બાયોગ્રાફી

બોર્ન લેજન્ડ, લતા ! લતા મંગેશકરનો જન્મ ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ના રોજ ઇન્દોરમાં થયો હતો. તેમના પિતા દીનાનાથ મંગેશકર, એક સારા સંગીતકાર, ગાયક, થિયેટર અભિનેતા હતા, સાથે સાથે તેમની એક કંપની પણ હતી જેનું નામ બળવંત સંગીત મંડળ હતું. તેમની માતા શેવંતી (સુધામતી) દિનાનાથના બીજા પત્ની, જે થાલનેર, મહારાષ્ટ્રથી હતા. તેમના પિતાને પાંચ બાળકો હતો. ...વધુ વાંચો

10

સદાબહાર રફી - બાયોગ્રાફી

મોહમ્મદ રફીનો જન્મ 24 ડિસેમ્બર, 1924ના દિવસે થયો હતો. તેઓ ભારતીય પાર્શ્વ ગાયક હતા, જેમની કારકિર્દી ચાર દાયકા સુધી તેમની કારકિર્દીનો સમયગાળો આશરે 40 વર્ષનો રહ્યો, રફીએ 26,000થી વધુ ફિલ્મી ગીતો ગાયા. તેમના ગીતોમાં શાસ્ત્રીય ગીતોથી માંડીને ભક્તિગીતો, ઉદાસ આક્રંદથી માંડીને અત્યંત વીરશ્રૃંગારરસ, કવ્વાલીઓથી માંડીને ગઝલો, અને ભજનો તેમજ ધીમી ઉદાસ ધૂનો તેમજ ઝડપી મસ્તીભર્યા ગીતો સામેલ હતા. હિન્દી અને ઉર્દુ પર તેમની મજબૂત પકડ હતી અને પ્રભાવશાળી ક્ષમતા હતી કે જેમાં આવા વૈવિધ્યને સમાવી શકાય. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો