‘અદિતિ ફોકસ કર ફોકસ. તારૂ ડ્રીમ, હજુ એના માટે તારે ભણવાનું છે. એક છોકરાના ચક્કરમાં તારું ભણવાનું ના બગાડ’ આવું અદિતિ પોતાની જાતને કહી રહી હતી. અદિતિ એકદમ નીડર અને ભણવામાં અવ્વલ આવતી છોકરી છે જેને આરવ નામના એક છોકરા સાથે પ્રેમ થઇ જાય છે. ત્યાં જ એના ફોનની રીંગ સંભળાય છે. ફોનને જોતા જાણે પોતાને કહેલી વાત છુમંતર થઇ જાય છે. ફેસપર પ્યારી મુસ્કાન સાથે ફોન ઉપાડે છે. સામે છેડેથી આરવ,’આદિ, કેટલી વાર હોય ફોન ઉપાડવામાં? આજે ક્લાસમાં આપડે લેકચર બંક કરીએ તો? આમેય હવે કલ્ચરલ વિક શરુ થવામાં છે તો કોઈ આવશે પણ નઈ. પછી વેકેશન પડી જશે
Full Novel
સોલમેટસ - 1
‘અદિતિ ફોકસ કર ફોકસ. તારૂ ડ્રીમ, હજુ એના માટે તારે ભણવાનું છે. એક છોકરાના ચક્કરમાં તારું ભણવાનું ના બગાડ’ અદિતિ પોતાની જાતને કહી રહી હતી. અદિતિ એકદમ નીડર અને ભણવામાં અવ્વલ આવતી છોકરી છે જેને આરવ નામના એક છોકરા સાથે પ્રેમ થઇ જાય છે. ત્યાં જ એના ફોનની રીંગ સંભળાય. ફોનને જોતા જાણે પોતાને કહેલી વાત છુમંતર થઇ અને ફેસપર પ્યારી મુસ્કાન સાથે ફોન ઉપાડે છે. સામે છેડેથી આરવ,’આદિ, કેટલી વાર હોય ફોન ઉપાડવામાં? આજે ક્લાસમાં આપડે લેકચર બંક કરીએ તો? આમેય હવે કલ્ચરલ વિક શરુ થવામાં છે તો કોઈ આવશે પણ ન ...વધુ વાંચો
સોલમેટસ - 2
આગળના ભાગમાં તમે જોયું કે અદિતિ સ્યુસાઈડ કરે છે. જેનું કારણ હજુ બધા માટે અકબંધ હોય છે. આત્મહત્યા ક્યાં કરી એ તો અદિતિના ફોનમાં રહેલા ફોટો દ્વારા જાણવા મળ્યું અને એ પુરાવાના આધારે આ કેસને મર્ડરમાં પણ ફેરવવામાં આવ્યો છતાં પણ કોણે આ ફોટા મોકલ્યા એ જાણી શકવા માટે પોલીસ અઠવાડિયા પછી પણ અસમર્થ હતી.આમ જોતા તો આ કેસ ફટાફટ સોલ્વ થઇ જાય એવો હતો. અદિતિના ફોનમાં આવેલા મેસેજના નંબર પરથી આરોપીને પકડી શકાય એમ હતું પણ એ નંબર ફક્ત ચાર આંકડાનો ૦૬૦૮ હતો. કોઈ લોકેશન કે નંબર પરથી આગળ કોઈ માહિતી પોલીસને મળી શકી નહોતી.હજુ પણ પોલીસ દ્વારા ...વધુ વાંચો
સોલમેટસ - 3
આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથે ડાયરી વિષે થયેલી વાત યાદ આવે છે. ઢળતી સાંજે અદિતિ અને આરવ ઘ-૪ના ગાર્ડનમાં બેસેલા હતા. આકાશ જાણે કુદરતના બધાજ કલરને આવરી લેવા માંગતું હોઈ એમ સંધ્યા સોળે કળાએ ખીલી ઉઠી હતી. અદિતિ એની ડાયરીમાં પોતાની ગમતી મોરના પીંછા વાળી કલમથી લખી રહી હતી. આ એ જ કલમ હતી જે આરવએ અદિતિને એના જન્મદિવસ પર ભેટ આપી હતી. આરવ થોડી વાર અદિતિ સામે અને થોડી વાર કુદરતની આ કળાને નિહાળતો હતો. આસપાસ નાના બાળકો રમતા હતા. એના વાલીઓ પોતાની જગ્યા લઈને લીલીછમ લોન પર બેસીને સોનેરી સાંજ ...વધુ વાંચો
સોલમેટસ - 4
આગળના ભાગમાં તમે જોયું કે રુશી પાસે અદિતિની ડાયરી હોઈ છે. આરવને ડાયરી જોતા જ અદિતિ સાથે ગાળેલો સમય આવી જાય છે અને રુશીને રીક્વેસ્ટ કરે છે કે તે ડાયરી પોલીસને સોપે એના કરતા એને આપે જેથી આ ડાયરી અદિતિની આખરી નિશાની રૂપે તે પોતાની પાસે રાખી શકે. આરવ આશાભરી નજરે રુશીને વિનંતી કરી રહ્યો હતો ડાયરી આપવા માટે. રુશીને પણ એમ થતું હતું કે તે આ ડાયરી આરવને આપે પણ ક્યાંક તેને લાગતું હતું કે શાયદ આ ડાયરીમાં કોઈ ઠોસ પુરાવો પોલીસને મળી જાય કે જેથી અદિતિના હત્યારાને પકડી શકાય એટલે એને આરવને કહ્યું, ‘આરવ, મને તને ડાયરી ...વધુ વાંચો
સોલમેટસ - 5
આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એસપી ઝાલાને મળે છે તથા આ કેસને લગતી પોલિસને આપે છે. તેના ગયા પછી કોન્સ્ટેબલ અર્જુન એસપી ઝાલાને સીસીટીવી ફૂટેજ વિષે પૂછે છે. હવે જાણીએ આગળ: એસપી ઝાલા (હસીને)- ‘કોન્સ્ટેબલ અર્જુન, માન્યું કે તમે એક જાબાઝ પોલીસ છો. યુપીએસસીની એકઝામમાં હવે મૌખિક બાકી છે પણ મારી પાસે એના પછીનો પણ એક્સપીરિયંસ છે. મારે હજુ આ કેસમાં તપાસ કરવી બાકી છે.’ એમ કહી એ મુંબઈ સાયબર ઓફિસમાં ફોન ડાયલ કરે છે. સામે છેડે થી, ‘હેલ્લો’ એસપી ઝાલા-‘હેલ્લો સર. હું એસપી ઝાલા વાત કરું છું. અદિતિના કેસને લગતી કોઈ ઇન્ફોર્મેશન ...વધુ વાંચો
સોલમેટસ - 6
એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ અને રુશીને દુરથી જુએ છે. આરવે રુશીનો હાથ પકડેલો હોય એ જોઈ અને કોન્સ્ટેબલ અર્જુન અવાચક થઇ જાય છે અને વિચારી લે છે કે નક્કી આ બંને સાથે છે અને આ કેસમાં સંડોવાયેલા પણ છે. એસપી ઝાલા એમને બોલાવેલા બીજા એક પોલીસકર્મી કે જે સાદા પહેરવેશમાં એમની પત્ની સાથે આવ્યા હતા એમને ઇશારાથી કાઈક સુચના આપે છે અને ત્યાંથી રવાના થાય છે. ગાડીમાં બેસતાની સાથે જ કોન્સ્ટેબલ અર્જુન એસપી ઝાલાને કહે છે, ‘સર, નક્કી આ કેસતો પેલા મધુકાન્તા જેવો થયો. એમના હસબંડ અને એમની બેસ્ટફ્રેન્ડ વચ્ચે લફરું હતું અને એટલે ...વધુ વાંચો
સોલમેટસ - 7
અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અને અદિતિના ઘરમાંથી વિદાય લઇ રહ્યા હતા. બાર દિવસ સુધી સતત અવરજવરના લીધે થોડું ઘર ભર્યું લાગતું હતું પણ આજે અદિતિના મમ્મી-પપ્પા માટે આ ઘર જાણે ખાવા દોડતું હતું. એમની એકની એક લાડલી દીકરી એમની વચ્ચે નથી એને આજે તેર દિવસ થઇ ગયા છતાં પણ આ બધું જાણે અત્યાર સુધી દિવાસ્વપ્ન જેવું જ લાગતું હતું. બધા મહેમાનોના ગયા પછી અદિતિના મમ્મી-પપ્પા અદિતિના રૂમમાં ગયા. આટલા દિવસોમાં પણ અદિતિના રૂમને એના મમ્મી-પપ્પાએ ખોલવા નહોતો દીધો કેમકે એમના માટે અદિતિનો રૂમ એટલે એમની અદિતિ સાથેની યાદો. આ તેર દિવસમાં રડી રડીને થાકેલી ...વધુ વાંચો
સોલમેટસ - 8
આગળના ભાગમાં તમે જોયું કે આરવને અદિતિની ડાયરીમાંથી ‘LOVE’ લખેલી રીંગ મળે છે. આરવ એ જોઇને વિચારમાં પડી જાય કેમકે એ રીંગ એણે અદિતિને આપેલી નહોતી. આરવ વિચારમાં મુકાય જાય છે કે આ રીંગ અદિતિને કોણે આપી? કેમકે આવી રીંગની શોખીન અદિતિ હતી જ નહિ. આરવે જયારે અદિતિને પ્રોપોઝ કરવાનું વિચાર્યું હતું ત્યારે એ રીંગ જ લેવા માંગતો હતો પણ એ જાણતો હતો કે અદિતિને રીંગ નો શોખ નથી. એને હાથમાં વોચ સિવાય કઈ પહેરવું ના ગમતું. એક દિવસ વાત વાતમાં અદિતિએ આરવને કહ્યું હતું કે મને રીંગ કરતા બ્રેસલેટનો વધુ શોખ છે એટલે જ આરવે અદિતિને પ્રોપોઝ કરવા ...વધુ વાંચો
સોલમેટસ - 9
જીવનની એક એક પળને જીવી લો. ક્યારેક સપનાઓને પુરા કરવામાં આપડે આપણી આજ માં મળેલા સુખને માણી નથી શકતા. તમે જોયું કે આરવ અદિતિની ડાયરી વાંચે છે. એમાં અદિતિએ જે રીતે એના ડ્રીમ પ્રોપોઝલનું વર્ણન કર્યું હતું એવી રીતે જ આરવે અદિતિને પ્રોપોઝ કર્યું હતું. એ રાત્રે મોડો સુતો હોવાથી સવારે એનાથી મોડું ઉઠાણું. ઉઠીને બાજુમાં મુકેલી ડાયરી હાથમાં લીધી અને ફરી એ અદિતિના વિચારોમાં ખોવાય ગયો. આરવ એ દિવસને યાદ કરતો હતો જયારે એ અને અદિતિ થોળના તળાવમાં ફરવા માટે આવેલા. અદિતિની ખુબ ઈચ્છા હતી ત્યાં ફરવા જવાની એટલે અદિતિ અને આરવ એમના ૩-૪ મિત્રો સાથે ફરવા ગયા ...વધુ વાંચો
સોલમેટસ - 10
આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અને તે પોલીસ સ્ટેશન જવા માટે નીકળે છે. એને રુશીનો પણ ફોન આવે છે અને રુશીને પણ પોલીસ સ્ટેશનમાંથી આવવા માટે ફોન આવેલો હોય છે એટલે આરવ પહેલા રુશીને લેવા માટે એના ઘરે જાય છે. રુશી આરવની ગાડીમાં બેસે છે અને બંને પોલીસ સ્ટેશન જવા માટે નીકળે છે. અડધા રસ્તા સુધી બંને ચુપચાપ રહ્યા પછી રુશી આરવને, ‘આરવ, શું લાગે છે તને? આપડને બંનેને કેમ પોલીસ સ્ટેશન બોલાવ્યા? અદિતિને બ્લેકમેલ કરનારો મળ્યો હશે?’ ‘હા યાર, જો મળ્યો હોય તો સારું જ ને. મારી અદીને જેણે હેરાન કર્યો એ ...વધુ વાંચો
સોલમેટસ - 11
આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે કેબીનમાંથી બહાર આવે છે ત્યારે થોડો હતાશ અને એના ફેસ પર જણાય છે અને રુશી આ જુએ છે છતાં કશું પૂછતી નથી અને પોતે કેબીનમાં જાય છે ત્યાં એસપી ઝાલા થોડી વાતચીત પછી એને લોકઅપમાં બેસેલા માણસ સામે તેનું ધ્યાન જાય છે.. લોકઅપમાં રહેલા માણસને જોતા રુશી ફાટી આંખે બસ લોકઅપ સામું જોઈ રહી કેમકે લોકઅપમાં બીજું કોઈ નહિ પણ ધવલ હતો. રુશીનો ધવલ. આરવ ગાડી હંકારી અને ફટાફટ પોલીસસ્ટેશનની બહાર નીકળી ગયો. ગુસ્સો, દુખ, પીડા, છેતરાયાની એવી બધી જ લાગણીઓ હવે તેના મન પર કબજો કરી રહી ...વધુ વાંચો
સોલમેટસ - 12
આગળ તમે જોયું કે આરવ પોલીસ સ્ટેશનની બહાર નીકળી જાય છે. એસપી ઝાલા સાથેની વાતચીતમાં જાણવા મળે છે કે દોષી બીજું કોઈ નહિ પણ એના જ મિત્રો રુશી અને ધવલ છે. ત્યારથી એ વધુ ઉદાસ થઇ જાય છે. ‘આરવ એ આરવ કોણ જાણે ક્યાં જતો રહ્યો આ છોકરો. છેલ્લા ૪ દિવસથી આ છોકરાને કાઈ ભાન જ નથી એકેય વાતનું. નથી ટાઈમે જમતો કે નથી સરખું સુતો.’ આરવના વ્યવહારથી કંટાળેલા આરવના મમ્મી હવે તેને તેની પેલાની સ્થિતિમાં પાછો લાવવા મહેનત કરીને થાકી ગયેલા. આરવ માટે પણ એક પછી એક આઘાત મળતા એ સહન નહોતો કરી શકતો. પેલા અદિતિનું આમ એને ...વધુ વાંચો
સોલમેટસ - 13
આગળ તમે જોયું કે આરવ પણ અદિતિની જેમ તેના મનના વિચારો અદિતિની ડાયરીમાં શબ્દ સ્વરૂપે લખે છે. અને પછી જાય છે. ઊંઘમાં એને કાઈક સપનું આવે છે અને એ જાગી જાય છે. હવે જોઈએ આગળ. આજે ઘણા ટાઈમ પછી આરવ ઘ-૪ના ગાર્ડન આવીને બેઠો હતો. ઘણા ક્યાં, છેલ્લે જયારે એણે અદિતિને પ્રોપોઝ કર્યું પછી પહેલી વખત તે આવ્યો હતો. જ્યાં એની નજર જતી ત્યાં બસ અદિતિ જ એને દેખાતી હતી અને કેમ ના દેખાય! જેટલી પણ ક્ષણો એ જીવ્યો હતો અદિતિ સાથે એમાં ઘ-૪ ના ગાર્ડનની ઘણી બધી યાદો પણ એમાં જોડાયેલી હતી. કાલ રાત્રે જોયેલા સપનાને તે હજુ ...વધુ વાંચો
સોલમેટસ - 14
આગળના ભાગમાં જોયું એમ રુશી આરવને મળવા ઘ-૪ના ગાર્ડન આવી હતી પણ આરવ એની સાથે વાત કરવા નહોતો માંગતો એ એના ઘરે આવી ગયો. ઘરે આવી આરવ પોતાના રૂમમાં જતો હતો. એના મમ્મીએ એને બોલાવવાની કોશિશ કરી પણ કશું સાંભળ્યા વગર એ સીધો તેના રૂમમાં જતો રહ્યો. રૂમ પર આવી અને એ એના બેડ પર પડ્યો અને ઓશીકાને ગળે વળગાડીને રડવા માંડ્યો જાણે ઓશીકું એની અદીતીજ કેમ હોઈ! રુશીને આજે જોઈ ત્યારે એ ખુબ ગુસ્સામાં આવી ગયો હતો અને ક્યાંક આડું અવળું બોલાય જાય કે હાથ ના ઉપડી જાય એ બીકે એ ત્યાંથી નીકળી ગયો. થોડીવાર રડતા રડતા એ ...વધુ વાંચો
સોલમેટસ - 15
આગળ તમે જોયું એમ મનન આરવને રુશી સાથે એકવાર વાત કરી લેવા સમજાવે છે. હવે શું થાય છે તે આગળ જોઈએ. મનન અને આરવ જમીને વોક કરવા માટે નીકળા. શિયાળાની ઋતુ હવે ધીમે ધીમે તેના અંત તરફ જઈ રહી હતી. રાતના ૮ વાગ્યા હોવા છતાં પણ કહી શકાય એવું અજવાળું રસ્તા પર હતું અને રસ્તાની કિનારી પર મુકેલા લાઈટના થાંભલાના પ્રકાશથી સુમસામ રસ્તા પર ખાસ્સુ અજવાળું હતું. થોડું આગળ ચાલ્યા ત્યાં એક સોડાવાળો ઉભો હતો. સાઇકલ પર પાછળની સીટ પર મોટું બોક્સ રાખી અને એમાં અલગ અલગ કલરની બોટલ્સ ગોઠવેલી હતી. એ બોક્સ પર મોટા અક્ષરે નીચે લખ્યું હતું ...વધુ વાંચો
સોલમેટસ - 16
આરવ અને મનન બંને આરવના બેડરૂમમાં આવ્યા. મનનનું ધ્યાન આરવની બેડસાઈડ ટેબલ પર રાખેલી પિંક કલરની ડાયરી પર ગયું. જોતા મનને થોડું આરવણી ખેચતા બોલ્યો “આરવિયા મને તો એમ કે ખાલી તું કોઈ છોકરીના પ્રેમમાં જ પડ્યો છે...” આંખથી ડાયરી સામું ઈશારો કરતા એ આરવને જોઇને બોલ્યો, ”પણ અહિયાં તો હવે મને એવું લાગે છે કે તું છોકરી જેવો થઇ ગયો..” આરવ થોડું મલકાયો. આરવને મલકાતા જોઇને મનનને હાશ થઇ. “ના યાર, આ અદિતિની ડાયરી છે” આરવ થોડું દુ:ખી થઈને બોલ્યો. “ઓહ! સોરી આરવ, હું તો જસ્ટ મસ્તી કરતો હતો” મનનને પણ એવું થયું કે ખોટું પૂછી લીધું. છતાં ...વધુ વાંચો
સોલમેટસ - 17
મનન હજુ બેડ પર આરામથી ઊંઘી રહ્યો હતો. આરવ સવારમાં વહેલો ઉઠી, નાહીધોઈને તૈયાર થઇ ગયો હતો. એણે ઓલરેડી સાથે ફોન પર વાત કરી અને ‘કેફે કોફી ડે’માં ૧૦:૩૦ વાગ્યે મળવા બોલાવી હતી. આરવ નાહીને આવી ગયો તો પણ મનન હજુ ઊઠવાનું નામ નહોતો લે’તો એટલે આરવે બાજુમાં પડેલા ઓશિકાનો મનનના ફેસ પર ઘા કર્યો. મનન પણ ઊંઘમાં હોવાથી ઓશીકું હાથમાં લઇ અને ઊંઘું ફરીને પાછો સુઈ ગયો. આરવ મનનની આવી હરકતથી હસવા માંડ્યો અને દયા પણ આવી કે બિચારાને ઘણા ટાઈમ પછી સરખું સુવા મળ્યું લાગે છે બાકી કોમ્પીટીશનની તૈયારીમાં આ ભાઈ ઊંઘે એવા છે નહિ. છતાય મોડું ...વધુ વાંચો
સોલમેટસ - 18
આગળના ભાગમાં તમે જોયું કે આરવ રુશીને મળવા ગયો હતો અને મનન અદિતિની ડાયરી વાંચી રહ્યો હતો ત્યાંજ આરવનો આવે છે અને મનનને ફટાફટ નીચે આવવા કહે છે. મનન નીચે આવ્યો એટલામાં જ આરવ પણ એના ઘર પાસે આવી ગયો હતો. દુરથી આવતો જોઇને મનનને લાગ્યુ કે કાઈક બન્યું જરૂર છે એટલે આટલો ટેન્શનમાં દેખાય છે. જેવો આરવ આવ્યો એવો એણે મનનને બેસવા કહ્યું. મનન પણ પરિસ્થિતિ સમજીને કાઈપણ પૂછ્યા વગર એની પાછળ બેસી ગયો. આજે આરવ બાઈક થોડું ઝડપી ચલાવી રહ્યો હતો. મનનને લાગ્યું કે આ બરાબર ટાઈમ નથી પૂછવા માટે. નક્કી એ કાઈક બતાવવાજ મને લઇ જાય ...વધુ વાંચો
સોલમેટસ - 19
મનન અને આરવ સાંજે ઘ-૪ના ગાર્ડનમાં બેઠા હતા. મનન ઘણા ટાઈમ પછી આવી રીતે સુર્યાસ્ત નિહાળતો હતો અને એમાય ના ગાર્ડનની વાઈબજ કાઈક અલગ હતી એવું એ મહેસુસ કરી રહ્યો હતો. આજે આમેય મનન કંટાળી ગયો હતો. એકતો રાત્રે અદિતિની ડાયરીના લીધે મોડે સુધી જાગ્યો હતો. એમાય સાઈડલેમ્પ ના આછાં પ્રકાશમાં વાંચવાના લીધે એની આંખો પણ ભારે થઇ ગઈ હતી. ઉપરથી હોસ્પિટલનો દેકારો અને રુશીની આવી હાલત. બપોરે મોડું થતા બાર જ એ બંને એ હળવો નાસ્તો કર્યો હતો એટલે ગાર્ડનમાં આવતા પહેલા એ બંને ચા પીને જ આવ્યા હતા. થોડીવાર આમતેમ નજર કરી અને એનું ધ્યાન આરવ પર ...વધુ વાંચો
સોલમેટસ - 20
એસપી ઝાલા એમની કેબીનમાં બેઠા બેઠા કોન્સ્ટેબલ અર્જુન સાથે અદિતિના કેસની ફાઈલ બનાવી રહ્યા હતા. ધવલે આ કેસમાં પોતાનો કબુલ કરી લીધો હતો એટલે એ જેલમાં હતો જયારે રુશીની આ કેસમાં ખાસ કોઈ અગત્યની ભૂમિકા ના લગતી હોઈ તેને જામીન મળી જતા એ તેના ઘરે હતી. કોન્સ્ટેબલ અર્જુનના ચહેરા પર ખુશી હતી કે આટલો અગત્યનો કેસ એમણે સોલ્વ કર્યો હતો. એટલે આટલા દિવસની આકરી મહેનત બાદ એ ભવિષ્યની રજાઓનું મનમાં ને મનમાં પ્લાનિંગ કરી રહ્યા હતા. ‘સર, કુલ્લુ મનાલી કેવું રહેશે? હું વિચારું છું કે મિત્રો સાથે ૫-૬ દિવસની રજા લઈને ફરતો આવું.’ થોડું બીકમાં એમણે એસપી ઝાલાની પરમીશન ...વધુ વાંચો
સોલમેટસ - 21
બીજા દિવસે સવારે મનન અને આરવ બન્ને અગાશીમાં બેઠા બેઠા રેડિયો સાંભળી રહ્યા હતા. થોડા સમયથી ગીતોના શોખીન આરવે વાર ફોન ખોલીને ગીતો તો શું એકપણ એપ્લીકેશન પણ ખોલી નહોતી. કામ સિવાય એ એના ફોનને અડતો જ નહોતો. એ જયારે પણ ફોન જોતો તો થતું કે હમણાં અદીનો મેસેજ આવશે અને એને મળવા બોલાવશે. આટલા દિવસના મેસેજના ઇન્ત્ઝાર કર્યા પછી છેવટે એણે ફોન તરફ જોવાનું જ માંડી વળ્યું હતું. મનન આજે પરાણે આરવને અગાશી પર લઇ આવ્યો હતો. પહેલા જયારે પણ બંને મળતા ત્યારે આ રીતે અગાશી પર જઈને રેડિયો સાંભળતા રહેતા. રેડિયો પર પણ આજે જાણે આર.જે. દુખી ...વધુ વાંચો
સોલમેટસ - 22
એસપી ઝાલા રોજ કરતા આજે થોડા ઉદાસ હોય એવું આરવને લાગ્યું. આમ તો એસપી ઝાલા ક્યારેય એમના ભાવો ચહેરા દેખાવા નહોતા દેતા પણ આજે એ કદાચ ધવલના વિષે વિચારીને, એમણે આ કેસમાં કોઈ નીર્દોસને સજા મળી રહી હોય એવું લાગતું હતું. ધવલને એમણે બધી રીતે પૂછી જોવાનો પ્રયત્ન કર્યો પણ એ એક જ રટણ કરતો રહ્યો, “હું જ દોષી છું, તમે આ કેસને બંધ કરી દો અને મને જે સજા આપવી હોય એ આપી દો.” એ બોલતો હતો ત્યારે એની આંખો કાઈક અલગ જ કહી રહી હતી. છેવટે કંટાળીને એસપી ઝાલાએ ધવલને એના હાલમાં મૂકી દીધો. આ કેસ જેના ...વધુ વાંચો
સોલમેટસ - 23
આગળના ભાગમાં તમે જોયું કે આરવ અને મનન બંને પોલીસસ્ટેશન ડાયરી સબમિટ કરવા જાય છે અને એ રીંગ પણ ઝાલાને સોંપે છે. આરવ અને મનનને એસપી ઝાલા દ્વારા જાણવા મળે છે કે ધવલ કદાચ આ કેસમાં નીર્દોસ હશે હવે જોઈએ આગળ. પોલીસસ્ટેશનની બહાર નીકળતાજ આરવ અને મનન સિવિલ હોસ્પિટલ જવા રવાના થાય છે. રસ્તામાં ભૂખ લાગતાજ બંને કટકબટક કાઈક નાસ્તો કરી લે છે. હોસ્પિટલમાં આજે એ દિવસ જેવી જ ભીડ હતી. મનન મનમાં વિચારી રહ્યો હતો કે ‘કુદરત પણ કેવી છે, અહિયાં કેટલાય સ્નેહીજનો એમના સગા વ્હાલા જે હોસ્પીટલમાં દાખલ થયા હશે એમના માટે આમથી તેમ દોડે છે પણ ...વધુ વાંચો
સોલમેટસ - 24
આગળ તમે જોયું કે રુશી એના રૂમે જાય છે આરામ કરવા. મનન અને આરવ બંને હોસ્પિટલ રોકાય છે. એ ને હજુ ખબર નથી હોતી કે એ બહેન ખરેખર કોણ છે અને રુશી સાથે એમનું શું રીલેશન છે. રુશીના ગયા પછી આરવ રુશીએ આપેલી ફાઈલ જોતો હતો. ફાઈલમાં આગળ નામ લખ્યું હતું એ આરવ મોટેથી વાંચ્યું, “મીરાબેન ગોર”. ‘કોણ હશે આ બહેન? એના વિષે તો મેં ક્યારેય નથી સાંભળ્યું...રુશી તો પટેલ છે તો આ કોણ હશે’ એવું એ મનમાં વિચારતો હતો. ત્યાંજ એક નર્સ આવી અને રુશી વિષે આરવને પૂછવા લાગ્યા. મનને નર્સને કહ્યું, “મેડમ, એ આરામ કરવા ઘરે ગયા ...વધુ વાંચો
સોલમેટસ - 25
૪ દિવસ પછી... મીરાંબેનની તબિયત પહેલાથી વધુ સ્થિર હતી. કદાચ ૧-૨ દિવસમાં એમને રજા પણ આપી શકે એવા ચાન્સીસ રુશીએ એમને મળવાનું બને તેટલું ટાળ્યું હતું. એટલેજ એમને સ્પેશીયલ રૂમ કરતા જનરલવોર્ડમાં શીફ્ટ કર્યા હતા જેથી બધા વચ્ચે રુશી સાથે ઓછી વાતચીત થાય અને બધા હોવાથી એ વિચારોમાં પણ ઓછા રહે. રુશી પણ મીરાબેનના સારા થવાથી ખુશ પણ હતી અને ચિંતામાં પણ. કેમકે એને ખબર હતીકે મીરાઆંટી સવાલો પૂછશે. એટલે બને એટલું એ બહાર વેઈટીગ એરિયામાં જ બેસતી અને કાઈક કામ હોય તો જ જનરલવોર્ડમાં જવાનું રાખતી. આ બાજુ આરવ પણ મનનના જવાથી પોતાનું મન બુક્સમાં ડાયવર્ટ કરી રહ્યો ...વધુ વાંચો
સોલમેટસ - 26
આરવ એના સ્ટડીડેસ્ક પર બેઠો બેઠો ડાયરીમાં લખી રહ્યો હતો. હવે જાણે આ જ એની અદિતિ હોય એમ બધું આમાં જ શેર કરતો. પ્રોજેક્ટનું કામ હવે શરુ થઇ ગયું હતું એટલે એ આખો દિવસ વ્યસ્ત રહેતો અને બને એટલું પોતાની જાતને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરતો. થોડા સમય પહેલાજ પોલીસસ્ટેશનથી ફોન આવ્યો હતો અને એને બોલાવ્યો હતો. આ સમયે પોલીસ સ્ટેશન? નક્કી કાઈક તો છે એમ વિચારીને એ ઉભો થઇ અને તૈયાર થઈને નીકળ્યો. પોલીસસ્ટેશન પહોચતા જ બહાર બાંકડે એણે રુશીને બેસેલી જોઈ. એને એ દિવસ યાદ આવી ગયો જયારે રુશીના આ કેસમાં સંડોવણીની વાત કરવામાં આવી હતી. ત્યારે રુશી ...વધુ વાંચો
સોલમેટસ - 27
વાચકમિત્રોનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું કે આપ સૌએ આ વાર્તા વાંચી અને આપના અમુલ્ય અભિપ્રાયો મને જણાવ્યા. જયારે લખવાની શરૂઆત કરી ત્યારે મને નહોતી ખબર કે આટલા બધા પાર્ટમાં હું લખી શકીશ. મારી લખવાની સ્કીલ પણ જેમ જેમ પ્રકરણો લખાતા ગયા એમ એમ સુધારતી ગઈ છે. કદાચ તમે પણ એ અનુભવ્યું હશે. જે પ્રશ્નો આરવ, રુશી અને ધવલે પૂછ્યા હશે એના જવાબ પણ એમને એસપી ઝાલાએ એમની રીતે આપી દીધા હશે. એ લોકો એ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હતા એટલે એમને જવાબ સમજાય ગયા હશે. પણ મારાથી કદાચ એવી કોઈ ઘટના કે કોઈ વાત જે આ વાર્તામાં જરૂરી ...વધુ વાંચો
સોલમેટસ - 28
અદિતિનો કેસ સોલ્વ થયો એને આજે પાચ વર્ષ ઉપર થઇ ગયુ. “’આદ્રિતી બાયોફાર્મા’ કંપની ટૂંક સમયમાં જ ઘણુ બધું નામ કમાવી ચુકી છે. દેશ-વિદેશમાં પણ આપણી કંપનીની પ્રોડક્ટ્સ સારી એવી વેચાઈ રહી છે. અહિયાં આજે આપડે એક નવો પ્લાન્ટ શરુ કરવા જઈ રહ્યા છીએ જેની ખાસ વાત એ છે કે આ આખો પ્લાન્ટ મહિલા સંચાલિત હશે. જેમાં કંપનીના ઉચ્ચ હોદ્દાથી લઈને બધી જ પોઝીશન પર ફક્ત મહિલા હશે. આ માટેનો બધો જ શ્રેય આપણી કંપનીના ડાયરેક્ટર અને સ્થાપક શ્રી આરવ પટેલને જાય છે.” સ્ટેજ પર એક છોકરી અનાઉન્સ કરી રહી હતી. “હું મી. આરવ પટેલને વિનંતી કરીશ કે આપણા ...વધુ વાંચો
સોલમેટસ - 29
૧૫ વર્ષ પછી... “વાહ પપ્પા, તમે તો બોવ જ મસ્ત લાખો છો હો!” નવા ઘરમાં સામાન ગોઠવતા ગોઠવતા આદ્રિતી પપ્પાની ડાયરી વાંચી રહી હતી. “તમારે તો લેખક કે કવિ બનવા જેવું હતું. અને સાચે તમે તો મમ્મીને ખુબ ખુબ પ્રેમ કરો છો.” આદ્રીતીનું ધ્યાન હજુ ડાયરી વાંચવામાં જ હતું. પણ એ બીજા બોક્સ ખાલી કરી રહેલા એના પપ્પા એટલે આરવને કહી રહી હતી. “અને તને પણ..” આરવે આદ્રીતીના ગાલ ખેચી કહ્યું અને પછી કાન ખેચતા થોડું ગુસ્સામાં બોલ્યા “કોઈની પર્સનલ ડાયરી આમ પૂછ્યા વગર ના વંચાય.” પોતાની ભૂલ સમજાતા આદ્રિતી ડાયરી બંધ કરી અને હાથ જોડી એના પપ્પાને કરગરવા ...વધુ વાંચો