ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન

(18)
  • 9k
  • 0
  • 4.1k

આ આર્ટિકલને મારે માત્ર ટુંકાણમાં પતાવવો નથી પણ અહી મારે ભારતીય સિનેમાનાં કેટલાક અમૂલ્ય રત્નો અંગે વાત કરવી છે એટલે કદાચ આ વાત માત્ર એક આર્ટિકલમાં પતે એવી નથી કારણકે ઘણાં કલાકારો વિષે વાત કરવાની ઇચ્છા છે.જેના વિષે લોકો કદાચ એટલી ચર્ચા કરતા નથી પણ તેમનું યોગદાન નાનું નથી.

1

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન

આ આર્ટિકલને મારે માત્ર ટુંકાણમાં પતાવવો નથી પણ અહી મારે ભારતીય સિનેમાનાં કેટલાક અમૂલ્ય રત્નો અંગે વાત કરવી છે કદાચ આ વાત માત્ર એક આર્ટિકલમાં પતે એવી નથી કારણકે ઘણાં કલાકારો વિષે વાત કરવાની ઇચ્છા છે.જેના વિષે લોકો કદાચ એટલી ચર્ચા કરતા નથી પણ તેમનું યોગદાન નાનું નથી. ભારત વિશ્વમાં સૌથી મોટો ફિલ્મ નિર્માતા દેશ છે જ્યાં દર વર્ષે લગભગ એક હજાર ફિલ્મો બને છે. કુલ ફિલ્મોમાંથી લગભગ ૬૦૦ ફિલ્મો તેલુગુ અને હિંદીમાં હોય છે, બંને ભાષામાં આશરે ૩૦૦ ફિલ્મો બને છે જ્યારે બાકીની ફિલ્મો અન્ય ભાષામાં બને છે. જોકે ભારતમાં સિનેમા દ્વારા પેદા થતી કુલ આવકમાં હિંદી ફિલ્મોનો ...વધુ વાંચો

2

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 1

ચેતન આનંદની હીર :પ્રિયા રાજવંશ પ્રિયા રાજવંશ હિન્દી ફિલ્મોની કેટલીક એવી સુંદર અભિનેત્રીઓમાંની એક હતી જેની પડદા પરની હાજરી દર્શકને રોમાંચિત કરી મુકતી હતી. મીનાકુમારી, વહીદા રહેમાન, સાધના અને મધુબાલા જેવી સૌંદર્યની પ્રતિમા સમાન અભિનેત્રીઓમાં પ્રિયારાજવંશે અલગ જ ઓળખ જમાવી હતી તે ચેતન આનંદની મોટાભાગની ફિલ્મોમાં ચમકી હતી અને ચેતને મોટાભાગે ક્લાસિક ફિલ્મોનું નિર્માણ કર્યુ હોવાને કારણે પ્રિયા પણ ઝડપથી દર્શકોમા લોકપ્રિય બની ગઇ હતી. ચેતન આનંદ દેવ આનંદનાં ભાઇ હતા અને તેમણે જ દેવ આનંદને ફિલ્મોમાં આવવા માટે પ્રેરિત કર્યા હતા જ્યારે દેવ આનંદ ફિલ્મોમાં પ્રવેશ્યા ત્યારે એક ઉત્તમ દિગ્દર્શક તરીકે તેઓ કાઠુ કાઢી ચુક્યા હતા અને દેવ ...વધુ વાંચો

3

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 2

આશાજી પાર્શ્વ ગાયનના ક્ષેત્રમાં ‘લિવિંગ લિજેન્ડ’ આશા ભોસલે જન્મ ૮ સપ્ટેમ્બર ૧૯૩૩) આશા ભોસલે એક ભારતીય પ્લેબેક ગાયિકા, ઉદ્યોગસાહસિક, અને ટેલિવિઝન વ્યક્તિત્વ છે જે મુખ્યત્વે ભારતીય સિનેમાં કામ કરે છે. તેણીની બહુમુખી પ્રતિભા માટે જાણીતી, તેણીને હિન્દી સિનેમાની સૌથી મહાન અને સૌથી પ્રભાવશાળી ગાયિકા તરીકે મીડિયામાં વર્ણવવામાં આવી છે. તેણીની આઠ દાયકાથી વધુની કારકિર્દીમાં તેણીએ વિવિધ ભારતીય ભાષાઓમાં ફિલ્મો અને આલ્બમ્સ માટે ગીતો રેકોર્ડ કર્યા છે અને બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, અઢાર મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કારો, નવ ફિલ્મફેર પુરસ્કારો સહિત લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અને રેકોર્ડ સહિત અનેક પ્રશંસા પ્રાપ્ત કરી છે. બે ગ્રેમી નોમિનેશન ઉપરાંત બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર ...વધુ વાંચો

4

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 3

નંદા : હંમેશા ગુમનામ જ રહી જ્યારે પણ હિન્દી સિનેમાની અભિનેત્રીઓની વાત આવે ત્યારે દેવિકારાણીથી માંડીને વહીદા રહેમાન, મીના આશા પારેખ કે સાધના કે અત્યારની એશ્વર્યા રાય કે કેટરિનાની વાત થાય પણ ક્યારેય નંદાના હિન્દી ફિલ્મોના યોગદાન અંગે કોઇ સમીક્ષક વાત કરતો હોય તેવું સંભળાયું નથી આમ તો આ અભિનેત્રી તેમના સમયના મરાઠી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા માસ્ટર વિનાયકની પુત્રી હતી અને જેને હિન્દી ફિલ્મોના સીમાચિહ્ન ફિલ્મકાર માનવામાં આવે છે તે વી.શાંતારામની ભત્રીજી હતી પણ તેને પોતાની કારકિર્દી જમાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો અને ઘણી હિટ ફિલ્મોમાં કામ કરવા છતાં પણ જે લોકપ્રિયતા તેની સમકાલીન મનાતી વહીદા રહેમાન, ...વધુ વાંચો

5

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 4

શંકરસિંહ શૈલેન્દ્રનું યોગદાન બોલીવુડના શોમેન રાજ કપૂરને તેમના અભિનયની સાથે તેમણે આપેલા યાદગાર ગીતો માટે પણ યાદ કરવામાં આવે એ ગીતો મોટે ભાગે જેમણે લખ્યા છે એવા ગીતકાર શૈલેન્દ્રની શોધ કરનાર પણ રાજ કપૂર જ છે. મૂળ પાકિસ્તાનના રાવલપીંડી ખાતે તા.૩૦ ઓગષ્ટ ૧૯ર૩ના રોજ જન્મ લેનાર ગીતકાર શૈલેન્દ્રનું મૂળ નામ શંકરદાસ કેસરીલાલ શૈલેન્દ્ર હતું. તેમના બાળપણના સમયમાં માતા-પિતા મથુરા રહેવા આવી ગયા. અહીંયા માતાના આકસ્મિક અવસાનથી તેમના જીવન પર ગંભીર અસર થઈ અને શાયરી લખવા તરફ તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. ઉંમર વધવાની સાથે એક કાયમી અને સ્થાયી નોકરી માટેના પ્રયાસમાં ભારતીય રેલવેમાં વેલ્ડર તરીકે જોબ મળી. રેલવેમાં મળેલી આ ...વધુ વાંચો

6

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯૫૩માં બિમલ રોય એક સમારોહમાં હાજરી આપવા ગયેલા. સમારોહમાં નૃત્યનો ભવ્ય થયો, પણ બિમલ રોયની નજર તો એક ૧૨ વર્ષની બાળા પર અટકી ગઈ. તે બાળાના નૃત્યથી એટલા અભિભૂત થઈ ગયા કે તેને પોતાની આગામી ફિલ્મ ’બાપ બેટી’ (૧૯૫૪) માટે પસંદ કરી લીધી. આ બાળા હતી ભારતીય સિનેમાની મશહૂર અભિનેત્રી આશા પારેખ. ૬૦ના દશકમાં પહેલી ફિલ્મ મેળવવી એ અભિનેત્રી માટે જીવનની અગ્નિપરીક્ષા સમાન હતું. આશાને બાળ કલાકારમાંથી અભિનેત્રી બનવું હતું અને સોળ વર્ષની ઉંમરે ’બૈજુ બાવરા’ જેવી શાનદાર ફિલ્મ બનાવનાર વિજય ભટ્ટની ’ગૂંજ ઉઠી શહનાઈ’ ફિલ્મ માટે આશાએ હિરોઇન બનવાની તૈયારી ...વધુ વાંચો

7

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 6

વહીદા : શ્રેષ્ઠ અભિનેત્રી ગાઇડ, પ્યાસા, ચૌધરી કા ચાંદ, મુજે જીને દો જેવી ફિલ્મોને પોતાની પ્રતિભાશાળી એકટિંગથી અમર કરનાર રહેમાન હતા. તેમણે હંમેશા દર્શકોને પસંદ પડે તેવી ફિલ્મોમાં કામ કામ કર્યુ હતુ. ગુરુદત્ત હંમેશા પોતાના પરફેક્શનને લઇને ગંભીર રહેતા હતા. તે કયારેય એક શોટથી સંતોષ માનતા ન હતા. તેમને હંમેશા મનમાં એવો જ વિચાર આવે કે હજુ બીજો શોર્ટ કરીશું તો વધારે સારુ લાગશે. એક વાર એક કિસ્સો એવો બન્યો હતો જે મને અત્યારે પણ યાદ છે. મને તેમણે અચાનક ફોન કરીને જણાવ્યુ કે વહીદા તું સ્ટુડીયોમાં આવી જા તને એક સરસ સીન બતાવવો છે. પરંતુ મેેં જણાવ્યુ કે ...વધુ વાંચો

8

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 7

પ્રેમચંદ અને મંટો એ હિન્દી ફિલ્મોને પોતાની પ્રતિભાથી ઉજાળી હતી...... હિંદી તેમ જ ગુજરાતીમાં સાહિત્યકૃતિ પરથી બનેલી ફિલ્મોની યાદી છે. ટાગોર-શરતચંદ્ર-બંકિમચંદ્ર, મુનશી-મેઘાણી-મડીયા, ધર્મવીર ભારતી- મહાશ્વેતાદેવી-રાજિંદરસિંઘ બેદી-ઇસ્મત ચુગતાઇ જેવી સાહિત્યજગતની નામી હસ્તીઓનાં લખાણ ફિલ્મો માટે અપનાવાયાં છે. કેટલાકે ખાસ ફિલ્મો માટે લખ્યું છે. પરંતુ ફિલ્મઉદ્યોગની શતાબ્દિ નિમિત્તે સાહિત્યકારોમાંથી બે નામ જરા અલગથી યાદ આવે છેઃ હિંદીમાં મુન્શી પ્રેમચંદઅને ઉર્દુમાં સઆદત હસન મંટો.પોતપોતાના પ્રદાનને કારણે વીસમી સદીના જ નહીં, સર્વકાલીન મહાન સાહિત્યકારોની હરોળમાં પ્રેમચંદ અને મંટોની ગણના થાય છે. આ બન્ને સર્જકોમાં એક વિશિષ્ટ સામ્ય છેઃ તેમણે ફિલ્મકંપનીઓમાં પગારદાર લેખક તરીકે કામ કર્યું હતું. બન્નેના સંજોગો, જરૂરિયાતો અને કારણ જુદાં હતાં. ...વધુ વાંચો

9

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 8

આનંદ બક્ષી આનંદ બક્ષી આજે આપણી વચ્ચે નથી પરંતુ બોલીવુડમાં તેમનું પ્રદાન અદ્વિતિય રહ્યું છે તે સ્વીકારવું પડશે. આનંદ મૃત્યુને ઘણાં વર્ષ થયાં છે તેમ છતાં તેમના ગીત આજે પણ એટલા જ તરોતાજા લાગે છે. સૌ કોઇએ આનંદ બક્ષીની સફળતા જોઇ છે પરંતુ તેમનો સંઘર્ષ જોયો નથી. શરૂઆતથી વાત કરીએ તો આનંદ બક્ષીનો જન્મ રાવલપિંડીમાં પોતાના પૂર્વજોના ઘરમાં થયો હતો. તેમના માતાનુ નામ સુમિત્રા બાલી અને પિતાનુ નામ મોહનલાલ વૈદ બક્ષી હતુ. પોતાના પુત્રને તેમણે આનંદ બક્ષી નામ આપ્યુ હતુ. આનંદ બક્ષીએ પોતાના લખેલા ગીતો દ્રારા બોલીવુડને માલામાલ કરી દીધું હતુ. આનંદ બક્ષી ૧૦ વર્ષના હતા ત્યારે તેમની માતાનુ ...વધુ વાંચો

10

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 9

શમ્મી કપૂર હિન્દી ફિલ્મોમા નાયકોની સ્થાપિત છબિને તોડનાર બાગી સ્ટાર શમ્મી કપૂર એવા અભિનેતાઓમા એક હતા જેમણે પડદા પરના તમામ બંધનોમાંથી મુક્ત કર્યા હતા. એટલુ જ નહીં તેમણે પોતાની અભિનય શૈલી ખાસ કરીને ગીતોમા પરિવર્તન લાવીને નવી સ્ટાઇલથી ડાંન્સ કરવાનું પસંદ કરતા હતા. તેમણે પોતાની અભિનય ક્ષમતામા એક નવી તાજગીનો અનુભવ કર્યો હતો જેને યુવાઓ પણ પસંદ કરતા હતા. શમ્મી કપૂરના રૂપમા હિન્દી સિનેમા જગતને એક એવા એકટર મળ્યા કે જેમનો જોશ, શરારત, ચુલબુલાપન હોવાની સાથે સાથે બગાવતી તેવર પણ હતા. એ સમયે બધા જ એકટરોથી અલગ તેમણે અભિનય કર્યો હતો જે મુશ્કેલ કામ તો હતું જ અને રૂઢિ ...વધુ વાંચો

11

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 10

મદનમોહનની ગઝલ તરીકે ઘણી ખ્યાત રચનાઓ ગઝલ ન હતી વર્ષોથી આપણે સૌ સંગીત - રસિકો સાંભળતા આવ્યા છીએ કે મોહન ‘ગ઼ઝલ-સમ્રાટ’ છે’’ અને “ગ઼ઝલ તો એમના ઘરની બાંદી છે” અને “એમણે બીજું કંઈ જ ન રચ્યું હોત અને માત્ર ‘અનપઢ’ ફિલ્મની લતાની બે અમર ‘ગ઼ઝલો’ રચી હોત તો પણ ફિલ્માકાશમાં તેઓ સદૈવ ઝળહળતા હોત”વગેરે વગેરે..હા, મદન મોહનજીની ગ઼ઝલ-બંદિશો પર કમાલની હથોટી હતી એમણે નિબદ્ધ કરેલી અનેક ગ઼ઝલો ફિલ્મસંગીતના વિશ્વમાં અજરઅમર રહેશે એની લગીર ના નહીં, પરંતુ હકીકત એ છે કે એમણે રચેલી સ્વર-રચનાઓમાંની અનેક કહેવાતી ગ઼ઝલો વાસ્તવમાં ગ઼ઝલ છે જ નહીં, ગીત કે નઝમ છે. પરંતુ એ જાણવા અને ...વધુ વાંચો

12

ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 11

બોલીવૂડની બેડ- ગર્લ અધર વુમન, વેમ્પ, ડાન્સર, ખલનાયિકા, બાર ડાન્સર - એક સમયે તેઓ શું કરશે, કેવી રીતે કરશે? ફસાવશે? આ અને આવા અનેકવિધ પ્રશ્નો હિન્દી ફિલ્મ નિહાળતા દર્શકોના મગજમાં સતત ઘુમતા રહેતા. આવો એક સમય હતો- જેનો પ્રારંભ લગભગ ૧૯૩૦-૧૯૪૦ થી શરૂ થયો હતો, એમ કહી શકાય અને એવી ભૂમિકા ત્યારે કુલદીપ કૌર ભજવતી. બેશક, કુલદીપ સુંદરતોહતી જ એટલું જ નહીં, એ સોફિસ્ટિકેટેડ - વ્યવહારદક્ષ, તીવ્ર કામવાસના યુક્ત-લંપટ અને નિર્દોષ તથા અસંદિગ્ધ હીરોને ફસાવતી. આ પછી કુલદીપ કૌર જેવી અદાકારા ઘણી આવી જેમાં નાદિરા , મનોરમા, શશીકલા, લલિતા પવાર, હેલન, બિન્દુ, અરુણા ઈરાની, પદ્મા ખન્ના, લક્ષ્મી છાયા વગેરેનો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો