નવીનને તો એમ જ હતું કે હું બુદ્ધિનું આખું બટકું જ છું.વાને સાવ કાળો તો ન કહેવાય પણ સહેજ શ્યામ ખરો.વળી ખરબચડા સપાટ ચહેરામાં જાડા નેણ નીચે પહોળાઈમાં વધુ અને લંબાઈમાં ઓછી આંખો વડે એ દુનિયા જોતો રહેતો.પહોળા અને ચપટા નાકને સવાર બપોર ને સાંજ ખેંચીને લાબું કરવાની મિથ્યા કોશિશમાં એનો જમણો હાથ ઘણું કરીને રોકાયેલો રહેતો.ડાબા હાથને બીજી ઘણી કામગીરી સોંપેલી હોવાથી નાકની આસપાસ આવવાની ડાબા હાથને નવીને મનાઈ પણ ફરમાવી હતી.
નવીનનું નવીન - 1
પ્રકરણ (1)નવીનને તો એમ જ હતું કે હું બુદ્ધિનું આખું બટકું જ છું.વાને સાવ કાળો તો ન કહેવાય પણ શ્યામ ખરો.વળી ખરબચડા સપાટ ચહેરામાં જાડા નેણ નીચે પહોળાઈમાં વધુ અને લંબાઈમાં ઓછી આંખો વડે એ દુનિયા જોતો રહેતો.પહોળા અને ચપટા નાકને સવાર બપોર ને સાંજ ખેંચીને લાબું કરવાની મિથ્યા કોશિશમાં એનો જમણો હાથ ઘણું કરીને રોકાયેલો રહેતો.ડાબા હાથને બીજી ઘણી કામગીરી સોંપેલી હોવાથી નાકની આસપાસ આવવાની ડાબા હાથને નવીને મનાઈ પણ ફરમાવી હતી.નાકની તરત નીચે ઉપરના હોઠની ફળદ્રુપ જમીનમાં નવીને નસકોરાના થડમાં જ મૂછનું વાવે ...વધુ વાંચો
નવીનનું નવીન - 2
બીજે દિવસે સવારથી હંસા મોં ફુલાવીને ફરતી હતી.મૂંગી મૂંગી ઘરનું કામ તો કરતી હતી પણ સાસુ સાથે વાત કરતાં હતી."વહુ બેટા, તમારે સુરત જાવું હોય તો અમારી કંઈ ના નથી. મેં નવીનના બાપાને કીધું છે અને ઈમણે હા પાડી છે. પણ ત્યાં જઈને કંઈક કામધંધો તો કરવો પડશે ને? રૂમ પણ રાખવી પડે ને? કંઈ મામાનું ઘર થોડું છે તે તરત હાલતું થવાય? આમ સવારની મોઢું ચડાવીને ફરે છે તે!"સાસુમાની વાત સાંભળીને હંસાના હૈયામાં,અંધારા ઓરડામાં દીવો સળગાવતા ફેલાય એવો પ્રકાશ ફેલાયો! એસીડીટીના દર્દીને ઠંડા દૂધથી પેટમાં ટાઢો શેરડો પડે એમ ટાઢાશ ફરી વળી."હું શું કવ છું બા? ઈતો નવીન ...વધુ વાંચો
નવીનનું નવીન - 3
"મૂકી આવ્યા? હરખું હમજાવ્યું તો છે ને ઈને? કોઈ હંગાથ હતો બસમાં? સાવ એકલો જાય છે પણ આમ કાંઈ તો નો આવે ને? બસમાં બેહી જાય પછી તો ઠેઠ સુરત જઈને જ ઉતરવાનું છે એટલે કાંઈ વાંધો તો નો આવે, પણ રાતે જયો સે એટલે થોડીક ચિંતા થાય, પણ બસમાં તો સુઈ જાશે એટલે કાંય વાંધો નઈ. એની બાજુમાં કોઈ બેઠું'તું? તમે ઈને જરીક ભલામણ કરી છે ને? આમ તો આજુબાજુમાં'ય સારા માણસો જ હોય એટલે કાંઈ વાંધો નો આવે. બધા નવીનની જેમ સુરત હીરા ઘંહવા જ જાતા હોય ને બિચાડા. ઈય ઈમના માબાપને મૂકીને હાલી નીકળ્યા હોય એટલે ...વધુ વાંચો
નવીનનું નવીન - 4
''આ કાકા તમને બવ સારી શિખામણ આપતા'તા હો. તમારા બાપુજી હતાં કે?" નવીનની બાજુમાં બેઠેલા ત્રીસેક વર્ષના એ યુવાને મારા બાપા હતા. એમને એવી ટેવ જ છે, ગામ અખાને શિખામણ આપ્યા કરે છે તો મને શું કામ નો આપે. પાછો હું એકનો એક દીકરો છું એટલે વહાલો હોઉં ને! પાછી ચિંતાય થાતી હોય એમને !'' કહી નવીન હસી પડ્યો."હા વળી માબાપને ચિંતા તો થાય જ ને ! તમારે સુરતમાં ક્યાં રે'વાનું ?''"આપડે તો હજી રે'વાનું ગોતવાનું છે. હું હજી પેલ્લીવાર જ સુરત જાઉં છું. મેં તો કોય દિ સુરત જ નથી જોયું. અમારા ગામનો રમણ ન્યા ક્યાંક રેય છે. ...વધુ વાંચો
નવીનનું નવીન - 5
નવીનનું નવીન (5)નવીનને પોતાની સાયકલ પર બેસાડીને રમણ સીટ પરથી પેડલ પર ઊભો થઈ ગયો હતો. નવીન એનો થેલો ભરાવીને સીટની સ્પ્રિંગ પકડીને બેઠો હતો.રમણ એકદમ લાંબો અને સિંગલબોડી હતો. એણે પહેરેલા પેન્ટના પહોળા પાંયસામાં એના પાતળા પગ ઘણી મોકળાશ અનુભવતા. લાંબો અને સાવ ઘસાઈ ગયેલો એનો બુશકોર્ટ રમણના હાડપિંજર જેવા દેહનું દર્શન આમ જનતાને વિના મૂલ્યે કરવા દેતો. ઠંડી અને ગરમ બંને હવાને ગમે ત્યારે રમણની છાતીમાં ગોથું મારવાની છૂટ હતી.વળી રમણ વાળ ઘણા મોટા રાખતો એટલે માથું જરા મોટું લાગે. સુરતમાં એ પણ મોટું માથું થવા જ આવ્યો હતો પણ હાલ તુરંત એ શક્ય ન હોવાથી માથે ...વધુ વાંચો