નવીનને તો એમ જ હતું કે હું બુદ્ધિનું આખું બટકું જ છું.વાને સાવ કાળો તો ન કહેવાય પણ સહેજ શ્યામ ખરો.વળી ખરબચડા સપાટ ચહેરામાં જાડા નેણ નીચે પહોળાઈમાં વધુ અને લંબાઈમાં ઓછી આંખો વડે એ દુનિયા જોતો રહેતો.પહોળા અને ચપટા નાકને સવાર બપોર ને સાંજ ખેંચીને લાબું કરવાની મિથ્યા કોશિશમાં એનો જમણો હાથ ઘણું કરીને રોકાયેલો રહેતો.ડાબા હાથને બીજી ઘણી કામગીરી સોંપેલી હોવાથી નાકની આસપાસ આવવાની ડાબા હાથને નવીને મનાઈ પણ ફરમાવી હતી.

1

નવીનનું નવીન - 1

પ્રકરણ (1)નવીનને તો એમ જ હતું કે હું બુદ્ધિનું આખું બટકું જ છું.વાને સાવ કાળો તો ન કહેવાય પણ શ્યામ ખરો.વળી ખરબચડા સપાટ ચહેરામાં જાડા નેણ નીચે પહોળાઈમાં વધુ અને લંબાઈમાં ઓછી આંખો વડે એ દુનિયા જોતો રહેતો.પહોળા અને ચપટા નાકને સવાર બપોર ને સાંજ ખેંચીને લાબું કરવાની મિથ્યા કોશિશમાં એનો જમણો હાથ ઘણું કરીને રોકાયેલો રહેતો.ડાબા હાથને બીજી ઘણી કામગીરી સોંપેલી હોવાથી નાકની આસપાસ આવવાની ડાબા હાથને નવીને મનાઈ પણ ફરમાવી હતી.નાકની તરત નીચે ઉપરના હોઠની ફળદ્રુપ જમીનમાં નવીને નસકોરાના થડમાં જ મૂછનું વાવે ...વધુ વાંચો

2

નવીનનું નવીન - 2

બીજે દિવસે સવારથી હંસા મોં ફુલાવીને ફરતી હતી.મૂંગી મૂંગી ઘરનું કામ તો કરતી હતી પણ સાસુ સાથે વાત કરતાં હતી."વહુ બેટા, તમારે સુરત જાવું હોય તો અમારી કંઈ ના નથી. મેં નવીનના બાપાને કીધું છે અને ઈમણે હા પાડી છે. પણ ત્યાં જઈને કંઈક કામધંધો તો કરવો પડશે ને? રૂમ પણ રાખવી પડે ને? કંઈ મામાનું ઘર થોડું છે તે તરત હાલતું થવાય? આમ સવારની મોઢું ચડાવીને ફરે છે તે!"સાસુમાની વાત સાંભળીને હંસાના હૈયામાં,અંધારા ઓરડામાં દીવો સળગાવતા ફેલાય એવો પ્રકાશ ફેલાયો! એસીડીટીના દર્દીને ઠંડા દૂધથી પેટમાં ટાઢો શેરડો પડે એમ ટાઢાશ ફરી વળી."હું શું કવ છું બા? ઈતો નવીન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો