શ્યામ રંગ....લગ્ન ભંગ....

(36)
  • 45.8k
  • 0
  • 25.7k

કેમ છો મિત્રો, જીવનની સફર અદભુત હોય છે. આ સફર સુખમય રહેશે કે દુઃખમય એ તો જીવનસાથી સાથેના તાલમેલ પર ટક્યું છે. જીવનની આ સફરમાં આપણને અનેકનેક વિચાસરણી ધરાવતા લોકો મળતા હોય છે.ઘણાના જીવનમાં શરીરના રૂપરંગનુ મહત્વ ખૂબજ હોય, તો ઘણાને પૈસાનો મોહ વધારે હોય.ચામડીના રંગ ને લીધે જે લગ્ન જીવન તૂટે તો એ એક ખોટી જ વિચારધારા કહેવાય, એવુ હુ માનુ છુ છતા...આવુ બને છે. અને આવું બનતા આપણે રોકી પણ શકતા નથી. દરેક ધર્મ, જાતિના રિત રિવાજ અલગ અલગ હોય છે .

1

શ્યામ રંગ....લગ્ન ભંગ....1

કેમ છો મિત્રો, જીવનની સફર અદભુત હોય છે. આ સફર સુખમય રહેશે કે દુઃખમય એ તો જીવનસાથી સાથેના તાલમેલ ટક્યું છે.જીવનની આ સફરમાં આપણને અનેકનેક વિચાસરણી ધરાવતા લોકો મળતા હોય છે.ઘણાના જીવનમાં શરીરના રૂપરંગનુ મહત્વ ખૂબજ હોય, તો ઘણાને પૈસાનો મોહ વધારે હોય.ચામડીના રંગ ને લીધે જે લગ્ન જીવન તૂટે તો એ એક ખોટી જ વિચારધારા કહેવાય, એવુ હુ માનુ છુ છતા...આવુ બને છે. અને આવું બનતા આપણે રોકી પણ શકતા નથી. દરેક ધર્મ, જાતિના રિત રિવાજ અલગ અલગ હોય છે .અમુક રિવાજો એ તો રિવાજ ના નામે સમાજ અને સમાજના લોકો પર ભાર રૂપ બની ગયા હોય છતા ...વધુ વાંચો

2

શ્યામ રંગ....લગ્ન ભંગ....2

સમયના વહેણ સાથે બાળપણ પણ બદલાતુ જાય ને બાળપણની આ મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ. સમયની સાથે બન્ને મોટા જાય તેમ તેમ એકબીજા પ્રત્યે ની અજાણી લાગણી પણ વધતી ગઈ.બન્ને સાથે જ સ્કૂલે જાય, ક્લાસના લગભગ બધા વિદ્યાર્થીઓ અનંત અને આરાધના ની મિત્રતા વિશે જાણે.અને બન્નેની મિત્રતાના ઊદાહરણ આપે. હા, ઘણા વાવાઝોડા જેવા વિદ્યાર્થીઓ એ બન્ને ની મિત્રતામાં ફૂટ પાડવાની ,ઝઘડા ઊભા કરવાની ખૂબ કોશીશ કરેલી પણ અનંત અને આરાધનાની મિત્રતામાં એક જરા સરખી પણ તિરાડ પાડી શક્યુ નહી, ઊલ્ટુ તેમની મિત્રતા તરફ વધારે જ સજાગ રહેવા લાગ્યા. બસ,આમ જ સ્કૂલ થી બન્ને જ્યારે ચાલતા ચાલતા સ્કૂલ પાછા આવતા ...વધુ વાંચો

3

શ્યામ રંગ....લગ્ન ભંગ....3

અનંત અને આરાધના યુવાની ના ઉંબરે અને ઉંમરે ઉભા બે યુવાન મિત્રો છે.બાળપણની કિલકારીમાં સાથે ઊછરેલુ બાળપણ હવે મુગ્ધ લાગ્યુ છે.એકસાથે મોટા થયેલા એ બન્ને યુવાન મિત્રો હવે, યુવા વસંતનો બગીચો એટલે કોલેજમાં સાથેજ એડમિશન લે છે.રંગબેરંગી સપના હૈયામાં ભરી પોતાની જાતને શોધમાં નિકળેલા અનેક યુવાનોની સાથે અનંત અને આરાધના પણ રોજ સવારે કલરફૂલ ફૂલોનો બગીચો એટલે કે કોલેજ પહોચી જાય છે.બન્ને નો કોલેજનો પહેલો દિવસ કેવો હશે વિચારી જુઓ તો! બન્ને સ્કૂલ સાથે જતા તો કોલેજના પહેલા દિવસે પણ સાથે જ હશે ને. હા, બન્ને આ 'વસંત વિલા' સોરી, કોલેજના પહેલા દિવસે ...વધુ વાંચો

4

શ્યામ રંગ....લગ્ન ભંગ....4

અનંત અને આરાધના એકબીજાના નાનપણથી જ પાક્કા મિત્રો.હવે, બન્ને ને એકબીજાની પસંદ,નાપસંદ ની ખબર છે.આરાધના ખૂબ સમજુ ,ડાહ્રયી છોકરી ઉંમર માં જ સંબંધોની કદર અને કિંમત કરતી આરાધનાનુ અનુમાન લગભગ સાચુ જ હોય કે અનંત આ પરિસ્થિતિમાં હોય તો શું વિચારે અને શું નિર્ણય લે.અને આવુ જ અનંત આરાધના માટે સમજી શકે.અનંત હંમેશા કહ્યા કરે કે આરાધના તારા જેવી મારી મિત્ર મારી સાથે હોય તે મારા માટે ખરેખર ગવૅની વાત છે.બે વિજાતીય મિત્રો જ એકબીજાને સારી રીતે સમજી શકે.આરાધના આ વાત માની પણ જતી.કોલેજના વર્ષૉ પણ ધીમે ધીમે વિતતા જાય.કોલેજ સમયમાં થયેલો પ્રેમ લગભગ કોલેજ પૂરી થતા થતા પૂરો ...વધુ વાંચો

5

શ્યામ રંગ....લગ્ન ભંગ....5

ભાગ-5કોલેજ ના દિવસો એટલે કોલેજીયન માટે તો ગોલ્ડન ડેઈઝ.અનંત તો દરેક દિવસ છેલ્લો દિવસ હોય એ રીતે આ દિવસો આનંદ લે.દરેક દિવસ ને દિલથી જીવે,મનમા ભરીને નહીં.આરાધના એ પણ હવે તો પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરવાની શરૂ કરી દીધી છે.ગમતી પ્રવૃત્તિઓ માં જોડાતા ક્યારેક ક્યારેક થોડુ થોડુ હસ્યા કરે.ખરેખર, આરાધનાનો હસતો ચહેરો જાણે પૂનમના ચાંદ જવો ચળકતો અને શીતળતા આપતો હોય તેવો લાગે.આરાધનાને નાનપણમાં ગાયન અને વાદન નો ખૂબ શોખ હતો પણ ભણવામાં ધ્યાન દેવાના ચક્કરમાં છોડી દીધેલુ.અનંતના સાથથી આરાધનાએ ફરી સંગીત ને હાથ અડાડ્યો હતો.સંગીત માણસના મન અને આત્મા માટે એક દવાની જેમ કામ કરે છે એ વાત આરાધનાની ...વધુ વાંચો

6

શ્યામ રંગ....લગ્ન ભંગ....6

લગભગ આઠેક દિવસ થઇ ગયા ,અનંત અને આરાધના વચ્ચે કોઈ જ વાતચીત થઈ નથી. નાનપણની મિત્રતામાં કોઈ દિવસ એવો આવ્યો કે અનંત અને આરાધનાની નારાજગી આટલી લાંબી ચાલી હોય.બન્ને ઝધડતા, ખૂબ ઝધડતા, પરંતુ સાંજ થતા થતા આ અબોલા કે ઝધડો ક્યાંયહવામાં ઓગળી જતો બન્ને એકબીજાને મનાવી જ લેતા અને ફરીથી પાક્કા મિત્રો બની જતા.તેમની યુવાન મિત્રતા પર આજુબાજુના લોકો શું કહેશે કે શું વિચારશે તેની આ બન્ને મિત્રોને કોઈજ પરવાહ ન હતી, પરવાહ હતી તો એકબીજાની ખુશીની.સાથે હસવુ.. સાથે રડવુ...અને સાથેજ દરેક મુશ્કેલી માંથી બહાર આવવુ.હવે, તમે જ કહો શુધ્ધ અને પક્કી મિત્રતાનુ આનાથી રુડૂ બીજુ ક્યુ રૂપ હોય ...વધુ વાંચો

7

શ્યામ રંગ....લગ્ન ભંગ....7

અનંત તેની મિત્રના આવા વતૅન અને વ્યવહાર થી ખૂબ અચંભીત અને ઉદાસ થઈ ગયો હતો.તેને આરાધના પર ગુસ્સા કરતા વધારે થઇ રહી હતી.આ ઉદાસીમાં અનંતને તેની મિત્ર આરાધનાની કમી વર્તાઈ રહી છે. હા, બન્ને નાના હતા ત્યારે તો રોજ છત પરથી તારલા અને ચાંદા સાથે વાતો કરતા,હવે એ જ બન્ને મિત્રોની મિત્રતાને ગ્રહણ લાગી ગયુ હતુ. અનંત જ્યારે છત પર જઈ ત્યાથી આકાશમાં તારલાઓ તરફ જોઈ રહ્યો હતો, ત્યારે અનંતને તેની નાનપણની સૌથી પાક્કી દોસ્ત ની યાદ આવી રહી હતી. જ્યા તે બન્ને સાથે બેસીને તારલાઓ ગણતા અને ચાંદામાં દેખાતી પેલી ડોશી અને બકરીની વાતો કરતા. ...વધુ વાંચો

8

શ્યામ રંગ....લગ્ન ભંગ....8

ખુલ્લા આકાશ સામે જોઈ અનંતના આંખમા આંસુ શા માટે આવ્યા તે લાગણી તો કદાચ તે પોતે પણ સમજી શકતો હતો.આવો અહેસાસ તે કદાચ પહેલીવાર જ મહેસુસ કરી રહ્યો હતો. પરંતુ આ આંસુ અનંતના પપ્પાની નજરથી છૂપા રહી શક્યા નહી. બેટા, અનંત શું થયુ છે દિકરા? અત્ત્યારે તુ રડી રહ્યો હતો? ના પપ્પા એવી કોઈ વાત નથીતુ ભલે ને ના પાડે,પણ તારી આ આંખની ભીનાશ મનેકહી રહી છે કે કઈક તો બન્યુ છે.આમ,તો મને અંદાજ તો છે જ.પણ તુ ખુલીને મારી સાથે વાત કરીશ એ મને વધુ ગમશે.અરે, ના પપ્પા શું તમે ...વધુ વાંચો

9

શ્યામ રંગ....લગ્ન ભંગ....9

અનંત અને તેના પપ્પા વચ્ચે આજથી પહેલા ક્યારેય આવી બાબતે વાતો થઈ જ ન હતી.અનંત આજે ખૂબ ભાવૂક હતો. હવે,અનંતની આંખની અને અવાજ ની ભીનાશ અનંત ના પપ્પાથી હવે છૂપી ન હતી. પપ્પા, એક- બે દિવસમાં તો આરાધનાની સગાઈ અમન સાથે થઈ જશે.મને ખૂબ જ દુઃખ થઈ રહ્યુ છે કે આરાધના જેવી ડાહ્યી અને હોશિયાર છોકરી,એ પણ મારી બેસ્ટ ફ્રેન્ડ, અમન જેવા બકવાસ અને થડૅ ક્લાસ છોકરા સાથે લગ્ન કરશે તો તેની જીંદગી બરબાદ થઇ જશે.અને એ મને જરા પણ ગમશે નહી.અને આરાધના ય કમાલ છે, તેના શ્યામ રંગને લીધે ...વધુ વાંચો

10

શ્યામ રંગ....લગ્ન ભંગ....10

અનંત આખી રાત સવાર પડવાની રાહ જોતો રહ્યો.આખી રાત એ મનમાં ને મનમાં એ જ વિચારતો રહ્યો કે આ ક્યા અમનના ચક્કરમાં પડી.હવે પડી તો પડી પણ જાણે આંખને , દિમાગ બધુ બંધ કરી દીધુ હોય તેવુ લાગે છે.હવે દુનિયામાં ક્યાંય શ્યામ રંગની કે ભીનાવાન ની છોકરીઓ શું આમ આરાધનાની જેમ આંખ બંધ કરીને છોકરાઓ પસંદ કરતી હશે!! જીવનસાથીની પસંદગીના કોઈ માપદંડ હોય કે નહિ??આપણા આ સમાજમાં શું છોકરી કે સ્ત્રી હોય તો રૂપાળું કે સુંદર જ દેખાવૂ આટલુ બધુ અગત્યનુ કેમ હશે? આમ તો મને ગવૅથી કહેતી હોય છે કે પોતે ભણવામાં હોશિયાર ,ને મ્યુઝિકમાં આટલુ અચિવ કર્યુ!!આમ ...વધુ વાંચો

11

શ્યામ રંગ....લગ્ન ભંગ....11

સવારની રાહનો અંત આવતા જ , જેમ સૂરજ આકાશે ચડે, બસ એમ જ બાઈક પર ચડી આરાધનાના ધરમાં ઊગી આરાધના તો અનંતને એના ધરમાં આમ અચાનક જોઈ ધડીક વાર તો સ્તબ્ધ જ થઈ ગઈ. અરે, અનંત તુ આમ અચાનક કેવી રીતે? તે તો મને ડરાવી જ દીધી. આરાધના, તુ મારાથી હજુ સુધી ડરતી હોય તો તો મારી આ તારી સાથેની નાનપણની મિત્રતા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન(?) મૂકવુ પડે.અનંતે કહ્યુ. અરે, એમ ડરનુ નથી કહેતી, તુ અચાનક કોઈ પણ જાણ વગર આમ વીજળીના કડાકાની જેમ આવી પડે તો હું તો ડરી જ જાઉને. ...વધુ વાંચો

12

શ્યામ રંગ....લગ્ન ભંગ....12

અનંત અને આરાધના ની વાતોનો સિલસિલો ચાલુ જ હતોઆટલા દિવસ પછી આરાધના તેના નિઅર એન્ડ ડિઅર દોસ્ત સાથે વાત ખૂબ ખુશ લાગી રહી હતી. અચાનક અનંત કઈક શોધતો હોય એવી એક્ટિંગ કરી રહ્યો હતો.અરે, અનંત તુ અહી શું શોધી રહ્યો છે?એ પણ મારા રૂમમાં.આરાધના, એક ખૂબજ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ છે. બસ, એ જ શોધવાની કોશિશ કરી રહ્યો છુંઅરે, પણ શું એ તો કહે?આરાધના થોડા આશ્ચર્ય સાથે અમનને પૂછી રહી હતી. અરે, મારી બેસ્ટ ફ્રેન્ડની સ્માઈલ અહી ખોવાઈ ગઇ છે.પણ મળી રહી નથી તુ શોધવાનો પ્રયત્ન કરતો તને કદાચ મળી જશે.અનંત આરાધના સાથે મજાક કરી ...વધુ વાંચો

13

શ્યામ રંગ....લગ્ન ભંગ....13

હરખ અને ઉત્સાહ થી ભરેલી આરાધનાને નાનપણથી જ કોઈ ખાસ કહી શકાય તેવી સખી કે બહેનપણીઓ હતી નહી.આરાધના નાનપણથી અનંત સાથે હસી, રડી અને તેની સાથે જ ધર- ઘર રમતી અને તેની સાથે જ ઝઘડતી .... અનંત અને આરાધના ખૂબ સારી રીતે એક બીજાને સમજતા.બન્ને વચ્ચે ફ્રેન્ડશીપનુ એક અલગ જ બોન્ડીંગ હતુ. બન્નેને વાતચીત માટે વધારે શબ્દોની જરૂર પડતી નહીં.અનંત બહુજ બોલે, આરાધના અનંતને શાંતિથી સાંભળે.બન્ને સાથે હોય ત્યારે ગમે તેવી મુશ્કેલીઓ પણ મુશ્કેલીમાં મૂકાઈ જતી. આજ જ્યારે આરાધના તેના જીવનની શરૂઆત અમન સાથે કરવા જઈ રહી ત્યારે તે ખૂબ હરખથી અમનને અનંત સાથે મળાવવા, ...વધુ વાંચો

14

શ્યામ રંગ....લગ્ન ભંગ.....14

બન્ને મિત્રો ધણા દિવસના રીસામણા પછી આજ મળ્યા હતા.વાતોની વચ્ચે બન્ને મિત્રો એકબીજાની ખૂશીની ચિંતા કરી રહ્યા હતા. ખબર નહીં કેમ પણ આજ એવુ લાગી રહ્યુ છે જાણે હું અને તું આમ અચાનક મોટા થઈ ગયા હોઈએ, સમય ક્યાં જતો રહ્યો એ ખબર જ ન પડી..તારા લગ્ન થવા જઈ રહ્યા છે અને તારો તો સાસરે જવાનો સમય પણ આવી ગયો.અનંતે આરાધનાને કહ્યુ.આરાધના યાદ છે આપણે નાના હતા ત્યારે તે ઢીંગલા અને ઢીંગલીના લગ્ન કરાવ્યા હતા અને જ્યારે તને ખબર પડી કે તારી ઢીંગલી તને છોડીને મારા ઢીંગલા સાથે સાસરે જશે ત્યારે તું તારા મમ્મીના ખોળામાં બેસીને કેટલુ રડી ...વધુ વાંચો

15

શ્યામ રંગ. . લગ્ન ભંગ....15

અનંત તેના મિશન પર અડગ હતો.તેને માત્ર અને માત્ર આરાધનાની ખૂશીની ચિંતા હતી.અનંત એ જાણવા માંગતો હતો કે, ખરેખર અમન વિશે કેટલુ જાણે છે.તે ધીમે ધીમે આરાધના ને વાતોમાં ઉલજાવીને આ વાત જાણવાની કોશિશ કરી રહ્યો હતો કે અમનનુ અસલ વ્યક્તિત્વ આરાધના અને તેના કુટુંબ ને ખબર છે કે નહી?આરાધનાનુ કુટુંબ ખૂબ સીધુસાદુ છે, અમન જેવો છોકરો જો આરાધનાનો પતિ બની જશે તો આરાધના અને તેના માતા પિતા અને કુટુંબીજનો હેરાન થઈ જશે.અનંત મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો. આરાધના , થોડા દિવસમાં તારા લગ્ન થઇ એટલે તુ સાસરે જતી રહેશે અને હું વિદેશ જતો રહીશ.આપણે નાનપણથી ...વધુ વાંચો

16

શ્યામ રંગ....લગ્ન...ભંગ....16

વાંચક મિત્રો જીવનમાં એક મિત્ર એવો રાખવો જોઈએ, જેની સાથે મન ભરીને હસી શકાય, મન ભરીને રડી શકાય. જીવનના છાયા આવે ત્યારે એ ચાર આંખમાં પાણી હોય આવી મિત્રતાની કલ્પના માત્ર કેવો રોમાંચ ઉત્પન્ન કરે.વાંચતા કે સાંભળતા જ એમ થાય કે આવા મિત્રો જો ક્યાંયથી જીવનમાં આવે તો તેને સોનાની જેમ સાચવી લેવા જોઈએ. પરંતુ આપણા અનંત અને આરાધના આવી મિત્રતાને જીવતા હતા.બન્નેએ મિત્રતાની પવિત્રતાને બાખૂબી સાચવી હતી. આજ જ્યારે અનંત અને આરાધના બન્ને મિત્રો ઢળતા સોનેરી સૂરજ સાથે એક મિત્રમય સાંજે એકસાથે રિવરફ્રન્ટની એ પાળીએ બેસી પોતાની જૂની યાદોને યાદ કરી રહ્યા છે ...વધુ વાંચો

17

શ્યામ રંગ....લગ્ન...ભંગ....17

અનંત અને આરાધના આમ તો બન્ને એક બીજાથીસ્વભાવગત અને વ્યક્તિગત રીતે એકબીજાથી સાવ અલગ.અનંત ખરેખર આરાધના માટે તો અનંત ધોધ જેવો.બસ, ઉંચેથી પછડાવ તો ય એકજ વાત કે , વહેતા રહો.મુશ્કેલી તો આ ધરતી ઊપર બધાને છે જ, એનો સામનો કરો અને આગળ વધો. ટુંકમાં જમાનાની દુનિયાદારીમાં સોસરવો નીકળીને દોસ્તી માટે જીવ આપી દે એવો પાક્કો મોજીલો અને એનાથી સાવ વિરૂદ્ધ. આરાધના ધિર ગંભીર,ઊંડાણ પૂવૅકની વિચારધારા ધરાવતી શાંત વહેતી નદી જેવી રિવર ફ્રન્ટની પાળીએ બેઠા બેઠા એક મિત્રમય સાંજને આરાધનાના લગ્ન થાય એ પહેલા ,બન્નેના રસ્તા અલગ થાય એ પહૈલા ખાટીમીઠી યાદોની ટોપલી ભરવા તેને સજાવી રહ્યા હતા.બન્ને એકસાથે ...વધુ વાંચો

18

શ્યામ રંગ....લગ્ન...ભંગ....18

અનંત ને મનમાં તો અમન તરફ આકર્ષિત થયેલી અને અમનમય બનતી જતી આરાધના પર ગુસ્સો આવી રહ્યો હતો. આ આરાધના અત્યારે અનંત સામે બેઠી હતી, તે આરાધના તેની નાનપણની આરૂ....જેવી જરાય લાગી રહી ન હતી.અનંત ની આંખો એ આરાધનાને શોધી રહી હતી.આરાધનાની વાતો, વાતોનો મર્મ, બધુ જાણે બદલાઈ ગયુ હોય એવુ અનંતને લાગી રહ્યુ હતુ. પરંતુ, એક વાત અજીબ બની રહી હતી, જે અનંત આરાધનામાં નોટ કરી રહ્યો હતો.આરાધનાના ચહેરા પર ક્યારેક નકલી સ્માઈલ આવી જતી હતી.એ સ્માઈલમાં કોઈ અજ્ઞાત દર્દ કે કોઈ ડર છુપાયેલો હોય એવુ લાગી રહ્યુ હતુ.અનંતે આરાધનાને વાતોમાં ને વાતોમાં કહ્યુ, ...વધુ વાંચો

19

શ્યામ રંગ...લગ્ન ભંગ.....19

આજનો દિવસ અને આજની સાંજ બંને મિત્રો માટે એક યાદગાર સાંજ બનવા જઈ રહી હતી.અનંતને શરૂઆતથી જ લાગી રહ્યુ કે આરાધના અમન જેવા છોકરા વિશે શું અને કેટલુ જાણતી હશે ? અને જો તે અમનની અસલીયત જાણતી હોય તો વાત લગ્ન સુધી કઈ રીતે પહોંચી શકે. પણ અનંત એ પણ જાણતો હતો કે આરાધના તરફથી અમન માટે જે પ્રેમ મહેસુસ કરી રહી છે, એ ખરેખર સાચો હતો, છળકપટ વગરનો હતો.આરાધના ખરા દિલથી અમનને ચાહી રહી હતી, જ્યારે અમન માટે આરાધના એક સ્વિચ વગરના રૉબોટથી વિશેષ કંઇ ન હતી.અમનનો આરાધના સાથે લગ્નનો ઈરાદો એક પેપરરહીત કોન્ટ્રાક્ટ વાળા લગ્ન જ ...વધુ વાંચો

20

શ્યામ રંગ...લગ્ન ભંગ....20

બન્ને મિત્રો એવી વાતોએ ચડ્યાતા કે જાણે બન્ને ને રિવરફ્રન્ટની એ પાળીએ બેઠા બેઠા જ આખેઆખા સંસારનો સાર આજે શોધી લેવો હોય એવુ લાગી રહ્યુ હતુ.આરાધના અને અનંતની વાતોનો દૌર ચાલુ જ હતો. અનંત માટે આરાધનાના લગ્ન હવે અટપટો વિષય બની ગયો હતો.અનંત બધુ જાણતો હોવા છતા તેની દોસ્તને જુગારી જેવો અમન સાથે જીંદગીની સોદાબાજી કરવા જઈ રહેલી આરાધનાને જોઈ રહ્યા સિવાય કોઈ ઊપાઈ સુજી રહ્યો ન હતો.અનંત એક પુરૂષ તરીકે એ સ્વાર્થી અમનના મનમાં રમાતી દરેક રમતને સમજી શકતો હતો અને તેમાં આરાધના પોતાની જાતની જે રીતે કલ્પના કરી રહી હતી.તે જોતા તો એવુ લાગી રહ્યુ હતુ કે ...વધુ વાંચો

21

શ્યામ રંગ...લગ્ન ભંગ....21

ઢળતી સાંજમાં યાદોના ફૂલોથી એક સુંદર ગુલદસ્તાને બન્ને મિત્રો મળી સજાવી આજની સાંજને યાદગાર બનાવી રહ્યા હતા.કાલનો સૂર્યોદય આ મિત્રોની સફરમાં એક નવુ નામ ઉમેરાવા જઈ રહ્યુ હતુ અને એ નામ હતુ અમન.. રિવરફ્રન્ટની એ પાળીએ બન્ને મિત્રોએ ખુલ્લા દિલે એકબીજાને આગળના ભવિષ્યની શુભકામનાઓ આપી.શુભેચ્છાઓ આપવા આરાધનાએ જ્યારે અનંતનો હાથ પકડ્યો ત્યારે બોલી ... અરે, અનંત આવી ગરમીના સમયમાં તારો હાથ આટલો ઠંડો કેમ છે? આરાધના તેનો બીજો હાથ અનંતના હદય પર મૂકે છે, અનંતનુ હદય ફૂલ સ્પિડમાં દોડી રહેલી ટ્રેનની જેમ ધક...ધક..ધક...જોર જોરથી ધડકી રહ્યુ હતુ. આ તારુ હદય આટલુ જોર જોરથી કેમ ધડકી ...વધુ વાંચો

22

શ્યામ રંગ...લગ્ન ભંગ....22

આજના સૂરજ ની ચમક કંઈક અલગ જ હતી કારણ કે આજે આરાધના ના જીવનના સમીકરણો બદલાવા જઈ રહ્યા હતા. આરાધના ખૂબ જ ખુશ હતી કારણ કે આરાધનાને પોતાને પણ ખબર નહી હોય કે કેટકેટલા વ્રત અને ઉપવાસ કરી નાખ્યા હશે એક સારા અને સાચા જીવનસાથી માટે.આજ એ બધા વ્રતની શ્રધ્ધાના ફળ રૂપે અમન સાથે તેની સગાઈ થવા જઈ રહી હતી.આરાધના અમનના કાળા કામથી, મેલી મુરાદથી અજાણ હજુપણ ઐવુ જ માની રહી હતી કે દરેક પુરુષ અથવા છોકરાને એવી જ ઈચ્છા હોય કે તેની પત્નિ રૂપ રૂપનો અંબાર હોય અને પોતાને સાચા દિલથી ચાહે.આરાધના તેના શ્યામ રંગને લીધે હંમેશા લોકોની ...વધુ વાંચો

23

શ્યામ રંગ...લગ્ન ભંગ....23

ફાઈનલી એ દિવસ આવી ગયો હતો કે જેની આરાધના આતુરતાથી રાહ જોઈ રહી હતી.આજના દિવસે બદલાતા સંબંધોના સમીકરણમાં અનંત આરાધનાને ખૂશ ખૂશહાલ જુએ છે ત્યારે અનંત ને મનમાં એકજ વિચાર આવી રહ્યો હતો. હે ઈશ્વર, મારી દોસ્ત આરાધનાને દુનિયાની દરેક ખુશી મળવી જોઈએ, જેની તે હકદાર છે.અમન જ જો આરાધનાની ખુશી અને પસંદગી હશે તો, તેનો પ્રેમ પણ અમનને સુધરવા પર અને બધી ઐયાશી છોડવા પર મજબૂર થઈ જાય એવુ પણ બની શકે છે. આવા વિચારો સાથે અનંત આરાધના સામે જોઈ રહ્યો હતો.આરાધના અમન સાથે આજના દિવસની તેની ખુશીનો આનંદ માણી રહી હતી,છતાં ખબર નહીં પણ કેમ અનંતને તેની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો