ગુજરાત અને કોંગ્રેસ

(4)
  • 4k
  • 0
  • 1.8k

તાજેતરમાં જ લોકસભાની ચૂંટણે યોજાઇ જેમાં ભારતીય જનતા પાર્ટીની હેટ્રીક થતી રહી ગઇ. છેલ્લા બન્ને ચૂંટણીમાં ભાજપનો રાજ્યની ૨૬માંથી ૨૬ બેઠકો પર વિજય થયો હતો. પરંતુ તાજેતરની ચૂંટણીમાં એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો અને રેકોર્ડ થતા રહી ગયો. ત્યારે વર્ષો સુધી ગુજરાતમાં રાજ કરનાર કોંગ્રેસના અધપતનની વાત આજે કરવાની છે. ગુજરાતની સ્થાપના સમયથી જ કોંગ્રેસ વિરોધી વિચારધારા ધરાવતા પક્ષોનું રાજ્યમાં અસ્તિત્વ રહ્યું છે. રાજ્યની સ્થાપના થઇ તેના પ્રથમ દાયકામાં જ કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. જે બાદ દોઢ જ દાયકામાં ગુજરાતમાં બિનકોંગ્રેસી સરકાર બની હતી.

Full Novel

1

ગુજરાત અને કોંગ્રેસ - 1

તાજેતરમાં જ લોકસભાની ચૂંટણે યોજાઇ જેમાં ભારતીય જનતા પાર્ટીની હેટ્રીક થતી રહી ગઇ. છેલ્લા બન્ને ચૂંટણીમાં ભાજપનો રાજ્યની ૨૬માંથી બેઠકો પર વિજય થયો હતો. પરંતુ તાજેતરની ચૂંટણીમાં એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો અને રેકોર્ડ થતા રહી ગયો. ત્યારે વર્ષો સુધી ગુજરાતમાં રાજ કરનાર કોંગ્રેસના અધપતનની વાત આજે કરવાની છે. ગુજરાતની સ્થાપના સમયથી જ કોંગ્રેસ વિરોધી વિચારધારા ધરાવતા પક્ષોનું રાજ્યમાં અસ્તિત્વ રહ્યું છે. રાજ્યની સ્થાપના થઇ તેના પ્રથમ દાયકામાં જ કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. જે બાદ દોઢ જ દાયકામાં ગુજરાતમાં બિનકોંગ્રેસી સરકાર બની હતી. ગુજરાતના મતદારોએ લગભગ ૩૦ વર્ષ પહેલા છેલ્લા કોંગ્રેસી મુખ્યમંત્રી જાેયા હતા. એટલું જ નહીં ...વધુ વાંચો

2

ગુજરાત અને કોંગ્રેસ - 2

૧૯૭૧માં ઇંદિરા ગાંધી ગરીબી હટાવોના નારા સાથે ચૂંટણી લડયાં હતા. જેમાં તેમને જંગી બહુમતી મળી અને સરકાર પણ બનાવી. બાદ મે ૧૯૭૧માં ગુજરાતની હિતેન્દ્ર દેસાઇની સરકારને બરતરફ કરવામાં આવી હતી. માર્ચ ૧૯૭૧માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો. જેના ઉત્સાહ વચ્ચે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહરાત થઇ. કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના પાકિસ્તાન સામેના પગલાં બાદ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૬૦માંથી ૧૪૦ બેઠક પર વિજય મળ્યો. જે ટકાવારીની દ્રષ્ટીએ કોંગ્રેસનું સર્વશ્રેષ્ટ પ્રદર્શન માનવામાં આવે છે. ક્રિસ્ટોફ જેફરોલેટ અને પ્રતિનવ અનિલ લિખીત પુસ્તક ઇન્ડિયાઝ ફર્સ્ટ ડિક્ટેટરશિપમાં લખાયું છે કે, અવિભાજીત ઉત્તર પ્રદેશમાં મધ્યસત્રી ચૂંટણી યોજાવા જઇ રહી હતી. ત્યારે ગુજરાતમાંથી ચીમનભાઇ ...વધુ વાંચો

3

ગુજરાત અને કોંગ્રેસ - 3

ગુજરાતથી બિહાર થઇ ફરી ગુજરાતની વાત પર આવીએ. ગુજરાતમાં નવનિર્માણ આંદોલનના પગલે ગુજરાતમાં ચીમનભાઇ પટેલનીની સરકાર પડી ભાંગી. જે રાષ્ટ્રીય કોંગ્રેસના મોવડી ઇંદિરા ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તે માટેના પ્રયાસો અને સમીકરણ બાંધવાની શરૂઆત કરી. જેમાં સૌથી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવામાં આવ્યું હ તું. એવામાં જ મોરારજી દેસાઈના ઉપવાસને કારણે તેમણે વિધાનસભા ભંગ કરી. જે બાદ પુનઃ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. ત્યારે કોંગ્રેસમાંથી કાઢી મુકવામાં આવેલા ચીમનભાઇ પટેલે કિસાન મજદૂર લોકપક્ષની રચના કરી. કોંગ્રેસ, જનતા મોરચા અને ચીમનભાઇના કિમલોપ વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો. ઇવોલ્યુશન ઓફ બીજેપી પુસ્તક લખનાર ભાજપના જ નેતા વિજયકુમાર મલ્હોત્રા લખે ...વધુ વાંચો

4

ગુજરાત અને કોંગ્રેસ - 4

ફરી એક વખત વાત ભૂતકાળની શરૂ કરીએ. વાત ૧૯૮૫ની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ. જેમાં બહુચચિર્ત કામ થિયરી અને ગાંધીની હત્યા પછી ગુજરાતીઓ કોંગ્રેસ પ્રત્યેના સહાનુભૂતિના પ્રવાહમાં ૧૮૨માંથી ૧૪૯ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય હતયો હતો. જેની સાથે જ માધવસિંહ સોલંકીએ પુનઃ સત્તા પર આરૂઢ થયા. જાેકે, માધવસિંહે તે સમયે તેમની કેબીનેટમાં સવર્ણ ધારાસભ્યોની ઉપેક્ષા કરી હતી. જે મુદ્દો પણ ભારે ચર્ચામાં રહ્યો હતો. એટલંુ જ નહીં તે સમયે માધવસિંહ સોલંકીએ આર્થિક શૈક્ષણિક અનામત લાગુ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના કારણે તે સમયે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન ફાળી નિકળ્યાં હતા. જે પ્રદર્શન રાજ્યના કેટલાક ભાગોમાં હિંસક પણ બન્યાં હતા. ...વધુ વાંચો

5

ગુજરાત અને કોંગ્રેસ - (છેલ્લો ભાગ)

ગુજરાતના વધુ એક રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકરનું માનીયે તો નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાની પકડ મજૂબત કરવાની સાથે સાથે ભાજપને મજબૂત બનાવી. નરેન્દ્ર મોદી ગુજરાતી મતદારોને તે સમજાવવામાં સફળ રહ્યા હતા કે, કેન્દ્રની યુપીએ સરકારના કારણે જ ગુજરાતનો વિકાસ અવરોધાયો છે. તો બીજી તરફ વરિષ્ઠ પત્રકાર મનીષ મહેતાએ એક અંગ્રેજી ન્યુઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સંઘે પહેલાથી જ હિંદુત્વની ફળદાયી જમની તૈયાર રાખી હતી. જેનો સીધો ફાયદો ભાજપને થયો હતો. જેથી ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીને મળેલી સહાનુભૂતિ વચ્ચે પણ ભાજપને બે બેઠક મળી હતી. જેમાંથી એક બેઠક ગુજરાતમાં હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસને એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો