આશરે પીસતાળીસ વર્ષની વય ધરાવતો શેઠ રતનલાલ જાબી જેટલો શરીફ, ઈમાનદાર, ભલો અને પરગજુ દેખાતો હતો, અંદરખાનેથી તે એટલો જ ક્રૂર, ઘાતકી અને કાળા કલેજાનો કાતિલ હતો. પરંતુ હમેશા ચહેરાઓ જ માણસને છેતરે છે. દિવસના સમયે ધોતિયું-ઝભ્ભામાં સજ્જ થઈ, હાથમાં ફળોની ટોપલી લઈને હોસ્પિટલમાં દર્દીઓના ખબર-અંતર પૂછવા જતા આ માણસના હાથમાં રાત પડતાંની સાથે જ ફળોની ટોપલીને બદલે વિદેશી બનાવટની રિવોલ્વર આવી જતી હતી. ધોતિયું તથા ઝભ્ભાને સ્થાને મોભાદાર સફારી સૂટ આવી જતો. એના દિવસ દરમિયાનના પોશાક, વાણી તથા વર્તનમાં રાત પડતાં જ જબરૂં પરિવર્તન આવી જતું. દિવસના ભાગમાં જોવા મળતું એનું કોમળ અને નિખાલસ વર્તન રાતે કઠોરતા તથા ક્રૂરતામાં બદલાઈ જતું હતું. દેખાવ ખાતર એકસ્પોર્ટ—ઈમ્પોર્ટનું કામકાજ કરતા આ રતનલાલનું અસલી કામ રાતના અંધારામાં જ શરૂ થતું હતું.

નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday

1

અંધારી આલમ - ભાગ 1

Kanu Bhagdev ૧: દેવરાજ કચ્છી આશરે પીસતાળીસ વર્ષની વય ધરાવતો શેઠ રતનલાલ જાબી જેટલો શરીફ, ઈમાનદાર, ભલો અને દેખાતો હતો, અંદરખાનેથી તે એટલો જ ક્રૂર, ઘાતકી અને કાળા કલેજાનો કાતિલ હતો. પરંતુ હમેશા ચહેરાઓ જ માણસને છેતરે છે. દિવસના સમયે ધોતિયું-ઝભ્ભામાં સજ્જ થઈ, હાથમાં ફળોની ટોપલી લઈને હોસ્પિટલમાં દર્દીઓના ખબર-અંતર પૂછવા જતા આ માણસના હાથમાં રાત પડતાંની સાથે જ ફળોની ટોપલીને બદલે વિદેશી બનાવટની રિવોલ્વર આવી જતી હતી. ધોતિયું તથા ઝભ્ભાને સ્થાને મોભાદાર સફારી સૂટ આવી જતો. એના દિવસ દરમિયાનના પોશાક, વાણી તથા વર્તનમાં રાત પડતાં જ જબરૂં પરિવર્તન આવી જતું. દિવસના ભાગમાં જોવા મળતું એનું કોમળ અને ...વધુ વાંચો

2

અંધારી આલમ - ભાગ 2

૨. : રિપોર્ટરની રઝળપાટ મુંબઈથી પ્રગટ થતા ભારત સમાચાર દૈનિકનો રિપોર્ટર કમલ જોશી ખૂબ જ ઉત્સાહી અને નિડર પત્રકાર વિશાળગઢ શહેરમાં અનેક જાતની અપરાધી પ્રવૃત્તિઓ ફૂલી-ફાલી હતી. રતનલાલ, નાગરાજન અને દેવરાજ કચ્છી જેવા સફેદપોશ બદમાશોએ મબલખ નાણાં મેળવવા માટે શહેરમાં ઠેકઠેકાણે પોતાના માણસો મારફત ગુનાહિત અડ્ડાઓ શરૂ કરાવ્યા હતા. શહેરમાં છડે- ચોક સ્ત્રીઓની આબરૂ લૂંટાતી હતી. વીસીના હવાલામાં મળેલી રકમ વસુલ કરવા માટે આધુનિક બહારવટીયાઓ કાળા કેર વર્તાવતા હતા. ગાંધીજીના દેશમાં ઘી-દૂધની નદીઓને બદલે લઠ્ઠા અને “ધોડા”ની રેલમછેલ હતી. ભારત સમાચાર માટે આંખેદેખ્યો અહેવાલ લેવા માટે કમલ જોશીએ પહેલી જ વાર વિશાળગઢમાં પગ મૂક્યો હતો. આ શહેરથી તે અજાણ્યો ...વધુ વાંચો

3

અંધારી આલમ - ભાગ 3

૩. : સાહસિક ગુપ્તચર હજુ તો રાતના દસ જ વાગ્યા હતા છતાંય વિશાળ- ગઢના રાજમાર્ગો એકદમ સુમસામ દેખાતા હતા. ખાલીખમ હતી અને આ ઉજ્જડતાનું કારણ હતું ભયાનક ઠંડી ! આકાશમાંથી જાણે કે હીમ વરસતું હતું. લેડી વિલાસરાય રોડ પર એક અદ્યતન બાવીસ માળની ઈમારત ઘેરા અંધકાર અને ખામોશીમાં ડૂબી ગઈ હતી. ઠરીને ઠીકરૂ થઈ જવાય એવી ભીષણ અને હાડોહાડ થીજાવી મૂકતી, ગાત્રોને ઠંડાગાર બનાવી મૂકનારી ઠંડીની જાણે કોઈ જ અસર ન થતી હોય એમ કાળા વસ્ત્રોમાં સજ્જ થયેલો એક માનવી લેડી વિલાસરાય રોડની ફૂટપાથ પર બેહદ સાવચેતીથી, લગીરે અવાજ કર્યા વગર પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધતો હતો. 'દિકરા ...વધુ વાંચો

4

અંધારી આલમ - ભાગ 4

૪ : નાસભાગ રાતની નિરવતામાં વિશાળગઢ સ્થિત આલિશાન રાજમાર્ગ લેડી વિલાસરાય રોડ પર સી. આઈ. ડી. વિભાગનો જવાંમર્દ જાસૂસ રાજેશ એટલે કે બળદેવ પોતાની પાછળ પડેલી નાગરાજનના ગુંડાઓની ફોજથી બચવા માટે હતી એટલી તમામ શક્તિ એકઠી કરીને ખૂબ ઝડપથી દોડતો હતો. એણે પહેરેલો વજનદાર ભારે-ભરખમ ગરમ ઓવરકોટ દોડવામાં અંતરાયરૂપ થતો હતો. સૂની સડક દોડવાના અવાજથી ગુંજતી હતી. દોડતા દોડતા જ એણે ઓવરકોટના ગજવામાંથી કેમેરા સહિત બધી વસ્તુઓ બહાર કાઢીને પેન્ટના ખિસ્સામાં ભરી દીધી હતી. નાગરાજનના માણસો એનાથી બસો-એક વાર દૂરના અંતરે એની પાછળ દોડતા હતા. એ બધાના હાથમાં કાળના દૂત જેવી રિવોલ્વરો હતી. 'ધડામ ધડામ્...' અચાનક જ એક બદમાશની ...વધુ વાંચો

5

અંધારી આલમ - ભાગ 5

૫ : બેતાજ બાદશાહ નાગરાજન જંગલનો હિંસક દીપડો અચાનક જ પાંજરે પૂરાઈ જાય અને પછી ક્રોધના આવેશમાં, પાંજરામાં આમથી આંટા મારે એમ નાગરાજન શહેરની એક આલિશાન ગગનચુંબી અને ખૂબસૂરત ઈમારતના સૌથી ઉપરના માળ પર આવેલી એક સુંદર અને અપટુડેટ ઑફિસરૂમમાં ફર્શ પર બિછાવેલા કીમતી ગાલીચાને ખૂંદતો આંટા મારતો હતો. ઝનૂને ચડેલા ગેંડાની જેમ એના ફૂલી ગયેલા નાકમાંથી છીકોટા નીકળતા હતા. પારાવાર રોષ, બેચેની અને વ્યગ્રતાને કારણે એને ચહેરો કમાનની જેમ ખેંચાઈને વિકૃત થઈ ગયેલો દેખાતો હતો. એની પીળી કોઠી જેવી આંખોમાંથી, સામે ઊભેલા હર કોઈને બાળી નાખવા હોય એવા રોષના તણખા ઝરતા હતા. એક હોલ જેવી વિશાળ જગ્યા ધરાવતી ...વધુ વાંચો

6

અંધારી આલમ - ભાગ 6

૬. ધમાધમી દીવાલની ઓથ પાછળ છૂપાયેલા કમલ જોશીએ કાન સરવા કર્યા. સીડી ચડવાનાં એકસામટાં કેટલાંય પગલાંઓને અવાજ ધીમે ધીમે આવતો હતો. એણે એક વાર ગોળાકાર સીડી પૂરી થતી હતી, એ ચોખંડા પ્લેટફોર્મ પર નજર દોડાવી. ઉપરના ભાગમાં સળગતા બલ્બનો પીળો પ્રકાશ ખાલી પ્લેટ ફોર્મ પર રેલાતો હતો. ખુલ્લી છતમાં ઠંડી વધારે લાગતી હતી. એણે ફરી એક વાર છતમાં ચારે તરફ દૃષ્ટિપાત કર્યો. દસેક ફૂટ દૂર એને સિમેન્ટ ભરેલી થેલીઓની થપ્પી દેખાઈ. હરણફાળ ભરતો તે ત્યાં જઈને બંને હાથમાં એક પછી એક એમ ચાર-પાંચ થેલીઓ ઊંચકી લાવ્યો અને દીવાલ પાસે મૂકી દીધી. ફરી એકવાર એણે નીચે નજર દોડાવી. બરાબર એ ...વધુ વાંચો

7

અંધારી આલમ - ભાગ 7

૭ : કેમેરો ગૂમ નાગરાજન... અંધારી આલમના આ નામચીન માણસનું નામ માત્ર વિશાળગઢમાં જ નહીં, પૂરા ભારતમાં જાણીતું હતું. નામનો આ ખતરનાક માનવી બાલ્યકાળમાં જ ગુનાખોરીના પંથે વળ્યો હતો. અપરાધની સીડીનાં એક પછી એક પગથિયાં વટાવતો તે આજે ટોચ પર પહોંચી ગયો હતો. લોકો એના ચહેરાને ઓળખતા હોય કે ન ઓળખતા હોય, પણ “ નાગરાજન” નામને તેઓ સુપર સ્ટારની જેમ માનતા હતા. વિશાળગઢની અંધારી આલમના બેતાજ બાદશાહ ગણાતા નાગરાજનની ઓથ નીચે દુનિયાભરના ખતરનાકમાં ખતરનાક અપરાધો થતા હતા અને લાખ પ્રયાસો પછી પણ પોલીસ આ ગુનાઓને જડમૂળમાંથી ઉખેડી નાંખવા માટે સદંતર નિષ્ફળ ગઈ હતી. કેફી પદાર્થો જેવા કે ચરસ, હેરોઈન, ...વધુ વાંચો

8

અંધારી આલમ - ભાગ 8

૮. : શયતાની સિન્ડિકેટ....! કમલ જોશી પથ્થરના પુતળાની જેમ સ્થિર ઊભો હતો. માત્ર એની આંખોના ડોળ જ ફરતા હતા. જમીન પર પડેલા કેમેરા તરફ તો ક્યારેક ખુરશી પર બેઠેલી મોહિની તરફ ! ઘણું વિચાર્યા પછી પણ તે કોઈ નિર્ણય નહોતો કરી શકતો. એના કાનમાં મોહિનીનાં વાક્યો પડઘો પાડીને ગુંજતાં હતાં. એની વાતમાં કઠોરતાની સાથે સાથે એક સચ્ચાઈ હતી... નીલકમલ હોટલમાં પહેલી વાર જોઈને એણે તેના પ્રત્યે જે લાગણી અનુભવી હતી, એ લાગણીનો અહેસાસ હતો. કમલ એકીટશે ખુરશી પર બીજી તરફ મોં ફેરવીને બેઠેલી મોહિની સામે તાકી રહ્યો. એના મગજમાં નાગરાજનનું અસ્તિત્ત્વ તોફાનની માફક ગાજતું હતું. અંધારી આલમની ભયંકરતાની કલ્પના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો