સવારના સાત વાગ્યાનો સમય હતો. બે મિત્રો કારમાં સવાર થઈને શહેરની સેન્ટ્રલ જેલ તરફ જઈ રહ્યા હતા. સવારની તાજી હવામાં કારને દોડાવતા બંને વાતો કરી રહ્યા હતા. દીપક નામનો વ્યક્તિ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો તેની બાજુની સીટ પર બેઠેલ વ્યક્તિનું નામ સંજય હતું. જે અત્યારે ઊંચા અવાજે અને ફટાફટ બોલી રહ્યો હતો, યાર... દીપક મને લાગે છે હું બીમાર પડી જઈશ હો... ' કેમ? ' દિપક એ વિસ્મય આજે પૂછ્યું.

Full Novel

1

લાશ નું રહસ્ય - 1

પ્રકરણ_૧ સવારના સાત વાગ્યાનો સમય હતો. બે મિત્રો કારમાં સવાર થઈને શહેરની સેન્ટ્રલ જેલ તરફ જઈ રહ્યા હતા. સવારની તાજી કારને દોડાવતા બંને વાતો કરી રહ્યા હતા. દીપક નામનો વ્યક્તિ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો તેની બાજુની સીટ પર બેઠેલ વ્યક્તિનું નામ સંજય હતું. જે અત્યારે ઊંચા અવાજે અને ફટાફટ બોલી રહ્યો હતો, યાર... દીપક મને લાગે છે હું બીમાર પડી જઈશ હો...' કેમ? ' દિપક એ વિસ્મય આજે પૂછ્યું. ' હું ' રોજ સવારે આટલો વહેલો નથી જાગી શકતો.! મને વહેલા જાગવાની આદત નથી, હું સવારે વહેલો ક્યારે ઉઠ્યો હતો એ મને યાદ ...વધુ વાંચો

2

લાશ નું રહસ્ય - 2

લાશ નું રહસ્ય પ્રકરણ_૨ત્યાંજ બારણું ખોલ્યું અને અનિલ તથા સેજલે અંદર પગ મૂક્યો. અભયને પત્નીને શું વાત થઈ રહી અનિલ બોલ્યો, ' હું ' અભયને એમ પૂછી રહ્યો હતો કે હત્યાની રાતે જ્યારે તેઓ સીમા ને મળ્યા એ વખતે એમણે કયા કપડાં પહેર્યા હતા ? દિપકે અનિલને તાકતા કહ્યું.એણે એક લીલા રંગની રેશમી સાડી અને એનું મેચિંગ થતું એ જ કલર નું બ્લાઉઝ પહેર્યું હતું અભય બોલ્યો." બેઠકના ટેબલ પર તમે સીમાની ચાવીઓનો ગુસ્સો પડેલો જોયો હતો? "' હાં, જી...'" ત્યાં બીજું શું પડ્યું હતું?""એનું પર્સ...""એટલે કે તમે ત્યાંથી ચાલ્યા ગયા ત્યારથી માંડીને સીમાની લાશ મળી ત્યાં સુધીમાં કોઈએ ...વધુ વાંચો

3

લાશ નું રહસ્ય - 3

લાશ નું રહસ્ય પ્રકરણ_૩ત્યાં જ દરવાજો ફરી ખુલ્યો અને વિજયા એ અંદર પગ મૂક્યો. તે અંદર આવીને અભયની બાજુમાં ગઈ અને બેહદ અનુરાગ ભરી નજરે અભયને જોવા લાગી.તેને જોતાજ અભયના ચેહરા પર ચમક આવી ગઈ.એણે પોતાનો હાથ લંબાવતા એનો એક હાથ પોતાના હાથમાં લઈ લીધો. ' તમને ખરેખર શું ખબર છે? વિજયા એ દીપકને પૂછ્યું."" હજુ કોઈ ચર્ચા ને લાયક ખબર નથી, દીપક એ કહ્યું."વિજયા રૂમમાં એક ઉડતી નજર ફેંકી પછી બોલી, " બાકીના બધા ક્યાં !" ' ખાસ કરીને રાકેશ બાબુ ક્યાં છે ?' અનિલ બોલ્યો." એ તો આ હત્યાનો હેતુ જણાવવાનો હતો...""રાકેશબા ...વધુ વાંચો

4

લાશ નું રહસ્ય - 4

લાશ નું રહસ્ય પ્રકરણ_૪હત્યાની રાતે તમને મળેલા વિજયાના ફોન કોલની ડિટેલ્સ કાઢી હતી. તેના પરથી એક વાત એ સામે છે કે આમાં વિજયા પર એક ખોટો દાવો લાગ્યો હતો કે હત્યાની રાતે વિજયા દ્વારા પોતાના ફોન પર વાત થઈ હતી, પણ કોલ ડિટેલ્સ અને અંગત તપાસ કરતા માલુમ પડ્યું કે વાસ્તવમાં આવું કઈ પણ બન્યુ જ નથી. વિજયા એ કોઈને પણ ફોન કર્યો નથી."તો મને એવું ખોટું બોલવાનો શું ફાયદો?" અભય નારાજ અવાજે બોલ્યો, આ ફોનની વાતના કારણે જ હું વિજયા માટે દોડ્યો હતો, નહિતર શું મને કૂતરું કરડ્યું હતું કે હું આટલી મોડી રાત્રે અંગત કામ છોડી ને ...વધુ વાંચો

5

લાશ નું રહસ્ય - 5

લાશ નું રહસ્ય પ્રકરણ_૫સીમાએ વિજયને દોલતની દીવાની બજારૂ રાંડ કહ્યું હતું.સૌથી મુખ્ય વાત તો એણે એ કરી કે વિજ્યા પતિ નો પીછો છોડે..."એના બદલામાં એને જોઈતા પૈસા આપવા તૈયાર હતી પણ....પછી તમે શું કર્યું? "મેં ફોન પર એને સાંત્વન આપ્યું અને કહ્યું કે હું ઘરે જઈને સીમા સાથે આ વિશે વાત કરીશ, હું તેને સમજાવીશ કે કોઈ વ્યક્તિની કે બીજાઓ વિશે જાણ વગર કે સત્યને જાણ્યા વગર ખરાબ બોલાય નહીં. જો પોતાને પૂરી વાતની હકીકત ખબર ના હોય તો કોઈ વ્યક્તિ પર ખોટું ખીચડ ન ઉછાડાય કે કોઈને ખરાબ બોલાય કે ગાળો પણ ના અપાય. મેં તેને આશ્વાસન માં ...વધુ વાંચો

6

લાશ નું રહસ્ય - 6

લાશ નું રહસ્ય પ્રકરણ_૬આખા રૂમમાં અનિલની જિસ ગુંજી અને પડઘા પડ્યા. "મેં એવું ક્યારે કહ્યું ભાઈ ?'' અભય વિનય બોલ્યો.હું એવું નથી કહેતો કે અનિલ મારા ઘરે મારી રિવોલ્વર ચોરવા આવ્યો હતો !. વાત ફક્ત હત્યા થઈ તે દિવસે ઘરે કોણ કોણ આવેલ હતું એ થાય છે મારા ભાઈ. " હું પણ ચોખ્ખું કહી દઉં કે મને તારી રિવોલ્વર ચોરવાની જરૂર ન પડે, કારણ કે બધા જાણે છે કે હું પણ એવી જ એક રિવોલ્વર મારી પાસે રાખું છું, જે દરરોજની માટે મારા ખિસ્સામાં પડી હોય છે. હું ક્યાંય પણ જાઉં પહેલા રિવોલ્વર મારા ખિસ્સામાં મુકું છું પછી જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો