ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય

(15)
  • 8.3k
  • 1
  • 4.5k

સપનાં ડરાવી દેતાં હોય છે ને. અમુકવાર તો એવું જ લાગે કે સપનું સપનું નહિ પણ હકીકત છે. સાચે જ એવું કઈક બની રહ્યું હોય. હું ઊંઘમાંથી જાગ્યો તો હું પણ એક ડરવાનું સપનું જ જોઈને ઉઠી ગયો હતો, હોસ્પિટલનાં બેડ પર મારી બાજુમાં બસ રોહિણી જ તો હતી. એ જ તો એક મારો સહારો હતી અને એ જ તો મારી હિંમત પણ હતી ને?! સારું લાગતું હોય છે જ્યારે કોઈ આપની પાસે હોય અને એ પણ આટલું નજીક. મને થોડું ઠીક લાગ્યું. એણે પણ કઈ જ ખાધું નહિ હોય, ખબર છે મને કે એ મને કેટલો બધો પ્યાર કરે છે. મારા માટે તો જમીન આસમાન એક કરી દે, એવી છે આ. અને હા, મારી તો જાન છે.

Full Novel

1

ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 1

સપનાં ડરાવી દેતાં હોય છે ને. અમુકવાર તો એવું જ લાગે કે સપનું સપનું નહિ પણ હકીકત છે. સાચે એવું કઈક બની રહ્યું હોય. હું ઊંઘમાંથી જાગ્યો તો હું પણ એક ડરવાનું સપનું જ જોઈને ઉઠી ગયો હતો, હોસ્પિટલનાં બેડ પર મારી બાજુમાં બસ રોહિણી જ તો હતી. એ જ તો એક મારો સહારો હતી અને એ જ તો મારી હિંમત પણ હતી ને?! સારું લાગતું હોય છે જ્યારે કોઈ આપની પાસે હોય અને એ પણ આટલું નજીક. મને થોડું ઠીક લાગ્યું. એણે પણ કઈ જ ખાધું નહિ હોય, ખબર છે મને કે એ મને કેટલો બધો પ્યાર કરે ...વધુ વાંચો

2

ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 2

એવાં તો કેવા મારા કર્મ હશે કે હું આમ આ ઉંમરે એકલો રહું છું. એકલતાએ તો જાણે કે મારા ચિરી જ નાંખ્યું હતું. મગજ પણ થાકી ગયું હતું એકનાં એક વિચારો અને એકલતા માં રહી રહી ને. માણસને માણસ સાથે જ ગમતું હોય છે ને?! શું આખી દુનિયાને મારી નાંખીને પણ શું માણસ, કોના પર રાજ કરવા સમર્થ છે?! એવી જ એક ઉદાસ સાંજ હતી. જે કંઈ મને મળેલું, મેં ખાધું હતું અને કોઈને દરવાજે જોઈ. દરવાજે અંદર સુધી એક પળછાઈ મેં જોઈ. હા, કોઈ છોકરી જ હતી. રોહિણી આવેલી તો પણ હું તો ડરી જ ગયો હતો. "આ ...વધુ વાંચો

3

ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 3

થોડા દિવસ પછી છોકરી પણ એ છોકરાં સાથે ચાલી ગઈ હોય એવું લાગતું હતું. કોઈને ખબર નહોતી કે એ અને કેવી હાલતમાં હતી, પણ બધાંની આંખો ત્યારે ફાટેલી જ રહી ગઈ જ્યારે એમને સવારે જોયું કે રેવતી ની લાશ મળી આવી હતી. ગામમાં અફવાહ હતી કે ખુદ એનાં પપ્પાએ જ એને મારી નાંખી હતી. અમુક લોકો તો એમ પણ અનુમાન લગાવી રહ્યાં હતાં કે છોકરાએ જ એનાં મમ્મી પપ્પાને માર્યા એટલે વેપારી જોડે બદલો લેવા આવું કર્યું હશે, પણ સચ્ચાઈ શું હતી, આજ દિન સુધી કોઈ નહીં જાણી શક્યું. એ જે છોકરાનાં મમ્મી પપ્પા ને મારી નાંખવામાં આવ્યાં હતાં ...વધુ વાંચો

4

ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 4

"એક રેવતી જ તો મારું જીવન હતી. એના માટે જ તો મેં મારી આખી ફેમિલી ને મરતાં જોઈ. એણે જ તો મારે હમણાં પણ આ મોતથી પણ બદતર જીવનને જીવવુ પડે છે ને! શું મારી પણ ઈચ્છાઓ નહિ હોય?! શું મારી પણ જરૂરિયાતો નહિ હોય?! શું મારે પણ કોઈની જરૂર નહિ પડતી હોય?! પણ રહું છું. આ મારા જીવનને જીવી રહ્યો છું. જીવવુ પડે છે. હું બિલકુલ નહિ ચાહતો કે હું આ જીવનને જીવું, ખરેખર જો રેવતી એ મને જીવવાનું ના કહ્યું હોત તો હું ક્યારનો મારું જીવન ટુંકાવી દેતો, પણ જીવવુ પડશે. મારી રેવતી માટે. અમારા પ્યાર માટે. ...વધુ વાંચો

5

ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 5

"તને કેવી રીતે ખબર પડી ગઈ કે મારી આંગળી સળગી ગઈ છે?!" મેં એની સામે ધારદાર નજરથી જોયું. "અરે, કંઈ નહિ, એ તો હું આ વાસણ સવારે લઈ જવાનું ભૂલી ગઈ હતી તો એ જ લેવા આવી હતી અને તમારા હાથને જોયું.." રોહિણી બોલી. વાત સાચી હતી. સવારનાં ખાવાનાં વાસણ એ ભૂલી જ ગઈ હતી. મને પણ લાગ્યું કે હું વધારે જ વિચારો કરી રહ્યો હતો. પણ એ બધાંમાં હું એ વાત તો સાવ ભૂલી જ ગયો હતો કે કેમ એ મને ટચ નહોતી કરી રહી. એક વિચાર મારા મગજમાં આવ્યો, પણ હું નોર્મલ જ બિહેવ કરતો રહ્યો. મેં ...વધુ વાંચો

6

ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 6

"ના તારા કરતાં તો વધારે પાપ મેં કર્યા છે.." હું ભાવનામાં વહી રહ્યો હતો. "ના, ભૂલ તમારી પણ નહિ. જરૂરી નહિ કે પાપ કર્યા હોય એનું જ ફળ મળે, પણ જીવનભર કોઈની માટે આખી જિંદગી સહન કરવું એ પણ બહુ જ મોટું પુણ્ય નું કામ છે.. તમે તો બહુ જ મહાન છો કે તમે જેને પ્યાર કરતાં હતાં એના માટે તમે આટલું બધું સહન કરીને પણ જીવો છો.." ખબર નહિ પણ કેમ આજે જે રીતે એ એક બાજુ જોઈને બોલી રહી હતી કઈક અલગ જ લાગતું હતું. સવારનું અજવાળું જોઈને, મારામાં અલગ જ હિંમત આવતી હતી. રોઝ સવારે અજવાળું ...વધુ વાંચો

7

ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 7 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

"મારી પણ કોઈ જ ભૂલ નહિ, હું પણ તમને એટલો જ પ્યાર કરું છું જેટલો તમે મને કરો છો.. પણ મરવાનું નહોતું. તમને આ નરક જેવી જિંદગી પણ મારે નહોતી આપવી. મારી પણ બહુ જ ઈચ્છા હતી કે હું પણ તમારી સાથે સુખી વૈવાહિક જીવન જીવું. મને બહુ જ અફસોસ હતો કે હું તમારી સેવા ના કરી શકી.. અને એટલે જ હું રોહિણી બનીને તમારો સાથ આપવા આવી. તમે ખરેખર તો એટલાં મહાન છો કે હું આખી જીંદગી તમારી સેવા કરું તો પણ ઓછું છે, પણ હવે મારી પણ એક હદ છે, હું તમને ટચ નહિ કરી શકતી. તમે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો