આ સ્ટોરીમાં આવતા દરેક પાત્ર, સ્થળ, અને સમય કાલ્પનીક છે. જેનો સાચી ઘટના સાથે કોઈ સંબંધ નથી. જીંદગી મસ્ત ચાલી રહી હોય અને તેમાં કોઈક પ્રકારનો વળાંક આવે તો જીવનની ગતિવિધિ બદલાતી હોય છે. આવો જ એક વળાંક વીનયના જીવનમાં આવ્યો. વીનય? નામ સાંભણીનેજ મનમા સવાલ થાય. કોણ છે વીનય? એના જીવનમાં એવું શું થયુ હશે? કે એના જીવનની દિશા બદલાઇ ગઈ. વીનય નામ સાંભળવાની સાથેજ આવા અનેક સવાલ થાય. મનમાં થતા દરેક સવાલનો જવાબ જાણવા માટે વાંચતા રહો 'ખામોશી'. શીર્ષક વાંચતાજ થોડોક ખ્યાલ આવી જાય કે વીનયના જીવનમાં આવેલા વળાંકે વીનય પર ખુબ ગંભીર અસર કરી હશે. ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતો વીનય પોતાના મીત્ર આશીષ, રાજ,અને વીપુલ સાથે એચ.એસ.સી. ની પરીક્ષા પાસ કરી અત્યાર સુધી અજાણ કે જ્યાં કોઈપણ પ્રકારની રોકટોક નથી, કોઈ પ્રકારની સીમા નથી, ખુલ્લીને આનંદ કરી શકાય, કહી શકાય કે જીવન જીવવું હોય તો અહીંજ જીવી શકાય એવા દ્વારમાં પ્રવેશ કરે છે. અને એ દ્વાર એટલે કોલેજનું પહેલું વર્ષ..

1

ખામોશી - ભાગ 1

આ સ્ટોરીમાં આવતા દરેક પાત્ર, સ્થળ, અને સમય કાલ્પનીક છે. જેનો સાચી ઘટના સાથે કોઈ સંબંધ નથી.જીંદગી મસ્ત ચાલી હોય અને તેમાં કોઈક પ્રકારનો વળાંક આવે તો જીવનની ગતિવિધિ બદલાતી હોય છે. આવો જ એક વળાંક વીનયના જીવનમાં આવ્યો. વીનય? નામ સાંભણીનેજ મનમા સવાલ થાય. કોણ છે વીનય? એના જીવનમાં એવું શું થયુ હશે? કે એના જીવનની દિશા બદલાઇ ગઈ. વીનય નામ સાંભળવાની સાથેજ આવા અનેક સવાલ થાય. મનમાં થતા દરેક સવાલનો જવાબ જાણવા માટે વાંચતા રહો 'ખામોશી'.શીર્ષક વાંચતાજ થોડોક ખ્યાલ આવી જાય કે વીનયના જીવનમાં આવેલા વળાંકે વીનય પર ખુબ ગંભીર અસર કરી હશે.૧૨મા ધોરણમાં અભ્યાસ કરતો વીનય ...વધુ વાંચો

2

ખામોશી - ભાગ 2

ખામોશી ભાગ ૧ મા આપણે જોયું કે વીનય રાધી તરફ આકર્ષીત થાય છે. અને તેને એકલવાયું વાતાવરણ વધારે પસંદ લાગે છે.અને આ એકલવાયું વાતાવરણ વીનયના જીવનમા ખામોશી બની ગઈ હતી. વીનય આ વાતાવરણમાંથી બહાર નથી નીકળ્યો ત્યાં એમના રાજને છુટાં પડવાનો સમય આવી ગયો હતો.રાજના પપ્પા પોલીસ ખાતાંમાં એક ઉચ્ચ હોદ્દા પર હતા. અને તેમની નોકરી બીજી જગ્યા પર ટ્રાન્સફર થવાથી રાજને પોતાના પરિવાર સાથે ત્યાં જવાનું હતું.અત્યાર સુધી સાથે મળીને જીવનના કેટલાંય વર્ષો પસાર કર્યા, સાથે વીતાવેલી એ દરેક પળ, સાથે કરેલી મસ્તી... આ દરેક બાબતને રાજ પોતાના ઘરે એક શાંત રૂમમાં બેસીને સ્મરણ કરી રહ્યો હોય છે.રાજના ...વધુ વાંચો

3

ખામોશી - ભાગ 3

ઓપરેશન રૂમની લાલ લાઈટ બંધ થયાની સાથે એમ લાગી રહ્યું હતુ કે ત્યાં રહેલા વીનયના દરેક સ્નેહીજનોના હૃદયના ધબકારાં ધબકવાની ના કહી દીધી હોય. પરંતુ બંધ ઓરડામાં પણ એક પ્રકાશનું કિરણ હોય જ છે, અને અહીં એ કિરણ તરીકે વીનયને અપાર પ્રેમ, લાગણી આપનાર એની મમ્મી રહેલી છે. એક માં પોતાના દીકરાને આવી ગંભીર સ્થિતીમાં કેવી રીતે જોઈ શકે જ્યાં એમનો એકનો એક દીકરો મૃત્યુના દરવાજા પર જઈને ઊભો હોય છે. જ્યાં ઈશ્વર એ દીકરાનો એક નવજન્મ આપવા માટે બોલાવી રહ્યો છે અને એક માં પોતાના આંસુના ફક્ત એકજ બુંદ વડે એ દીકરાને ધરતી પર જ નવ જન્મ આપે ...વધુ વાંચો

4

ખામોશી - ભાગ 4

કોલેજના દિવસો એક પછી એક રેલ્વેની સ્પીડની જેમ પસાર થઈ રહ્યાં હતાં. કેટલાંય વર્ષો વીત્યાં પછી એક અજાણી જુની થઈ હોય એવો આભાસ અત્યારે વીનય અનુભવી રહ્યો છે. કોઈ અજાણી વ્યક્તિની ચિંતા કરવી, તેને જોવા માટે તરસવું, મનમાં વારંવાર એની કલ્પના કરવી આ દરેક વાતો પ્રેમ તરફ પહેલું પગલું માંડવાની નિશાની છે. અને વીનય આ દરેક વાતનો વારંવાર અભ્યાસ કરતો હતો. પરંતુ રાધીને પોતાના દીલની વાત જણાવવાની વીનય પાસે હિમત નથી. એટલેજ તો આશીષ વીનયના જીવનમા પ્રેમનાં ટપકાં કરવા માટે સંધ્યા પાસે બુકની લેવડ દેવડ કરે છે પોતાનો મિત્ર વીનય જો પાછો પહેલા જેવો એકદમ ઠીક થઈ જાય તો ...વધુ વાંચો

5

ખામોશી - ભાગ 5

એ સુર્યના તાપની જેમ ભડકે બળતાં મુસ્કાનના બંને ભાઈઓના મગજની અંદર અત્યારે એકજ વિચાર ઘુમી રહ્યો હતો. કે મારી બહેનને ફસાવનાર એ હરામી વીપુલીયાના આજે એકે એક અંગ સીધા કરી દેશું. ત્યાંથી બે ડગલાં ચાલવા જેટલી પણ એનામા તાકાત નહી રહેવા દઈએ...આજે તો એની... .આમ કેટલીયે ગાળો એ બંને ભાઈ મનોમન વીપુલ ને આપતાં હતાં...જ્યારે બીજી તરફ પોતાની નજીક આવી રહેલી આ બંને જ્વાળામુખીથી વંચીત વીપુલ તો બગીચાની અંદર દિવાલના ટેકે રહેલી બેંચ પર મુસ્કાન સાથે બેઠો હોય છે. એ બંને તો જાણે કેટલાય દિવસોથી ચા ના સ્વાદથી પરિચિત ના થયા હોય એવી રીતે એકબીજાને જોઈ રહે છે..... ફીરોઝ ...વધુ વાંચો

6

ખામોશી - ભાગ 6

આશીષની આંખમાંથી ચોધાર આંસુઓની ધારા વહી રહી છે અને તે... 'ઉઠ વિપુલ...તને કંઈ નહી થાય ! વિપુલ ઉઠ !' કહી આશીષ વિપુલની આંખો ખોલવાનો પ્રયત્ન કરે છે હજુ પણ વિપુલ તરફથી કોઈ જવાબ મળશે એવી કોઈ આશા દેખાતી નથી. ત્યાંજ વીનય પણ ત્યાં પહોંચી જાય છે આશીષ અને વીનય બંને વિપુલને હોસ્પીટલ પહોંચાડે છે.હોસ્પીટલ સુધી પહોંચવાના રસ્તા પર વહી રહેલા વિપુલના રક્તની ધારાઓ હોસ્પીટલ સુધી પહોંચવાના રસ્તાનો નિર્દેશ કરી રહી હોય એમ છેક સુધી પડેલી હતી. સુરતની પ્રખ્યાત સીવીલ હોસ્પીટલના મુખ્ય દરવાજા પર પહોંચતા જ ઓપરેશન રૂમ સુધી પહોંચવા માટે ત્યાના નર્સ કર્મચારીઓ દ્વારા પેશન્ટ બેડ તૈયાર રાખવામાં આવેલી ...વધુ વાંચો

7

ખામોશી - ભાગ 7

ખામોશીના આગળના પ્રકરણમાં આપણે જોયું કે ફીરોઝ અને સુલતાન દ્વારા મારવામાં આવેલ મારમાં ફીરોઝની હોકી સ્ટીક વીપુલના મસ્તકના પાછળના વાગે છે આશીષ અને વીનય વીપુલને હોસ્પીટલ પહોંચાડે છે ત્યાં ડો.પરેશની સારવારથી વીપુલનો જીવતો બચી જાયછે પરંતુ હોકી વાગવાને કારણે વીપુલ પોતાની યાદ શક્તિ ગુમાવી દે છે હવે આગળ......પોતાની યાદશક્તિ ગુમાવી બેસવાને કારણે વીપુલને કોલેજ છોડવી પડે છે એ સમયે તો એવું લાગી રહ્યું હતું કે જાણે ઈશ્વર કંઈક સંકેત આપી રહ્યા હોય એક એવો સંકેત કે જેમાં વર્ષોની આ મિત્રતા ધીરે ધીરે તૂટવા લાગી છે કારણ કે સૌપ્રથમ રાજને પોતાના પપ્પાની નોકરી ટ્રાન્સફર થવાને કારણે પોતાના મિત્રોથી છુટાં પડવું ...વધુ વાંચો

8

ખામોશી - ભાગ 8

આગળના પ્રકરણમાં આપણે જોયું કે વીનય ને પોતાનો પ્રેમ મળી છે. ઘણાબધી રાહ જોયા પછી વીનય અને એકબીજાની નજીક છે. બંને સાથે ફરવા જાય છે અને ડુંમસ બીચ પર રાધીએ વીનયની સામે એકબીજાની ફીલીંગ પુરી કરવાની વાત કરી અને ઉભરાતી જુવાનીમાં આમ કરવા માટે તૈયાર થાય છે. હવે આગળ વાંચો.....વીનય અને રાધી ડુંમસ બીચ પર ખુબ એન્જોય કરે છે અને સૂર્ય આથમવાની તૈયારી માં હતો સાંજ પણ થવા આવી હતી એટલે રાધીએ વીનયને કહ્યું.ચાલ વીનય હવે આપણે ઘરે જઈશું અને સાંજ પણ પડવા આવી છે મારે જલ્દીથી ઘરે પહોચવું જોઈએ નહીંતર મમ્મી પપ્પાને ચિંતા થશે....હા. મારે પણ હવે ઘરે ...વધુ વાંચો

9

ખામોશી - ભાગ 9

વિનય.........ના પડધા સાથે આશિષની બૂમ આખી કોલેજમાં ગુંજી ઉઠે છે. થોડી જ વારમાં આશિષનો અવાજ સાંભળીને બીજા વિદ્યાર્થી પણ દોડી આવે છે અને આ દોડા દોડીની જાણ થતાં પ્રિન્સીપાલપણ ત્યાં આવી પહોંચે છે અને અન્ય શિક્ષકગણ પણ આવી પહોંચે છે આશિષ તો આ દ્રશ્ય જોઈને અભાન બની ગયો હતો.'વિનયને નીચે ઉતારો જલ્દી...' પ્રિન્સીપાલ કહ્યું.'નહીં સર...આઆપણે સૌ પ્રથમ પોલીસ કમ્પ્લેન કરવી જોઈએ આપણે તો એ પણ નથી જાણતાં કે આ આત્મહત્યા છે કે મર્ડર...' ત્યાં જ રહેલા એક વિદ્યાર્થીએ કહ્યું.'હા આમ તો આપણે પહેલાં પોલીસ કમ્પલેન્ટ જ કરવી જોઈએ. 'પ્રિન્સીપાલ સરે કહ્યું.પ્રિન્સિપાલે ૧૦૦ નંબર ડાયલ કર્યો. 'હેલ્લો પોલીસ સ્ટેશન. એમ.કે.શાહ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો