"કમલી," આ બિલકુલ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ એક બનેલી ઘટના પર આધારીત છે, એક લેખક તરીકે મેં ગણી છૂટછાટ લીધી છે. સ્થળ અને પાત્રોના નામો મેં બદલ્યા છે. કોઈ પણ સમાજ કે વ્યક્તિને hurt કરવાનો કોઈ ઉદ્દેશ નથી... આજના જમાનામાં જ્યારે ટેકનોલોજી આટલી બધી વિકસિત છે. આજે તો મોબાઈલ, ઈન્ટરનેટ બધું જ ઉપલબ્ધ છે..... એ જમાનામાં આમાંનું કશુ જ available ન હતું.... આજે, live-in-relationship common છે. પરંતુ, સભ્ય સમાજ આજે પણ એ સ્વીકારવા તૈયાર નથી ત્યારે, આજથી લગભગ 150 વર્ષ પહેલા, બે સગા કાકાના દીકરા અને દીકરી ના લગ્ન....... એ વખતના સભ્ય સમાજ માં તહેલકો મચાવી દીધો હતો. આ વાત છે સન 1940ની આસપાસ ની જયારે આપણો દેશ આઝાદ થયો ન હતો. અંગ્રેજોની ગુલામી હતી. અખંડ ભારત ન હતું, કે ના ગુજરાત રાજ્ય હતું.
કમલી - ભાગ 1
નમસ્તે દોસ્તો, બહુ લાંબા સમય પછી હું માતૃભારતી પર આવી છું મારી પહેલી નવલકથા લઈને... આ મારી પ્રથમ નવલકથા આ ઉપરાંત, મારી એક લઘુકથા અને એક બાળકોની રેસીપી બુક પણ "માતૃભારતી" પર પ્રકાશિત થઈ ચુકી છે, આ માટે હું "માતૃભારતી"ની આભારી છું… આમ તો હું એક સાયન્સની student.... પણ, મારા પપ્પાને વાંચવાનો બહુ શોખ હતો, એટલે રોજ નવી નવી વાર્તાની ચોપડીઓ ઘરમા લાવતા અને મને વાંચવા આપતા... એ પોતે પણ તે વાંચતાં અને પછી તે વિશે ચર્ચા પણ કરતા... પણ તે માત્ર વાંચન પૂરતું. તેને કોઈ માર્ક્સ સાથે લેવું-દેવું નહીં. અને પરીક્ષામાં ભાષા સબંધી વિષયો ને બહુ મહત્વ અપાતું ...વધુ વાંચો
કમલી - ભાગ 2
મુંબઈમાં તેમની માસીની દીકરી મધુ રહેતી હતી. મધુબેન પાનાચંદ કરતા 5 વર્ષ મોટા હતા. તેમના પતિ વિજયભાઈ અને તેમનો વર્ષોથી મુંબઈમાં રહેતો હતો. વિજયભાઇના પિતાએ મહેનતથી ધંધો જમાવ્યો હતો અને, વિજયભાઈએ તે ધંધો આગળ વધાવ્યો હતો. વિશ્વાસુ ઘરના માણસોની જરૂર હતી એટલે, આ બંને ભાઈઓને ધંધામાં ઘણી મદદ કરી મોડાસામાં પણ તેનો વિસ્તાર કર્યો હતો. એટલે, તે જ્યારે પણ મુંબઈ આવતા ત્યારે ત્યાં જ રોકાતા. સુરેશ નું ધ્યાન પણ તે જ રાખતા હતા. સુરેશ મોટા બાપુ ફકીરચંદ શેઠનો 20 વર્ષનો એકનો એક દીકરો હતો. ભણવામાં હોંશિયાર હતો એટલે, એને મોડાસામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરાવી મધુબેનના કહેવાથી મુંબઇ લાવ્યા હતા. ...વધુ વાંચો
કમલી - ભાગ 3
(તમે આગળ જોયું તેમ વાત આઝાદી પહેલાની છે પાનાચંદ અને ફકીરચંદ બે ભાઈઓ છે જેમનો મોડાસામાં ધંધો છે... ફકીરચંદ દીકરો સુરેશ મુંબઈમાં ભણે છે. અને થોડો ઘણો અંગ્રેજી બની ચુક્યો છે.. તેને એક પારસી છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે.પાનચંદ શેઠ ને ખબર પડે છે તો તેને સમજાવવાની કોશિષ કરે છે... ) હવે વાંચો આગળ.... કમલી તૈયાર થઈને આવી ત્યારે પાનાચંદ શેઠ આવી ગયા હતા. આ ખબર પડતાં તેમના મોટા ભાઈ ફકીરચંદ અને તેમના ધર્મ પત્ની રેવાબેન પણ આવ્યા હતા... લાકડાનો હીંચકો હતો, જેના પર બેસી બંને દેરાણી-જેઠાણી વાર કરતા.... અને સાથે સાથે ભરત-ગૂંથણ નું કામ પણ... રેવાબેન થોડા ...વધુ વાંચો
કમલી - ભાગ 4
(તમે આગળ જોયું તેમ સુરેશ રેવાચંદશેઠનો એકનો એક દીકરો છે. અને મુંબઈમાં રહેતા થોડો ઘણો અંગ્રેજ બની ગયો છે. અને ફકીરચંદ શેઠ ને ખબર પડે છે એટલે તેને પાછો મોડાસા બોલાવવાની તૈયારીઓ ચાલી રહી છે.. ) હવે વાંચો આગળ.... આવો આવો પંડિતજી... ફકીરચંદ, પાનાચંદ અને રેવાબેને પંડિતને આવકાર આપીનેે બેસાડયા... પંડીતજીએ જયકૃષ્ણ એમ અભિવાદન કરી પોતાની બેઠક જમાવી...સાવિત્રી, પંડિતજી આવ્યા છે ચા-પાણીની વ્યવસ્થા કરો. ઉત્સાહ સાથે રેવાબેને કહ્યું.. ઍટલે લતા- રાકેશ તથા સુરેશ- મીનાની જન્મપત્રી લઈને સવિત્રીબેન આવ્યા.. પાછળ ઘરની નોકરાણી ચા નાસ્તો મૂકી ગઈ...પંડિતજી હવે બંને સંતાનોના લગ્ન માટે સારામાં સારું મુહૂર્ત કાઢી આપો. રેવાબેને કહ્યું.. એટલે પંડિતજીએ ...વધુ વાંચો
કમલી - ભાગ 5
(આગળ જોયું તેમ સુરેશ અને લતાના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. સુરેશ પણ મોડાસા આવી ગયો છે... )હવે વાંચો રશ્મિકાંત અને હર્ષદ જોઈ રહેતા. સવિત્રીબેનને આ પસંદ ના પડતું. એટલે, ઘણી વાર પાનાચંદ ભાઈને ફરિયાદ કરતા કે, આ બરાબર નથી. છોકરીને સાસરે પરણવાની છે. ત્યારે પાનાચંદ શેઠ એક જ વાક્ય બોલતા મારે ઘરે છે ત્યાં સુધી ભલે ને કરે, પછી સાસરે જઈ ને કાઈ થોડી કરવાની છે?...... અને વાત ત્યાંજ અટકી જતી.....ગ્રામોફોન પર ગીત વાગી રહ્યું હતું..... સ્ટેલા, લતા અને કમલી ડાન્સ કરી રહ્યા હતા.. હર્ષદ, રશ્મિકાંત અને સુરેશની ભાવિ પત્ની મીના ત્રણેય જણાં જોઈ રહ્યા હતા. હર્ષદ અને ...વધુ વાંચો
કમલી - ભાગ 6
ચાલી રહ્યો હતી. લતાના લગ્નને હવે ચાર દિવસ જ બાકી હતા...ઘરે મંડપ બાંધ્યો હતો. ઢોલ અને શહનાઈ વાળા આવી હતા.. આજથી હવે લગ્નની રસમો ચાલુ થઈ ગઈ હતી.. બહાર કુટુંબની સ્ત્રીઓ મગ અને અડદની દાળની વડીઓ તાપમાં મૂકી રહી હતી.. તો બીજી બાજુ લતાનો સમાન મોટી મોટી પતરાની પેટીમાં મુકાઈ રહ્યો હતો... બીજી ગામની સ્ત્રીઓ લતાના હાથમાં મહેંદી મુકવા માટે તેના પાનને મોટા પથરા પર લસોટી રહી હતી... લતાની સહેલીઓ પાનનો રસ કાઢી લાકડાની સળીથી પોતાની કારીગરી તેના હાથ પર અજમાવી રહી હતી... નાની નાની બાળાઓ પોતાના હાથ મેંહદીથી રંગી રહી હતી તો મોટી જેમને સારું ગાતા આવડતું હતું ...વધુ વાંચો
કમલી - ભાગ 7
વાચક મિત્રો તમે આગળ જોયું તેમ (લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. ઘરે મંડપ બંધાઈ ગયો છે...સત્સંગના દિવસે સુરેશનું લાઈટર હાથમાં આવતા આગ લાગી હતી.... અને આ વાત પાનાચંદશેઠને ખબર પડી તો સુરેશને થોડો ઠપકો આપ્યો.. તેથી તે ગુસ્સામાં હતો.....હવે વાંચો આગળ.....) રાતે લગભગ સાડા દસ વાગે બધા સુઈ ગયા હતા પણ, સુરેશની આંખમાં ઊંઘ ન હતી..... તે વરંડામાં આંટા મારી રહ્યો હતો... આ બાજુ, લતાને પણ ઊંઘ નોહતી આવતી.... તે પણ પોતાના રૂમમાં આંટા મારી રહી હતી. તેણે ઉપરથી જોયુ તો સુરેશ નીચે વરંડામાં આંટા મારી રહ્યો હતો એટલે લતા પણ નીચે આવી, ને તેને પૂછ્યું કેમ ઊંઘ નથી ...વધુ વાંચો
કમલી - ભાગ 8
વાચક મિત્રો તમે આગળ જોયું તેમ (સુરેશ જેની રાહ જોઈ રહ્યો હતો તે પેરીઝાદનો પત્રના આવતા દારૂ પીને સુઈ છે સાથે તેનો મિત્ર વિજય પણ હોય છે.. હવે વાંચો આગળ...)બીજા દિવસે સવારે, જ્યારે ઘરની કામવાળી બાઈ લક્ષ્મી, સુરેશના રૂમની સાફ સફાઈ કરવા માટે આવી ત્યારે, એને દારૂની ખાલી બોટલો પડેલી મળી.... એટલે તે બોટલો બહાર વરંડામાં મૂકી આવી.અ'બુધ કામવા'ળી બાઈને ખબર ન હતી કે, આ બધી દારૂની બોટલ છે. મનમાં વિચારી રહી હતી ઘરે જતા રેવા શેઠાણી ને પૂછી જોઇશ કે આટલી સરસ બોટલ હું મારા ઘરે લઈ જવું...?ફકીરચંદશેઠ પેઢીએ જવા નીકળ્યા એટલે એમને વરંડામાં દારૂની બોટલો જોઈ, આટલી ...વધુ વાંચો
કમલી - ભાગ 9
પેરિઝાદ તેને સોંપ્યો હતો..ક્યારેક ક્યારેક તે તેના પિતા સાથે ક્લબમાં પણ જતી....એકવાર તેના પિતાને અચાનક એક કામ આવી ગયું એટલે એમણે પેરિઝાદને કહ્યું આજે સાંજે કોલેજ છૂટ્યા પછી બ્રિચ કેન્ડી ક્લબમાં જઈને પૈસા લઈ આવજે ઘણા સમયથી બાકી છે. મેં ત્યાંના મેનેજરને વાત કરી દીધી છે.પિતા સાથે વાત કરી તે કૉલેજ જવા નીકળી ગઈ.આખો દિવસ કૉલેજ એટેન્ડ કર્યા પછી જ્યારે તે અને સુરેશ બંને પાર્કિંગમાં આવ્યા ત્યારે પેરિઝાદની ગાડીમાં પંચર હતું. હવે, ક્લબ માં કેવી રીતે જઈશ? તે મનમાં વિચારી રહી હતી.સુરેશ થોડો જલ્દીમાં હતો કેમકે, આજે વિજય કોલેજ નોહતો આવ્યો તેની તબિયત ઠીક ન હતી. પણ, પેરિઝાદની ગાડી ...વધુ વાંચો